Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-383

Page 383

ਆਸਾ ਮਹਲਾ ੫ ॥ આશા મહેલ ૫॥
ਆਗੈ ਹੀ ਤੇ ਸਭੁ ਕਿਛੁ ਹੂਆ ਅਵਰੁ ਕਿ ਜਾਣੈ ਗਿਆਨਾ ॥ જે બક્ષીસ મારી ઉપર થઈ છે ધૂરથી જ થઈ છે આના વગર જીવ બીજું શું જ્ઞાન સમજી શકે છે?
ਭੂਲ ਚੂਕ ਅਪਨਾ ਬਾਰਿਕੁ ਬਖਸਿਆ ਪਾਰਬ੍ਰਹਮ ਭਗਵਾਨਾ ॥੧॥ મારી અનેક ભૂલો જોઈને પણ પરબ્રહ્મ ભગવાને મને પોતાના બાળકને બક્ષી લીધો છે ॥૧॥
ਸਤਿਗੁਰੁ ਮੇਰਾ ਸਦਾ ਦਇਆਲਾ ਮੋਹਿ ਦੀਨ ਕਉ ਰਾਖਿ ਲੀਆ ॥ હે ભાઈ! મારો સદ્દગુરુ હંમેશા જ દયાવાન રહે છે તેને મને આધ્યાત્મિક જીવનની પુંજીથી કંગાળને આધ્યાત્મિક મૃત્યુ લાવનાર રોગથી બચાવી લીધો.
ਕਾਟਿਆ ਰੋਗੁ ਮਹਾ ਸੁਖੁ ਪਾਇਆ ਹਰਿ ਅੰਮ੍ਰਿਤੁ ਮੁਖਿ ਨਾਮੁ ਦੀਆ ॥੧॥ ਰਹਾਉ ॥ સદ્દગુરુએ મારા મુખમાં પરમાત્માનું આધ્યાત્મિક જીવન દેનાર નામ-જળ નાખ્યું મારો વિકારોનો રોગ કાપવામાં આવ્યો મને ખુબ આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત થયો ॥૧॥ વિરામ॥
ਅਨਿਕ ਪਾਪ ਮੇਰੇ ਪਰਹਰਿਆ ਬੰਧਨ ਕਾਟੇ ਮੁਕਤ ਭਏ ॥ હે ભાઈ! ગુરુએ મારા અનેક પાપ દૂર કરી દીધા છે મારા માયાના મોહના બંધન કાપી દીધા છે હું મોહના બંધનોથી સ્વતંત્ર થઈ ગયો છું.
ਅੰਧ ਕੂਪ ਮਹਾ ਘੋਰ ਤੇ ਬਾਹ ਪਕਰਿ ਗੁਰਿ ਕਾਢਿ ਲੀਏ ॥੨॥ ગુરુએ મારી બાંય પકડીને મને માયાના મોહના ગાઢ અંધકારમાંથી કાઢી લીધો છે ॥૨॥
ਨਿਰਭਉ ਭਏ ਸਗਲ ਭਉ ਮਿਟਿਆ ਰਾਖੇ ਰਾਖਨਹਾਰੇ ॥ હે ભાઈ! વિકારોથી બચાવી શકવાની તાકાત રાખનાર પરમાત્માએ મને વિકારોથી બચાવી લીધો છે હવે માયાના હુમલાઓથી ચિંતામુક્ત છું.
