Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-346

Page 346

ਹਉ ਬਨਜਾਰੋ ਰਾਮ ਕੋ ਸਹਜ ਕਰਉ ਬੵਾਪਾਰੁ॥ હું પ્રભુના નામનો વ્યાપારી છું હું આ એવો વ્યાપાર કરી રહ્યો છું જેમાંથી મને સહજ સ્થિતિની કમાણી મળે.
ਮੈ ਰਾਮ ਨਾਮ ਧਨੁ ਲਾਦਿਆ ਬਿਖੁ ਲਾਦੀ ਸੰਸਾਰਿ ॥੨॥ પ્રભુની કૃપાથી મેં પ્રભુના નામનો સૌદો લાદ્યો છે પરંતુ સંસારે આધ્યાત્મિક મૃત્યુ લાવનાર માયારૂપી ઝેરનો વ્યાપાર કર્યો છે ॥૨॥
ਉਰਵਾਰ ਪਾਰ ਕੇ ਦਾਨੀਆ ਲਿਖਿ ਲੇਹੁ ਆਲ ਪਤਾਲੁ ॥ જીવોના લોક-પરલોકના બધા ગેરવર્તન જાણનાર હે ચિત્રગુપ્ત! મારા વિષે જે તારો જીવ કરે લખી લેજે
ਮੋਹਿ ਜਮ ਡੰਡੁ ਨ ਲਾਗਈ ਤਜੀਲੇ ਸਰਬ ਜੰਜਾਲ ॥੩॥ મેં બધી જંજટ છોડી દીધી છે ત્યારે તો મને યમરાજનો દંડ લાગવાનો જ નથી ॥૩॥
ਜੈਸਾ ਰੰਗੁ ਕਸੁੰਭ ਕਾ ਤੈਸਾ ਇਹੁ ਸੰਸਾਰੁ ॥ ચમાર રવિદાસ કહે છે, જેમ જેમ હું રામ-નામનો વ્યાપાર કરી રહ્યો છું મને વિશ્વાસ આવી રહ્યો છે કે આ જગત એવું છે જેમ કુસંભનો કાચો રંગ.
ਮੇਰੇ ਰਮਈਏ ਰੰਗੁ ਮਜੀਠ ਕਾ ਕਹੁ ਰਵਿਦਾਸ ਚਮਾਰ ॥੪॥੧॥ અને મારા પ્રેમાળ રામના નામનો રંગ એવો છે જેમ મજીઠનો પાકો રંગ ॥૪॥૧॥
ਗਉੜੀ ਪੂਰਬੀ ਰਵਿਦਾਸ ਜੀਉ ગૌરી રાગ પૂર્વ રવિદાસજી
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે॥
ਕੂਪੁ ਭਰਿਓ ਜੈਸੇ ਦਾਦਿਰਾ ਕਛੁ ਦੇਸੁ ਬਿਦੇਸੁ ਨ ਬੂਝ ॥ જેમ કોઈ કૂવો દેડકાઓથી ભરેલો હોય તે દેડકાઓને કોઈ સમજ હોતી નથી કે આ કુવાથી બહાર પણ કોઈ બીજો દેશ પરદેશ પણ છે
ਐਸੇ ਮੇਰਾ ਮਨੁ ਬਿਖਿਆ ਬਿਮੋਹਿਆ ਕਛੁ ਆਰਾ ਪਾਰੁ ਨ ਸੂਝ ॥੧॥ તેમ જ મારું મન માયાના કૂવામાં એટલી ગાઢ રીતે ફસાયેલું છે કે આ માયાના કુવામાંથી નીકળવા માટે કોઈ આ પારનો તે પારનો છેડો સૂઝતો નથી ॥૧॥
ਸਗਲ ਭਵਨ ਕੇ ਨਾਇਕਾ ਇਕੁ ਛਿਨੁ ਦਰਸੁ ਦਿਖਾਇ ਜੀ ॥੧॥ ਰਹਾਉ ॥ હે બધા ભવનોના સરદાર! મને એક પળ ક્ષણ માટે જ દર્શન દે ॥૧॥વિરામ॥
ਮਲਿਨ ਭਈ ਮਤਿ ਮਾਧਵਾ ਤੇਰੀ ਗਤਿ ਲਖੀ ਨ ਜਾਇ ॥ હે પ્રભુ! મારી બુદ્ધિ વિકારોથી ગંદી થયેલી પડી છે આ માટે મને તારી ગતિની ઓળખ આવતી નથી.
