Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-503

Page 503

ਕਵਲ ਪ੍ਰਗਾਸ ਭਏ ਸਾਧਸੰਗੇ ਦੁਰਮਤਿ ਬੁਧਿ ਤਿਆਗੀ ॥੨॥ સાધુની સંગત કરવાથી હૃદય કમળ ખાલી ગયું છે અને ખોટી બુદ્ધિ ત્યાગી દીધી છે ॥૨॥
ਆਠ ਪਹਰ ਹਰਿ ਕੇ ਗੁਣ ਗਾਵੈ ਸਿਮਰੈ ਦੀਨ ਦੈਆਲਾ ॥ જે પ્રાણી આઠેય પ્રહર હરિનું ગુણગાન કરે છે અને દીનદયાળુનું સ્મરણ કરે છે
ਆਪਿ ਤਰੈ ਸੰਗਤਿ ਸਭ ਉਧਰੈ ਬਿਨਸੇ ਸਗਲ ਜੰਜਾਲਾ ॥੩॥ તે પોતે પણ મોક્ષ પ્રાપ્ત કરી લે છે અને સંગતિમાં આવવા વાળાનો પણ ઉદ્ધાર કરી દે છે તથા તેના બધા બંધન કાપી દે છે ॥૩॥
ਚਰਣ ਅਧਾਰੁ ਤੇਰਾ ਪ੍ਰਭ ਸੁਆਮੀ ਓਤਿ ਪੋਤਿ ਪ੍ਰਭੁ ਸਾਥਿ ॥ હે પ્રભુ સ્વામી! તારા ચરણોનો જ મને આધાર છે તું તાણ વણાટની જેમ લોક-પરલોકમાં સહાયક છે
ਸਰਨਿ ਪਰਿਓ ਨਾਨਕ ਪ੍ਰਭ ਤੁਮਰੀ ਦੇ ਰਾਖਿਓ ਹਰਿ ਹਾਥ ॥੪॥੨॥੩੨॥ હે પ્રભુ! નાનક એ તારી શરણ લીધી છે પોતાનો હાથ દઈને હરિએ તેને બચાવી લીધો છે ॥૪॥૨॥૩૨॥
ਗੂਜਰੀ ਅਸਟਪਦੀਆ ਮਹਲਾ ੧ ਘਰੁ ੧॥ ગુજરી અષ્ટપદી મહેલ ૧ ઘર ૧
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે॥
ਏਕ ਨਗਰੀ ਪੰਚ ਚੋਰ ਬਸੀਅਲੇ ਬਰਜਤ ਚੋਰੀ ਧਾਵੈ ॥ શરીર રૂપી એક નગરી માં કામ,ક્રોધ, લોભ, મોહ અને અહંકાર પાંચ ચોર નિવાસ કરે છે પ્રતિબંધ મુકવાથી પણ તે શુભ ગુણોને ચોરી કરવા માટે દોડે છે
ਤ੍ਰਿਹਦਸ ਮਾਲ ਰਖੈ ਜੋ ਨਾਨਕ ਮੋਖ ਮੁਕਤਿ ਸੋ ਪਾਵੈ ॥੧॥ હે નાનક! જે પ્રાણી ત્રણ ગુણો તેમજ દસ ઇન્દ્રિયોથી પોતાનો આધ્યાત્મિક ગુણોનો સામાન બચાવીને રાખે છે તે મોક્ષ પ્રાપ્ત કરી લે છે ॥૧॥
ਚੇਤਹੁ ਬਾਸੁਦੇਉ ਬਨਵਾਲੀ ॥ હે ભાઈ! વાસુદેવને હંમેશા યાદ કરો
ਰਾਮੁ ਰਿਦੈ ਜਪਮਾਲੀ ॥੧॥ ਰਹਾਉ ॥ રામને હ્રદયમાં વસાવવા એ જ જપમાળા છે ॥૧॥વિરામ॥
ਉਰਧ ਮੂਲ ਜਿਸੁ ਸਾਖ ਤਲਾਹਾ ਚਾਰਿ ਬੇਦ ਜਿਤੁ ਲਾਗੇ ॥ જેના મૂળ ઉપરથી છે તથા ડાળીઓ નીચે લટકે છે તેના પાંદડા ચાર વેદ સાથે જોડાયેલા છે