ਐਸੀ ਦਾਤਿ ਤੇਰੀ ਪ੍ਰਭ ਮੇਰੇ ਕਾਰਜ ਸਗਲ ਸਵਾਰੇ ॥੩॥ આ તરફથી મારો દરેક પ્રકારનો ડર-ખતરો સમાપ્ત થઈ ગયો છે. હે પ્રભુ! તારી એવી બક્ષીશ મારા પર થઈ છે કે મારા આધ્યાત્મિક જીવનના બધા જ કાર્ય સફળ થઈ ગયા છે ॥૩॥
ਗੁਣ ਨਿਧਾਨ ਸਾਹਿਬ ਮਨਿ ਮੇਲਾ ॥ હે ભાઈ! ગુણોના ખજાના માલિક-પ્રભુનો મારા મનમાં મેળાપ થઈ ગયો છે
ਸਰਣਿ ਪਇਆ ਨਾਨਕ ਸੋੁਹੇਲਾ ॥੪॥੯॥੪੮॥ નાનક કહે છે, જ્યારનો ગુરુની કૃપાથી હું તેની શરણ પડ્યો છું હું નિશ્ચિત થઈ ગયો છું ॥૪॥૯॥૪૮॥
ਆਸਾ ਮਹਲਾ ੫ ॥ આશા મહેલ ૫॥
ਤੂੰ ਵਿਸਰਹਿ ਤਾਂ ਸਭੁ ਕੋ ਲਾਗੂ ਚੀਤਿ ਆਵਹਿ ਤਾਂ ਸੇਵਾ ॥ હે પ્રભુ! જો તું મારા મનમાંથી ભુલાય જાય તો દરેક જીવ મને દુશ્મન લાગે છે પરંતુ જો તું મારા ચિત્તમાં આવી વસે તો દરેક કોઈ મારો આદર-સત્કાર કરે છે.
ਅਵਰੁ ਨ ਕੋਊ ਦੂਜਾ ਸੂਝੈ ਸਾਚੇ ਅਲਖ ਅਭੇਵਾ ॥੧॥ હે હંમેશા કાયમ રહેનાર! હે અલખ! હે અભેદ પ્રભુ! મને જગતમાં તારી સરખામણીનું બીજું કોઈ દેખાતું નથી ॥૧॥
ਚੀਤਿ ਆਵੈ ਤਾਂ ਸਦਾ ਦਇਆਲਾ ਲੋਗਨ ਕਿਆ ਵੇਚਾਰੇ ॥ હે ભાઈ! જે મનુષ્યના મનમાં પરમાત્માની યાદ ટકેલી રહે છે તેના પર પરમાત્મા હંમેશા દયાવાન રહે છે દુનિયાના બિચારા લોકો તેનું કાંઈ બગાડી શકતા નથી.
ਬੁਰਾ ਭਲਾ ਕਹੁ ਕਿਸ ਨੋ ਕਹੀਐ ਸਗਲੇ ਜੀਅ ਤੁਮ੍ਹ੍ਹਾਰੇ ॥੧॥ ਰਹਾਉ ॥ હે પ્રભુ! બધા જીવ તારા ઉત્પન્ન કરેલ છે. પછી કહે કોને યોગ્ય કહી શકાય છે અને કોને ખરાબ કહી શકાય છે? ॥૧॥વિરામ॥
ਤੇਰੀ ਟੇਕ ਤੇਰਾ ਆਧਾਰਾ ਹਾਥ ਦੇਇ ਤੂੰ ਰਾਖਹਿ ॥ હે પ્રભુ! મને તારો જ સહારો છે તારો જ આશરો છે તું પોતાનો હાથ દઈને પોતે અમારી રક્ષા કરે છે.
ਜਿਸੁ ਜਨ ਊਪਰਿ ਤੇਰੀ ਕਿਰਪਾ ਤਿਸ ਕਉ ਬਿਪੁ ਨ ਕੋਊ ਭਾਖੈ ॥੨॥ જે મનુષ્ય પર તારી કૃપાની નજર હોય તેને કોઈ મનુષ્ય ખરાબ વચન કહેતો નથી ॥૨॥
ਓਹੋ ਸੁਖੁ ਓਹਾ ਵਡਿਆਈ ਜੋ ਪ੍ਰਭ ਜੀ ਮਨਿ ਭਾਣੀ ॥ હે પ્રભુ! જે વાત તને પોતાના મનમાં સારી લાગે છે તે જ મારા માટે સુખ છે તે જ મારા માટે આદર-સત્કાર છે.
