Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-92

Page 92

ਐਸਾ ਤੈਂ ਜਗੁ ਭਰਮਿ ਲਾਇਆ ॥ હે પ્રભુ! તે જગતને ભ્રમમાં નાખી દીધું છે
ਕੈਸੇ ਬੂਝੈ ਜਬ ਮੋਹਿਆ ਹੈ ਮਾਇਆ ॥੧॥ ਰਹਾਉ ॥ માયા દ્વારા ઠગાયેલા જીવને આ સમજાતું નથી કે હું ભ્રમમાં ફસાયેલો છું? ।।૧।।વિરામ।।
ਕਹਤ ਕਬੀਰ ਛੋਡਿ ਬਿਖਿਆ ਰਸ ਇਤੁ ਸੰਗਤਿ ਨਿਹਚਉ ਮਰਣਾ ॥ કબીર કહે છે: હે પ્રાણી! માયાનો શોખ છોડી દે, આ રસોની સાથે લાગવાથી જરૂર આધ્યાત્મિક મૃત્યુ થાય છે
ਰਮਈਆ ਜਪਹੁ ਪ੍ਰਾਣੀ ਅਨਤ ਜੀਵਣ ਬਾਣੀ ਇਨ ਬਿਧਿ ਭਵ ਸਾਗਰੁ ਤਰਣਾ ॥੨॥ પ્રભુના ભજનવાળી આ વાણી મનુષ્યને અટલ જીવન બક્ષે છે.આ રીતે સંસાર-સમુદ્રને તરી જાય છે ।।૨।।
ਜਾਂ ਤਿਸੁ ਭਾਵੈ ਤਾ ਲਾਗੈ ਭਾਉ ॥ પરંતુ જો તે પ્રભુને યોગ્ય લાગે ત્યારે જ જીવનો પ્રેમ તેનાથી પડે છે
ਭਰਮੁ ਭੁਲਾਵਾ ਵਿਚਹੁ ਜਾਇ ॥ અને આના મનમાંથી ભ્રમ અને ભુલવા દૂર થાય છે
ਉਪਜੈ ਸਹਜੁ ਗਿਆਨ ਮਤਿ ਜਾਗੈ ॥ જીવની અંદર સ્થિરતાની હાલત પેદા થાય છે જ્ઞાનવાળી બુદ્ધિ પ્રગટ થઇ જાય છે
ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ਅੰਤਰਿ ਲਿਵ ਲਾਗੈ ॥੩॥ અને ગુરુની કૃપાથી એના હૃદયમાં પ્રભુની સાથે જોડી જોડાય જાય છે ।।૩।।
ਇਤੁ ਸੰਗਤਿ ਨਾਹੀ ਮਰਣਾ ॥ પ્રભુની સાથે મન જોડવાથી આધ્યાત્મિક મૃત્યુ થતી નથી,
ਹੁਕਮੁ ਪਛਾਣਿ ਤਾ ਖਸਮੈ ਮਿਲਣਾ ॥੧॥ ਰਹਾਉ ਦੂਜਾ ॥ કારણ કે જે જે જીવ પ્રભુના હુકમને ઓળખે છે, તો પ્રભુની સાથે તેનો મેળાપ થઇ જાય છે ।।૧।। વિરામ બીજો।।
ਸਿਰੀਰਾਗੁ ਤ੍ਰਿਲੋਚਨ ਕਾ ॥ શ્રી રાગ ત્રિલોચનનું।।
ਮਾਇਆ ਮੋਹੁ ਮਨਿ ਆਗਲੜਾ ਪ੍ਰਾਣੀ ਜਰਾ ਮਰਣੁ ਭਉ ਵਿਸਰਿ ਗਇਆ ॥ હે પ્રાણી! તારા મનમાં માયાનો મોહ વધુ જોરમાં છે. તને એ ડર રહ્યો નથી કે વૃદ્ધાવસ્થા આવવાની છે, મૃત્યુ આવવાની છે
ਕੁਟੰਬੁ ਦੇਖਿ ਬਿਗਸਹਿ ਕਮਲਾ ਜਿਉ ਪਰ ਘਰਿ ਜੋਹਹਿ ਕਪਟ ਨਰਾ ॥੧॥ હે ખોટા મનુષ્ય! તું પોતાના પરિવારને જોઇને એવો ખુશ થાય છે જેમ કમળનું ફૂલ સૂરજને જોઈને, તું પારકાં ઘરમાં જોતો ફરે છે ।।૧।।
ਦੂੜਾ ਆਇਓਹਿ ਜਮਹਿ ਤਣਾ ॥ ਤਿਨ ਆਗਲੜੈ ਮੈ ਰਹਣੁ ਨ ਜਾਇ ॥ યમદૂત ઝડપથી આવી રહ્યા છે, તેની સામે મારાથી પળ માત્ર પણ અટકાવી શકાશે નહિ.