ਸਹਜ ਭਾਇ ਜਾਇ ਤੇ ਨਾਨਕ ਪਾਰਬ੍ਰਹਮ ਲਿਵ ਜਾਗੇ ॥੨॥ હે નાનક! જે જીવ પરબ્રહ્મની વૃત્તિમાં સાવધાન રહે છે તે સહેલાયથી જ પરબ્રહ્મ રૂપી વૃક્ષ પાસે પહોંચી જાય છે ॥૨॥
ਪਾਰਜਾਤੁ ਘਰਿ ਆਗਨਿ ਮੇਰੈ ਪੁਹਪ ਪਤ੍ਰ ਤਤੁ ਡਾਲਾ ॥ પરમાત્મા રૂપી પારિજાત વૃક્ષ મારા ઘરના આંગણામાં છે તથા જ્ઞાન રૂપી તેના ફૂલ, પાંદડા અને ડાળીઓ છે
ਸਰਬ ਜੋਤਿ ਨਿਰੰਜਨ ਸੰਭੂ ਛੋਡਹੁ ਬਹੁਤੁ ਜੰਜਾਲਾ ॥੩॥ હે ભાઈ! તે સ્વયંભૂ નિરંજન પરમાત્માનો પ્રકાશ બધામાં સમાયેલો છે તેથી દુનિયાના જંજાળ છોડી દો ॥૩॥
ਸੁਣਿ ਸਿਖਵੰਤੇ ਨਾਨਕੁ ਬਿਨਵੈ ਛੋਡਹੁ ਮਾਇਆ ਜਾਲਾ ॥ હે શિક્ષાના અભિલાષી! સાંભળ નાનક વિનંતી કરે છે કે આ સાંસારિક માયા-જાળ ત્યાગી દે
ਮਨਿ ਬੀਚਾਰਿ ਏਕ ਲਿਵ ਲਾਗੀ ਪੁਨਰਪਿ ਜਨਮੁ ਨ ਕਾਲਾ ॥੪॥ પોતાના મનમાં વિચાર કરી લે કે એક પ્રભુથી ધ્યાન લગાવવાથી વારંવારના જન્મ-મરણના ચક્રમાં આવવું પડશે નહીં ॥૪॥
ਸੋ ਗੁਰੂ ਸੋ ਸਿਖੁ ਕਥੀਅਲੇ ਸੋ ਵੈਦੁ ਜਿ ਜਾਣੈ ਰੋਗੀ ॥ તે જ ગુરુ કહેવાય છે, તે જ શિષ્ય કહેવાય છે અને તે જ વૈદ્ય છે જે રોગીનો રોગ જાણીને તેનો ઉપચાર કરે છે
ਤਿਸੁ ਕਾਰਣਿ ਕੰਮੁ ਨ ਧੰਧਾ ਨਾਹੀ ਧੰਧੈ ਗਿਰਹੀ ਜੋਗੀ ॥੫॥ તે સાંસારિક કામ-ધંધામાં લુપ્ત થતા નથી અને ગૃહસ્થીમાં જ કામ કરીને પ્રભુથી જોડાયેલ રહે છે ॥૫॥
ਕਾਮੁ ਕ੍ਰੋਧੁ ਅਹੰਕਾਰੁ ਤਜੀਅਲੇ ਲੋਭੁ ਮੋਹੁ ਤਿਸ ਮਾਇਆ ॥ તે કામ, ક્રોધ, અહંકાર, લોભ, મોહ અને માયાને ત્યાગી દે છે
ਮਨਿ ਤਤੁ ਅਵਿਗਤੁ ਧਿਆਇਆ ਗੁਰ ਪਰਸਾਦੀ ਪਾਇਆ ॥੬॥ પોતાના મનમાં તે સત્ય સ્વરૂપ અને અવિગત પ્રભુનું ધ્યાન ધરતો રહે અને ગુરુની કૃપાથી તે પ્રાપ્ત કરી લે છે ॥૬॥
ਗਿਆਨੁ ਧਿਆਨੁ ਸਭ ਦਾਤਿ ਕਥੀਅਲੇ ਸੇਤ ਬਰਨ ਸਭਿ ਦੂਤਾ ॥ જ્ઞાન-ધ્યાન બધું દાન પ્રભુથી મેલેળું કહેવામાં આવે છે બધા કામાદિક વિકાર તેની સામે સતોગુણી થઈ જાય છે
ਬ੍ਰਹਮ ਕਮਲ ਮਧੁ ਤਾਸੁ ਰਸਾਦੰ ਜਾਗਤ ਨਾਹੀ ਸੂਤਾ ॥੭॥ તે બ્રહ્મરૂપ મધનું સેવન કરે છે અને હંમેશા જાગૃત રહે છે તથા માયાની નિંદ્રાનો શિકાર થતો નથી ॥૭॥