ਤੂੰ ਦਾਨਾ ਤੂੰ ਸਦ ਮਿਹਰਵਾਨਾ ਨਾਮੁ ਮਿਲੈ ਰੰਗੁ ਮਾਣੀ ॥੩॥ તું બધાના દિલની જાણનાર છે તું હંમેશા બધા જીવો પર દયાવાન રહે છે. હું ત્યારે જ આનંદ લઇ શકું છું જયારે મને તારું નામ મળી રહે ॥૩॥
ਤੁਧੁ ਆਗੈ ਅਰਦਾਸਿ ਹਮਾਰੀ ਜੀਉ ਪਿੰਡੁ ਸਭੁ ਤੇਰਾ ॥ હે પ્રભુ! તારી આગળ મારી પ્રાર્થના છે: મારા આ પ્રાણ આ શરીર બધું જ તારું જ દીધેલું છે.
ਕਹੁ ਨਾਨਕ ਸਭ ਤੇਰੀ ਵਡਿਆਈ ਕੋਈ ਨਾਉ ਨ ਜਾਣੈ ਮੇਰਾ ॥੪॥੧੦॥੪੯॥ નાનક કહે છે, જો કોઈ મારો આદર-સત્કાર કરે છે તો આ તારી જ બક્ષેલી ઉદારતા છે. જો હું તને ભુલાવી બેસું તો કોઈ જીવ મારુ નામ જાણવાની પણ ચિંતા ના કરે ॥૪॥૧૦॥૪૯॥
ਆਸਾ ਮਹਲਾ ੫ ॥ આશા મહેલ ૫॥
ਕਰਿ ਕਿਰਪਾ ਪ੍ਰਭ ਅੰਤਰਜਾਮੀ ਸਾਧਸੰਗਿ ਹਰਿ ਪਾਈਐ ॥ હે બધાના દિલની જાણનાર પ્રભુ! કૃપા કર અને મને ગુરુની સંગતિ મળાવ. હે ભાઈ! ગુરુની સંગતિમાં રહેવાથી પરમાત્મા મળી જાય છે
ਖੋਲਿ ਕਿਵਾਰ ਦਿਖਾਲੇ ਦਰਸਨੁ ਪੁਨਰਪਿ ਜਨਮਿ ਨ ਆਈਐ ॥੧॥ અમારા માયાના મોહના બંધ પડેલ દરવાજા ખોલીને પોતાના દર્શન કરાવે છે અને બીજી વાર અમે જન્મોના ચક્કરોમાં પડતા નથી ॥૧॥
ਮਿਲਉ ਪਰੀਤਮ ਸੁਆਮੀ ਅਪੁਨੇ ਸਗਲੇ ਦੂਖ ਹਰਉ ਰੇ ॥ હે ભાઈ! જો મારા પર પ્રભુની કૃપા થઈ જાય તો હું પોતાના પ્રેમાળ પતિ-પ્રભુને મળી જાઉં અને બધા દુઃખ દૂર કરી લઉં.
ਪਾਰਬ੍ਰਹਮੁ ਜਿਨ੍ਹ੍ਹਿ ਰਿਦੈ ਅਰਾਧਿਆ ਤਾ ਕੈ ਸੰਗਿ ਤਰਉ ਰੇ ॥੧॥ ਰਹਾਉ ॥ હે ભાઈ! જે મનુષ્યએ પરમાત્મા પ્રભુને પોતાના હૃદયમાં સ્મરણ કર્યા છે હું પણ તેની સંગતિમાં રહીને સંસાર-સમુદ્રમાંથી પાર પડી જાઉં ॥૧॥વિરામ॥
ਮਹਾ ਉਦਿਆਨ ਪਾਵਕ ਸਾਗਰ ਭਏ ਹਰਖ ਸੋਗ ਮਹਿ ਬਸਨਾ ॥ હે ભાઈ! પ્રભુથી અલગ થઈને આ જગત મનુષ્ય માટે એક મોટું જંગલ બની જાય છે જેમાં મનુષ્ય ભટકતો ફરે છે આગનો સમુદ્ર બની જાય છે જેમાં મનુષ્ય સળગતો રહે છે ક્યારેક ખુશીમાં વસે છે ક્યારેક દુઃખમાં.