ਕੋਈ ਕੋਈ ਸਾਜਣੁ ਆਇ ਕਹੈ ॥ કોઈ દુર્લભ સંત જન જગતમાં આવીને આ રીતે વિનંતી કરે છે.
ਮਿਲੁ ਮੇਰੇ ਬੀਠੁਲਾ ਲੈ ਬਾਹੜੀ ਵਲਾਇ ॥ ਮਿਲੁ ਮੇਰੇ ਰਮਈਆ ਮੈ ਲੇਹਿ ਛਡਾਇ ॥੧॥ ਰਹਾਉ ॥ હે પ્રભુ! મને મળ, ગળે લગાવીને મળ, મને માયાના મોહથી છોડાવી લે.।।૧।। વિરામ।।
ਅਨਿਕ ਅਨਿਕ ਭੋਗ ਰਾਜ ਬਿਸਰੇ ਪ੍ਰਾਣੀ ਸੰਸਾਰ ਸਾਗਰ ਪੈ ਅਮਰੁ ਭਇਆ ॥ હે પ્રાણી! માયાના અનેક ભોગ તેમજ પ્રતાપને કારણે તું પ્રભુને ભુલાવી બેઠો છે, તું સમજે છે કે આ સંસાર-સમુદ્રમાં હું હંમેશા કાયમ રહીશ.
ਮਾਇਆ ਮੂਠਾ ਚੇਤਸਿ ਨਾਹੀ ਜਨਮੁ ਗਵਾਇਓ ਆਲਸੀਆ ॥੨॥ હે આળસુ મનુષ્ય! માયનો ઠગેલો તું પ્રભુને સ્મરણ કરતો નથી. તે પોતાનો જન્મ વ્યર્થ ગુમાવી લીધો છે ।।૨।।
ਬਿਖਮ ਘੋਰ ਪੰਥਿ ਚਾਲਣਾ ਪ੍ਰਾਣੀ ਰਵਿ ਸਸਿ ਤਹ ਨ ਪ੍ਰਵੇਸੰ ॥ હે પ્રાણી! તું માયાના મોહના એવા ઊંડા અંધકાર ભરેલા રસ્તા પર ચાલી રહ્યો છે, જ્યાં નથી દખલ સુરજની કે નથી ચંદ્રમાની.
ਮਾਇਆ ਮੋਹੁ ਤਬ ਬਿਸਰਿ ਗਇਆ ਜਾਂ ਤਜੀਅਲੇ ਸੰਸਾਰੰ ॥੩॥ જયારે મરતી વખતે સંસારને છોડવા લાગો, ત્યારે તો માયાનો આ મોહ છોડીશ જ તો પછી અત્યારે શા માટે નહિ? ।।૩।।
ਆਜੁ ਮੇਰੈ ਮਨਿ ਪ੍ਰਗਟੁ ਭਇਆ ਹੈ ਪੇਖੀਅਲੇ ਧਰਮਰਾਓ ॥ કોઈ દુર્લભ સંતજન કહે છે: મારા મનમાં આ વાત સ્પષ્ટ થઈ ચૂકેલી છે કે માયામાં ફસાયેલા રહેવાથી ધર્મરાજનું મુખ જોવું પડશે
ਤਹ ਕਰ ਦਲ ਕਰਨਿ ਮਹਾਬਲੀ ਤਿਨ ਆਗਲੜੈ ਮੈ ਰਹਣੁ ਨ ਜਾਇ ॥੪॥ ત્યાં તો મોટા મોટા બળવાનોને પણ યમરાજ હાથથી મસળી દે છે, મારી તો એમની આગળ કોઈ યોજના ચાલી શકશે નહિ ।।૪।।
ਜੇ ਕੋ ਮੂੰ ਉਪਦੇਸੁ ਕਰਤੁ ਹੈ ਤਾ ਵਣਿ ਤ੍ਰਿਣਿ ਰਤੜਾ ਨਾਰਾਇਣਾ ॥ આમ તો હે નારાયણ! તું ક્યારેય યાદ આવતો નથી, પરંતુ જયારે કોઈ ગુરુમુખી મને શિક્ષા આપે છે, તો તું બધી જગ્યાએ વ્યાપક દેખાવા લાગે છે
ਐ ਜੀ ਤੂੰ ਆਪੇ ਸਭ ਕਿਛੁ ਜਾਣਦਾ ਬਦਤਿ ਤ੍ਰਿਲੋਚਨੁ ਰਾਮਈਆ ॥੫॥੨॥ ત્રિલોચન કહે છે, હે રામ! તારા વિષે તું જ જાણે છે ।।૫।।૨।।
ਸ੍ਰੀਰਾਗੁ ਭਗਤ ਕਬੀਰ ਜੀਉ ਕਾ ॥ શ્રી રાગ, ભગત કબીરનો।।
