Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-454

Page 454

ਪ੍ਰਿਉ ਸਹਜ ਸੁਭਾਈ ਛੋਡਿ ਨ ਜਾਈ ਮਨਿ ਲਾਗਾ ਰੰਗੁ ਮਜੀਠਾ ॥ આધ્યાત્મિક સ્થિરતાને વ્હાલ કરવાવાળા પ્રભુ તેને છોડીને જતા નથી તેના મનમાં પ્રભુ પ્રેમનો પાક્કો રંગ ચઢી જાય છે જેમ મજીઠનો પાક્કો રંગ.
ਹਰਿ ਨਾਨਕ ਬੇਧੇ ਚਰਨ ਕਮਲ ਕਿਛੁ ਆਨ ਨ ਮੀਠਾ ॥੧॥ હે નાનક! જે મનુષ્યનું મન પ્રભુના સોહામણા કોમળ ચરણોમાં વીંધાય ગયા, તેને પ્રભુની યાદ વગર બીજી કોઈ વસ્તુ સારી લાગતી નથી ॥૧॥
ਜਿਉ ਰਾਤੀ ਜਲਿ ਮਾਛੁਲੀ ਤਿਉ ਰਾਮ ਰਸਿ ਮਾਤੇ ਰਾਮ ਰਾਜੇ ॥ હે ભાઈ! જે મનુષ્યને સમોઉરણ ગુરુએ હરિ-નામ સ્મરણનો ઉપદેશ દીધો છે તે મનુષ્ય આધ્યાત્મિક જીવનના દાતા પ્રભુને વ્હાલો લાગે છે
ਗੁਰ ਪੂਰੈ ਉਪਦੇਸਿਆ ਜੀਵਨ ਗਤਿ ਭਾਤੇ ਰਾਮ ਰਾਜੇ ॥ હે ભાઈ! જે મનુષ્યને સમોઉરણ ગુરુએ હરિ-નામ સ્મરણનો ઉપદેશ દીધો છે તે મનુષ્ય આધ્યાત્મિક જીવનના દાતા પ્રભુને વ્હાલો લાગે છે
ਜੀਵਨ ਗਤਿ ਸੁਆਮੀ ਅੰਤਰਜਾਮੀ ਆਪਿ ਲੀਏ ਲੜਿ ਲਾਏ ॥ હે ભાઈ! આધ્યાત્મિક જીવન દેવાવાળા માલિક પ્રભુ દરેકના મનની જાણવા વાળા છે તે મનુષ્યોને પોતે જ પોતાના પાલવે લગાડે છે
ਹਰਿ ਰਤਨ ਪਦਾਰਥੋ ਪਰਗਟੋ ਪੂਰਨੋ ਛੋਡਿ ਨ ਕਤਹੂ ਜਾਏ ॥ તે સર્વવ્યાપક પ્રભુ તેની અંદર પોતાનું શ્રેષ્ઠ નામ-રત્ન પ્રગટ કરી દે છે તેને પછી છોડીને ક્યારેય જતો નથી
ਪ੍ਰਭੁ ਸੁਘਰੁ ਸਰੂਪੁ ਸੁਜਾਨੁ ਸੁਆਮੀ ਤਾ ਕੀ ਮਿਟੈ ਨ ਦਾਤੇ ॥ પરમાત્મા સુંદર કુશળતા વાળો છે સુંદર રૂપ વાળો છે સમજુ છે જે મનુષ્યને સંપૂર્ણ ગુરુ ઉપદેશ આપે છે તેના પર થયેલી તે પરમાત્માની બક્ષિસ ક્યારેય મટતી નથી
ਜਲ ਸੰਗਿ ਰਾਤੀ ਮਾਛੁਲੀ ਨਾਨਕ ਹਰਿ ਮਾਤੇ ॥੨॥ આ માટે તે મનુષ્ય હરિ-નામમાં આમ મસ્ત રહે છે જેમ માછલી ઊંડા પાણીની સંગતિમાં ॥૨॥
