Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-382

Page 382

ਸੋਈ ਅਜਾਣੁ ਕਹੈ ਮੈ ਜਾਨਾ ਜਾਨਣਹਾਰੁ ਨ ਛਾਨਾ ਰੇ ॥ હે ભાઈ! જે મનુષ્ય નીરા મૌખિક મૌખિક કહે છે કે મેં આધ્યાત્મિક જીવનના તફાવતને સમજી લીધો છે તે હજી મૂર્ખ છે જેને સાચે જ આધ્યાત્મિક જીવનને નામ-રસને સમજી લીધો છે તે ક્યારેય છુપાયેલ રહી શકતો નથી.
ਕਹੁ ਨਾਨਕ ਗੁਰਿ ਅਮਿਉ ਪੀਆਇਆ ਰਸਕਿ ਰਸਕਿ ਬਿਗਸਾਨਾ ਰੇ ॥੪॥੫॥੪੪॥ નાનક કહે છે, જેને ગુરુએ આધ્યાત્મિક જીવન દેનાર નામ-જળ પીવડાવી દીધું છે તે આ નામ-જળનો સ્વાદ લઇ લઇને હંમેશા ખીલેલ રહે છે ॥૪॥૫॥૪૪॥
ਆਸਾ ਮਹਲਾ ੫ ॥ આશા મહેલ ૫॥
ਬੰਧਨ ਕਾਟਿ ਬਿਸਾਰੇ ਅਉਗਨ ਅਪਨਾ ਬਿਰਦੁ ਸਮ੍ਹ੍ਹਾਰਿਆ ॥ હે ભાઈ! ગુરુના શરણ આવેલ શીખોના માયાના બંધન કાપીને પરમાત્મા તેના પાછલા કરેલ અવગુણોને ભુલાવી દે છે અને આ રીતે પોતાનો મૂળ સ્વભાવ યાદ રાખે છે
ਹੋਏ ਕ੍ਰਿਪਾਲ ਮਾਤ ਪਿਤ ਨਿਆਈ ਬਾਰਿਕ ਜਿਉ ਪ੍ਰਤਿਪਾਰਿਆ ॥੧॥ માતા-પિતાની જેમ તેના પર દયાવાન થાય છે અને બાળકોની જેમ તેને પાળે છે ॥૧॥
ਗੁਰਸਿਖ ਰਾਖੇ ਗੁਰ ਗੋਪਾਲਿ ॥ હે ભાઈ! ગુરુના શરણ પડનાર ભાગ્યશાળી શીખોને સૌથી મોટો જગત-પાલક પ્રભુ વિકારોથી બચાવી લે છે.
ਕਾਢਿ ਲੀਏ ਮਹਾ ਭਵਜਲ ਤੇ ਅਪਨੀ ਨਦਰਿ ਨਿਹਾਲਿ ॥੧॥ ਰਹਾਉ ॥ પોતાની કૃપાની નજરથી જોઈને તેને મોટા સંસાર-સમુદ્રમાંથી કાઢી લે છે ॥૧॥વિરામ॥
ਜਾ ਕੈ ਸਿਮਰਣਿ ਜਮ ਤੇ ਛੁਟੀਐ ਹਲਤਿ ਪਲਤਿ ਸੁਖੁ ਪਾਈਐ ॥ જે પરમાત્માના નામ જપવાની કૃપાથી યમરાજથી આધ્યાત્મિક મૃત્યુથી છુટકારો મળે છે આ લોક અને પરલોકમાં સુખ ભોગવે છે
ਸਾਸਿ ਗਿਰਾਸਿ ਜਪਹੁ ਜਪੁ ਰਸਨਾ ਨੀਤ ਨੀਤ ਗੁਣ ਗਾਈਐ ॥੨॥ હે ભાઈ! દરેક શ્વાસથી દરેક આહાર સાથે તેનું નામ પોતાની જીભથી જપ્યા કરે આવો હંમેશા જ તેની મહિમાના ગીત ગાતા રહીએ ॥૨॥
ਭਗਤਿ ਪ੍ਰੇਮ ਪਰਮ ਪਦੁ ਪਾਇਆ ਸਾਧਸੰਗਿ ਦੁਖ ਨਾਠੇ ॥ સાધુ-સંગતમાં આવીને તે ગુરુ શિખોના બધા દુઃખ દૂર થઈ જાય છે પરમાત્માના પ્રેમ અને ભક્તિની કૃપાથી તે સૌથી ઊંચો આધ્યાત્મિક દરજ્જો પ્રાપ્ત કરી લે છે.
