Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-74

Page 74

ਸੁਣਿ ਗਲਾ ਗੁਰ ਪਹਿ ਆਇਆ ॥ હે નાનક! ગુરુ જેને જેને હંમેશા સ્થિર પ્રભુનું નામ જપવાની નાવડી માં બેસાડે છે તે આખું જગત વિકારોથી બચી જાય છે
ਨਾਮੁ ਦਾਨੁ ਇਸਨਾਨੁ ਦਿੜਾਇਆ ॥ આ વાત સાંભળીને હું પણ ગુરુ પાસે આવી ગયો છું અને તેને મારા હ્રદયમાં આ બેસાડી દીધું છે કે નામ સ્મરણ કર
ਸਭੁ ਮੁਕਤੁ ਹੋਆ ਸੈਸਾਰੜਾ ਨਾਨਕ ਸਚੀ ਬੇੜੀ ਚਾੜਿ ਜੀਉ ॥੧੧॥ બીજા લોકોને નામ જપવા માટે પ્રેરિત કર, પવિત્ર જીવન બનાવ – આ જ સાચા જીવનનો માર્ગ છે ।।૧૧।।
ਸਭ ਸ੍ਰਿਸਟਿ ਸੇਵੇ ਦਿਨੁ ਰਾਤਿ ਜੀਉ ॥ હે પ્રભુ! આખી સૃષ્ટિ દિવસ-રાત તારી જ સેવા-ભક્તિ કરે છે
ਦੇ ਕੰਨੁ ਸੁਣਹੁ ਅਰਦਾਸਿ ਜੀਉ ॥ તું દરેક જીવની પ્રાર્થના ધ્યાનથી સાંભળે છે
ਠੋਕਿ ਵਜਾਇ ਸਭ ਡਿਠੀਆ ਤੁਸਿ ਆਪੇ ਲਇਅਨੁ ਛਡਾਇ ਜੀਉ ॥੧੨॥ હે ભાઈ! મેં આખી દુનિયાને સારી રીતે ઓળખીને જોઈ લીધી છે, જેને જેને વિકારોથી છોડાવ્યા છે પ્રભુએ પોતે જ છોડાવ્યાં છે ।।૧૨।।
ਹੁਣਿ ਹੁਕਮੁ ਹੋਆ ਮਿਹਰਵਾਣ ਦਾ ॥ મહેરબાન પ્રભુનો હવે એવો હુકમ કરે છે
ਪੈ ਕੋਇ ਨ ਕਿਸੈ ਰਞਾਣਦਾ ॥ કે કોઈ પણ કામાદિક વિકાર શરણ આવી કોઈને પણ દુઃખી કરી શકતું નથી
ਸਭ ਸੁਖਾਲੀ ਵੁਠੀਆ ਇਹੁ ਹੋਆ ਹਲੇਮੀ ਰਾਜੁ ਜੀਉ ॥੧੩॥ જેના જેના પર પ્રભુની કૃપા થઇ છે તે આખું સંસાર, અંતરાત્મા આધ્યાત્મિક આનંદ માં વસે છે, દરેકની અંદર આ નમ્રતા નું રાજ થઇ ગયું છે. ।।૧૩।।
ਝਿੰਮਿ ਝਿੰਮਿ ਅੰਮ੍ਰਿਤੁ ਵਰਸਦਾ ॥ આધ્યાત્મિક સ્થિરતા પેદા કરીને તારું નામ-અમૃત મારી અંદર વરસે છે
ਬੋਲਾਇਆ ਬੋਲੀ ਖਸਮ ਦਾ ॥ હે પ્રભુ પતિ! હું પણ તારી જ પ્રેરણાથી તારી મહિમાનાં બોલ બોલું છું
ਬਹੁ ਮਾਣੁ ਕੀਆ ਤੁਧੁ ਉਪਰੇ ਤੂੰ ਆਪੇ ਪਾਇਹਿ ਥਾਇ ਜੀਉ ॥੧੪॥ હું તારા પર જ માન-ગર્વ કરતો આવ્યો છું, મને નિશ્ચત છે કે તું પોતે જ મને સ્વીકારી લઈશ ।।૧૪।।
ਤੇਰਿਆ ਭਗਤਾ ਭੁਖ ਸਦ ਤੇਰੀਆ ॥ હે પ્રભુ! તારી ભક્તિ કરનાર ભાગ્યશાળીઓ ને હંમેશા તારા દર્શનની ભૂખ લાગેલી રહી છે,