ਚਾਤ੍ਰਿਕੁ ਜਾਚੈ ਬੂੰਦ ਜਿਉ ਹਰਿ ਪ੍ਰਾਨ ਅਧਾਰਾ ਰਾਮ ਰਾਜੇ ॥ હે ભાઈ! જેમ બપૈયો સ્વાતિ નક્ષત્રના વરસાદના ટીપા માંગે છે તેમજ સંત-જન પરમાત્મના નામ-જળના ટીપા માંગે છે તેમ જ સંત જનો માટે પરમાત્માનું નામ-જળ જિંદગીનો સહારો છે
ਮਾਲੁ ਖਜੀਨਾ ਸੁਤ ਭ੍ਰਾਤ ਮੀਤ ਸਭਹੂੰ ਤੇ ਪਿਆਰਾ ਰਾਮ ਰਾਜੇ ॥ દુનિયાના ધન-પદાર્થ, ખજાના, પુત્ર, ભાઈ, મિત્ર- આ બધાથી તેને પરમાત્મા વ્હાલા લાગે છે
ਸਭਹੂੰ ਤੇ ਪਿਆਰਾ ਪੁਰਖੁ ਨਿਰਾਰਾ ਤਾ ਕੀ ਗਤਿ ਨਹੀ ਜਾਣੀਐ ॥ હે ભાઈ! જે પરમાત્માની ઉચ્ચી અવસ્થા જાણી શકાતી નથી તે આખા સંસારથી નિરાલા અને સર્વવ્યાપક પ્રભુ વ્હલા લાગે છે
ਹਰਿ ਸਾਸਿ ਗਿਰਾਸਿ ਨ ਬਿਸਰੈ ਕਬਹੂੰ ਗੁਰ ਸਬਦੀ ਰੰਗੁ ਮਾਣੀਐ ॥ દરેક શ્વાસ સાથે દરેક ખોરાક સાથે ક્યારેય પણ પરમાત્મા તેને ભૂલતા નથી પરંતુ હે ભાઈ! તે પરમાત્માના મેળાપનો આનંદ ગુરુના શબ્દની કૃપાથી પ્રાપ્ત કરી શકાય છે
ਪ੍ਰਭੁ ਪੁਰਖੁ ਜਗਜੀਵਨੋ ਸੰਤ ਰਸੁ ਪੀਵਨੋ ਜਪਿ ਭਰਮ ਮੋਹ ਦੁਖ ਡਾਰਾ ॥ હે ભાઈ! જે પરમાત્મા સર્વવ્યાપક છે આખા જગતની જિંદગીનો સહારો છે, સંતજન તેના નામ જળનો રસ પીવે છે, તેનું નામ જંપી જપીને તે પોતાની અંદરથી ભટકણ અને મોહનું દુઃખ કરી લે છે
ਚਾਤ੍ਰਿਕੁ ਜਾਚੈ ਬੂੰਦ ਜਿਉ ਨਾਨਕ ਹਰਿ ਪਿਆਰਾ ॥੩॥ હે ભાઈ! જેમ બપૈયો વરસાદના ટીપા માંગે છે તેમજ સંતજન માટે પરમાત્માનું નામ જળ જ જીવનનો આશરો છે ॥૩॥
ਮਿਲੇ ਨਰਾਇਣ ਆਪਣੇ ਮਾਨੋਰਥੋ ਪੂਰਾ ਰਾਮ ਰਾਜੇ ॥ હે ભાઈ! જે મનુષ્ય પરમાત્માના ચરણોમાં લીન થઈ જાય છે તેની જિંદગીનો નિશાન પૂરો થઈ જાય છે પ્રભુ ચરણોમાં લિન થઈને જ મનુષ્ય જીવનનો ઉદેશ્ય છે