ਮਹਾ ਗੰਭੀਰ ਪਤ੍ਰ ਪਾਤਾਲਾ ਨਾਨਕ ਸਰਬ ਜੁਆਇਆ ॥ હે નાનક! બ્રહ્મરૂપી કમળ મહા ગંભીર છે તથા તેના પાંદડા પાતાળ છે તે આખી સૃષ્ટિથી જોડાયેલા છે
ਉਪਦੇਸ ਗੁਰੂ ਮਮ ਪੁਨਹਿ ਨ ਗਰਭੰ ਬਿਖੁ ਤਜਿ ਅੰਮ੍ਰਿਤੁ ਪੀਆਇਆ ॥੮॥੧॥ ગુરુના ઉપદેશના ફળસ્વરૂપ હું પાછો ગર્ભમાં પ્રવેશ કરીશ નહીં કારણ કે મેં સાંસારિક ઝેરને ત્યાગીને નામઅમૃતનું સેવન કર્યું છે ॥૮॥૧॥
ਗੂਜਰੀ ਮਹਲਾ ੧ ॥ ગુજરી મહેલ ૧॥
ਕਵਨ ਕਵਨ ਜਾਚਹਿ ਪ੍ਰਭ ਦਾਤੇ ਤਾ ਕੇ ਅੰਤ ਨ ਪਰਹਿ ਸੁਮਾਰ ॥ તે દાતા પ્રભુ સામે કોણ-કોણ માંગે છે? તેનો કોઈ અંત નથી અને તેની ગણતરી કરી શકાતી નથી
ਜੈਸੀ ਭੂਖ ਹੋਇ ਅਭ ਅੰਤਰਿ ਤੂੰ ਸਮਰਥੁ ਸਚੁ ਦੇਵਣਹਾਰ ॥੧॥ જેવી લાલચ કોઈના હૃદયમાં હોય છે હે સત્ય સ્વરૂપ પ્રભુ! તું તેવું જ દેવા સમર્થ છે ॥૧॥
ਐ ਜੀ ਜਪੁ ਤਪੁ ਸੰਜਮੁ ਸਚੁ ਅਧਾਰ ॥ હે પ્રભુજી! તારૂ સત્ય નામનો આધાર જ મારુ જાપ, તપસ્યા અને સંયમ છે
ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਦੇਹਿ ਸੁਖੁ ਪਾਈਐ ਤੇਰੀ ਭਗਤਿ ਭਰੇ ਭੰਡਾਰ ॥੧॥ ਰਹਾਉ ॥ મને પોતાનું હરિ-હરિ નામ પ્રદાન કરો તેથી હું સુખ પ્રાપ્ત કરી લઉં તારી ભક્તિના ભંડાર ભરેલા છે ॥૧॥વિરામ॥
ਸੁੰਨ ਸਮਾਧਿ ਰਹਹਿ ਲਿਵ ਲਾਗੇ ਏਕਾ ਏਕੀ ਸਬਦੁ ਬੀਚਾਰ ॥ તું શૂન્ય સમાધિ લગાવી પોતાની વૃત્તિમાં લીન રહે છે
ਜਲੁ ਥਲੁ ਧਰਣਿ ਗਗਨੁ ਤਹ ਨਾਹੀ ਆਪੇ ਆਪੁ ਕੀਆ ਕਰਤਾਰ ॥੨॥ જ્યારે કર્તારે પોતે જ પોતાના સ્વરૂપની રચના કરી હતી ત્યારે ના પાણી હતું, ન ધરતી હતી અને ન આકાશ હતું ॥૨॥
ਨਾ ਤਦਿ ਮਾਇਆ ਮਗਨੁ ਨ ਛਾਇਆ ਨਾ ਸੂਰਜ ਚੰਦ ਨ ਜੋਤਿ ਅਪਾਰ ॥ ત્યારે ના માયાની મસ્તી હતી, ન જ અજ્ઞાનતાની છાયા, ન સૂર્ય અને ન ચન્દ્રમા હતા અને ત્યારે પરમાત્માનો અપાર પ્રકાશ જ હતો
ਸਰਬ ਦ੍ਰਿਸਟਿ ਲੋਚਨ ਅਭ ਅੰਤਰਿ ਏਕਾ ਨਦਰਿ ਸੁ ਤ੍ਰਿਭਵਣ ਸਾਰ ॥੩॥ બધાને જોવા વળી આખો પરમાત્માના હૃદયમાં જ છે તે પોતાની એક કૃપાદ્રષ્ટિ થી પાતાળ, પૃથ્વી, આકાશ ત્રણેય લોકોની સંભાળ કરે છે ॥૩॥


© 2025 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top