Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-642

Page 642

ਮਨ ਕਾਮਨਾ ਤੀਰਥ ਜਾਇ ਬਸਿਓ ਸਿਰਿ ਕਰਵਤ ਧਰਾਏ ॥ તે પોતાની મનોકામના માટે તીર્થ-સ્થાન પર જઈને પણ વસે છે, પોતાના માથાને આરાની નીચે પણ રખાવે છે,
ਮਨ ਕੀ ਮੈਲੁ ਨ ਉਤਰੈ ਇਹ ਬਿਧਿ ਜੇ ਲਖ ਜਤਨ ਕਰਾਏ ॥੩॥ ભલે તે આ વિધીના લાખો ઉપાય કરી લે પરંતુ તો પણ તેના મનની ગંદકી દૂર થતી નથી ॥૩॥
ਕਨਿਕ ਕਾਮਿਨੀ ਹੈਵਰ ਗੈਵਰ ਬਹੁ ਬਿਧਿ ਦਾਨੁ ਦਾਤਾਰਾ ॥ મનુષ્ય દાની બનીને અનેક પ્રકારના દાન કરે છે, જેમ સોનુ, કન્યાદાન, કીમતી હાથી, ઘોડા દાન કરે છે.
ਅੰਨ ਬਸਤ੍ਰ ਭੂਮਿ ਬਹੁ ਅਰਪੇ ਨਹ ਮਿਲੀਐ ਹਰਿ ਦੁਆਰਾ ॥੪॥ તે અન્ન, વસ્ત્ર તેમજ ખુબ ભૂમિ અર્પિત કરે છે પરંતુ તો પણ તેને આ રીતે પરમાત્માનો દરવાજો મળતો નથી ॥૪॥
ਪੂਜਾ ਅਰਚਾ ਬੰਦਨ ਡੰਡਉਤ ਖਟੁ ਕਰਮਾ ਰਤੁ ਰਹਤਾ ॥ તે પૂજા-અર્ચના, દંડવત પ્રણામ, છ-કર્મ કરવામાં પણ લીન રહે છે પરંતુ તો પણ
ਹਉ ਹਉ ਕਰਤ ਬੰਧਨ ਮਹਿ ਪਰਿਆ ਨਹ ਮਿਲੀਐ ਇਹ ਜੁਗਤਾ ॥੫॥ ખુબ અહંકાર કરતો બંધનોમાં જ પડી રહે છે, આ વિચારોથી પણ તેને પરમાત્મા મળતો નથી ॥૫॥
ਜੋਗ ਸਿਧ ਆਸਣ ਚਉਰਾਸੀਹ ਏ ਭੀ ਕਰਿ ਕਰਿ ਰਹਿਆ ॥ યોગીઓ તેમજ સિધ્ધોના ચોર્યાસી આસન મનુષ્ય આ પણ કરી કરીને હારી જ જાય છે,
ਵਡੀ ਆਰਜਾ ਫਿਰਿ ਫਿਰਿ ਜਨਮੈ ਹਰਿ ਸਿਉ ਸੰਗੁ ਨ ਗਹਿਆ ॥੬॥ તે ભલે લાંબી ઉંમર જ પ્રાપ્ત કરી લે પરંતુ તો પણ નિરંકારથી મિલન ન થવાને કારણે વારંવાર જન્મ લેતો ભટકતો જ રહે છે ॥૬॥
ਰਾਜ ਲੀਲਾ ਰਾਜਨ ਕੀ ਰਚਨਾ ਕਰਿਆ ਹੁਕਮੁ ਅਫਾਰਾ ॥ મનુષ્ય રાજા બનીને શાસન કરે છે અને ખુબ એશ્વર્ય બનાવે છે, તે પ્રજા પર હુકમ ચલાવે છે,
ਸੇਜ ਸੋਹਨੀ ਚੰਦਨੁ ਚੋਆ ਨਰਕ ਘੋਰ ਕਾ ਦੁਆਰਾ ॥੭॥ શરીર પર ચંદન અને અત્તર લગાવીને સુંદર પથારી પર સુખ ભોગવે છે પરંતુ આ બધા સુખ તેને ઘોર નરક તરફ જ ધકેલે છે ॥૭॥
ਹਰਿ ਕੀਰਤਿ ਸਾਧਸੰਗਤਿ ਹੈ ਸਿਰਿ ਕਰਮਨ ਕੈ ਕਰਮਾ ॥ બધા કર્મોમાં સર્વોત્તમ કર્મ સત્સંગતિમાં સામેલ થઈને હરિનું કીર્તિગાન કરવાનું છે.