ਢਾਠੀ ਭੀਤਿ ਭਰੰਮ ਕੀ ਭੇਟਤ ਗੁਰੁ ਸੂਰਾ ਰਾਮ ਰਾਜੇ ॥ શૂરવીર ગુરુને મળીને તેના અંદરથી ભટકણ ની દીવાલ પડી જાય છે જે પરમાત્માથી અલગ રાખે છે
ਪੂਰਨ ਗੁਰ ਪਾਏ ਪੁਰਬਿ ਲਿਖਾਏ ਸਭ ਨਿਧਿ ਦੀਨ ਦਇਆਲਾ ॥ પરંતુ હે ભાઈ! સંપૂર્ણ ગુરુ પણ તેને જ મળે છે જેબ માથા પર પહેલા જન્મ જીવન અનુસાર બધા ગુણોના ખજાના ગરીબો પર દયા કરવાવાળા પરમાત્માએ ગુરુ મેળાપના લેખ લખેલા છે
ਆਦਿ ਮਧਿ ਅੰਤਿ ਪ੍ਰਭੁ ਸੋਈ ਸੁੰਦਰ ਗੁਰ ਗੋਪਾਲਾ ॥ આવા ભાગ્યશાળીને આ નિશ્ચય બની જાય છે કે તે બધાથી મોટો અને સૃષ્ટિનો પાલનહાર પ્રભુ જ જગતના આરંભમાં અટળ છે, જગત રચનાની વચ્ચે અટળ છે અને અંતમાં અટળ રહેશે
ਸੂਖ ਸਹਜ ਆਨੰਦ ਘਨੇਰੇ ਪਤਿਤ ਪਾਵਨ ਸਾਧੂ ਧੂਰਾ ॥ હે ભાઈ! વિકારોમાં પડેલાને પવિત્ર કરવાવાળા ગુરુના ચરણ-ધૂળ પ્રાપ્ત થઈ જાય છે તેને આધ્યાત્મિક સ્થિરતાનો અનેક સુખ આનંદ મળી જાય છે
ਹਰਿ ਮਿਲੇ ਨਰਾਇਣ ਨਾਨਕਾ ਮਾਨੋਰਥੋੁ ਪੂਰਾ ॥੪॥੧॥੩॥ હે નાનક! જે મનુષ્ય પ્રભુના ચરણોમાં મળી જાય છે તેના જીવનનો ઉદેશ્ય સફળ થઈ જાય છે. ॥૪॥૧॥૩॥
ਆਸਾ ਮਹਲਾ ੫ ਛੰਤ ਘਰੁ ੬॥ આશા મહેલ ૫ છંદ ઘર ૬
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે॥
ਸਲੋਕੁ ॥ શ્લોક ॥
ਜਾ ਕਉ ਭਏ ਕ੍ਰਿਪਾਲ ਪ੍ਰਭ ਹਰਿ ਹਰਿ ਸੇਈ ਜਪਾਤ ॥ જે મનુષ્ય પર પ્રભુ દયાવાન થાય છે તે જ મનુષ્ય પરમાત્માનું નામ હંમેશા જપે છે
ਨਾਨਕ ਪ੍ਰੀਤਿ ਲਗੀ ਤਿਨ੍ਹ੍ਹ ਰਾਮ ਸਿਉ ਭੇਟਤ ਸਾਧ ਸੰਗਾਤ ॥੧॥ પરંતુ હે નાનક! ગુરુની સંગતિમાં મળીને જ તેની પ્રીતિ પરમાત્મા સાથે બને છે ॥૧॥
ਛੰਤੁ ॥ છંદ॥
ਜਲ ਦੁਧ ਨਿਆਈ ਰੀਤਿ ਅਬ ਦੁਧ ਆਚ ਨਹੀ ਮਨ ਐਸੀ ਪ੍ਰੀਤਿ ਹਰੇ ॥ હે ભાઈ! પરમાત્મા અને જીવાત્માના પ્રેમની મર્યાદા પાણી અને દૂધ ના પ્રેમ જેવી છે. જ્યારે પાણી દૂધથી એકરૂપ થઈ જાય છે ત્યારે પાણી દૂધની સેક લાગવા દેતું નથી