ਹਰਿ ਲੋਚਾ ਪੂਰਨ ਮੇਰੀਆ ॥ હે હરિ! મારી પણ આ તમન્ના પુરી કર
ਦੇਹੁ ਦਰਸੁ ਸੁਖਦਾਤਿਆ ਮੈ ਗਲ ਵਿਚਿ ਲੈਹੁ ਮਿਲਾਇ ਜੀਉ ॥੧੫॥ હે સુખોને આપનાર પ્રભુ! મને તારું દર્શન દે, મને પોતાના ગળેથી લગાવી લે ।।૧૫।।
ਤੁਧੁ ਜੇਵਡੁ ਅਵਰੁ ਨ ਭਾਲਿਆ ॥ તારી સમાન કોઈ બીજું ક્યાંય મળતું નથી. હે પ્રભુ! તું દરેક જગ્યાએ વ્યાપ્ત છે
ਤੂੰ ਦੀਪ ਲੋਅ ਪਇਆਲਿਆ ॥ હે પ્રભુ! તું આખા દેશોમાં, બધા ભવનોમાં અને પાતાળમાં વસે છે
ਤੂੰ ਥਾਨਿ ਥਨੰਤਰਿ ਰਵਿ ਰਹਿਆ ਨਾਨਕ ਭਗਤਾ ਸਚੁ ਅਧਾਰੁ ਜੀਉ ॥੧੬॥ હે નાનક! પ્રભુની ભક્તિ કરનારા લોકો નો હંમેશા સ્થિર પ્રભુનું નામ જ જીવન માટે સહારો છે ।।૧૬।।
ਹਉ ਗੋਸਾਈ ਦਾ ਪਹਿਲਵਾਨੜਾ ॥ હું માલિક પ્રભુ નો અજાણ્યો પહેલવાન હતો
ਮੈ ਗੁਰ ਮਿਲਿ ਉਚ ਦੁਮਾਲੜਾ ॥ પરંતુ, ગુરુને મળીને હું ઉંચી ટોપી વાળો વિજયી બની ગયો છું
ਸਭ ਹੋਈ ਛਿੰਝ ਇਕਠੀਆ ਦਯੁ ਬੈਠਾ ਵੇਖੈ ਆਪਿ ਜੀਉ ॥੧੭॥ જગત અખાડામાં બધા જીવ આવીને એકત્રિત થઇ ગયા છે અને આ અખાડાને વ્હાલા પ્રભુ સ્વયં બેસીને જોઈ રહ્યો છે ।।૧૭।।
ਵਾਤ ਵਜਨਿ ਟੰਮਕ ਭੇਰੀਆ ॥ વાજા વાગી રહ્યા છે, ઢોલ વાગી રહ્યા છે, નગારા વાગી રહ્યા છે પહેલવાન આવીને એકત્રિત થયા છે,
ਮਲ ਲਥੇ ਲੈਦੇ ਫੇਰੀਆ ॥ અખાડાની ચારેય બાજુ, જગત અખાડામાં ફેરા લઇ રહ્યા છ
ਨਿਹਤੇ ਪੰਜਿ ਜੁਆਨ ਮੈ ਗੁਰ ਥਾਪੀ ਦਿਤੀ ਕੰਡਿ ਜੀਉ ॥੧੮॥ મારી પીઠ પર મારા ગુરુએ થાપી આપી, તો મેં વિરોધી પંજા કામાદિક જવાન કાબુ કરી લીધા ।।૧૮।।
ਸਭ ਇਕਠੇ ਹੋਇ ਆਇਆ ॥ બધા નર-નારી મનુષ્ય જન્મ લઈને આવ્યા છે, પરંતુ અહીં પોત-પોતાના કરેલા કર્મોને આધારિત પરલોક ઘરમાં અલગ અલગ યોનિઓમાં પડી જશે.
ਘਰਿ ਜਾਸਨਿ ਵਾਟ ਵਟਾਇਆ ॥ જે લોકો ગુરુએ બતાવેલા માર્ગ પર ચાલે છે, તે અહીંથી હરિ નામનો નફો કમાઇને જાય છે
ਗੁਰਮੁਖਿ ਲਾਹਾ ਲੈ ਗਏ ਮਨਮੁਖ ਚਲੇ ਮੂਲੁ ਗਵਾਇ ਜੀਉ ॥੧੯॥ પણ પોતાના મનની પાછળ ચાલવાવાળા લોકો પહેલી રાશિ પુંજી પણ ગુમાવી દે છે ।।૧૯।।
ਤੂੰ ਵਰਨਾ ਚਿਹਨਾ ਬਾਹਰਾ ॥ હે પ્રભુ! તારો કોઈ ખાસ રંગ નથી અને નથી કોઈ ખાસ ચક્ર-ચિન્હ.
