Page 504
ਪਵਣੁ ਪਾਣੀ ਅਗਨਿ ਤਿਨਿ ਕੀਆ ਬ੍ਰਹਮਾ ਬਿਸਨੁ ਮਹੇਸ ਅਕਾਰ ॥
તે પ્રભુએ જ પવન, પાણી, અગ્નિ ની રચના કરેલ છે અને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેની જ રચના છે
ਸਰਬੇ ਜਾਚਿਕ ਤੂੰ ਪ੍ਰਭੁ ਦਾਤਾ ਦਾਤਿ ਕਰੇ ਅਪੁਨੈ ਬੀਚਾਰ ॥੪॥
હે પ્રભુ! તું દાતા છે બીજા બધા ભિક્ષુક છે તથા પોતાની રજા અનુસાર યથાશક્તિ દાન આપે છે ॥૪॥
ਕੋਟਿ ਤੇਤੀਸ ਜਾਚਹਿ ਪ੍ਰਭ ਨਾਇਕ ਦੇਦੇ ਤੋਟਿ ਨਾਹੀ ਭੰਡਾਰ ॥
તેત્રીસ કરોડ દેવતા પણ તે નાયક પ્રભુથી માંગણી કરે છે જેના ભંડાર માં દાન ની કોઈ ખોટ આવતી નથી
ਊਂਧੈ ਭਾਂਡੈ ਕਛੁ ਨ ਸਮਾਵੈ ਸੀਧੈ ਅੰਮ੍ਰਿਤੁ ਪਰੈ ਨਿਹਾਰ ॥੫॥
ઊંધા રાખેલા વાસણમાં કાંઈ નાખી શકાતું નથી અને સીધા વાસણમાં અમૃત ભરેલું દેખાય છે ॥૫॥
ਸਿਧ ਸਮਾਧੀ ਅੰਤਰਿ ਜਾਚਹਿ ਰਿਧਿ ਸਿਧਿ ਜਾਚਿ ਕਰਹਿ ਜੈਕਾਰ ॥
સિદ્ધ લોકો પોતાની સમાધિમાં લીન થઈને પ્રભુ થી રિદ્ધિ-સિદ્ધિ નું દાન માંગે છે અને તેની જયજયકાર કરે છે
ਜੈਸੀ ਪਿਆਸ ਹੋਇ ਮਨ ਅੰਤਰਿ ਤੈਸੋ ਜਲੁ ਦੇਵਹਿ ਪਰਕਾਰ ॥੬॥
હે પ્રભુ! મનુષ્યના હૃદયમાં જેવી તરસ હોય છે તેવું જ પાણી તમે તેને આપો છો ॥૬॥
ਬਡੇ ਭਾਗ ਗੁਰੁ ਸੇਵਹਿ ਅਪੁਨਾ ਭੇਦੁ ਨਾਹੀ ਗੁਰਦੇਵ ਮੁਰਾਰ ॥
સારા ભાગ્ય થી જ પોતાના ગુરુની સેવા થાય છે તથા ગુરુદેવ અને પ્રભુ વચ્ચે કોઈ તફાવત નથી
ਤਾ ਕਉ ਕਾਲੁ ਨਾਹੀ ਜਮੁ ਜੋਹੈ ਬੂਝਹਿ ਅੰਤਰਿ ਸਬਦੁ ਬੀਚਾਰ ॥੭॥
જે પ્રાણી પોતાના અંતર્મનમાં શબ્દ પર વિચાર કરે છે તેને યમદૂતની કુદ્રષ્ટિ પણ કરી શકતી નથી ॥૭॥
ਅਬ ਤਬ ਅਵਰੁ ਨ ਮਾਗਉ ਹਰਿ ਪਹਿ ਨਾਮੁ ਨਿਰੰਜਨ ਦੀਜੈ ਪਿਆਰਿ ॥
હે હરિ! મને પોતાના નિરંજન નામનો પ્રેમ પ્રદાન કર હવે હું તારાથી બીજું કઈ માંગતો નથી
ਨਾਨਕ ਚਾਤ੍ਰਿਕੁ ਅੰਮ੍ਰਿਤ ਜਲੁ ਮਾਗੈ ਹਰਿ ਜਸੁ ਦੀਜੈ ਕਿਰਪਾ ਧਾਰਿ ॥੮॥੨॥
નાનક રૂપી બપૈયો તારા અમૃત જળ ની અભિલાષા કરે છે કૃપા કરીને તેને પોતાના હરિયશનું દાન આપો ॥૮॥૨॥
ਗੂਜਰੀ ਮਹਲਾ ੧ ॥
ગુજરી મહેલ ૧॥
ਐ ਜੀ ਜਨਮਿ ਮਰੈ ਆਵੈ ਫੁਨਿ ਜਾਵੈ ਬਿਨੁ ਗੁਰ ਗਤਿ ਨਹੀ ਕਾਈ ॥
હે પ્રિય! જન્મતા-મરતા અને વારંવાર જગતમાં આવતો જતો રહે છે પરંતુ ગુરુ વગર કોઈની ગતિ થતી નથી.
