Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-455

Page 455

ਜੈਸੀ ਚਾਤ੍ਰਿਕ ਪਿਆਸ ਖਿਨੁ ਖਿਨੁ ਬੂੰਦ ਚਵੈ ਬਰਸੁ ਸੁਹਾਵੇ ਮੇਹੁ ॥ જેમ બપૈયાનો પ્રેમ વરસાદના ટીપાં સાથે છે, બપૈયો તરસ્યો છે પરંતુ બીજું પાણી પીતો નથી તે વારંવાર વરસાદના ટીપાં માગ્યા કરે છે અને વાદળોને કહે છે, હે સોહામણા મેઘ! વરસાદ કર
ਹਰਿ ਪ੍ਰੀਤਿ ਕਰੀਜੈ ਇਹੁ ਮਨੁ ਦੀਜੈ ਅਤਿ ਲਾਈਐ ਚਿਤੁ ਮੁਰਾਰੀ ॥ હે ભાઈ! પરમાત્મા સાથે પ્રેમ નાખવો જોઈએ પ્રેમના બદલે પોતાનું આ મન તેમના હવાલે કરવું જોઈએ અને આમ મનને ભગવાનના ચરણોમાં જોડવું જોઈએ
ਮਾਨੁ ਨ ਕੀਜੈ ਸਰਣਿ ਪਰੀਜੈ ਦਰਸਨ ਕਉ ਬਲਿਹਾਰੀ ॥ અહંકાર કરવો જોઈએ નહીં, પરમાત્માની શરણે- પડવું જોઈએ, એમના દર્શન માટે બલિહાર જવું જોઈએ
ਗੁਰ ਸੁਪ੍ਰਸੰਨੇ ਮਿਲੁ ਨਾਹ ਵਿਛੁੰਨੇ ਧਨ ਦੇਦੀ ਸਾਚੁ ਸਨੇਹਾ ॥ હે ભાઈ! જે જીવ સ્ત્રી પર ગુરુ દયાવાન થાય છે તે હંમેશા સ્થિર પ્રભુનું સ્મરણ કરે છે અને તેના ઓટલે અરજી કરે છે, હે અલગ થયેલા પ્રભુ-પતિ મને આવીને મળો
ਕਹੁ ਨਾਨਕ ਛੰਤ ਅਨੰਤ ਠਾਕੁਰ ਕੇ ਹਰਿ ਸਿਉ ਕੀਜੈ ਨੇਹਾ ਮਨ ਐਸਾ ਨੇਹੁ ਕਰੇਹੁ ॥੨॥ હે નાનક! તું પણ અનંત માલિક પ્રભુની મહિમાના ગીત ગા. હે મારા મન! પરમાત્માથી પ્રેમ બનાવ આવો પ્રેમ જેવી રીતે માછલીનો પાણી સાથે છે જેમ બપૈયાનો વરસાદના ટીપા સાથે છે ॥૨॥
ਚਕਵੀ ਸੂਰ ਸਨੇਹੁ ਚਿਤਵੈ ਆਸ ਘਣੀ ਕਦਿ ਦਿਨੀਅਰੁ ਦੇਖੀਐ ॥ હે મન! તારે પરમાત્માની સાથે પ્રેમ કરવો જોઈએ એવો પ્રેમ જેમ ચકલી સૂરજને કરે છે અને કોયલ કેરીથી કરે છે ચકલીનો સૂરજથી પ્રેમ છે, તે આખી રાત સૂરજને જ યાદ કરે છે ઘણી તમન્ના કરે છે કે સૂરજના દર્શન ક્યારે થશે.
ਕੋਕਿਲ ਅੰਬ ਪਰੀਤਿ ਚਵੈ ਸੁਹਾਵੀਆ ਮਨ ਹਰਿ ਰੰਗੁ ਕੀਜੀਐ ॥ કોયલનો કેરીથી પ્રેમ છે તે કેરી ના વૃક્ષ પર બેસીને મધુર બોલે છે.
