Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-806

Page 806

ਪੂਰੀ ਭਈ ਸਿਮਰਿ ਸਿਮਰਿ ਬਿਧਾਤਾ ॥੩॥ તે વિધાતાનું સ્મરણ કરી કરીને મારી સાધના પૂર્ણ થઈ ગઈ છે ॥૩॥
ਸਾਧਸੰਗਿ ਨਾਨਕਿ ਰੰਗੁ ਮਾਣਿਆ ॥ નાનકે સાધુની સંગતિમાં આનંદ પ્રાપ્ત કર્યો છે.
ਘਰਿ ਆਇਆ ਪੂਰੈ ਗੁਰਿ ਆਣਿਆ ॥੪॥੧੨॥੧੭॥ સંપૂર્ણ ગુરુની કૃપાથી પ્રભુ હૃદય-ઘરમાં આવી ગયો છે ॥૪॥૧૨॥૧૭॥
ਬਿਲਾਵਲੁ ਮਹਲਾ ੫ ॥ બિલાવલ મહેલ ૫॥
ਸ੍ਰਬ ਨਿਧਾਨ ਪੂਰਨ ਗੁਰਦੇਵ ॥੧॥ ਰਹਾਉ ॥ સંપૂર્ણ ગુરુદેવ સર્વ સુખોનો ભંડાર છે ॥૧॥વિરામ॥
ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਜਪਤ ਨਰ ਜੀਵੇ ॥ પરમાત્માનું નામ જપવાથી જ મનુષ્ય જીવે છે પરંતુ
ਮਰਿ ਖੁਆਰੁ ਸਾਕਤ ਨਰ ਥੀਵੇ ॥੧॥ શાકત મનુષ્ય મરીને નષ્ટ થાય છે ॥૧॥
ਰਾਮ ਨਾਮੁ ਹੋਆ ਰਖਵਾਰਾ ॥ રામ નામ મારો રખેવાળ બની ગયો છે પરંતુ
ਝਖ ਮਾਰਉ ਸਾਕਤੁ ਵੇਚਾਰਾ ॥੨॥ શાકત બિચારો આમ જ સમય બરબાદ કરતો રહ્યો છે ॥૨॥
ਨਿੰਦਾ ਕਰਿ ਕਰਿ ਪਚਹਿ ਘਨੇਰੇ ॥ અનેક મનુષ્ય સંત-મહાપુરૂષોની નિંદા કરી-કરીને ખુબ દુ:ખી થાય છે અને
ਮਿਰਤਕ ਫਾਸ ਗਲੈ ਸਿਰਿ ਪੈਰੇ ॥੩॥ મૃત્યુની ફાંસી તેના ગળે, માથે તેમજ પગમાં પડેલી રહે છે ॥૩॥
ਕਹੁ ਨਾਨਕ ਜਪਹਿ ਜਨ ਨਾਮ ॥ હે નાનક! જે નામ જપે છે,
ਤਾ ਕੇ ਨਿਕਟਿ ਨ ਆਵੈ ਜਾਮ ॥੪॥੧੩॥੧੮॥ યમ તેની નજીક આવતો નથી ॥૪॥૧૩॥૧૮॥
ਰਾਗੁ ਬਿਲਾਵਲੁ ਮਹਲਾ ੫ ਘਰੁ ੪ ਦੁਪਦੇ રાગ બિલાવલ મહેલ ૫ ઘર ૪ બેપદ
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે
ਕਵਨ ਸੰਜੋਗ ਮਿਲਉ ਪ੍ਰਭ ਅਪਨੇ ॥ તે કયો સંયોગ છે, જયારે હું પોતાના પ્રભુને મળીશ?
ਪਲੁ ਪਲੁ ਨਿਮਖ ਸਦਾ ਹਰਿ ਜਪਨੇ ॥੧॥ હું પળ-પળ તેમજ દરેક ક્ષણ હંમેશા હરિને જપતો રહું છું ॥૧॥
ਚਰਨ ਕਮਲ ਪ੍ਰਭ ਕੇ ਨਿਤ ਧਿਆਵਉ ॥ હું રોજ પ્રભુના ચરણ-કમળનું ધ્યાન કરતો રહું છું.