ਛਿਜੈ ਨ ਜਾਇ ਕਿਛੁ ਭਉ ਨ ਬਿਆਪੇ ਹਰਿ ਧਨੁ ਨਿਰਮਲੁ ਗਾਠੇ ॥੩॥ હે ભાઈ! ગુરુના શરણે આવનાર શિખોની પાસે પરમાત્માના નામનું પવિત્ર ધન એકત્રિત થઇ જાય છે તે ધનને કોઈ ચોર વગેરેનો ડર વ્યાપ્ત નથી તે ધન ઓછું થતું નથી તે ધન ગુમ પણ થતું નથી ॥૩॥
ਅੰਤਿ ਕਾਲ ਪ੍ਰਭ ਭਏ ਸਹਾਈ ਇਤ ਉਤ ਰਾਖਨਹਾਰੇ ॥ હે ભાઈ! પ્રભુ ગુરુશિખોના અંત સમયે પણ મદદગાર બને છે આ લોક અને પરલોકમાં રક્ષા કરે છે.
ਪ੍ਰਾਨ ਮੀਤ ਹੀਤ ਧਨੁ ਮੇਰੈ ਨਾਨਕ ਸਦ ਬਲਿਹਾਰੇ ॥੪॥੬॥੪੫॥ નાનક કહે છે, હું પરમાત્મા પરથી હંમેશા કુરબાન જાવ છું તેનું નામ જ મારી પાસે એવું ધન છે જે મારા પ્રાણોનો હિતુચ્છક અને મારો મિત્ર છે ॥૪॥૬॥૪૫॥
ਆਸਾ ਮਹਲਾ ੫ ॥ આશા મહેલ ૫॥
ਜਾ ਤੂੰ ਸਾਹਿਬੁ ਤਾ ਭਉ ਕੇਹਾ ਹਉ ਤੁਧੁ ਬਿਨੁ ਕਿਸੁ ਸਾਲਾਹੀ ॥ હે પ્રભુ! જો તું માલિક મારા માથા પર હાથ રાખે તો મને માયા-ઝેરથી કોઈ ડર-ખતરો થઇ શકતો નથી હું તારા વગર કોઈ બીજાનાં વખાણ કરતો નથી હું તારા વગર કોઈ બીજાને માયા-ઝેરથી બચાવવાને સમર્થ સમજતો નથી.
ਏਕੁ ਤੂੰ ਤਾ ਸਭੁ ਕਿਛੁ ਹੈ ਮੈ ਤੁਧੁ ਬਿਨੁ ਦੂਜਾ ਨਾਹੀ ॥੧॥ હે પ્રભુ! જો તું એક જ મારી તરફ રહે તો દરેક જરૂરિયાતવાળી વસ્તુ મારી પાસે છે તારા વગર મારું બીજું કોઈ મદદ કરનાર નથી ॥૧॥
ਬਾਬਾ ਬਿਖੁ ਦੇਖਿਆ ਸੰਸਾਰੁ ॥ હે પ્રકભુ! મેં જોઈ લીધું છે કે સંસારનો મોહ ઝેર છે જે આધ્યાત્મિક જીવનને મારી દે છે.
