Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-33

Page 33

ਸਤਗੁਰਿ ਮਿਲਿਐ ਸਦ ਭੈ ਰਚੈ ਆਪਿ ਵਸੈ ਮਨਿ ਆਇ ॥੧॥ માત્ર આ જ કહેવાથી કે મેં શોધી લીધા છે,પરમાત્મા ને પ્રાપ્ત નથી કરી શકતા, પરમાત્મા ત્યારે જ મળે છે જ્યારે મનુષ્ય માંથી અહંકાર સમાપ્ત થઈ જાય છે
ਭਾਈ ਰੇ ਗੁਰਮੁਖਿ ਬੂਝੈ ਕੋਇ ॥ હે ભાઈ! જે કોઈ પણ મનુષ્ય સાચી જીવન સંયોગ સમજે છે તે ગુરુ દ્વારા જ સમજે છે
ਬਿਨੁ ਬੂਝੇ ਕਰਮ ਕਮਾਵਣੇ ਜਨਮੁ ਪਦਾਰਥੁ ਖੋਇ ॥੧॥ ਰਹਾਉ ॥ સાચી જીવન સંયોગ સમજ્યા વિના હિત વગર ના ધાર્મિક કર્મો કરવાથી મનુષ્ય કિંમતી જન્મ ગુમાવે છે ।।૧।। વિરામ।।
ਜਿਨੀ ਚਾਖਿਆ ਤਿਨੀ ਸਾਦੁ ਪਾਇਆ ਬਿਨੁ ਚਾਖੇ ਭਰਮਿ ਭੁਲਾਇ ॥ પ્રભુનું શાશ્વત નામ જે સ્થિર છે તે આધ્યાત્મિક જીવન દેવાવાળો રસ છે, તેણે આ સ્વાદ નો આનંદ માણ્યો છે. અમૃત નામ નો સ્વાદ ચાખ્યા વિના વ્યક્તિ માયાની ઝંઝટમાં પડીને ખોટા માર્ગે જાય છે
ਅੰਮ੍ਰਿਤੁ ਸਾਚਾ ਨਾਮੁ ਹੈ ਕਹਣਾ ਕਛੂ ਨ ਜਾਇ ॥ જેણે આ અમૃત ચાખ્યું છે,આ સ્વાદ નું વર્ણન નથી કરી શકાતું
ਪੀਵਤ ਹੂ ਪਰਵਾਣੁ ਭਇਆ ਪੂਰੈ ਸਬਦਿ ਸਮਾਇ ॥੨॥ સંપૂર્ણ ગુરૂના શબ્દ માં મંત્રમુગ્ધ થઈ ને અમૃત પીવાથી મનુષ્ય પ્રભુના હાજરીમાં સ્વીકારાય છે ।।૨।।
ਆਪੇ ਦੇਇ ਤ ਪਾਈਐ ਹੋਰੁ ਕਰਣਾ ਕਿਛੂ ਨ ਜਾਇ ॥ નામ અમૃતનું દાન છે જો પ્રભુ પોતે આપે છે, તો મળે છે. જો તેની કૃપા ના હોય તો કોઈ વિકલ્પ પણ હોતો નથી
ਦੇਵਣ ਵਾਲੇ ਕੈ ਹਥਿ ਦਾਤਿ ਹੈ ਗੁਰੂ ਦੁਆਰੈ ਪਾਇ ॥ નામનું દાન આપવા વાળા પરમાત્માના પોતાના હાથમાં આ દાન છે. તેમની આજ્ઞા પ્રમાણે ગુરુ ના ઓટલા પર જ મળે છે
ਜੇਹਾ ਕੀਤੋਨੁ ਤੇਹਾ ਹੋਆ ਜੇਹੇ ਕਰਮ ਕਮਾਇ ॥੩॥ પરમાત્મા એ પ્રાણી નું જે રીતે સર્જન કર્યું, પ્રાણી એ રીતે જ બન્યું. તે પછી તેવા જ કર્મ જીવ કરે છે. તેમની આજ્ઞા પ્રમાણે જ જીવ ગુરુના ઓટલે આવે છે ।।૩।।
