Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-347

Page 347

ੴ ਸਤਿ ਨਾਮੁ ਕਰਤਾ ਪੁਰਖੁ ਨਿਰਭਉ ਨਿਰਵੈਰੁ ਅਕਾਲ ਮੂਰਤਿ ਅਜੂਨੀ ਸੈਭੰ ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે બધી જગ્યાએ વ્યાપ્ત છે ભય રહિત છે વેર હિત છે જેનું સ્વરૂપ કાળથી પરે છે, જે યોનિઓમાં નથી ભટકતો જેનો પ્રકાશ તેની મેળાએ છે અને જે સદગુરૂની કૃપાથી મળે છે
ਰਾਗੁ ਆਸਾ ਮਹਲਾ ੧ ਘਰੁ ੧ ਸੋ ਦਰੁ ॥ રાગ આશા મહેલ ૧ ઘર ૧ સો દર ॥
ਸੋ ਦਰੁ ਤੇਰਾ ਕੇਹਾ ਸੋ ਘਰੁ ਕੇਹਾ ਜਿਤੁ ਬਹਿ ਸਰਬ ਸਮ੍ਹ੍ਹਾਲੇ ॥ તે ઓટલો ખુબ આશ્ચર્ય ભરેલો છે જ્યાં બેસીને હે નિરંકાર! તું બધા જીવોની સંભાળ કરી રહ્યો છે.
ਵਾਜੇ ਤੇਰੇ ਨਾਦ ਅਨੇਕ ਅਸੰਖਾ ਕੇਤੇ ਤੇਰੇ ਵਾਵਣਹਾਰੇ ॥ તારી આ રચેલી કુદરતીમાં અનેક તેમજ અગણિત વાજા અને રાગ છે અનંત જ જીવ તે વાજાને વગાડનાર છે.
ਕੇਤੇ ਤੇਰੇ ਰਾਗ ਪਰੀ ਸਿਉ ਕਹੀਅਹਿ ਕੇਤੇ ਤੇਰੇ ਗਾਵਣਹਾਰੇ ॥ રાગણીયા સહીત અનંત જ રાગ કહેવામાં આવે છે અને અનેક જ જીવ આ રાગોને ગાનાર છે જે તને ગાઈ રહ્યો છે.
ਗਾਵਨ੍ਹ੍ਹਿ ਤੁਧਨੋ ਪਉਣੁ ਪਾਣੀ ਬੈਸੰਤਰੁ ਗਾਵੈ ਰਾਜਾ ਧਰਮ ਦੁਆਰੇ ॥ હે નિરંકાર! હવા પાણી આગ તારા ગુણ ગાઇ રહ્યા છે. ધર્મરાજ તારા ઓટલા પર ઉભો થઇને તારી ઉપમા ગઈ રહ્યો છે.
ਗਾਵਨ੍ਹ੍ਹਿ ਤੁਧਨੋ ਚਿਤੁ ਗੁਪਤੁ ਲਿਖਿ ਜਾਣਨਿ ਲਿਖਿ ਲਿਖਿ ਧਰਮੁ ਵੀਚਾਰੇ ॥ તે ચિત્રગુપ્ત પણ જે જીવોના સારા-ખરાબ કર્મોના લેખ લખવાનું જાણે છે અને જેના દ્વારા લખાયેલ લેખ ધર્મરાજ વિચારે છે તારી મહિમાનો ગુણગાન કરી રહ્યો છે.
ਗਾਵਨ੍ਹ੍ਹਿ ਤੁਧਨੋ ਈਸਰੁ ਬ੍ਰਹਮਾ ਦੇਵੀ ਸੋਹਨਿ ਤੇਰੇ ਸਦਾ ਸਵਾਰੇ ॥ હે અકાળ-પુરખ! દેવીઓ શિવ અને બ્રહ્મા જે તારા સંવારેલા છે અને શોભાયમાન છે તે ગાઈ રહ્યા છે.
ਗਾਵਨ੍ਹ੍ਹਿ ਤੁਧਨੋ ਇੰਦ੍ਰ ਇੰਦ੍ਰਾਸਣਿ ਬੈਠੇ ਦੇਵਤਿਆ ਦਰਿ ਨਾਲੇ ॥ કેટલાય ઇન્દ્ર પોતાના સિંહાસન પર બેઠેલા દેવતાઓ સહિત તારા ઓટલા પર તને સલાહી રહ્યા છે.
ਗਾਵਨ੍ਹ੍ਹਿ ਤੁਧਨੋ ਸਿਧ ਸਮਾਧੀ ਅੰਦਰਿ ਗਾਵਨ੍ਹ੍ਹਿ ਤੁਧਨੋ ਸਾਧ ਬੀਚਾਰੇ ॥ સિદ્ધ લોકો સમાધીઓ લગાવીને તે ગાઈ રહ્યા છે સાધુ વિચાર કરી-કરીને તને સલાહી રહ્યા છે.
ਗਾਵਨ੍ਹ੍ਹਿ ਤੁਧਨੋ ਜਤੀ ਸਤੀ ਸੰਤੋਖੀ ਗਾਵਨਿ ਤੁਧਨੋ ਵੀਰ ਕਰਾਰੇ ॥ જટાધારી, દાની અને સંતોષી પુરુષ તારા ગુણ ગાઇ રહ્યા છે અને અનંત મહાન શૂરવીર તારી મહિમા ગાઈ રહ્યા છે.