ਰਖਿਆ ਕਰਹੁ ਗੁਸਾਈ ਮੇਰੇ ਮੈ ਨਾਮੁ ਤੇਰਾ ਆਧਾਰੁ ॥੧॥ ਰਹਾਉ ॥ હે પતિ-પ્રભુ! આ ઝેરથી મને બચાવી રાખ. તારું નામ મારા જીવનનો આશરો બની રહે ॥૧॥વિરામ॥
ਜਾਣਹਿ ਬਿਰਥਾ ਸਭਾ ਮਨ ਕੀ ਹੋਰੁ ਕਿਸੁ ਪਹਿ ਆਖਿ ਸੁਣਾਈਐ ॥ હે પ્રભુ! તું જ દરેક જીવના મનની બધી વેદના જાણે છે તારા વગર કોઈ બીજાને પોતાના મનનું દુઃખ-દર્દ કહેવુ વ્યર્થ છે.
ਵਿਣੁ ਨਾਵੈ ਸਭੁ ਜਗੁ ਬਉਰਾਇਆ ਨਾਮੁ ਮਿਲੈ ਸੁਖੁ ਪਾਈਐ ॥੨॥ હે ભાઈ! પરમાત્માના નામથી તૂટીને આખું જગત વિખરાઈને ફરે છે. જો પરમાત્માનું નામ પ્રાપ્ત થઈ જાય તો આધ્યાત્મિક આનંદ મળી જાય છે ॥૨॥
ਕਿਆ ਕਹੀਐ ਕਿਸੁ ਆਖਿ ਸੁਣਾਈਐ ਜਿ ਕਹਣਾ ਸੁ ਪ੍ਰਭ ਜੀ ਪਾਸਿ ॥ હે ભાઈ! પોતાના મનનો દુઃખ-દર્દ જે કાંઈ પણ કહેવાનું હોય પરમાત્માની પાસે જ કહેવું જોઈએ.
ਸਭੁ ਕਿਛੁ ਕੀਤਾ ਤੇਰਾ ਵਰਤੈ ਸਦਾ ਸਦਾ ਤੇਰੀ ਆਸ ॥੩॥ કારણ કે પરમાત્મા જ અમારા દુઃખ દૂર કરવાને કાબેલ છે ॥૩॥
ਜੇ ਦੇਹਿ ਵਡਿਆਈ ਤਾ ਤੇਰੀ ਵਡਿਆਈ ਇਤ ਉਤ ਤੁਝਹਿ ਧਿਆਉ ॥ હે પ્રભુ! જો તું મને કોઈ માન-મોટાઈ માન-સન્માન બક્ષે છે તો આનાથી પણ તારી જ શોભા ફેલાય છે કારણ કે હું તો આ લોક અને પરલોકમાં હંમેશા તારું જ ધ્યાન ધરું છું.
ਨਾਨਕ ਕੇ ਪ੍ਰਭ ਸਦਾ ਸੁਖਦਾਤੇ ਮੈ ਤਾਣੁ ਤੇਰਾ ਇਕੁ ਨਾਉ ॥੪॥੭॥੪੬॥ હે નાનકના પ્રભુ! હે હંમેશા સુખ દેનાર પ્રભુ! તારું નામ જ મારા માટે સહારો છે ॥૪॥૭॥૪૬॥
ਆਸਾ ਮਹਲਾ ੫ ॥ આશા મહેલ ૫॥
ਅੰਮ੍ਰਿਤੁ ਨਾਮੁ ਤੁਮ੍ਹ੍ਹਾਰਾ ਠਾਕੁਰ ਏਹੁ ਮਹਾ ਰਸੁ ਜਨਹਿ ਪੀਓ ॥ હે ઠાકર! તારું નામ આધ્યાત્મિક જીવન દેનાર જળ છે ગુરુની મદદથી આ શ્રેષ્ઠ રસ તારા કોઈ દાસે જ પીધું
ਜਨਮ ਜਨਮ ਚੂਕੇ ਭੈ ਭਾਰੇ ਦੁਰਤੁ ਬਿਨਾਸਿਓ ਭਰਮੁ ਬੀਓ ॥੧॥ જેને પીધું તેના જન્મ-જન્માંતરોના ડર અને કરેલ વિકારોના ભાર સમાપ્ત થઇ ગયા તેની અંદરથી પાપ નાશ થઇ ગયા તેની અંદરની બીજી ભટકણ માયાની ભટકણ દૂર થઈ ગઈ ॥૧॥
