Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-93

Page 93

ਸ੍ਰੀਰਾਗ ਬਾਣੀ ਭਗਤ ਬੇਣੀ ਜੀਉ ਕੀ ॥ શ્રી રાગ, ભગત બેણિ જીવની વાણી
ਪਹਰਿਆ ਕੈ ਘਰਿ ਗਾਵਣਾ ॥ “પેહ્રે” ની ધૂન ગાવા માટે:
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે ।।
ਰੇ ਨਰ ਗਰਭ ਕੁੰਡਲ ਜਬ ਆਛਤ ਉਰਧ ਧਿਆਨ ਲਿਵ ਲਾਗਾ ॥ હે મનુષ્ય જ્યારે તું માતાની પેટમાં હતો, ત્યારે તારું ધ્યાન ઉચ્ચ પ્રભુના ધ્યાનમાં જોડાયેલુ હતું
ਮਿਰਤਕ ਪਿੰਡਿ ਪਦ ਮਦ ਨਾ ਅਹਿਨਿਸਿ ਏਕੁ ਅਗਿਆਨ ਸੁ ਨਾਗਾ ॥ તને ત્યારે શરીરના અસ્તિત્વનો અહંકાર નહોતો. દિવસ-રાત એક પ્રભુને સ્મરણ કરતો હતો. તારી અંદર અજ્ઞાન નહોતો
ਤੇ ਦਿਨ ਸੰਮਲੁ ਕਸਟ ਮਹਾ ਦੁਖ ਅਬ ਚਿਤੁ ਅਧਿਕ ਪਸਾਰਿਆ ॥ હે મનુષ્ય! તે દિવસો હવે યાદ કરે ત્યારે તને ખુબ જ કષ્ટ તેમજ તકલીફો હતી. પરંતુ હવે તે પોતાના મનને દુનિયાની મુશ્કેલીઓમાં ખુબ જ ફસાવ્યું છે
ਗਰਭ ਛੋਡਿ ਮ੍ਰਿਤ ਮੰਡਲ ਆਇਆ ਤਉ ਨਰਹਰਿ ਮਨਹੁ ਬਿਸਾਰਿਆ ॥੧॥ માંતાનું પેટ છોડીને જ્યારથી તું જગતમાં આવ્યો છે, ત્યારથી તે પોતાના નિરંકારને ભુલાવી દીધા છે ।।૧।।
ਫਿਰਿ ਪਛੁਤਾਵਹਿਗਾ ਮੂੜਿਆ ਤੂੰ ਕਵਨ ਕੁਮਤਿ ਭ੍ਰਮਿ ਲਾਗਾ ॥ હે મૂર્ખ! તું કઈ બુદ્ધિ, ક્યાં ભ્રમમાં લગાયેલો છે? સમય હાથ માંથી ચાલ્યો જશે પછી હાથ ઘસીસ
ਚੇਤਿ ਰਾਮੁ ਨਾਹੀ ਜਮ ਪੁਰਿ ਜਾਹਿਗਾ ਜਨੁ ਬਿਚਰੈ ਅਨਰਾਧਾ ॥੧॥ ਰਹਾਉ ॥ પ્રભુને સ્મરણ કર નહીંતર યમપુરીમાં ધકેલી દેવામાં આવશે. તું તો એવી રીતે ઘૂમે છે જેમ કોઈ ના પાછો ફરનાર મનુષ્ય જેને ક્યારેય પાછું જ ના જવાનું હોય ।।૧।।વિરામ।।
ਬਾਲ ਬਿਨੋਦ ਚਿੰਦ ਰਸ ਲਾਗਾ ਖਿਨੁ ਖਿਨੁ ਮੋਹਿ ਬਿਆਪੈ ॥ પહેલાં તું બાળપણની રમતોમાં તેમજ સ્વાદમાં લાગેલો રહ્યો અને હંમેશા તે જ મોહમાં ફસાયેલો રહ્યો
ਰਸੁ ਮਿਸੁ ਮੇਧੁ ਅੰਮ੍ਰਿਤੁ ਬਿਖੁ ਚਾਖੀ ਤਉ ਪੰਚ ਪ੍ਰਗਟ ਸੰਤਾਪੈ ॥ હવે જ્યારથી તે માયારૂપી વિષને રસીલું તેમજ પવિત્ર અમૃત સમજીને ચાખી લીધું છે, ત્યારથી તને પાંચેય વિકારો શૃંગારિક ખુલ્લા રસ્તા પર હેરાન કરે છે
ਜਪੁ ਤਪੁ ਸੰਜਮੁ ਛੋਡਿ ਸੁਕ੍ਰਿਤ ਮਤਿ ਰਾਮ ਨਾਮੁ ਨ ਅਰਾਧਿਆ ॥ જાપ, તપસ્યા, સંયમ અને પુણ્ય કર્મ કરનારી બુધ્ધ તુ ત્યાગી બેઠો છે. પ્રભુના નામને સ્મરણ કરતો નથી.