ਕਰਹੁ ਕ੍ਰਿਪਾ ਭ੍ਰਮੁ ਚੂਕਈ ਮੈ ਸੁਮਤਿ ਦੇਹੁ ਸਮਝਾਇ ॥੨॥ હે પ્રભુ! કૃપા કરી મને ચતુર બુદ્ધિ સમજાવ કેમ કે મારી ભટકણ સમાપ્ત થઇ જાય ॥૨॥
ਜੋਗੀਸਰ ਪਾਵਹਿ ਨਹੀ ਤੁਅ ਗੁਣ ਕਥਨੁ ਅਪਾਰ ॥ હે પ્રભુ! મોટા-મોટા જોગી પણ તારા અનંત ગુણોનો અંત મેળવી શકતા નથી
ਪ੍ਰੇਮ ਭਗਤਿ ਕੈ ਕਾਰਣੈ ਕਹੁ ਰਵਿਦਾਸ ਚਮਾਰ ॥੩॥੧॥ પરંતુ હે રવિદાસ ચમાર! તું પ્રભુની મહિમા કર કેમ કે તને પ્રેમ અને ભક્તિનું દાન મળી શકે ॥૩॥૧॥
ਗਉੜੀ ਬੈਰਾਗਣਿ ગૌરી રાગ વૈરાગીણી
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે॥
ਸਤਜੁਗਿ ਸਤੁ ਤੇਤਾ ਜਗੀ ਦੁਆਪਰਿ ਪੂਜਾਚਾਰ ॥ હે પંડિત! તું કહે છે કે દરેક યુગમાં પોતાનું-પોતાનું કર્મ જ પ્રધાન છે આ અનુસાર સતયુગમાં દાન વગેરે પ્રધાન હતું ત્રેતા યુગ યજ્ઞોમાં પ્રવૃત રહ્યું દ્વાપરમાં દેવતાઓની પૂજા પ્રધાન કર્મ હતું
ਤੀਨੌ ਜੁਗ ਤੀਨੌ ਦਿੜੇ ਕਲਿ ਕੇਵਲ ਨਾਮ ਅਧਾਰ ॥੧॥ આ રીતે તું કહે છે કે ત્રણેય યુગ આ ત્રણેય કર્મો ધર્મો પર જોર દે છે અને હવે કળયુગમાં ફક્ત રામ નામનો આશરો છે ॥૧॥
ਪਾਰੁ ਕੈਸੇ ਪਾਇਬੋ ਰੇ ॥ પરંતુ હે પંડિત! આ યુગોનાં વિભાજીત કર્મો ધર્મોથી, સંસાર સમુદ્રનો પહેલો છેડો કેવી રીતે શોધશો?
ਮੋ ਸਉ ਕੋਊ ਨ ਕਹੈ ਸਮਝਾਇ ॥ તારામાંથી કોઈ પણ મને એવું કામ સમજાવીને નથી કહી શક્યું
ਜਾ ਤੇ ਆਵਾ ਗਵਨੁ ਬਿਲਾਇ ॥੧॥ ਰਹਾਉ ॥ જેની સહાયતાથી મનુષ્યના જન્મ-મરણના ચક્કર સમાપ્ત થઇ શકે ॥૧॥વિરામ॥
ਬਹੁ ਬਿਧਿ ਧਰਮ ਨਿਰੂਪੀਐ ਕਰਤਾ ਦੀਸੈ ਸਭ ਲੋਇ ॥ શાસ્ત્રો અનુસાર કેટલાય ઉપાયોથી વર્ણ આશ્રમોના કર્તવ્યો નિર્ધારિત કરવામાં આવ્યા છે આ શાસ્ત્રોને માનનાર આખું જગત આ જ નિર્ધારિત કર્મ-ધર્મ કરી રહ્યું છે.
ਕਵਨ ਕਰਮ ਤੇ ਛੂਟੀਐ ਜਿਹ ਸਾਧੇ ਸਭ ਸਿਧਿ ਹੋਇ ॥੨॥ પરંતુ ક્યુ કર્મ-ધર્મ કરવાથી છુટકારો મળી શકે છે? તે ક્યુ કર્મ છે જેના સાધવાથી જન્મ-હેતુ સફળ થાય છે? – આ વાત તું કહી શક્યો નથી ॥૨॥
ਕਰਮ ਅਕਰਮ ਬੀਚਾਰੀਐ ਸੰਕਾ ਸੁਨਿ ਬੇਦ ਪੁਰਾਨ ॥ વેદો અને પુરાણોને સાંભળીને ઉલ્ટાની વધુ જ શંકા વધે છે. આ જ વિચાર કરતા રહી જાય છે કે વળી ક્યુ કર્મ શાસ્ત્રોને અનુસાર છે અને ક્યુ કર્મ શાસ્ત્રોમાં પ્રતિબંધિત કર્યું છે.