ਜਤੁ ਸਤੁ ਸੰਜਮੁ ਨਾਮੁ ਹੈ ਵਿਣੁ ਨਾਵੈ ਨਿਰਮਲੁ ਨ ਹੋਇ ॥ મનુષ્ય પોતાના જીવનને પવિત્ર બનાવવા માટે ત્યાગ,સત્ય અને સંયમની સાધના કરે છે, પરંતુ નામ યાદ કર્યા વગર તે કોઈ કામનું નથી. પ્રભુનું નામ-અમૃત જ જત છે, નામ સત છે અને નામ જ સંયમ છે. નામ વિના માણસ પવિત્ર જીવન મેળવી શકતો નથી
ਪੂਰੈ ਭਾਗਿ ਨਾਮੁ ਮਨਿ ਵਸੈ ਸਬਦਿ ਮਿਲਾਵਾ ਹੋਇ ॥ ખૂબ નસીબની સાથે, જે મનુષ્યના મનમાં પ્રભુનું નામ વસે છે, ગુરુના શબ્દ દ્વારા મનુષ્ય નો પ્રભુ સાથે મિલાપ થાય છે
ਨਾਨਕ ਸਹਜੇ ਹੀ ਰੰਗਿ ਵਰਤਦਾ ਹਰਿ ਗੁਣ ਪਾਵੈ ਸੋਇ ॥੪॥੧੭॥੫੦॥ હે નાનક! ગુરુના શબ્દ ની કૃપાથી જે માણસ આત્મિક અટળતામાં ટકીને પરમાત્માના પ્રેમ રંગમાં જીવન વ્યતીત કરે છે, તે મનુષ્ય પરમાત્માના ગુણને પોતાનામાં વસાવે છે ।।૪।।૧૭।।૫૦।।
ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੩ ॥ શ્રી રાગ મહેલ ૩ ।।
ਕਾਂਇਆ ਸਾਧੈ ਉਰਧ ਤਪੁ ਕਰੈ ਵਿਚਹੁ ਹਉਮੈ ਨ ਜਾਇ ॥ માનવ શરીરને, જ્ઞાનેન્દ્રિયો ને પોતાના નિયંત્રણમાં રાખવા ઘણા પ્રયત્નો કરે છે. ઊંધા લટકાઇને તપ કરે છે. પણ આ રીતે અંદર નો અહંકાર દૂર થતો નથી
ਅਧਿਆਤਮ ਕਰਮ ਜੇ ਕਰੇ ਨਾਮੁ ਨ ਕਬ ਹੀ ਪਾਇ ॥ જો કોઈ મનુષ્ય આધ્યાત્મિક ઉન્નતિ ને લગતા આવા નિયત ધાર્મિક કાર્યો કરવાનું ચાલુ રાખે, તો ક્યારેય પણ તે પ્રભુનું નામ મેળવી શકશે નહીં.
ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਜੀਵਤੁ ਮਰੈ ਹਰਿ ਨਾਮੁ ਵਸੈ ਮਨਿ ਆਇ ॥੧॥ જો મનુષ્ય ગુરુ ના શબ્દની મદદથી સંસારનું કાર્ય કરતા કરતા વિકારથી બચી જાય છે, તેના મનમાં પ્રભુનું નામ વસે છે ।।૧।।
ਸੁਣਿ ਮਨ ਮੇਰੇ ਭਜੁ ਸਤਗੁਰ ਸਰਣਾ ॥ હે મન! મને સાંભળ. સદગુરુ નો આશરો લે. માયાના પ્રભાવથી ગુરુની કૃપાથી બચે છે
ਗੁਰ ਪਰਸਾਦੀ ਛੁਟੀਐ ਬਿਖੁ ਭਵਜਲੁ ਸਬਦਿ ਗੁਰ ਤਰਣਾ ॥੧॥ ਰਹਾਉ ॥ આ ઝેર થી ભરેલ વિશ્વ સમુદ્ર ફક્ત ગુરુના શબ્દથી જ તરી શકાય છે ।।૧।।વિરામ।।
ਤ੍ਰੈ ਗੁਣ ਸਭਾ ਧਾਤੁ ਹੈ ਦੂਜਾ ਭਾਉ ਵਿਕਾਰੁ ॥ ત્રણ ગુણ અનુસાર કામ કરવું, આ બધી માયા ની અસર છે. અને માત્ર માયાનો પ્રેમ મનમાં વિકાર પેદા કરે છે