ਉਛਲਿਆ ਕਾਮੁ ਕਾਲ ਮਤਿ ਲਾਗੀ ਤਉ ਆਨਿ ਸਕਤਿ ਗਲਿ ਬਾਂਧਿਆ ॥੨॥ તારી અંદર કામ પ્રબળ છે. તારી બુદ્ધિ ખોટા માર્ગે લાગેલી છે. કામાતુર થઈને તે સ્ત્રીને ગળેથી લગાવી છે ।।૨।।
ਤਰੁਣ ਤੇਜੁ ਪਰ ਤ੍ਰਿਅ ਮੁਖੁ ਜੋਹਹਿ ਸਰੁ ਅਪਸਰੁ ਨ ਪਛਾਣਿਆ ॥ તારી અંદર જવાનીનો જોશ છે. તું પરાયી સ્ત્રીઓના મુખ જોવે છે. સમય બેસમય પણ તું સમજતો નથી
ਉਨਮਤ ਕਾਮਿ ਮਹਾ ਬਿਖੁ ਭੂਲੈ ਪਾਪੁ ਪੁੰਨੁ ਨ ਪਛਾਨਿਆ ॥ હે કામમાં મસ્ત થયેલા! હે પ્રબળ માયામાં ભૂલાયેલા! તને એ સમજ નથી કે પાપ શું છે અને પુણ્ય શું
ਸੁਤ ਸੰਪਤਿ ਦੇਖਿ ਇਹੁ ਮਨੁ ਗਰਬਿਆ ਰਾਮੁ ਰਿਦੈ ਤੇ ਖੋਇਆ ॥ પુત્રોને, ધન પદાર્થોને જોઈને તારું મન અહંકારી થઇ ગયું છે. પ્રભુને તું હૃદયથી ભુલાવી બેઠો છે
ਅਵਰ ਮਰਤ ਮਾਇਆ ਮਨੁ ਤੋਲੇ ਤਉ ਭਗ ਮੁਖਿ ਜਨਮੁ ਵਿਗੋਇਆ ॥੩॥ બીજા સંબંધીઓના મરવા પર તારું મન ગણતરીમાં લાગી જાય છે કે કેટલી માયા મળશે. આ રીતે તે પોતાના ઉત્તમ તેમજ શ્રેષ્ઠ મનુષ્ય જીવનને વ્યર્થ ગુમાવી લે છે ।।૩।।
ਪੁੰਡਰ ਕੇਸ ਕੁਸਮ ਤੇ ਧਉਲੇ ਸਪਤ ਪਾਤਾਲ ਕੀ ਬਾਣੀ ॥ તારા વાળ સફેદ ચમેલીના ફૂલથી પણ વધારે સફેદ થઇ ગયા છે. તારો અવાજ ખુબ જ મધ્મ થઇ ગયો છે, જાણે સાતમા પાતાળથી આવી રહ્યો હોય
ਲੋਚਨ ਸ੍ਰਮਹਿ ਬੁਧਿ ਬਲ ਨਾਠੀ ਤਾ ਕਾਮੁ ਪਵਸਿ ਮਾਧਾਣੀ ॥ તારી આંખો નમ થઇ ગઈ છે, તારી ચતુરાઈ ભરેલી બુધ્ધિ ક્ષીણ થઇ ગઈ છે, તો પણ કામની માથાકૂટ તારી અંદર ચાલી રહી છે
ਤਾ ਤੇ ਬਿਖੈ ਭਈ ਮਤਿ ਪਾਵਸਿ ਕਾਇਆ ਕਮਲੁ ਕੁਮਲਾਣਾ ॥ આ જ વાસનાઓને કારણે તારી બુદ્ધિમાં વિષ વિકારોનો પ્રલય લાગેલ છે, તારું શરીરરૂપી કમળ ફૂલ કરમાઈ ગયું છે
ਅਵਗਤਿ ਬਾਣਿ ਛੋਡਿ ਮ੍ਰਿਤ ਮੰਡਲਿ ਤਉ ਪਾਛੈ ਪਛੁਤਾਣਾ ॥੪॥ જગતમાં આવીને તું પરમાત્માનું ભજન છોડી બેઠો છે, સમય વીતી જવાથી પાછળ હાથ ઘસીસ ।।૪।।
ਨਿਕੁਟੀ ਦੇਹ ਦੇਖਿ ਧੁਨਿ ਉਪਜੈ ਮਾਨ ਕਰਤ ਨਹੀ ਬੂਝੈ ॥ નાના નાના બાળકો પુત્ર પૌત્ર જોઈને મનુષ્યના મનમાં તેના માટે મોહ પેદા થાય છે, અહંકાર કરે છે. પરંતુ, એને એ સમજમાં આવતું નથી કે બધું છોડીને જવાનું છે