ਕਵਨ ਸੁ ਮਤਿ ਜਿਤੁ ਪ੍ਰੀਤਮੁ ਪਾਵਉ ॥੧॥ ਰਹਾਉ ॥ તે કઈ સુમતિ છે, જે દ્વારા પરમાત્માને મેળવી લઈશ ॥૧॥વિરામ॥
ਐਸੀ ਕ੍ਰਿਪਾ ਕਰਹੁ ਪ੍ਰਭ ਮੇਰੇ ॥ હે પ્રભુ! નાનક પ્રાર્થના કરે છે કે એવી કૃપા કર
ਹਰਿ ਨਾਨਕ ਬਿਸਰੁ ਨ ਕਾਹੂ ਬੇਰੇ ॥੨॥੧॥੧੯॥ તેથી ક્યારેય પણ તને ન ભૂલું ॥૨॥૧॥૧૯॥
ਬਿਲਾਵਲੁ ਮਹਲਾ ੫ ॥ બિલાવલ મહેલ ૫॥
ਚਰਨ ਕਮਲ ਪ੍ਰਭ ਹਿਰਦੈ ਧਿਆਏ ॥ પ્રભુના ચરણ-કમળનું હ્રદયમાં ધ્યાન કરવાથી
ਰੋਗ ਗਏ ਸਗਲੇ ਸੁਖ ਪਾਏ ॥੧॥ રોગ દૂર થઈ ગયા છે અને સર્વ સુખ મેળવી લીધા છે ॥૧॥
ਗੁਰਿ ਦੁਖੁ ਕਾਟਿਆ ਦੀਨੋ ਦਾਨੁ ॥ ગુરુએ સુખ કાપી દીધા છે અને મને નામનું દાન આપ્યું છે.
ਸਫਲ ਜਨਮੁ ਜੀਵਨ ਪਰਵਾਨੁ ॥੧॥ ਰਹਾਉ ॥ હવે મારો જન્મ સફળ થઈ ગયો છે અને આ જીવન સ્વીકાર થઈ ગયું છે ॥૧॥વિરામ॥
ਅਕਥ ਕਥਾ ਅੰਮ੍ਰਿਤ ਪ੍ਰਭ ਬਾਨੀ ॥ હે નાનક! પ્રભુની અમૃતવાણીની કથા અકથ્ય છે અને
ਕਹੁ ਨਾਨਕ ਜਪਿ ਜੀਵੇ ਗਿਆਨੀ ॥੨॥੨॥੨੦॥ જ્ઞાની પુરુષ આને જપીને જ જીવે છે ॥૨॥૨॥૨૦॥
ਬਿਲਾਵਲੁ ਮਹਲਾ ੫ ॥ બિલાવલ મહેલ ૫॥
ਸਾਂਤਿ ਪਾਈ ਗੁਰਿ ਸਤਿਗੁਰਿ ਪੂਰੇ ॥ સંપૂર્ણ ગુરુ-સદ્દગુરૂએ હૃદયમાં શાંતિ કરી દીધી છે.
ਸੁਖ ਉਪਜੇ ਬਾਜੇ ਅਨਹਦ ਤੂਰੇ ॥੧॥ ਰਹਾਉ ॥ સુખ ઉત્પન્ન થઈ ગયું છે અને મનમાં અનહદ ધ્વનિઓવાળા વાજા વાગી રહ્યા છે ॥૧॥વિરામ॥
ਤਾਪ ਪਾਪ ਸੰਤਾਪ ਬਿਨਾਸੇ ॥ ਹਰਿ ਸਿਮਰਤ ਕਿਲਵਿਖ ਸਭਿ ਨਾਸੇ ॥੧॥ તાપ, પાપ તેમજ સંતાપ નાશ થઈ ગયા છે. હરિનું સ્મરણ કરવાથી બધા ક્લેશો દૂર થઈ ગયા છે ॥૧॥
ਅਨਦੁ ਕਰਹੁ ਮਿਲਿ ਸੁੰਦਰ ਨਾਰੀ ॥ હે સત્સંગીરૂપી સુંદર નારી! મળીને આનંદ કર,
ਗੁਰਿ ਨਾਨਕਿ ਮੇਰੀ ਪੈਜ ਸਵਾਰੀ ॥੨॥੩॥੨੧॥ ગુરુ નાનકે મારી લાજ રાખી લીધી છે ॥૨॥૩॥૨૧॥
ਬਿਲਾਵਲੁ ਮਹਲਾ ੫ ॥ બિલાવલ મહેલ ૫॥
ਮਮਤਾ ਮੋਹ ਧ੍ਰੋਹ ਮਦਿ ਮਾਤਾ ਬੰਧਨਿ ਬਾਧਿਆ ਅਤਿ ਬਿਕਰਾਲ ॥ મમતા, મોહ તેમજ છળ-કપટના નશામાં પાગલ મનુષ્ય બંધનોમાં ફસાયેલ અતિ વિકરાળ નજર આવે છે.