ਹਰਿ ਪ੍ਰੀਤਿ ਕਰੀਜੈ ਮਾਨੁ ਨ ਕੀਜੈ ਇਕ ਰਾਤੀ ਕੇ ਹਭਿ ਪਾਹੁਣਿਆ ॥ હે ભાઈ! પરમાત્મા સાથે પ્રેમ નાખવો જોઈએ પોતાના કોઈ ધન-પદાર્થ વગેરેનો અહંકાર કરવો જોઈએ નહીં, અહીં આપણે બધા એક રાતના મહેમાન જ છીએ.
ਅਬ ਕਿਆ ਰੰਗੁ ਲਾਇਓ ਮੋਹੁ ਰਚਾਇਓ ਨਾਗੇ ਆਵਣ ਜਾਵਣਿਆ ॥ તો પણ તે શા માટે જગતથી પ્રેમ નાખેલો છે? માયાથી પ્રેમ બનાવેલો છે અહીં બધા નગ્ન ખાલી હાથ આવે છે અને અહીંથી નગ્ન ખાલી હાથે જ ચાલ્યા જાય છે.
ਥਿਰੁ ਸਾਧੂ ਸਰਣੀ ਪੜੀਐ ਚਰਣੀ ਅਬ ਟੂਟਸਿ ਮੋਹੁ ਜੁ ਕਿਤੀਐ ॥ હે ભાઈ! ગુરુનો આશરો લેવો જોઈએ ગુરુના ચરણે પડવું જોઈએ ગુરુના શરણ પડવાથી જ મન સ્થિર થઈ શકે છે અને ત્યારે જ મોહ તુટસે જે તે માયાની સાથે બનાવેલો છે.
ਕਹੁ ਨਾਨਕ ਛੰਤ ਦਇਆਲ ਪੁਰਖ ਕੇ ਮਨ ਹਰਿ ਲਾਇ ਪਰੀਤਿ ਕਬ ਦਿਨੀਅਰੁ ਦੇਖੀਐ ॥੩॥ હે નાનક! દયાના ઘર સર્વવ્યાપક પ્રભુની મહિમાના ગીત ગાયા કર પોતાના મનમાં પરમાત્માનો પ્રેમ બનાવ ઠીક તેવી જ રીતે જેમ ચકલી આખી રાત ઈચ્છે છે કે ક્યારે સૂરજના દર્શન થશે ॥૩॥
ਨਿਸਿ ਕੁਰੰਕ ਜੈਸੇ ਨਾਦ ਸੁਣਿ ਸ੍ਰਵਣੀ ਹੀਉ ਡਿਵੈ ਮਨ ਐਸੀ ਪ੍ਰੀਤਿ ਕੀਜੈ ॥ હે મન! પરમાત્માની સાથે એવો પ્રેમ નાખવો જોઈએ જેવો પ્રેમ હરણ નાખે છે, રાતના સમયે અવાજ સાંભળીને પોતાની હૃદય તે અવાજના હવાલે કરી દે છે.
ਜੈਸੀ ਤਰੁਣਿ ਭਤਾਰ ਉਰਝੀ ਪਿਰਹਿ ਸਿਵੈ ਇਹੁ ਮਨੁ ਲਾਲ ਦੀਜੈ ॥ તે યુવાન સ્ત્રી પોતાના પતિના પ્રેમમાં બંધાયેલી પતિની સેવા કરે છે.
ਮਨੁ ਲਾਲਹਿ ਦੀਜੈ ਭੋਗ ਕਰੀਜੈ ਹਭਿ ਖੁਸੀਆ ਰੰਗ ਮਾਣੇ ॥ તેવી જ રીતે હે ભાઈ! પોતાનું આ મન સોહામણા પ્રભુને દેવું જોઈએ અને તેના મેળાપનો આનંદ કરવો જોઈએ.
ਪਿਰੁ ਅਪਨਾ ਪਾਇਆ ਰੰਗੁ ਲਾਲੁ ਬਣਾਇਆ ਅਤਿ ਮਿਲਿਓ ਮਿਤ੍ਰ ਚਿਰਾਣੇ ॥ જે જીવ સ્ત્રી પોતાનું મન પ્રભુ-પતિને હવાલે કરી દે છે તે તેના મેળાપની બધી ખુશીઓ મેળાપના બધા આનંદ પ્રાપ્ત કરે છે.