ਲਾਲਚੁ ਕਰੈ ਜੀਵਨ ਪਦ ਕਾਰਨ ਲੋਚਨ ਕਛੂ ਨ ਸੂਝੈ ॥ આંખોથી દેખવાનું બંધ થઇ જાય છે તો પણ મનુષ્ય હજી જીવવાનું લાલચ કરે છે
ਥਾਕਾ ਤੇਜੁ ਉਡਿਆ ਮਨੁ ਪੰਖੀ ਘਰਿ ਆਂਗਨਿ ਨ ਸੁਖਾਈ ॥ અંતે શરીરનું બળ પૂરું થઇ જાય છે, અને જ્યારે જીવ પક્ષી શરીરમાંથી ઉડી જાય છે ત્યારે મરેલું શરીર ઘરમાં, આંગણમાં પડેલું સારું લાગતું નથી
ਬੇਣੀ ਕਹੈ ਸੁਨਹੁ ਰੇ ਭਗਤਹੁ ਮਰਨ ਮੁਕਤਿ ਕਿਨਿ ਪਾਈ ॥੫॥ બેણી કહે છે: હે સંત જન! જો મનુષ્યનું આખી જિંદગી આવો જ હાલ રહે, મરવા પછી મુક્તિ કોઈ ને મળતી નથી ।। ૫।।
ਸਿਰੀਰਾਗੁ ॥ શ્રી રાગ।।
ਤੋਹੀ ਮੋਹੀ ਮੋਹੀ ਤੋਹੀ ਅੰਤਰੁ ਕੈਸਾ ॥ હે પરમાત્મા! તારી મારાથી, મારી તારાથી વાસ્તવિક દુરી કેવી છે?
ਕਨਕ ਕਟਿਕ ਜਲ ਤਰੰਗ ਜੈਸਾ ॥੧॥ એવી જ છે જેમ સોના અને સોનાના કળાની અથવા પાણી અને પાણીની લહેરોની છે ।।૧।।
ਜਉ ਪੈ ਹਮ ਨ ਪਾਪ ਕਰੰਤਾ ਅਹੇ ਅਨੰਤਾ ॥ હે અનંત પ્રભુ! જો અમે જીવ પાપ ના કરીએ
ਪਤਿਤ ਪਾਵਨ ਨਾਮੁ ਕੈਸੇ ਹੁੰਤਾ ॥੧॥ ਰਹਾਉ ॥ તો તારું નામ પાપીઓને પવિત્ર કરનાર ‘પતિત પાવન’ કેમ હોત? ।।૧।।વિરામ।।
ਤੁਮ੍ਹ੍ਹ ਜੁ ਨਾਇਕ ਆਛਹੁ ਅੰਤਰਜਾਮੀ ॥ હે અમારા દિલોના જ્ઞાતા પ્રભુ! તું જો અમારો માલિક છે તો પછી માલિકોવાળું બિરુદ અપનાવ, પોતાના ‘પતિત પાવન’ નામની શરમ રાખ.
ਪ੍ਰਭ ਤੇ ਜਨੁ ਜਾਨੀਜੈ ਜਨ ਤੇ ਸੁਆਮੀ ॥੨॥ માલિકને જોઈને એ ઓળખી લઈએ છીએ કે આનો સેવક કેવો છે અને સેવકથી માલિકની પરખ થઇ જાય છે ।।૨।।
ਸਰੀਰੁ ਆਰਾਧੈ ਮੋ ਕਉ ਬੀਚਾਰੁ ਦੇਹੂ ॥ તેથી, હે પ્રભુ! મને એ સમજ બક્ષ કે જ્યાં સુધી મારું આ શરીર છે ત્યાં સુધી હું તારું સ્મરણ કરું
ਰਵਿਦਾਸ ਸਮ ਦਲ ਸਮਝਾਵੈ ਕੋਊ ॥੩॥ આ પણ કૃપા કર કે રવિદાસને કોઈ સંત એ સમજ પણ આપે કે તું સર્વ વ્યાપક છે ।। ૩।।


© 2025 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top