ਹਰਿ ਦਿਸਹਿ ਹਾਜਰੁ ਜਾਹਰਾ ॥ તો પણ, હે હરિ! તું આખા જગતમાં પ્રત્યક્ષ દેખાય છે
ਸੁਣਿ ਸੁਣਿ ਤੁਝੈ ਧਿਆਇਦੇ ਤੇਰੇ ਭਗਤ ਰਤੇ ਗੁਣਤਾਸੁ ਜੀਉ ॥੨੦॥ તારી ભક્તિ કરનાર લોકો તારા વખાણ સાંભળી સાંભળીને તને યાદ કરે છે, તું ગુણોનો ખજાનો છે. તારા ભક્ત તારા પ્રેમમાં રંગાયેલા રહે છે ।।૨૦।।
ਮੈ ਜੁਗਿ ਜੁਗਿ ਦਯੈ ਸੇਵੜੀ ॥ હું હંમેશા જ તે વ્હાલા પ્રભુની સુંદર સેવા ભક્તિ કરતો રહું છું
ਗੁਰਿ ਕਟੀ ਮਿਹਡੀ ਜੇਵੜੀ ॥ કહે, ગુરુએ મારી માયાના મોહની ફાંસી કાપી દીધી છે
ਹਉ ਬਾਹੁੜਿ ਛਿੰਝ ਨ ਨਚਊ ਨਾਨਕ ਅਉਸਰੁ ਲਧਾ ਭਾਲਿ ਜੀਉ ॥੨੧॥੨॥੨੯॥ હે નાનક! ગુરુની કૃપાથી શોધીને મેં સ્મરણ ભક્તિનો અવસર પ્રાપ્ત કરી લીધો છે, હવે હું વખતે વખતે આ જગત અખાડામાં ભટક્તો નહિ ફરું ।।૨૧।।૨।।૨૯।।
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે ।।
ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੧ ਪਹਰੇ ਘਰੁ ੧ ॥ શ્રી રાગ મહેલ ૧ પ્રહર ઘર ૧।।
ਪਹਿਲੈ ਪਹਰੈ ਰੈਣਿ ਕੈ ਵਣਜਾਰਿਆ ਮਿਤ੍ਰਾ ਹੁਕਮਿ ਪਇਆ ਗਰਭਾਸਿ ॥ હરિના નામનો વ્યાપાર કરવા આવેલા હે જીવ મિત્ર! જિંદગીની રાતના પ્રથમ પ્રહરમાં પરમાત્માના આદેશ અનુસાર તે માતાના પેટમાં આવીને નિવાસ લીધો છે
ਉਰਧ ਤਪੁ ਅੰਤਰਿ ਕਰੇ ਵਣਜਾਰਿਆ ਮਿਤ੍ਰਾ ਖਸਮ ਸੇਤੀ ਅਰਦਾਸਿ ॥ હે વણઝારા જીવ-મિત્ર! માતાના પેટમાં તું ઉલ્ટો લટકાઈને તપ કરતો રહ્યો, પતિ પ્રભુ પાસે પ્રાર્થના કરતો રહ્યો
ਖਸਮ ਸੇਤੀ ਅਰਦਾਸਿ ਵਖਾਣੈ ਉਰਧ ਧਿਆਨਿ ਲਿਵ ਲਾਗਾ ॥ માતાના પેટમાં જીવ ઉલ્ટો લટકાઈને માલિક પ્રભુ પાસે પ્રાર્થના કરે છે, પ્રભુના ધ્યાનમાં જોડાય છે, પ્રભુ ચરણોમાં ધ્યાન જોડે છે
ਨਾ ਮਰਜਾਦੁ ਆਇਆ ਕਲਿ ਭੀਤਰਿ ਬਾਹੁੜਿ ਜਾਸੀ ਨਾਗਾ ॥ જગતમાં નગ્ન આવે છે, બીજી વાર અહીંથી નગ્ન જ જતો રહેશે
ਜੈਸੀ ਕਲਮ ਵੁੜੀ ਹੈ ਮਸਤਕਿ ਤੈਸੀ ਜੀਅੜੇ ਪਾਸਿ ॥ જીવના માથા પર પરમાત્માના આદેશ અનુસાર જેવા કરેલા કર્મોની સંસ્કારોની કલમ ચાલે છે જગતમાં આવવાના સમયે જીવ પાસે તેવી જ આધ્યાત્મિક જીવનની રાશિ પુંજી હોય છે
ਕਹੁ ਨਾਨਕ ਪ੍ਰਾਣੀ ਪਹਿਲੈ ਪਹਰੈ ਹੁਕਮਿ ਪਇਆ ਗਰਭਾਸਿ ॥੧॥ હે નાનક! જીવ એ પરમાત્માના આદેશ અનુસાર જિંદગીની રાતના પ્રથમ પ્રહરમાં માતાના પેટમાં આવીને નિવાસ લીધો છે ।।૧।।


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top