ਗੁਰੁ ਥੀਆ ਸਾਖੀ ਤਾ ਡਿਠਮੁ ਆਖੀ ਪਿਰ ਜੇਹਾ ਅਵਰੁ ਨ ਦੀਸੈ ॥ તે પોતાના પ્રભુ-પતિને પોતાની અંદર જ શોધી લે છે તે પોતાની આત્માને ગાઢ પ્રેમ રંગ ચઢાવી લે છે જેમ સુહાગણ લાલ કપડાં પહેરે છે ખુબ જુના મિત્ર પ્રભુ પતિને મળે છે.
ਕਹੁ ਨਾਨਕ ਛੰਤ ਦਇਆਲ ਮੋਹਨ ਕੇ ਮਨ ਹਰਿ ਚਰਣ ਗਹੀਜੈ ਐਸੀ ਮਨ ਪ੍ਰੀਤਿ ਕੀਜੈ ॥੪॥੧॥੪॥ હે સખી! જ્યારથી ગુરુ મારા મધ્યસ્થી બન્યા છે મેં પ્રભુ-પતિને પોતાની આંખોથી જોઈ લીધા છે મને પ્રભુ-પતિ જેવું બીજું કોઈ દેખાતું નથી. નાનક કહે છે, હે મન ! દયાના ઘર અને મનને મોહી લેવાવાળા પરમાત્માની મહિમાના ગીત ગાતો રહે. હે મન! પરમાત્માથી એવો પ્રેમ કરવો જોઈએ જેવો હરણ અવાજથી કરે છે જેવો સ્ત્રી પોતાના પતિથી કરે છે. ॥૪॥૧॥૪॥
ਆਸਾ ਮਹਲਾ ੫ ॥ આશા મહેલ ૫॥
ਸਲੋਕੁ ॥ શ્લોક॥
ਬਨੁ ਬਨੁ ਫਿਰਤੀ ਖੋਜਤੀ ਹਾਰੀ ਬਹੁ ਅਵਗਾਹਿ ॥ આખી દુનિયા પરમાત્માની પ્રાપ્તિ માટે જંગલ જંગલ શોધતી ફરી, જંગલમાં શોધીને થાકી ગઈ છે પરંતુ પરમાત્મા મળ્યા નથી
ਨਾਨਕ ਭੇਟੇ ਸਾਧ ਜਬ ਹਰਿ ਪਾਇਆ ਮਨ ਮਾਹਿ ॥੧॥ એ નાનક! જે ભાગ્યશાળીને જ્યારે ગુરુ મળી ગયા તેણે પોતાના મનમાં પરમાત્માને મેળવી લીધા છે ॥૧॥
ਛੰਤ ॥ છંદ ॥
ਜਾ ਕਉ ਖੋਜਹਿ ਅਸੰਖ ਮੁਨੀ ਅਨੇਕ ਤਪੇ ॥ હે ભાઈ! જે પરમાત્માને અનંત સમાધિ લિન ઋષિ અને અનેક ધૂણી તપાવવાળા સાધુ શોધતા ફરે છે
ਬ੍ਰਹਮੇ ਕੋਟਿ ਅਰਾਧਹਿ ਗਿਆਨੀ ਜਾਪ ਜਪੇ ॥ કરોડો જ બ્રહ્મા અને ધર્મ-પુસ્તકોના વિદ્વાન જેનું જાપ જપીને આરાધના કરી શકાય છે
ਜਪ ਤਾਪ ਸੰਜਮ ਕਿਰਿਆ ਪੂਜਾ ਅਨਿਕ ਸੋਧਨ ਬੰਦਨਾ ॥ હે ભાઈ! જે મળવા માટે લોકો કઈ રીતના જાપ-તપ કરે છે ઇન્દ્રિયોને વશમાં કરવાના પ્રયત્ન કરે છે અનેક ગર્ભિત ધાર્મિક રીત અને પુજા કરે છે પોતાના શરીરને પવિત્ર કરવા માટે સાધન અને વંદના કરે છે.