ਅਬ ਉਰਝਿਓ ਅਲਿ ਕਮਲੇਹ ਬਾਸਨ ਮਾਹਿ ਮਗਨ ਇਕੁ ਖਿਨੁ ਭੀ ਨਾਹਿ ਟਰੈ ॥ હે મન! પરમાત્માનો પ્રેમ એવો જ છે તે જીવને વિકારોનો સેક લાગવા દેતો નથી જ્યારે કમળ ફૂલ ખીલે છે પોતાની સુગંધ ફેલાવે છે ત્યારે ભમરો ફૂલની સુગંધમાં મસ્ત થઈ જાય છે કમળફુલથી એક પળ માટે પણ ઉપર હટતો નથી ફૂલની પંખુડીમાં ફસાયેલો રહે છે
ਖਿਨੁ ਨਾਹਿ ਟਰੀਐ ਪ੍ਰੀਤਿ ਹਰੀਐ ਸੀਗਾਰ ਹਭਿ ਰਸ ਅਰਪੀਐ ॥ આવી જ રીતે હે ભાઈ! પરમાત્માની પ્રીતિથી એક ક્ષણ માટે પણ હટવું જોઈએ નહિ બધા શારીરિક સુખ બધા માયાવી પદાર્થ તે પ્રીતિથી ભેટ કરી દેવું જોઈએ
ਜਹ ਦੂਖੁ ਸੁਣੀਐ ਜਮ ਪੰਥੁ ਭਣੀਐ ਤਹ ਸਾਧਸੰਗਿ ਨ ਡਰਪੀਐ ॥ તેનું પરિણામ એ નીકળે છે કે જ્યાં યમોનાં દેશનો રસ્તો દેખાડવામાં આવે છે જ્યાં સાંભળીયે છીએ કે યમોથી દુઃખ મળે છે ત્યાં ગુરુની સંગતિ કરવાની કૃપાથી કોઈ ડર આવતો નથી
ਕਰਿ ਕੀਰਤਿ ਗੋਵਿੰਦ ਗੁਣੀਐ ਸਗਲ ਪ੍ਰਾਛਤ ਦੁਖ ਹਰੇ ॥ તેથી, હે મન! પરમાત્માની મહિમા કરતો રહે, તે પરમાત્મા બધા પસ્તાવા બધા દુઃખ દૂર કરી દે છે
ਕਹੁ ਨਾਨਕ ਛੰਤ ਗੋਵਿੰਦ ਹਰਿ ਕੇ ਮਨ ਹਰਿ ਸਿਉ ਨੇਹੁ ਕਰੇਹੁ ਐਸੀ ਮਨ ਪ੍ਰੀਤਿ ਹਰੇ ॥੧॥ નાનક કહે છે, હે મન! ગુરુ ગોવિંદની મહિમાના ગીત ગાતો રહે, પરમાત્માથી પ્રેમ બનાવી રાખ. હે મન! પરમાત્માની એવી પ્રીતિ છે કે વિકારોનો સેક લાગવા દેતી નથી અને યમનો વશ પડવા દેતી નથી ॥૧॥
ਜੈਸੀ ਮਛੁਲੀ ਨੀਰ ਇਕੁ ਖਿਨੁ ਭੀ ਨਾ ਧੀਰੇ ਮਨ ਐਸਾ ਨੇਹੁ ਕਰੇਹੁ ॥ હે મન! તું પરમાત્મા સાથે એવો પ્રેમ બનાવ જેમ માછલીનો પાણી સાથે છે, માછલી પાણી વગર એક ક્ષણ પણ રહી શકતી નથી


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top