Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-94

Page 94

ਰਾਗੁ ਮਾਝ ਚਉਪਦੇ ਘਰੁ ੧ ਮਹਲਾ ੪ માઝ રાગ, ચોથું પદ , ઘર ૧, મહેલ ૪
ੴ ਸਤਿਨਾਮੁ ਕਰਤਾ ਪੁਰਖੁ ਨਿਰਭਉ ਨਿਰਵੈਰੁ ਅਕਾਲ ਮੂਰਤਿ ਅਜੂਨੀ ਸੈਭੰ ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે બધી જગ્યાએ વ્યાપ્ત છે ભય રહિત છે વેર હિત છે જેનું સ્વરૂપ કાળથી પરે છે, જે યોનિઓમાં નથી ભટકતો જેનો પ્રકાશ તેની મેળાએ છે અને જે સદગુરૂની કૃપાથી મળે છે
ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਮੈ ਹਰਿ ਮਨਿ ਭਾਇਆ ॥ પરમાત્માનું નામ મારા મનને પ્રેમાળ લાગી રહ્યું છે, પરમાત્મા મને મનમાં ગમી રહ્યા છે
ਵਡਭਾਗੀ ਹਰਿ ਨਾਮੁ ਧਿਆਇਆ ॥ મહાન ભાગ્યોથી જ મેં પરમાત્માનું નામ સ્મરણ કર્યું છે
ਗੁਰਿ ਪੂਰੈ ਹਰਿ ਨਾਮ ਸਿਧਿ ਪਾਈ ਕੋ ਵਿਰਲਾ ਗੁਰਮਤਿ ਚਲੈ ਜੀਉ ॥੧॥ પરમાત્માનું નામ જપવાની આ સફળતા મેં સંપૂર્ણ ગુરૂથી પ્રાપ્ત કરી છે, જેના પર ગુરુની કૃપા હોય, તેને આ દાન મળે છે કોઈ દુર્લભ ભાગ્યશાળી ગુરુની બુદ્ધિ પર ચાલે છે અને નામ સ્મરણ કરે છે ।।૧।।
ਮੈ ਹਰਿ ਹਰਿ ਖਰਚੁ ਲਇਆ ਬੰਨਿ ਪਲੈ ॥ સંપૂર્ણ ગુરુની કૃપાથી મેં પરમાત્મનું નામ પોતાના જીવન સફર માટે ખર્ચ પાલવથી બાંધી લીધું છે
ਮੇਰਾ ਪ੍ਰਾਣ ਸਖਾਈ ਸਦਾ ਨਾਲਿ ਚਲੈ ॥ આ હરિનું નામ મારા જીવનો સાથી બની ગયું છે. હવે આ હંમેશા મારી સાથે રહે છે, મારા હૃદયમાં ટકી રહે છે
ਗੁਰਿ ਪੂਰੈ ਹਰਿ ਨਾਮੁ ਦਿੜਾਇਆ ਹਰਿ ਨਿਹਚਲੁ ਹਰਿ ਧਨੁ ਪਲੈ ਜੀਉ ॥੨॥ સંપૂર્ણ ગુરુએ આ હરિ નામ મારા હૃદયમાં પાકું કરીને ટકાવી દીધું છે. હરિ નામ ધન મારી પાસે હવે હંમેશા ટકી રહેનાર ધન થઇ ગયું છે ।।૨।।
ਹਰਿ ਹਰਿ ਸਜਣੁ ਮੇਰਾ ਪ੍ਰੀਤਮੁ ਰਾਇਆ ॥ પરમાત્મા જ મારો વાસ્તવિક સજ્જન છે, પરમાત્મા જ મારો પ્રિય પતિ છે. મને આધ્યાત્મિક જીવન આપનાર છે
ਕੋਈ ਆਣਿ ਮਿਲਾਵੈ ਮੇਰੇ ਪ੍ਰਾਣ ਜੀਵਾਇਆ ॥ મારી દરેક સમયે તમન્ના છે કે કોઈ ગુરુમુખ તે પ્રીતમ લાવીને મને મલાવી દે
ਹਉ ਰਹਿ ਨ ਸਕਾ ਬਿਨੁ ਦੇਖੇ ਪ੍ਰੀਤਮਾ ਮੈ ਨੀਰੁ ਵਹੇ ਵਹਿ ਚਲੈ ਜੀਉ ॥੩॥ હે પ્રિય પ્રભુ! હું તારા દર્શન કર્યા વિના નથી રહી શકતો, તારા વિરહમાં મારી આંખોમાંથી વિરહનું પાણી નિરંતર વહી રહ્યું છે ।।૩।।
ਸਤਿਗੁਰੁ ਮਿਤ੍ਰੁ ਮੇਰਾ ਬਾਲ ਸਖਾਈ ॥ ગુરુ મારો એવો મિત્ર છે જાણે બાળપણનો સાથી હોય.