ਕਹੁ ਨਾਨਕ ਤਿਸੁ ਭਇਓ ਪਰਾਪਤਿ ਜਿਸੁ ਪੁਰਬ ਲਿਖੇ ਕਾ ਲਹਨਾ ॥੮॥ નાનકનું કહેવું છે કે સત્સંગતિની ઉપલબ્ધતા પણ તેને જ થાય છે, જેના નસીબમાં પૂર્વ જન્મોનાં કર્મ પ્રમાણે આવું લખેલું હોય છે ॥૮॥
ਤੇਰੋ ਸੇਵਕੁ ਇਹ ਰੰਗਿ ਮਾਤਾ ॥ હે પરમાત્મા! તારો સેવક તો આ રંગમાં જ મગ્ન છે.
ਭਇਓ ਕ੍ਰਿਪਾਲੁ ਦੀਨ ਦੁਖ ਭੰਜਨੁ ਹਰਿ ਹਰਿ ਕੀਰਤਨਿ ਇਹੁ ਮਨੁ ਰਾਤਾ ॥ ਰਹਾਉ ਦੂਜਾ ॥੧॥੩॥ ગરીબોનું દુઃખ નાશ કરનાર પ્રભુ મારા પર કૃપાળુ થઈ ગયો છે, જેનાથી આ મન હવે તેનું ભજન કરવામાં જ લીન રહે છે ॥વિરામ બીજો॥૧॥૩॥
ਰਾਗੁ ਸੋਰਠਿ ਵਾਰ ਮਹਲੇ ੪ ਕੀ રાગ સોરઠી વાર મહેલ ૪ ની
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે
ਸਲੋਕੁ ਮਃ ੧ ॥ શ્લોક મહેલ ૧॥
ਸੋਰਠਿ ਸਦਾ ਸੁਹਾਵਣੀ ਜੇ ਸਚਾ ਮਨਿ ਹੋਇ ॥ જો મનમાં સત્ય-પ્રભુ સ્થિત થઈ જાય તો સોરઠી રાગીણી હંમેશા સુહાગન છે.
ਦੰਦੀ ਮੈਲੁ ਨ ਕਤੁ ਮਨਿ ਜੀਭੈ ਸਚਾ ਸੋਇ ॥ તેના દાંત પર કોઈ દુષ્ટ-નિંદાની ગંદકી ન હોય, મનમાં દ્વેષ-ભાવના ન હોય અને જીભ સત્યનું યશગાન કરતી રહે.
ਸਸੁਰੈ ਪੇਈਐ ਭੈ ਵਸੀ ਸਤਿਗੁਰੁ ਸੇਵਿ ਨਿਸੰਗ ॥ તે લોક-પરલોક બંનેમાં પ્રભુ-ભયમાં રહેતી હોય અને નિર્ભિક થઈને પોતાના સદ્દગુરૂની સેવા કરતી રહે.
ਪਰਹਰਿ ਕਪੜੁ ਜੇ ਪਿਰ ਮਿਲੈ ਖੁਸੀ ਰਾਵੈ ਪਿਰੁ ਸੰਗਿ ॥ જ્યારે તે વૈશ્વિક શણગાર ત્યાગીને પોતાના પ્રિયતમની પાસે જાય છે તો તે પોતાના પ્રિયતમની સાથે સહર્ષ સુખ ભોગવે છે.
ਸਦਾ ਸੀਗਾਰੀ ਨਾਉ ਮਨਿ ਕਦੇ ਨ ਮੈਲੁ ਪਤੰਗੁ ॥ પોતાના મનમાં નામથી તે હંમેશા અલંકૃત રહે છે અને તેમાં કદાચ ગંદકી હોતી નથી.
ਦੇਵਰ ਜੇਠ ਮੁਏ ਦੁਖਿ ਸਸੂ ਕਾ ਡਰੁ ਕਿਸੁ ॥ જ્યારે તેના દેર તેમજ જેઠ દુઃખી થઈને મરી ગયા છે તો હવે સાસુથી શું વાતનો ડર?
