Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-804

Page 804

ਕਾਮਿ ਕ੍ਰੋਧਿ ਲੋਭਿ ਮੋਹਿ ਮਨੁ ਲੀਨਾ ॥ મારુ મન કામ, ક્રોધ, લોભ, મોહમાં લીન રહેતું હતું,
ਬੰਧਨ ਕਾਟਿ ਮੁਕਤਿ ਗੁਰਿ ਕੀਨਾ ॥੨॥ પરંતુ ગુરુએ મારા બધા બંધન કાપીને મને મુક્ત કરાવી દીધો છે ॥૨॥
ਦੁਖ ਸੁਖ ਕਰਤ ਜਨਮਿ ਫੁਨਿ ਮੂਆ ॥ દુઃખ તેમજ સુખ ભોગતા હું ક્યારેક જન્મ લઈ રહ્યો હતો અને ક્યારેક ફરી મૃત્યુને પ્રાપ્ત થઈ રહ્યો હતો.
ਚਰਨ ਕਮਲ ਗੁਰਿ ਆਸ੍ਰਮੁ ਦੀਆ ॥੩॥ પરંતુ ગુરુએ મને પોતાના ચરણ કમળમાં આશ્રય આપી દીધો છે ॥૩॥
ਅਗਨਿ ਸਾਗਰ ਬੂਡਤ ਸੰਸਾਰਾ ॥ આખું સંસાર તૃષ્ણારૂપી અગ્નિ સમુદ્રમાં ડૂબી રહ્યું છે.
ਨਾਨਕ ਬਾਹ ਪਕਰਿ ਸਤਿਗੁਰਿ ਨਿਸਤਾਰਾ ॥੪॥੩॥੮॥ હે નાનક! સદ્દગુરૂએ મારો હાથ પકડીને મારો છુટકારો કરી દીધો છે ॥૪॥૩॥૮॥
ਬਿਲਾਵਲੁ ਮਹਲਾ ੫ ॥ બિલાવલ મહેલ ૫॥
ਤਨੁ ਮਨੁ ਧਨੁ ਅਰਪਉ ਸਭੁ ਅਪਨਾ ॥ હું પોતાનું શરીર, મન તેમજ ધન વગેરે બધું જ અર્પણ કરી દઈશ.
ਕਵਨ ਸੁ ਮਤਿ ਜਿਤੁ ਹਰਿ ਹਰਿ ਜਪਨਾ ॥੧॥ તે કઈ સુમતિ છે, જેનાથી હું હરિનું જાપ કરતો રહું ॥૧॥
ਕਰਿ ਆਸਾ ਆਇਓ ਪ੍ਰਭ ਮਾਗਨਿ ॥ હે પ્રભુ! હું ખૂબ આશા કરીને તારાથી માંગવા આવ્યો છું,
ਤੁਮ੍ਹ੍ਹ ਪੇਖਤ ਸੋਭਾ ਮੇਰੈ ਆਗਨਿ ॥੧॥ ਰਹਾਉ ॥ તને જોઈને મારા હૃદયરૂપી આંગણામાં શોભા થઈ જાય છે ॥૧॥વિરામ॥
ਅਨਿਕ ਜੁਗਤਿ ਕਰਿ ਬਹੁਤੁ ਬੀਚਾਰਉ ॥ મેં અનેક વિચારો દ્વારા ખુબ વિચાર કર્યો છે કે
ਸਾਧਸੰਗਿ ਇਸੁ ਮਨਹਿ ਉਧਾਰਉ ॥੨॥ સત્સંગમાં જ આ મનનો ઉદ્ધાર થાય છે ॥૨॥
ਮਤਿ ਬੁਧਿ ਸੁਰਤਿ ਨਾਹੀ ਚਤੁਰਾਈ ॥ મારામાં કોઈ બુદ્ધિ, એકાગ્રતા, ચતુરાઈ અથવા હોશિયારી નથી
ਤਾ ਮਿਲੀਐ ਜਾ ਲਏ ਮਿਲਾਈ ॥੩॥ તું ત્યારે જ મળી શકે છે, જો કે તું પોતે જ મને પોતાનો સાથ મળાવી લે ॥૩॥
ਨੈਨ ਸੰਤੋਖੇ ਪ੍ਰਭ ਦਰਸਨੁ ਪਾਇਆ ॥ પ્રભુના દર્શન મેળવીને જેની આંખને સંતોષ થઈ ગયો છે,
ਕਹੁ ਨਾਨਕ ਸਫਲੁ ਸੋ ਆਇਆ ॥੪॥੪॥੯॥ હે નાનક! તે મનુષ્યનું દુનિયામાં આવવું સફળ થઈ ગયું છે ॥૪॥૪॥૯॥
ਬਿਲਾਵਲੁ ਮਹਲਾ ੫ ॥ બિલાવલ મહેલ ૫॥
ਮਾਤ ਪਿਤਾ ਸੁਤ ਸਾਥਿ ਨ ਮਾਇਆ ॥ માતા-પિતા, પુત્ર તેમજ ધન-સંપત્તિ કોઈ પણ સાથ દેનાર નથી.