ਦਰਸਨੁ ਪੇਖਤ ਮੈ ਜੀਓ ॥ તારા દર્શન કરીને મારી અંદર આધ્યાત્મિક જીવન ઉત્પન્ન થઈ જાય છે
ਸੁਨਿ ਕਰਿ ਬਚਨ ਤੁਮ੍ਹ੍ਹਾਰੇ ਸਤਿਗੁਰ ਮਨੁ ਤਨੁ ਮੇਰਾ ਠਾਰੁ ਥੀਓ ॥੧॥ ਰਹਾਉ ॥ હે સદ્દગુરુ! તારા વચન સાંભળીને મારું મન ઠંડુ-ઠાર થઈ જાય છે ॥૧॥વિરામ॥
ਤੁਮ੍ਹ੍ਹਰੀ ਕ੍ਰਿਪਾ ਤੇ ਭਇਓ ਸਾਧਸੰਗੁ ਏਹੁ ਕਾਜੁ ਤੁਮ੍ਹ੍ਹ ਆਪਿ ਕੀਓ ॥ હે પ્રભુ! તારી કૃપાથી મને ગુરુની સંગતિ પ્રાપ્ત થઈ આ સુંદર કામ તે પોતે જ કર્યું
ਦਿੜੁ ਕਰਿ ਚਰਣ ਗਹੇ ਪ੍ਰਭ ਤੁਮ੍ਹ੍ਹਰੇ ਸਹਜੇ ਬਿਖਿਆ ਭਈ ਖੀਓ ॥੨॥ ગુરુની શિક્ષાથી મેં હે પ્રભુ! તારા ચરણ સજ્જડ પકડી લીધા હું આધ્યાત્મિક સ્થિરતામાં ટકી ગયો અને મારી અંદરથી માયાનું જોર સમાપ્ત થઈ ગયું ॥૨॥
ਸੁਖ ਨਿਧਾਨ ਨਾਮੁ ਪ੍ਰਭ ਤੁਮਰਾ ਏਹੁ ਅਬਿਨਾਸੀ ਮੰਤ੍ਰੁ ਲੀਓ ॥ હે સુખોનાં ખજાના પ્રભુ! ક્યારેય ના નાશ થનાર તારું નામ-મંત્ર મેં જપવાનું શરૂ કરી દીધું તારું આ નામ-મંત્ર કૃપા કરીને મને સદ્દગુરુએ દીધું
ਕਰਿ ਕਿਰਪਾ ਮੋਹਿ ਸਤਿਗੁਰਿ ਦੀਨਾ ਤਾਪੁ ਸੰਤਾਪੁ ਮੇਰਾ ਬੈਰੁ ਗੀਓ ॥੩॥ જેની કૃપાથી મારી અંદરથી દરેક પ્રકારનું દુઃખ-કષ્ટ અને વેર-વિરોધ દૂર થઈ ગયું ॥૩॥
ਧੰਨੁ ਸੁ ਮਾਣਸ ਦੇਹੀ ਪਾਈ ਜਿਤੁ ਪ੍ਰਭਿ ਅਪਨੈ ਮੇਲਿ ਲੀਓ ॥ મને ભાગ્યશાળી મનુષ્ય શરીર મળ્યું જેની કૃપાથી પ્રભુએ મને પોતાના ચરણોમાં જોડી લીધો લોકો કળિયુગની નિંદા કરે છે
ਧੰਨੁ ਸੁ ਕਲਿਜੁਗੁ ਸਾਧਸੰਗਿ ਕੀਰਤਨੁ ਗਾਈਐ ਨਾਨਕ ਨਾਮੁ ਅਧਾਰੁ ਹੀਓ ॥੪॥੮॥੪੭॥ નાનક કહે છે, પરંતુ આ કળિયુગ પણ મુબારક છે જો ગુરુની સંગતમાં ટકીને પરમાત્માનું કીર્તન કરવામાં આવે અને જો પરમાત્માનું નામ હૃદયનો આશરો બની રહે ॥૪॥૮॥૪૭॥


© 2017 SGGS ONLINE
Scroll to Top