ਸੰਸਾ ਸਦ ਹਿਰਦੈ ਬਸੈ ਕਉਨੁ ਹਿਰੈ ਅਭਿਮਾਨੁ ॥੩॥ વર્ણ-આશ્રમોના કર્મ-ધર્મ કરતા જ મનુષ્યના દિલમાં સહમ તો ટકી રહે છે પછી તે ક્યુ કર્મ-ધર્મ તું કહે છે જે મનનો અહંકાર દૂર કરે? ॥૩॥
ਬਾਹਰੁ ਉਦਕਿ ਪਖਾਰੀਐ ਘਟ ਭੀਤਰਿ ਬਿਬਿਧਿ ਬਿਕਾਰ ॥ હે પંડિત! તું તીર્થ-સ્નાન પર જોર દે છે પરંતુ તીર્થો પર જઈને શરીરનો બહારનો ક્ષેત્ર જ પાણીમાં ધોવે છે દિલમાં કેટલાય પ્રકારના વિકાર ટકી જ રહે છે
ਸੁਧ ਕਵਨ ਪਰ ਹੋਇਬੋ ਸੁਚ ਕੁੰਚਰ ਬਿਧਿ ਬਿਉਹਾਰ ॥੪॥ આ તીર્થ-સ્નાનથી કોણ પવિત્ર થઇ શકે છે?આ વિચાર તો આવો જ હોય છે જેમ હાથીનું સ્નાન-કર્મ છે ॥૪॥
ਰਵਿ ਪ੍ਰਗਾਸ ਰਜਨੀ ਜਥਾ ਗਤਿ ਜਾਨਤ ਸਭ ਸੰਸਾਰ ॥ પરંતુ હે પંડિત! આખું સંસાર આ વાત જાણે છે કે સુરજના ચઢવાથી કેવી રીતે અંધકાર દૂર થઇ જાય છે.
ਪਾਰਸ ਮਾਨੋ ਤਾਬੋ ਛੁਏ ਕਨਕ ਹੋਤ ਨਹੀ ਬਾਰ ॥੫॥ આ વાત પણ યાદ રાખનારી છે કે તાંબાને પારસની સાથે અડવાથી તેને સોનુ બનવામાં વાર લાગતી નથી ॥૫॥
ਪਰਮ ਪਰਸ ਗੁਰੁ ਭੇਟੀਐ ਪੂਰਬ ਲਿਖਤ ਲਿਲਾਟ ॥ આ રીતે જો પૂર્વ ભાગ્ય જાગે તો સતગુરુ મળી જાય છે જે બધા પારસોથી સરસ પારસ છે.
ਉਨਮਨ ਮਨ ਮਨ ਹੀ ਮਿਲੇ ਛੁਟਕਤ ਬਜਰ ਕਪਾਟ ॥੬॥ ગુરુની કૃપાથી મનમાં પરમાત્માને મળવાની ઈચ્છા ઉત્પન્ન થઇ જાય છે તે અંતરાત્મામાં જ પ્રભુથી મળી લે છે મનના કઠોર દરવાજા ખુલી જાય છે ॥૬॥
ਭਗਤਿ ਜੁਗਤਿ ਮਤਿ ਸਤਿ ਕਰੀ ਭ੍ਰਮ ਬੰਧਨ ਕਾਟਿ ਬਿਕਾਰ ॥ જે મનુષ્યએ પ્રભુની ભક્તિમાં જોડાઈને આ ભક્તિની કૃપાથી ભટકણ, વિકારો અને માયાના બંધનોને કાપીને પોતાની બુદ્ધિને માયામાં ડોલવાથી રોકી લીધી છે
ਸੋਈ ਬਸਿ ਰਸਿ ਮਨ ਮਿਲੇ ਗੁਨ ਨਿਰਗੁਨ ਏਕ ਬਿਚਾਰ ॥੭॥ તે જ મનુષ્ય પ્રભુની યાદમાં ટકીને આનંદથી પ્રભુને અંતરાત્મામાં જ મળી લે છે અને તે એક પરમાત્માના ગુણોની યાદમાં જોડાઈ રહે છે જે માયાના ત્રણ ગુણોથી ઉપર છે ॥૭॥
ਅਨਿਕ ਜਤਨ ਨਿਗ੍ਰਹ ਕੀਏ ਟਾਰੀ ਨ ਟਰੈ ਭ੍ਰਮ ਫਾਸ ॥ પ્રભુની યાદ વગર મનને વિકારોથી રોકવાના જો અન્ય અનેક પ્રયત્ન પણ કરવામાં આવે તો પણ વિકારોમાં ભટકણની ફાંસી ટાળે ટળતી નથી.
ਪ੍ਰੇਮ ਭਗਤਿ ਨਹੀ ਊਪਜੈ ਤਾ ਤੇ ਰਵਿਦਾਸ ਉਦਾਸ ॥੮॥੧॥ કર્મકાંડના આ પ્રયત્નોથી પ્રભુની પ્રેમ ભરેલી યાદ દિલમાં ઉત્પન્ન થઇ શકતી નથી. આથી હું રવિદાસ આ કર્મો-ધર્મોથી નિરાશ છું ॥૮॥૧॥


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top