ਗੁਰਮੁਖਿ ਪ੍ਰਾਣੀ ਨਾਮੇ ਰਾਤੇ ਨਾਮੇ ਗਤਿ ਪਤਿ ਪਾਈ ॥੧॥
ગુરુમુખ વ્યક્તિ પ્રભુ નામમાં રંગાયેલ રહે છે અને નામના માધ્યમથી તે ગતિ અને માન-સન્માન પ્રાપ્ત કરે છે ॥૧॥
ਭਾਈ ਰੇ ਰਾਮ ਨਾਮਿ ਚਿਤੁ ਲਾਈ ॥
હે ભાઈ! પોતાનું મન રામ-નામ સાથે લગાવ
ਗੁਰ ਪਰਸਾਦੀ ਹਰਿ ਪ੍ਰਭ ਜਾਚੇ ਐਸੀ ਨਾਮ ਬਡਾਈ ॥੧॥ ਰਹਾਉ ॥
નામની એવી મહિમા છે કે મનુષ્ય ગુરુની કૃપા માત્રથી હરિ-પ્રભુને માંગે છે ॥૧॥
ਐ ਜੀ ਬਹੁਤੇ ਭੇਖ ਕਰਹਿ ਭਿਖਿਆ ਕਉ ਕੇਤੇ ਉਦਰੁ ਭਰਨ ਕੈ ਤਾਈ ॥
હે મહોદય! કેટલાય લોકો પોતાનું પેટ ભરવા માટે ભિક્ષા માંગવા માટે અનેક વેશ ધારણ કરે છે
ਬਿਨੁ ਹਰਿ ਭਗਤਿ ਨਾਹੀ ਸੁਖੁ ਪ੍ਰਾਨੀ ਬਿਨੁ ਗੁਰ ਗਰਬੁ ਨ ਜਾਈ ॥੨॥
હે પ્રાણી! હરિની ભક્તિ વગર ક્યાંય સુખ નથી અને ગુરુ વગર અભિમાન દૂર થતું નથી ॥૨॥
ਐ ਜੀ ਕਾਲੁ ਸਦਾ ਸਿਰ ਊਪਰਿ ਠਾਢੇ ਜਨਮਿ ਜਨਮਿ ਵੈਰਾਈ ॥
હે જીજ્ઞાશુ! કાળ હંમેશા પ્રાણીના માથા પર ઉભો છે અને તે જન્મ-જન્માંતર થી તેનો દુશમન છે
ਸਾਚੈ ਸਬਦਿ ਰਤੇ ਸੇ ਬਾਚੇ ਸਤਿਗੁਰ ਬੂਝ ਬੁਝਾਈ ॥੩॥
સાચા ગુરુએ મને આ જ્ઞાન પ્રદાન કર્યું છે જે પ્રાણી સત્યનામમાં લીન હોય છે તે બચી જાય છે ॥૩॥
ਗੁਰ ਸਰਣਾਈ ਜੋਹਿ ਨ ਸਾਕੈ ਦੂਤੁ ਨ ਸਕੈ ਸੰਤਾਈ ॥
ગુરુના શરણ માં આવવાથી યમદૂત પ્રાણીને દુઃખી કરી શકતા નથી અને તેના તરફ દૃષ્ટિ પણ કરી શકતા નથી
ਅਵਿਗਤ ਨਾਥ ਨਿਰੰਜਨਿ ਰਾਤੇ ਨਿਰਭਉ ਸਿਉ ਲਿਵ ਲਾਈ ॥੪॥
હું અવિગત અને નિરંજન નાથ માં લીન થઈ ગયો છું અને નિર્ભય પ્રભુની સાથે મેં વૃત્તિ લગાડી લીધી છે ॥૪॥
ਐ ਜੀਉ ਨਾਮੁ ਦਿੜਹੁ ਨਾਮੇ ਲਿਵ ਲਾਵਹੁ ਸਤਿਗੁਰ ਟੇਕ ਟਿਕਾਈ ॥
હે જીવ! પ્રભુ-નામને પોતાની અંદર દ્રઢ કરો, નામની સાથે વૃત્તિ લગાવો અને સાચા ગુરુની શરણમાં આવો
ਜੋ ਤਿਸੁ ਭਾਵੈ ਸੋਈ ਕਰਸੀ ਕਿਰਤੁ ਨ ਮੇਟਿਆ ਜਾਈ ॥੫॥
