Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-502

Page 502

ਦੁਖ ਅਨੇਰਾ ਭੈ ਬਿਨਾਸੇ ਪਾਪ ਗਏ ਨਿਖੂਟਿ ॥੧॥ મારા દુઃખ, અજ્ઞાનતા અને ભય વિનાશ થઈ ગયા છે અને મારા પાપ પણ નાશ થઈ ગયા છે ॥૧॥
ਹਰਿ ਹਰਿ ਨਾਮ ਕੀ ਮਨਿ ਪ੍ਰੀਤਿ ॥ મારા મનમાં હરિ-નામની પ્રીતિ લાગેલી છે
ਮਿਲਿ ਸਾਧ ਬਚਨ ਗੋਬਿੰਦ ਧਿਆਏ ਮਹਾ ਨਿਰਮਲ ਰੀਤਿ ॥੧॥ ਰਹਾਉ ॥ સાધુઓને મળીને તેમના ઉપદેશથી હું ગોવિંદનું ધ્યાન ધરું છું આ જ મારા જીવનની નિર્મળ રીત થઈ ગઈ છે ॥૧॥વિરામ॥
ਜਾਪ ਤਾਪ ਅਨੇਕ ਕਰਣੀ ਸਫਲ ਸਿਮਰਤ ਨਾਮ ॥ નામ સ્મરણથી જન્મ સફળ થઈ જાય છે અને આ કર્મ જ અનેક પ્રકારના જપ અને તપસ્યા છે
ਕਰਿ ਅਨੁਗ੍ਰਹੁ ਆਪਿ ਰਾਖੇ ਭਏ ਪੂਰਨ ਕਾਮ ॥੨॥ પ્રભુએ પોતે જ દયા કરીને મારી રક્ષા કરી છે અને મારા સમસ્ત કાર્ય સંપૂર્ણ થઈ થઈ ગયા છે ॥૨॥
ਸਾਸਿ ਸਾਸਿ ਨ ਬਿਸਰੁ ਕਬਹੂੰ ਬ੍ਰਹਮ ਪ੍ਰਭ ਸਮਰਥ ॥ હું શ્વાસે શ્વાસે સમર્થ બ્રહ્માનું સ્મરણ કરું છું અને તેને ક્યારેય પણ ભૂલું નહીં
ਗੁਣ ਅਨਿਕ ਰਸਨਾ ਕਿਆ ਬਖਾਨੈ ਅਗਨਤ ਸਦਾ ਅਕਥ ॥੩॥ તે પ્રભુના અનંત ગુણ છે અને જીભ કોઈ પણ પ્રકારનું વર્ણન કરી શક્તિ નથી? તેના ગુણ અવર્ણનીય અને અકથનીય છે ॥૩॥
ਦੀਨ ਦਰਦ ਨਿਵਾਰਿ ਤਾਰਣ ਦਇਆਲ ਕਿਰਪਾ ਕਰਣ ॥ હે પ્રભુ! તું ગરીબોના દુઃખ દુર કરવાવાળો છે, મુક્તિદાતા, દયાળુ અને કૃપા કરવાવાળો છે
ਅਟਲ ਪਦਵੀ ਨਾਮ ਸਿਮਰਣ ਦ੍ਰਿੜੁ ਨਾਨਕ ਹਰਿ ਹਰਿ ਸਰਣ ॥੪॥੩॥੨੯॥ નામ સ્મરણ કરવાથી અટળ પદવી પ્રાપ્ત થઈ જાય છે હે નાનક! હરિ-પરમેશ્વર ની શરણ દ્રઢ કર ॥૪॥૩॥૨૯॥
ਗੂਜਰੀ ਮਹਲਾ ੫ ॥ ગુજરી મહેલ ૫॥
ਅਹੰਬੁਧਿ ਬਹੁ ਸਘਨ ਮਾਇਆ ਮਹਾ ਦੀਰਘ ਰੋਗੁ ॥ અહમ બુદ્ધિ અને માયાથી સઘન પ્રેમ મહા દીર્ઘ રોગ છે
ਹਰਿ ਨਾਮੁ ਅਉਖਧੁ ਗੁਰਿ ਨਾਮੁ ਦੀਨੋ ਕਰਣ ਕਾਰਣ ਜੋਗੁ ॥੧॥ આ રોગોની ઔષધિ હરિ-નામ છે કરવા તેમજ કરાવવામાં સમર્થ હરિ-નામ ગુરુએ મને આપેલું છે ॥૧॥
ਮਨਿ ਤਨਿ ਬਾਛੀਐ ਜਨ ਧੂਰਿ ॥ પોતાના મન-તનથી અમને સંતોની ચરણધૂળની અભિલાષા કરવી જોઈએ
ਕੋਟਿ ਜਨਮ ਕੇ ਲਹਹਿ ਪਾਤਿਕ ਗੋਬਿੰਦ ਲੋਚਾ ਪੂਰਿ ॥੧॥ ਰਹਾਉ ॥ તેનાથી કરોડો જન્મના પાપ મટી જાય છે હે ગોવિંદ! મારી મનોકામના પૂર્ણ કરો ॥૧॥વિરામ॥
ਆਦਿ ਅੰਤੇ ਮਧਿ ਆਸਾ ਕੂਕਰੀ ਬਿਕਰਾਲ ॥ આશા રૂપી ભયાનક કૂતરાનું જીવનના પૂર્વ, મધ્ય અને અંતિમ સમય સુધી અર્થાત બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા સુધી મનુષ્યની સાથે લાગી જાય છે