ਗਾਵਨਿ ਤੁਧਨੋ ਪੰਡਿਤ ਪੜੇ ਰਖੀਸੁਰ ਜੁਗੁ ਜੁਗੁ ਬੇਦਾ ਨਾਲੇ ॥ હે અકાળ-પુરખ! ભણેલા પંડિત અને મહાઋષિ વેદો સહીત તને ગાઈ રહ્યા છે.
ਗਾਵਨਿ ਤੁਧਨੋ ਮੋਹਣੀਆ ਮਨੁ ਮੋਹਨਿ ਸੁਰਗੁ ਮਛੁ ਪਇਆਲੇ ॥ મનને મોહનારી સુંદર સ્ત્રીઓ તને ગાઈ રહી છે. સ્વર્ગલોક મૃત્યુલોક પાતાળલોક તને ગાય રહ્યા છે.
ਗਾਵਨ੍ਹ੍ਹਿ ਤੁਧਨੋ ਰਤਨ ਉਪਾਏ ਤੇਰੇ ਜੇਤੇ ਅਠਸਠਿ ਤੀਰਥ ਨਾਲੇ ॥ હે નિરંકાર! જેટલા પણ તારા ઉત્પન્ન કરેલા રત્ન છે તે અડસઠ તીર્થો સહીત તને ગાય રહ્યા છે.
ਗਾਵਨ੍ਹ੍ਹਿ ਤੁਧਨੋ ਜੋਧ ਮਹਾਬਲ ਸੂਰਾ ਗਾਵਨ੍ਹ੍ਹਿ ਤੁਧਨੋ ਖਾਣੀ ਚਾਰੇ ॥ મહાબલી યોદ્ધા અને શૂરવીર તારી સરાહના કરી રહ્યા છે.
ਗਾਵਨ੍ਹ੍ਹਿ ਤੁਧਨੋ ਖੰਡ ਮੰਡਲ ਬ੍ਰਹਮੰਡਾ ਕਰਿ ਕਰਿ ਰਖੇ ਤੇਰੇ ਧਾਰੇ ॥ આખી સૃષ્ટિ સૃષ્ટિના બધા ખંડ અને ચક્ર જે તે ઉત્પન્ન કરીને ટકાવ્યાં છે તને ગાય છે.
ਸੇਈ ਤੁਧਨੋ ਗਾਵਨ੍ਹ੍ਹਿ ਜੋ ਤੁਧੁ ਭਾਵਨ੍ਹ੍ਹਿ ਰਤੇ ਤੇਰੇ ਭਗਤ ਰਸਾਲੇ ॥ હે અકાળ-પુરખ! વાસ્તવમાં તો તે જ તારા પ્રેમમાં રંગાયેલ રસિયા ભગતજન તને ગાય છે જે તને સારા લાગે છે.
ਹੋਰਿ ਕੇਤੇ ਤੁਧਨੋ ਗਾਵਨਿ ਸੇ ਮੈ ਚਿਤਿ ਨ ਆਵਨਿ ਨਾਨਕੁ ਕਿਆ ਬੀਚਾਰੇ ॥ અનેક બીજા જીવ તને ગાઈ રહ્યા છે જે મારાથી ગણી પણ શકાતા નથી. વળી નાનક બિચારો શું વિચાર કરી શકે છે?
ਸੋਈ ਸੋਈ ਸਦਾ ਸਚੁ ਸਾਹਿਬੁ ਸਾਚਾ ਸਾਚੀ ਨਾਈ ॥ જે અકાળ પુરખે આ સૃષ્ટિ ઉત્પન્ન કરી છે તે આ સમયે હાજર છે હંમેશા રહેશે ના તે ઉત્પન્ન થયો છે ના મરશે.
ਹੈ ਭੀ ਹੋਸੀ ਜਾਇ ਨ ਜਾਸੀ ਰਚਨਾ ਜਿਨਿ ਰਚਾਈ ॥ તે પરમાત્મા હંમેશા સ્થિર છે તે સાચો માલિક છે તેની ઉદારતા મહિમા પણ હંમેશા અટલ છે.
ਰੰਗੀ ਰੰਗੀ ਭਾਤੀ ਜਿਨਸੀ ਮਾਇਆ ਜਿਨਿ ਉਪਾਈ ॥ જે અકાળ-પુરખે કેટલાય રંગ જાતો અને ચીજવસ્તુઓની માયા રચી દીધી છે
ਕਰਿ ਕਰਿ ਦੇਖੈ ਕੀਤਾ ਅਪਣਾ ਜਿਉ ਤਿਸ ਦੀ ਵਡਿਆਈ ॥ તે તેમ તેની રજા છે પોતાના ઉત્પન્ન કરેલની સંભાળ પણ કરી રહ્યો છે ॥
ਜੋ ਤਿਸੁ ਭਾਵੈ ਸੋਈ ਕਰਸੀ ਫਿਰਿ ਹੁਕਮੁ ਨ ਕਰਣਾ ਜਾਈ ॥ જે કાંઈ અકાળ-પુરખને ગમે છે તે જ તે કરશે. કોઈ જીવ દ્વારા પરમાત્માને હુકમ કરી શકાતો નથી તેને આ કહી શકતો નથી – આવું ના કર આવું કર.
ਸੋ ਪਾਤਿਸਾਹੁ ਸਾਹਾ ਪਤਿ ਸਾਹਿਬੁ ਨਾਨਕ ਰਹਣੁ ਰਜਾਈ ॥੧॥੧॥ અકાળ પુરખ બાદશાહ છે શાહોનો શાહ છે માલિક છે. હે નાનક! અમને તેની રજામાં રહેવાનું જ શોભા છે ॥


© 2025 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top