જે કોઈ પરમાત્માને સારું લાગે છે તે તે જ કરે છે તેનું કરેલું કોઈ પણ દૂર કરી શકતું નથી ॥૫॥
ਐ ਜੀ ਭਾਗਿ ਪਰੇ ਗੁਰ ਸਰਣਿ ਤੁਮ੍ਹ੍ਹਾਰੀ ਮੈ ਅਵਰ ਨ ਦੂਜੀ ਭਾਈ ॥
હે ગુરુદેવ! હું દોડીને તારા શરણમાં આવી ગયો છું કારણ કે કોઈ બીજાની શરણ મને સારી લગતી નથી
ਅਬ ਤਬ ਏਕੋ ਏਕੁ ਪੁਕਾਰਉ ਆਦਿ ਜੁਗਾਦਿ ਸਖਾਈ ॥੬॥
હું હંમેશા તે પ્રભુને જ બોલવું છું જર યુગ-યુગમાં મારો સહાયક છે ॥૬॥
ਐ ਜੀ ਰਾਖਹੁ ਪੈਜ ਨਾਮ ਅਪੁਨੇ ਕੀ ਤੁਝ ਹੀ ਸਿਉ ਬਨਿ ਆਈ ॥
હે પ્રભુ! તું પોતાના નામની લાજ રાખજે તારી સાથે જ મારી પ્રીતિ બનેલી છે
ਕਰਿ ਕਿਰਪਾ ਗੁਰ ਦਰਸੁ ਦਿਖਾਵਹੁ ਹਉਮੈ ਸਬਦਿ ਜਲਾਈ ॥੭॥
હે ગુરુદેવ! કૃપા કરીને મને પોતાના દર્શન આપો કારણ કે નામ દ્વારા મેં પોતાનું અહંકાર સળગાવી દીધું છે ॥૭॥
ਐ ਜੀ ਕਿਆ ਮਾਗਉ ਕਿਛੁ ਰਹੈ ਨ ਦੀਸੈ ਇਸੁ ਜਗ ਮਹਿ ਆਇਆ ਜਾਈ ॥
હે પ્રભુજી! હું શું માંગુ? કારણ કે આ સૃષ્ટિમાં બધું નાશવાન છે જે કોઈ પણ આ દુનિયામાં આવ્યું છે તે ચાલ્યું જાય છે
ਨਾਨਕ ਨਾਮੁ ਪਦਾਰਥੁ ਦੀਜੈ ਹਿਰਦੈ ਕੰਠਿ ਬਣਾਈ ॥੮॥੩॥
હે સ્વામી! નાનકને નામ-પદાર્થ પ્રદાન કરો પોતાના હૃદયમાં અને ગળામાં આને શણગાર બનાવીને સ્મરણ કરીશ ॥૮॥૩॥
ਗੂਜਰੀ ਮਹਲਾ ੧ ॥
ગુજરી મહેલ ૧॥
ਐ ਜੀ ਨਾ ਹਮ ਉਤਮ ਨੀਚ ਨ ਮਧਿਮ ਹਰਿ ਸਰਣਾਗਤਿ ਹਰਿ ਕੇ ਲੋਗ ॥
હે પ્રિય! ના તો અમે ઉત્તમ છીએ, ના તો નીચ અને ના તો મધ્યમ શ્રેણીના છીએ અમે તો હરિના શરણાગત, હરિના સેવક છીએ
ਨਾਮ ਰਤੇ ਕੇਵਲ ਬੈਰਾਗੀ ਸੋਗ ਬਿਜੋਗ ਬਿਸਰਜਿਤ ਰੋਗ ॥੧॥
આપણે તો માત્ર હરિ-નામ મા લીન હોવાના કારણે વૈરાગી છે અને આપણે શોક, વિયોગ અને રોગને વિસર્જિત કરી દીધા છે ॥૧॥
ਭਾਈ ਰੇ ਗੁਰ ਕਿਰਪਾ ਤੇ ਭਗਤਿ ਠਾਕੁਰ ਕੀ ॥
હે ભાઈ! ગુરુજી ની કૃપાથી જ ઠાકુરજીની ભક્તિ થાય છે