ਅਚਰਜ ਏਕੁ ਸੁਨਹੁ ਰੇ ਪੰਡੀਆ ਅਬ ਕਿਛੁ ਕਹਨੁ ਨ ਜਾਈ ॥ હે પંડિત! તે અચરજ પ્રભુનો એક ચમત્કાર સાંભળો! જે મારી સાથે બન્યું છે અને જે આ સમયે જેમનું તેમ કહી શકાતું નથી
ਸੁਰਿ ਨਰ ਗਣ ਗੰਧ੍ਰਬ ਜਿਨਿ ਮੋਹੇ ਤ੍ਰਿਭਵਣ ਮੇਖੁਲੀ ਲਾਈ ॥੧॥ તે પ્રભુએ આખા જગતને માયાની તાર નાખીને દેવતા, મનુષ્યગણ અને ગાંધર્વને મોહીને રાખ્યા છે ।।૧।।
ਰਾਜਾ ਰਾਮ ਅਨਹਦ ਕਿੰਗੁਰੀ ਬਾਜੈ ॥ તે આશ્ચર્યજનક ચમત્કાર એ છે કે જે પ્રકાશરૂપી પ્રભુની કૃપાની નજરથી શબ્દમાં લગન લાગે છે
ਜਾ ਕੀ ਦਿਸਟਿ ਨਾਦ ਲਿਵ ਲਾਗੈ ॥੧॥ ਰਹਾਉ ॥ તે પ્રભુની મારી અંદર એક રસ તાર વાગી રહીં છે ।।૧।।વિરામ।।
ਭਾਠੀ ਗਗਨੁ ਸਿੰਙਿਆ ਅਰੁ ਚੁੰਙਿਆ ਕਨਕ ਕਲਸ ਇਕੁ ਪਾਇਆ ॥ મારો મગજ ભઠ્ઠી બનેલો છે, ખરાબ કર્મોથી સંકોચ જાણે નકામું પાણી વહેવાનું નાળું હોય અને સદ્ગુણોનું ગ્રહણ કરવું જાણે નામરૂપી દારૂ કાઢવાનું નાળું, પાઇપ છે. અને શુદ્ધ હૃદય જાણે સોનાનું મટકું છે
ਤਿਸੁ ਮਹਿ ਧਾਰ ਚੁਐ ਅਤਿ ਨਿਰਮਲ ਰਸ ਮਹਿ ਰਸਨ ਚੁਆਇਆ ॥੨॥ હવે મેં એક પ્રભુને પ્રાપ્ત કરી લીધા છે. મારા શુધ્ધ હૃદયમાં નામ અમૃતની વધારે સાફ ધારા ટપકી ટપકીને પડી રહી છે, અને સર્વોત્તમ સ્વાદિષ્ટ નામનો રસ ખેંચાઈ રહ્યો છે ।।૨।।
ਏਕ ਜੁ ਬਾਤ ਅਨੂਪ ਬਨੀ ਹੈ ਪਵਨ ਪਿਆਲਾ ਸਾਜਿਆ ॥ એક બીજી રમૂજી વાત બની ગઈ છે, તે એ છે કે મેં સ્વાશોને નામ અમૃત પીનાર પ્યાલો બનાવી લીધો છે.
ਤੀਨਿ ਭਵਨ ਮਹਿ ਏਕੋ ਜੋਗੀ ਕਹਹੁ ਕਵਨੁ ਹੈ ਰਾਜਾ ॥੩॥ આ શ્વાસે-શ્વાસે જપવાને કારણે મને આખા જગતમાં એક પ્રભુ જ વ્યાપક દેખાઈ રહ્યા છે.બતાવો, હે પંડિત! મને તેનાથી બીજું કોણ મોટું હોય શકે છે? ।।૩।।
ਐਸੇ ਗਿਆਨ ਪ੍ਰਗਟਿਆ ਪੁਰਖੋਤਮ ਕਹੁ ਕਬੀਰ ਰੰਗਿ ਰਾਤਾ ॥ ભગત કબીર કહે છે, જેમ ઉપર બતાવ્યું છે એ રીતે તે પ્રભુની ઓળખ મારી અંદર પ્રગટ થઇ ગઈ છે અને પ્રભુના પ્રેમમાં રંગાયેલો છું
ਅਉਰ ਦੁਨੀ ਸਭ ਭਰਮਿ ਭੁਲਾਨੀ ਮਨੁ ਰਾਮ ਰਸਾਇਨ ਮਾਤਾ ॥੪॥੩॥ હવે કહે કે બીજું આખું જગત તો ભુલાવામાં ભુલાયેલું છે, પરંતુ પ્રભુની કૃપાથી મારુ મન રસોના શ્રોત પ્રભુમાં મસ્ત થયેલું છે ।।૪।।૩।।


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top