ਗੁਰ ਗਿਆਨ ਕੀਰਤਨ ਗੋਬਿੰਦ ਰਮਣੰ ਕਾਟੀਐ ਜਮ ਜਾਲ ॥੨॥ ગુરુના જ્ઞાન દ્વારા પ્રભુનું કીર્તિ-ગાન કરવાથી મૃત્યુનું જળ કપાવી જાય છે ॥૨॥
ਕਾਮ ਕ੍ਰੋਧ ਲੋਭ ਮੋਹ ਮੂਠੇ ਸਦਾ ਆਵਾ ਗਵਣ ॥ જે પ્રાણીને કામ,ક્રોધ, લોભ અને મોહે છેતરી લીધા છે તે હંમેશા જન્મ-મરણના ચક્રમાં પડી રહે છે
ਪ੍ਰਭ ਪ੍ਰੇਮ ਭਗਤਿ ਗੁਪਾਲ ਸਿਮਰਣ ਮਿਟਤ ਜੋਨੀ ਭਵਣ ॥੩॥ પ્રભુની પ્રેમ-ભક્તિ તેમજ તેના સ્મરણથી મનુષ્યની યોનીઓનું ચક્ર મટી જાય છે ॥૩॥
ਮਿਤ੍ਰ ਪੁਤ੍ਰ ਕਲਤ੍ਰ ਸੁਰ ਰਿਦ ਤੀਨਿ ਤਾਪ ਜਲੰਤ ॥ મનુષ્યના મિત્ર, પુત્ર, પત્ની અને શુભચિંતક ત્રણ તપો આધિ,વ્યાધિ અને ઉપાધિમાં સળગી રહ્યા છે
ਜਪਿ ਰਾਮ ਰਾਮਾ ਦੁਖ ਨਿਵਾਰੇ ਮਿਲੈ ਹਰਿ ਜਨ ਸੰਤ ॥੪॥ જે વ્યક્તિ હરિના ભક્તજનો તેમજ સંતજનોથી મળી જાય છે તે રામનામ જપીને દુઃખ દૂર કરી લે છે ॥૪॥
ਸਰਬ ਬਿਧਿ ਭ੍ਰਮਤੇ ਪੁਕਾਰਹਿ ਕਤਹਿ ਨਾਹੀ ਛੋਟਿ ॥ લોકો બધી વિધિ દ્વારા બધી તરફ ભટકતા રહે છે અને દુઃખી થઈને વિલાપ કરતા રહે છે પરંતુ ક્યાંય પણ તેનો છુટકારો થતો નથી
ਹਰਿ ਚਰਣ ਸਰਣ ਅਪਾਰ ਪ੍ਰਭ ਕੇ ਦ੍ਰਿੜੁ ਗਹੀ ਨਾਨਕ ਓਟ ॥੫॥੪॥੩੦॥ હે નાનક! મેં હરિ-ચરણોની શરણ લીધી છે અને અપાર પ્રભુનો આશરો સારી રીતે પકડી લીધો છે ॥૫॥૪॥૩૦॥
ਗੂਜਰੀ ਮਹਲਾ ੫ ਘਰੁ ੪ ਦੁਪਦੇ॥ ગુજરી મહેલ ૫ ઘર ૪ બેપદ
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે॥
ਆਰਾਧਿ ਸ੍ਰੀਧਰ ਸਫਲ ਮੂਰਤਿ ਕਰਣ ਕਾਰਣ ਜੋਗੁ ॥ પરમાત્માની આરાધના કરો તેના દર્શન જીવનને સફળ કરી દે છે તે કરવા કરાવવામાં સંપૂર્ણ સફળ છે
ਗੁਣ ਰਮਣ ਸ੍ਰਵਣ ਅਪਾਰ ਮਹਿਮਾ ਫਿਰਿ ਨ ਹੋਤ ਬਿਓਗੁ ॥੧॥ તેનું ગુણાનુવાદ કરવું અને અપાર મહિમા સાંભળવાથી પછી ક્યારેય વિયોગ થતો નથી ॥૧॥
ਮਨ ਚਰਣਾਰਬਿੰਦ ਉਪਾਸ ॥ હે મન! પ્રભુના ચરણોની ઉપાસના કરો
ਕਲਿ ਕਲੇਸ ਮਿਟੰਤ ਸਿਮਰਣਿ ਕਾਟਿ ਜਮਦੂਤ ਫਾਸ ॥੧॥ ਰਹਾਉ ॥ તેનું સ્મરણ કરવાથી બધા દુઃખ-કલેશ મટી જાય છે અને યમદૂતના બંધન કપાય જાય છે ॥૧॥વિરામ॥
ਸਤ੍ਰੁ ਦਹਨ ਹਰਿ ਨਾਮ ਕਹਨ ਅਵਰ ਕਛੁ ਨ ਉਪਾਉ ॥ હરિ નામ નું જાપ જ શત્રુના દહન માટે એક સાધન છે તથા બીજો કોઈ ઉપાય નથી
ਕਰਿ ਅਨੁਗ੍ਰਹੁ ਪ੍ਰਭੂ ਮੇਰੇ ਨਾਨਕ ਨਾਮ ਸੁਆਉ ॥੨॥੧॥੩੧॥ નાનક ની પ્રાર્થના છે કે હે પ્રભુ! મારા પર દયા કરો તેથી તારા નામનો સ્વાદ પ્રાપ્ત થઈ શકે ॥૨॥૧॥૩૧॥
ਗੂਜਰੀ ਮਹਲਾ ੫ ॥ ગુજરી મહેલ ૫॥