ਦਿਨੁ ਦਿਨੁ ਛਿਜਤ ਬਿਕਾਰ ਕਰਤ ਅਉਧ ਫਾਹੀ ਫਾਥਾ ਜਮ ਕੈ ਜਾਲ ॥੧॥ પાપ કરતા તેની ઉમર દિવસેદિવસ નાશ થતી રહે છે તથા ફાંસીમાં ફસાયેલ યમના જાળમાં પડેલ છે ॥૧॥
ਤੇਰੀ ਸਰਣਿ ਪ੍ਰਭ ਦੀਨ ਦਇਆਲਾ ॥ હે દીનદયાળુ પ્રભુ! હું તારી શરણમાં આવ્યો છું.
ਮਹਾ ਬਿਖਮ ਸਾਗਰੁ ਅਤਿ ਭਾਰੀ ਉਧਰਹੁ ਸਾਧੂ ਸੰਗਿ ਰਵਾਲਾ ॥੧॥ ਰਹਾਉ ॥ આ સંસાર સમુદ્ર મહાવિષમ તેમજ અતિ ભારે છે, આથી મને સાધુની સંગતિમાં તેની ચરણ-ધૂળ દઈને ઉદ્ધાર કરી દે ॥૧॥વિરામ॥
ਪ੍ਰਭ ਸੁਖਦਾਤੇ ਸਮਰਥ ਸੁਆਮੀ ਜੀਉ ਪਿੰਡੁ ਸਭੁ ਤੁਮਰਾ ਮਾਲ ॥ હે સ્વામી-પ્રભુ! તું સુખોનો દાતા છે અને સર્વકળા સમર્થ છે. મારુ જીવન તેમજ શરીર વગેરે બધું જ તારી જ સંપત્તિ છે.
ਭ੍ਰਮ ਕੇ ਬੰਧਨ ਕਾਟਹੁ ਪਰਮੇਸਰ ਨਾਨਕ ਕੇ ਪ੍ਰਭ ਸਦਾ ਕ੍ਰਿਪਾਲ ॥੨॥੪॥੨੨॥ હે પરમેશ્વર! મારા ભ્રમના બંધન કાપી દે. હે નાનકના પ્રભુ! તું હંમેશા કૃપાળુ છે ॥૨॥૪॥૨૨॥
ਬਿਲਾਵਲੁ ਮਹਲਾ ੫ ॥ બિલાવલ મહેલ ૫॥
ਸਗਲ ਅਨੰਦੁ ਕੀਆ ਪਰਮੇਸਰਿ ਅਪਣਾ ਬਿਰਦੁ ਸਮ੍ਹ੍ਹਾਰਿਆ ॥ પરમેશ્વરે પોતાના પુરાતન સ્વભાવને પરિપૂર્ણ કર્યો છે અને ચારે બાજુ આનંદ ફેલાવ્યો છે.
ਸਾਧ ਜਨਾ ਹੋਏ ਕਿਰਪਾਲਾ ਬਿਗਸੇ ਸਭਿ ਪਰਵਾਰਿਆ ॥੧॥ તે સાધુજનો પર કૃપાળુ થઈ ગયો છે અને આખું કુટુંબ પણ ખુશ થઈ ગયું છે ॥૧॥
ਕਾਰਜੁ ਸਤਿਗੁਰਿ ਆਪਿ ਸਵਾਰਿਆ ॥ મારું કામ સતગુરુએ પોતે કાર્ય સિદ્ધ કર્યું છે.


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top