ਹਉ ਰਹਿ ਨ ਸਕਾ ਬਿਨੁ ਦੇਖੇ ਮੇਰੀ ਮਾਈ ॥ હે માં! હું ગુરુના દર્શન કર્યા વગર નથી રહી શકતો, મને ધીરજ આવતું નથી
ਹਰਿ ਜੀਉ ਕ੍ਰਿਪਾ ਕਰਹੁ ਗੁਰੁ ਮੇਲਹੁ ਜਨ ਨਾਨਕ ਹਰਿ ਧਨੁ ਪਲੈ ਜੀਉ ॥੪॥੧॥ દાસ નાનક! કહે છે, હે પ્રભુ! જેના પર તું કૃપા કરે છે, તેને ગુરુ મળે છે અને તેના પાલવમાં હરિ નામ ધન એકત્રિત થઇ જાય છે ।।૪।।૧।।
ਮਾਝ ਮਹਲਾ ੪ ॥ માઝ મહેલ ૪।।
ਮਧੁਸੂਦਨ ਮੇਰੇ ਮਨ ਤਨ ਪ੍ਰਾਨਾ ॥ પરમાત્મા મારા મનનો આશરો છે, મારા શરીરનો જ્ઞાનેન્દ્રિયોનો આશરો છે
ਹਉ ਹਰਿ ਬਿਨੁ ਦੂਜਾ ਅਵਰੁ ਨ ਜਾਨਾ ॥ પરમાત્મા વિના કોઈ બીજાને હું જીવનનો આશરો સમજતો નથી
ਕੋਈ ਸਜਣੁ ਸੰਤੁ ਮਿਲੈ ਵਡਭਾਗੀ ਮੈ ਹਰਿ ਪ੍ਰਭੁ ਪਿਆਰਾ ਦਸੈ ਜੀਉ ॥੧॥ સૌભાગ્યથી મને કોઈ ગુરુમુખ સજ્જન મળી જાય અને મને વ્હાલા પ્રભુનું સરનામું બતાવી દે ।।૧।।
ਹਉ ਮਨੁ ਤਨੁ ਖੋਜੀ ਭਾਲਿ ਭਾਲਾਈ ॥ હું શોધીને અને શોધાવીને પોતાનું મન શોધું છું પોતાનું શરીર શોધું છું
ਕਿਉ ਪਿਆਰਾ ਪ੍ਰੀਤਮੁ ਮਿਲੈ ਮੇਰੀ ਮਾਈ ॥ હે માં! આથી કેવી રીતે મને વ્હાલા પ્રિય પ્રભુ મળી જાય
ਮਿਲਿ ਸਤਸੰਗਤਿ ਖੋਜੁ ਦਸਾਈ ਵਿਚਿ ਸੰਗਤਿ ਹਰਿ ਪ੍ਰਭੁ ਵਸੈ ਜੀਉ ॥੨॥ સાધુ-સંગતમાં પણ મળીને તે પ્રિયનું સરનામુ પૂછું છું કારણ કે તે હરિ પ્રભુ સાધુ-સંગતમાં વસે છે ।।૨।।
ਮੇਰਾ ਪਿਆਰਾ ਪ੍ਰੀਤਮੁ ਸਤਿਗੁਰੁ ਰਖਵਾਲਾ ॥ હે પ્રભુ! અમે તારા નાદાન બાળકો છીએ. અમારી રક્ષા કર
ਹਮ ਬਾਰਿਕ ਦੀਨ ਕਰਹੁ ਪ੍ਰਤਿਪਾਲਾ ॥ હે પ્રભુ! મને વ્હાલા પ્રિય ગુરુ મળ્યા તે જ વિકારોથી મારી રક્ષા કરનાર છે
ਮੇਰਾ ਮਾਤ ਪਿਤਾ ਗੁਰੁ ਸਤਿਗੁਰੁ ਪੂਰਾ ਗੁਰ ਜਲ ਮਿਲਿ ਕਮਲੁ ਵਿਗਸੈ ਜੀਉ ॥੩॥ સંપૂર્ણ ગુરુ સદગુરુ મને એ રીતે વ્હાલા છે જાણે મારી મા અને મારા પિતા છે, જેમ પાણીને મળીને કમળનું ફૂલ ખીલે છે તેમ જ ગુરુને મળીને મારુ હૃદય ગદગદિત થઇ જાય છે ।।૩।।
ਮੈ ਬਿਨੁ ਗੁਰ ਦੇਖੇ ਨੀਦ ਨ ਆਵੈ ॥ હે હરિ! ગુરુના દર્શન કર્યા વિના મારા મનને શાંતિ નથી આવતી
ਮੇਰੇ ਮਨ ਤਨਿ ਵੇਦਨ ਗੁਰ ਬਿਰਹੁ ਲਗਾਵੈ ॥ ગુરુથી વિરહ એક એવી પીડા છે, જે હંમેશા મારા મનમાં મારા તનમાં લાગેલી રહે છે
ਹਰਿ ਹਰਿ ਦਇਆ ਕਰਹੁ ਗੁਰੁ ਮੇਲਹੁ ਜਨ ਨਾਨਕ ਗੁਰ ਮਿਲਿ ਰਹਸੈ ਜੀਉ ॥੪॥੨॥ હે હરિ! મારા પર કૃપા કર અને મને ગુરુ મળાવ. હે દાસ નાનક! સ્વયં ગુરુને મળીને મન ખીલી ઉઠે છે ।।૪।।૨।


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top