ਤੂੰ ਸਮਰਥੁ ਸਰਨਿ ਕੋ ਦਾਤਾ ਦੁਖ ਭੰਜਨੁ ਸੁਖ ਰਾਇ ॥ હે દાતા! તું સર્વ કળા સમર્થ છે પોતાના ભક્તોને શરણ દેવાવાળો છે અને દુઃખોનો નાશ કરવાવાળો સુખોનો રાજા છે
ਜਾਹਿ ਕਲੇਸ ਮਿਟੇ ਭੈ ਭਰਮਾ ਨਿਰਮਲ ਗੁਣ ਪ੍ਰਭ ਗਾਇ ॥੧॥ પ્રભુનું નિર્મળ ગુણાનુવાદ કરવાથી દુઃખ ક્લેશ દૂર થઈ જાય છે અને ભય-ભ્રમ મટી જાય છે ॥૧॥
ਗੋਵਿੰਦ ਤੁਝ ਬਿਨੁ ਅਵਰੁ ਨ ਠਾਉ ॥ હે ગોવિંદ! તારા સિવાય મારે બીજો કોઈ સહારો નથી
ਕਰਿ ਕਿਰਪਾ ਪਾਰਬ੍ਰਹਮ ਸੁਆਮੀ ਜਪੀ ਤੁਮਾਰਾ ਨਾਉ ॥ ਰਹਾਉ ॥ હે પરબ્રહ્મ સ્વામી! મારા પર એવી કૃપા કરો જેથી તારા નામનું જાપ કરતો રહું ॥૧॥વિરામ॥
ਸਤਿਗੁਰ ਸੇਵਿ ਲਗੇ ਹਰਿ ਚਰਨੀ ਵਡੈ ਭਾਗਿ ਲਿਵ ਲਾਗੀ ॥ સદગુરુની સેવાથી હું હરિના ચરણોમાં લાગી ગયો છું અને સારા ભાગ્યથી પ્રભુથી લગન લાગી ગઈ છે
Scroll to Top
https://siprokmrk.polinema.ac.id/storage/proposal/ http://pendaftaran-online.poltekkesjogja.ac.id/
jp1131 https://login-bobabet.net/ https://sugoi168daftar.com/ https://login-domino76.com/ http://pui.poltekkesjogja.ac.id/whm/gcr/ https://perpus.unik-cipasung.ac.id/Perps/ https://informatika.nusaputra.ac.id/mon/ https://biroinfrasda.sipsipmas.jayawijayakab.go.id/application/core/ https://e-journal.upstegal.ac.id/pages/catalog/ https://perpus.pelitacemerlangschool.sch.id/system/-/
https://e-learning.akperakbid-bhaktihusada.ac.id/storages/gacor/
https://siakba.kpu-mamuju.go.id/summer/gcr/
https://siprokmrk.polinema.ac.id/storage/proposal/ http://pendaftaran-online.poltekkesjogja.ac.id/
jp1131 https://login-bobabet.net/ https://sugoi168daftar.com/ https://login-domino76.com/ http://pui.poltekkesjogja.ac.id/whm/gcr/ https://perpus.unik-cipasung.ac.id/Perps/ https://informatika.nusaputra.ac.id/mon/ https://biroinfrasda.sipsipmas.jayawijayakab.go.id/application/core/ https://e-journal.upstegal.ac.id/pages/catalog/ https://perpus.pelitacemerlangschool.sch.id/system/-/
https://e-learning.akperakbid-bhaktihusada.ac.id/storages/gacor/
https://siakba.kpu-mamuju.go.id/summer/gcr/