ਸਾਧਸੰਗਿ ਸਭੁ ਦੂਖੁ ਮਿਟਾਇਆ ॥੧॥ તેથી સાધુઓની સંગતિમાં બધું દુઃખ મટાડી લીધું છે ॥૧॥
ਰਵਿ ਰਹਿਆ ਪ੍ਰਭੁ ਸਭ ਮਹਿ ਆਪੇ ॥ પ્રભુ પોતે જ બધા જીવોમાં સમાયેલ છે.
ਹਰਿ ਜਪੁ ਰਸਨਾ ਦੁਖੁ ਨ ਵਿਆਪੇ ॥੧॥ ਰਹਾਉ ॥ જીભથી હરિનું જાપ કરવાથી કોઈ દુઃખ પ્રભાવિત કરતું નથી ॥૧॥વિરામ॥
ਤਿਖਾ ਭੂਖ ਬਹੁ ਤਪਤਿ ਵਿਆਪਿਆ ॥ તૃષ્ણા તેમજ ભૂખની ગરમી મનને ખૂબ સળગાવી રહી હતી પરંતુ
ਸੀਤਲ ਭਏ ਹਰਿ ਹਰਿ ਜਸੁ ਜਾਪਿਆ ॥੨॥ પરમાત્માનું યશગાન કરવાથી મન શીતળ થઈ ગયું છે ॥૨॥
ਕੋਟਿ ਜਤਨ ਸੰਤੋਖੁ ਨ ਪਾਇਆ ॥ કરોડો પ્રયત્ન કરવાથી પણ સંતોષ મળ્યો નથી,
ਮਨੁ ਤ੍ਰਿਪਤਾਨਾ ਹਰਿ ਗੁਣ ਗਾਇਆ ॥੩॥ પરંતુ પરમાત્માનું ગુણગાન કરવાથી મન તૃપ્ત થઈ ગયું છે ॥૩॥
ਦੇਹੁ ਭਗਤਿ ਪ੍ਰਭ ਅੰਤਰਜਾਮੀ ॥ હે અંતર્યામી પ્રભુ! મને પોતાની ભક્તિ આપ.
ਨਾਨਕ ਕੀ ਬੇਨੰਤੀ ਸੁਆਮੀ ॥੪॥੫॥੧੦॥ નાનકની પોતાના સ્વામીથી ફક્ત આ જ વિનંતી છે ॥૪॥૫॥૧૦॥
ਬਿਲਾਵਲੁ ਮਹਲਾ ੫ ॥ બિલાવલ મહેલ ૫॥
ਗੁਰੁ ਪੂਰਾ ਵਡਭਾਗੀ ਪਾਈਐ ॥ સંપૂર્ણ ગુરુ સૌભાગ્યથી જ મળે છે.
ਮਿਲਿ ਸਾਧੂ ਹਰਿ ਨਾਮੁ ਧਿਆਈਐ ॥੧॥ સાધુની સાથે હરિ-નામનું ધ્યાન કરતું રહેવું જોઈએ ॥૧॥
ਪਾਰਬ੍ਰਹਮ ਪ੍ਰਭ ਤੇਰੀ ਸਰਨਾ ॥ હે પરબ્રહ્મ પ્રભુ! તારી શરણમાં આવ્યો છું.
ਕਿਲਬਿਖ ਕਾਟੈ ਭਜੁ ਗੁਰ ਕੇ ਚਰਨਾ ॥੧॥ ਰਹਾਉ ॥ ગુરુના ચરણોનું ભજન કરવાથી બધા પાપ નાશ થઈ જાય છે ॥૧॥વિરામ॥
ਅਵਰਿ ਕਰਮ ਸਭਿ ਲੋਕਾਚਾਰ ॥ બીજા બધા કર્મ ફક્ત લોકાચાર જ છે.