ਜੇ ਪਿਰ ਭਾਵੈ ਨਾਨਕਾ ਕਰਮ ਮਣੀ ਸਭੁ ਸਚੁ ॥੧॥ હે નાનક! જો જીવાત્મા પોતાના પ્રિયતમ પ્રભુને પસંદ આવી જાય તો તેના કપાળ પર ભાગ્ય-મણિ ચમકી પડે છે અને પછી તેને બધું સત્ય જ દેખાઈ દે છે ॥૧॥
ਮਃ ੪ ॥ મહેલ ૪॥
ਸੋਰਠਿ ਤਾਮਿ ਸੁਹਾਵਣੀ ਜਾ ਹਰਿ ਨਾਮੁ ਢੰਢੋਲੇ ॥ સોરઠી રાગીણી ત્યારે જ સુંદર લાગે છે, જો આના દ્વારા જીવાત્મા હરિ-નામની શોધ કરે.
ਗੁਰ ਪੁਰਖੁ ਮਨਾਵੈ ਆਪਣਾ ਗੁਰਮਤੀ ਹਰਿ ਹਰਿ ਬੋਲੇ ॥ તે પોતાના ગુરુને ખુશ કરે અને ગુરુ-ઉપદેશ દ્વારા પરમેશ્વરનાં નામનું જાપ કરતી રહે.
ਹਰਿ ਪ੍ਰੇਮਿ ਕਸਾਈ ਦਿਨਸੁ ਰਾਤਿ ਹਰਿ ਰਤੀ ਹਰਿ ਰੰਗਿ ਚੋਲੇ ॥ તે દિવસ-રાત પ્રભુ પ્રેમમાં આકર્ષિત રહે છે અને તેના શરીરનો પહેરવેશ હરિના પ્રેમમાં લીન થઈ જાય છે.
ਹਰਿ ਜੈਸਾ ਪੁਰਖੁ ਨ ਲਭਈ ਸਭੁ ਦੇਖਿਆ ਜਗਤੁ ਮੈ ਟੋਲੇ ॥ મેં આખું જગત શોધીને જોઈ લીધું છે પરંતુ પરમાત્મા જેવો પરમપુરુષ મને કોઈ મળ્યો નથી.
ਗੁਰਿ ਸਤਿਗੁਰਿ ਨਾਮੁ ਦ੍ਰਿੜਾਇਆ ਮਨੁ ਅਨਤ ਨ ਕਾਹੂ ਡੋਲੇ ॥ ગુરુએ મારી અંદર પરમાત્માનું નામ દૃઢ કરી દીધું છે, જેનાથી મારુ મન ક્યાંય બીજે ડોલતું નથી.
ਜਨੁ ਨਾਨਕੁ ਹਰਿ ਕਾ ਦਾਸੁ ਹੈ ਗੁਰ ਸਤਿਗੁਰ ਕੇ ਗੋਲ ਗੋਲੇ ॥੨॥ નાનક તો પરમાત્માનો દાસ છે અને ગુરુ-સદ્દગુરૂના સેવકોનો સેવક છે ॥૨॥
ਪਉੜੀ ॥ પગથીયુ॥
ਤੂ ਆਪੇ ਸਿਸਟਿ ਕਰਤਾ ਸਿਰਜਣਹਾਰਿਆ ॥ હે સર્જનહાર પ્રભુ! તું પોતે જ આ સૃષ્ટિનો કર્તા છે,
ਤੁਧੁ ਆਪੇ ਖੇਲੁ ਰਚਾਇ ਤੁਧੁ ਆਪਿ ਸਵਾਰਿਆ ॥ તે પોતે જ આ જગતરૂપી રમત રચી છે અને તે પોતે જ આને સુંદર બનાવી છે.
ਦਾਤਾ ਕਰਤਾ ਆਪਿ ਆਪਿ ਭੋਗਣਹਾਰਿਆ ॥ તું પોતે જ દાતા તેમજ કર્તા છે અને પોતે જ ભોગનાર છે.
ਸਭੁ ਤੇਰਾ ਸਬਦੁ ਵਰਤੈ ਉਪਾਵਣਹਾਰਿਆ ॥ હે દુનિયાને ઉત્પન્ન કરનાર! તારા શબ્દ હુકમ સર્વવ્યાપક છે.
ਹਉ ਗੁਰਮੁਖਿ ਸਦਾ ਸਲਾਹੀ ਗੁਰ ਕਉ ਵਾਰਿਆ ॥੧॥ હું પોતાના ગુરુ પર શરીર-મનથી બલિહાર છું, જે ગુરુના માધ્યમથી હું હંમેશા જ તારું સ્તુતિગાન કરતો રહું છું ॥૧॥


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top