ਸਤਿਗੁਰੁ ਭੇਟਿ ਭਇਆ ਮਨੁ ਨਿਰਮਲੁ ਜਪਿ ਅੰਮ੍ਰਿਤੁ ਹਰਿ ਰਸਨਾ ॥੨॥ જે મનુષ્યને ગુરુ મળી જાય છે આધ્યાત્મિક જીવન દેનાર હરિ-નામ જીભથી જપીને તે મનુષ્યનું મન પવિત્ર થઈ જાય છે ॥૨॥
ਤਨੁ ਧਨੁ ਥਾਪਿ ਕੀਓ ਸਭੁ ਅਪਨਾ ਕੋਮਲ ਬੰਧਨ ਬਾਂਧਿਆ ॥ હે ભાઈ! આ શરીરને પોતાનું સમજીને આ ધનને પોતાનું માનીને જીવ માયાના મોહના મીઠા-મીઠા બંધનોથી બંધાઈ રહે છે
ਗੁਰ ਪਰਸਾਦਿ ਭਏ ਜਨ ਮੁਕਤੇ ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਅਰਾਧਿਆ ॥੩॥ પરંતુ જે મનુષ્યોએ પરમાત્માના નામની પૂજા કરી તે ગુરુની કૃપાથી આ સૌમ્ય બંધનોથી મુક્ત થઈ જાય છે ॥૩॥
ਰਾਖਿ ਲੀਏ ਪ੍ਰਭਿ ਰਾਖਨਹਾਰੈ ਜੋ ਪ੍ਰਭ ਅਪੁਨੇ ਭਾਣੇ ॥ હે ભાઈ! જે મનુષ્ય પ્રેમાળ પ્રભુને સારા લાગવા લાગે છે તેને માયાના સૌમ્ય બંધનોથી બચાવવાની શક્તિવાળા પ્રભુએ બચાવી લીધો.
ਜੀਉ ਪਿੰਡੁ ਸਭੁ ਤੁਮ੍ਹ੍ਹਰਾ ਦਾਤੇ ਨਾਨਕ ਸਦ ਕੁਰਬਾਣੇ ॥੪॥੧੧॥੫੦॥ નાનક કહે છે, હે દાતાર! આ પ્રાણ અને આ શરીર બધું જ તારું જ દીધેલું છે કૃપા કર હું આને પોતાનું જ ના સમજતો રહું. હે દાતાર! હું તારા પર કુરબાન જાવ છું ॥૪॥૧૧॥૫૦॥
ਆਸਾ ਮਹਲਾ ੫ ॥ આશા મહેલ ૫॥
ਮੋਹ ਮਲਨ ਨੀਦ ਤੇ ਛੁਟਕੀ ਕਉਨੁ ਅਨੁਗ੍ਰਹੁ ਭਇਓ ਰੀ ॥ હે બહેનપણી! તું મનને ગંદુ કરનારી મોહની ઊંઘથી બચી ગઈ છે તારા પર કઈ એવી કૃપા થઈ છે?
ਮਹਾ ਮੋਹਨੀ ਤੁਧੁ ਨ ਵਿਆਪੈ ਤੇਰਾ ਆਲਸੁ ਕਹਾ ਗਇਓ ਰੀ ॥੧॥ ਰਹਾਉ ॥ જીવોના મનને મોહી લેનારી બળશાળી માયા પણ તારા પર જોર નાખી શકતી નથી તારી આળસ પણ હંમેશા માટે સમાપ્ત થઈ ગઈ છે ॥૧॥વિરામ॥


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top