ਕਰਿ ਗਵਨੁ ਬਸੁਧਾ ਤੀਰਥਹ ਮਜਨੁ ਮਿਲਨ ਕਉ ਨਿਰੰਜਨਾ ॥ ત્યાગી બનીને આખી ધરતીના ચક છે સ્નાન કરે છે તે પરમાત્મા ગુરુની કૃપાથી સાધુ-સંગતિમાં મળી જાય છે.
ਮਾਨੁਖ ਬਨੁ ਤਿਨੁ ਪਸੂ ਪੰਖੀ ਸਗਲ ਤੁਝਹਿ ਅਰਾਧਤੇ ॥ હે વ્હાલા પ્રભુ! મનુષ્ય, જંગલ, વનસ્પતિ,પશુ, પક્ષી, આ બધા તારી આરાધના કરે છે.
ਦਇਆਲ ਲਾਲ ਗੋਬਿੰਦ ਨਾਨਕ ਮਿਲੁ ਸਾਧਸੰਗਤਿ ਹੋਇ ਗਤੇ ॥੧॥ હે દયાના સ્ત્રોત ગોવિંદ! નાનક પર દયા કર, નાનકને ગુરુની સંગતિમાં મળાવ તેથી મને ઉંચી આધ્યાત્મિક અવસ્થા પ્રાપ્ત થઈ જાય ॥૧॥
ਕੋਟਿ ਬਿਸਨ ਅਵਤਾਰ ਸੰਕਰ ਜਟਾਧਾਰ ॥ હે દયાળુ હરિ! વિષ્ણુના કરોડો અવતાર અને કરોડો જટાધારી શિવ તને મળવા ઈચ્છે છે
ਚਾਹਹਿ ਤੁਝਹਿ ਦਇਆਰ ਮਨਿ ਤਨਿ ਰੁਚ ਅਪਾਰ ॥ તેના મનમાં તેના હૃદયમાં તારા મળવાની ઈચ્છા બની રહે છે
ਅਪਾਰ ਅਗਮ ਗੋਬਿੰਦ ਠਾਕੁਰ ਸਗਲ ਪੂਰਕ ਪ੍ਰਭ ਧਨੀ ॥ હે અનંત પ્રભુ! હે પહોંચથી ઉપર પ્રભુ! હે ગોવિંદ ઠાકુર! હે બધાની ઈચ્છા પુરી કરવાવાળા પ્રભુ! હે બધાના માલિક!
ਸੁਰ ਸਿਧ ਗਣ ਗੰਧਰਬ ਧਿਆਵਹਿ ਜਖ ਕਿੰਨਰ ਗੁਣ ਭਨੀ ॥ દેવતાઓ, યોગ-સાધનામાં સિદ્ધ ,શિવના ગણ, દેવતાઓના રાગી, જખ, કિન્નર, વગેરે બધા તારું સ્મરણ કરે છે અને ગુણ ઉચ્ચારે છે.
ਕੋਟਿ ਇੰਦ੍ਰ ਅਨੇਕ ਦੇਵਾ ਜਪਤ ਸੁਆਮੀ ਜੈ ਜੈ ਕਾਰ ॥ હે ભાઈ!કરોડો ઇન્દ્રો, અનેક દેવતાઓ, માલિક પ્રભુની જય જયકાર જપતા રહે છે
ਅਨਾਥ ਨਾਥ ਦਇਆਲ ਨਾਨਕ ਸਾਧਸੰਗਤਿ ਮਿਲਿ ਉਧਾਰ ॥੨॥ હે નાનક! જેનું કોઈ માલિક નથી તેના માલિક પ્રભુને દયાના સ્ત્રોત પ્રભુને સાધુ-સંગતિ દ્વારા જ મળીને સંસાર સમુદ્રથી બેડો પાર થઈ શકાય છે ॥૨॥
ਕੋਟਿ ਦੇਵੀ ਜਾ ਕਉ ਸੇਵਹਿ ਲਖਿਮੀ ਅਨਿਕ ਭਾਤਿ ॥ હે ભાઈ! કરોડો દેવીઓ જે ભક્તિ કરે છે, ધનની દેવી લક્ષ્મી અનેક રીતોથી જેની સેવા કરે છે


© 2025 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top