ਪੰਡਿਤੁ ਪੜੈ ਬੰਧਨ ਮੋਹ ਬਾਧਾ ਨਹ ਬੂਝੈ ਬਿਖਿਆ ਪਿਆਰਿ ॥ માયાના બંધન ના મોહ માં ફસાયેલ પંડિત ધર્મ પુસ્તકો વાંચે છે, પરંતુ માયા ના પ્રેમમાં ફસાવવાના કારણે તે જીવનનો સાચો રસ્તો સમજી શકતો નથી
ਸਤਗੁਰਿ ਮਿਲਿਐ ਤ੍ਰਿਕੁਟੀ ਛੂਟੈ ਚਉਥੈ ਪਦਿ ਮੁਕਤਿ ਦੁਆਰੁ ॥੨॥ જો સદગુરુ મળી જાય તો માયાના મોહને લીધે જન્મેલો અંદરનો ખાર દૂર થઈ જાય છે. માયાના ત્રણ ગુણોથી ઉપરના આધ્યાત્મિક દરજ્જામાં પહોંચીને માયાના મોહથી ખલાસીના દરવાજા મળી જાય છે ।।૨।।
ਗੁਰ ਤੇ ਮਾਰਗੁ ਪਾਈਐ ਚੂਕੈ ਮੋਹੁ ਗੁਬਾਰੁ ॥ ગુરુ દ્વારા જીવનનો સાચો માર્ગ મળે છે. મનમાંથી મોહનો અંધકાર દૂર થઈ જાય છે
ਸਬਦਿ ਮਰੈ ਤਾ ਉਧਰੈ ਪਾਏ ਮੋਖ ਦੁਆਰੁ ॥ જો કોઈ ગુરુના શબ્દ સાથે જોડાઇને માયાના મોહથી મરી જાય તો સંસાર સમુદ્રમાં ડૂબવા થી બચી જાય છે, અને વિકારથી ખલાસીને માર્ગ મળે છે
ਗੁਰ ਪਰਸਾਦੀ ਮਿਲਿ ਰਹੈ ਸਚੁ ਨਾਮੁ ਕਰਤਾਰੁ ॥੩॥ માત્ર ગુરુની કૃપાથી જ મનુષ્ય પ્રભુના ચરણોમાં જોડાયેલો રહે છે અને પ્રભુનું શાશ્વત નામ મેળવી શકે છે ।।૩।।
ਇਹੁ ਮਨੂਆ ਅਤਿ ਸਬਲ ਹੈ ਛਡੇ ਨ ਕਿਤੈ ਉਪਾਇ ॥ નહિતર આ મન ખૂબ જ બળવાન છે ગુરુનાશરણ વગર અને કોઈ પણ ખોટી રીતથી તે આગળ વધતું નથી
ਦੂਜੈ ਭਾਇ ਦੁਖੁ ਲਾਇਦਾ ਬਹੁਤੀ ਦੇਇ ਸਜਾਇ ॥ માયાના પ્રેમમાં ફસાવી ને માણસને દુઃખ અને મોટી સજા આપે છે
ਨਾਨਕ ਨਾਮਿ ਲਗੇ ਸੇ ਉਬਰੇ ਹਉਮੈ ਸਬਦਿ ਗਵਾਇ ॥੪॥੧੮॥੫੧॥ હે નાનક! જે લોકો ગુરુના શબ્દથી અહંકાર દૂર કરીને પ્રભુના નામ સાથે જોડાય છે તે તેના પંજાથી બચે છે ।।૪।।૧૮।।૫૧।।
ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੩ ॥ શ્રી રાગ મહેલ ૩ ।।
ਕਿਰਪਾ ਕਰੇ ਗੁਰੁ ਪਾਈਐ ਹਰਿ ਨਾਮੋ ਦੇਇ ਦ੍ਰਿੜਾਇ ॥ જ્યારે પ્રભુ કૃપા કરે છે ત્યારે ગુરુ મળે છે ગુરુ મનુષ્યના હૃદયમાં પરમાત્માનું નામ ગાઢ કરી દે છે