ਮਿਲਿ ਸਾਧੂ ਸੰਗਿ ਹੋਇ ਉਧਾਰ ॥੨॥ તેથી સાધુની સંગતિમાં મળીને જ ઉદ્ધાર થાય છે ॥૨॥
ਸਿੰਮ੍ਰਿਤਿ ਸਾਸਤ ਬੇਦ ਬੀਚਾਰੇ ॥ મેં સ્મૃતિ, શાસ્ત્ર તેમજ વેદ વિચાર કરી જોયા છે,
ਜਪੀਐ ਨਾਮੁ ਜਿਤੁ ਪਾਰਿ ਉਤਾਰੇ ॥੩॥ પરંતુ પરમાત્માનું નામ જપવાથી જ જીવને મોક્ષ મળે છે ॥૩॥
ਜਨ ਨਾਨਕ ਕਉ ਪ੍ਰਭ ਕਿਰਪਾ ਕਰੀਐ ॥ હે પ્રભુ! દાસ નાનક પર કૃપા કરે,
ਸਾਧੂ ਧੂਰਿ ਮਿਲੈ ਨਿਸਤਰੀਐ ॥੪॥੬॥੧੧॥ જો સાધુની ચરણ-ધૂળ મળી જાય તો છુટકારો થઈ જાય ॥૪॥૬॥૧૧॥
ਬਿਲਾਵਲੁ ਮਹਲਾ ੫ ॥ બિલાવલ મહેલ ૫॥
ਗੁਰ ਕਾ ਸਬਦੁ ਰਿਦੇ ਮਹਿ ਚੀਨਾ ॥ ગુરુના શબ્દ હૃદયમાં ઓળખી લીધા છે,
ਸਗਲ ਮਨੋਰਥ ਪੂਰਨ ਆਸੀਨਾ ॥੧॥ આનાથી મારી બધી ઈચ્છા તેમજ આશાઓ પૂર્ણ થઈ ગઈ છે ॥૧॥
ਸੰਤ ਜਨਾ ਕਾ ਮੁਖੁ ਊਜਲੁ ਕੀਨਾ ॥ પરમાત્માએ સંતજનોનું મુખ પ્રકાશિત કરી દીધું છે અને
ਕਰਿ ਕਿਰਪਾ ਅਪੁਨਾ ਨਾਮੁ ਦੀਨਾ ॥੧॥ ਰਹਾਉ ॥ કૃપા કરીને તેને પોતાનું નામ આપી દીધું છે ॥૧॥વિરામ॥
ਅੰਧ ਕੂਪ ਤੇ ਕਰੁ ਗਹਿ ਲੀਨਾ ॥ પરમાત્માએ પોતાનો હાથ પકડીને તેને અજ્ઞાનનાં અંધકૃપમાંથી બહાર કાઢી લીધો છે.
ਜੈ ਜੈ ਕਾਰੁ ਜਗਤਿ ਪ੍ਰਗਟੀਨਾ ॥੨॥ તે આખા જગતમાં લોકપ્રિય થઈ ગયો છે અને બધી જગ્યાએ તેની જય-જયકાર થઈ રહી છે ॥૨॥
ਨੀਚਾ ਤੇ ਊਚ ਊਨ ਪੂਰੀਨਾ ॥ તે નીચાઓને ઊંચા કરી દે છે અને ગુણવિહીનને ગુણવાન બનાવી દે છે.
ਅੰਮ੍ਰਿਤ ਨਾਮੁ ਮਹਾ ਰਸੁ ਲੀਨਾ ॥੩॥ મેં અમૃત નામનો મહારસ લીધો છે ॥૩॥
ਮਨ ਤਨ ਨਿਰਮਲ ਪਾਪ ਜਲਿ ਖੀਨਾ ॥ મારુ મન-શરીર નિર્મળ થઈ ગયું છે અને બધા પાપ સળગીને ક્ષીણ થઈ ગયા છે.
ਕਹੁ ਨਾਨਕ ਪ੍ਰਭ ਭਏ ਪ੍ਰਸੀਨਾ ॥੪॥੭॥੧੨॥ હે નાનક! પ્રભુ મારા પર ખુશ થઈ ગયો છે ॥૪॥૭॥૧૨॥
ਬਿਲਾਵਲੁ ਮਹਲਾ ੫ ॥ બિલાવલ મહેલ ૫॥
ਸਗਲ ਮਨੋਰਥ ਪਾਈਅਹਿ ਮੀਤਾ ॥ હે મિત્ર! ત્યારે બધી ઇચ્છાઓ પ્રાપ્ત થઈ જાય છે


© 2017 SGGS ONLINE
Scroll to Top