ਬਿਨੁ ਗੁਰ ਕਿਨੈ ਨ ਪਾਇਓ ਬਿਰਥਾ ਜਨਮੁ ਗਵਾਇ ॥ ક્યારેય પણ કોઈ મનુષ્યએ ગુરુ વિના પ્રભુને પ્રાપ્ત કર્યા નથી. જે માણસ ગુરુના શરણે ન આવે તે પોતાના મનુષ્ય જન્મ વ્યર્થ ગુમાવે છે
ਮਨਮੁਖ ਕਰਮ ਕਮਾਵਣੇ ਦਰਗਹ ਮਿਲੈ ਸਜਾਇ ॥੧॥ પોતાના મનની પાછળ ચાલીને ઇરાદાપૂર્વક ના કાર્યો નું પાલન કરવાથી પ્રભુના મંદિરમાં સજા મળે છે ।।૧।।
ਮਨ ਰੇ ਦੂਜਾ ਭਾਉ ਚੁਕਾਇ ॥ હે મારા મન! ગુરુ શરણમાં રહીને પોતાની અંદરના માયાના પ્રેમને દૂર કર
ਅੰਤਰਿ ਤੇਰੈ ਹਰਿ ਵਸੈ ਗੁਰ ਸੇਵਾ ਸੁਖੁ ਪਾਇ ॥ ਰਹਾਉ ॥ પરમાત્મા તારી અંદર વસે છે તો પણ તું ખુશ નથી, ફક્ત ગુરુ દ્વારા જણાવેલ સેવા ભક્તિ કરવાથી મનુષ્યને આધ્યાત્મિક સુખ મળે છે ।।૧।।વિરામ।।
ਸਚੁ ਬਾਣੀ ਸਚੁ ਸਬਦੁ ਹੈ ਜਾ ਸਚਿ ਧਰੇ ਪਿਆਰੁ ॥ જ્યારે માણસ હંમેશા સ્થિર સ્વામીમાં પ્રેમ જોડે છે, ત્યારે તેને ગુરુ ની વાણી ગુરુ ના શબ્દોમાં સત્ય દેખાય છે
ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਮਨਿ ਵਸੈ ਹਉਮੈ ਕ੍ਰੋਧੁ ਨਿਵਾਰਿ ॥ ગુરુના શબ્દથી અંદરના અહંકાર અને ક્રોધ દૂર કરીને પ્રભુનું નામ મનમાં વસે છે
ਮਨਿ ਨਿਰਮਲ ਨਾਮੁ ਧਿਆਈਐ ਤਾ ਪਾਏ ਮੋਖ ਦੁਆਰੁ ॥੨॥ પ્રભુનું નામ શુદ્ધ મનથી જ યાદ કરી શકાય છે જ્યારે માણસ યાદ કરે છે ત્યારે તે વિકારો થી છુટકારો મેળવવાનો માર્ગ શોધી લે છે ।।૨।।
ਹਉਮੈ ਵਿਚਿ ਜਗੁ ਬਿਨਸਦਾ ਮਰਿ ਜੰਮੈ ਆਵੈ ਜਾਇ ॥ સંસાર અહંકારમાં ફસાઈને આધ્યાત્મિક મૃત્યુ ભોગવે છે અને વારંવાર જન્મ લઈ ને મૃત્યુ પામે છે
ਮਨਮੁਖ ਸਬਦੁ ਨ ਜਾਣਨੀ ਜਾਸਨਿ ਪਤਿ ਗਵਾਇ ॥ પોતાના મનની પાછળ ચાલવા વાળા લોકો ગુરુના શબ્દ ની કદર કરતા નથી. તે પોતાની સન્માન પણ ગુમાવી દે છે
ਗੁਰ ਸੇਵਾ ਨਾਉ ਪਾਈਐ ਸਚੇ ਰਹੈ ਸਮਾਇ ॥੩॥ ગુરુની બતાવેલી સેવા ભક્તિ કરીને પરમાત્મા નું નામ પ્રાપ્ત થાય છે જે મનુષ્ય ગુરુની બતાવેલી સેવા કરે છે તે શાશ્વત પરમાત્મા મુગ્ધ રહે છે ।।૩।।
error: Content is protected !!
Scroll to Top
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/