Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-32

Page 32

ਹਉ ਹਉ ਕਰਤੀ ਜਗੁ ਫਿਰੀ ਨਾ ਧਨੁ ਸੰਪੈ ਨਾਲਿ ॥ સંસાર સામાન્ય રીતે મમતા ની જાળમાં ફસાઈ ને માયાની લીધે શોધતો ફરે છે, પરંતુ ભેગું કરેલું ધન કોઈ ની સાથે જતું નથી
ਅੰਧੀ ਨਾਮੁ ਨ ਚੇਤਈ ਸਭ ਬਾਧੀ ਜਮਕਾਲਿ ॥ માયા ના પ્રેમ માં આંધળો થયેલો સંસાર પરમાત્મા નું નામ સ્મરણ કરતો નથી અને આ સ્મરણ વગર ના સંસાર ને આધ્યાત્મિક મૃત્યુ એ પોતાના ના બંધન માં બાંધી લીધો છે
ਸਤਗੁਰਿ ਮਿਲਿਐ ਧਨੁ ਪਾਇਆ ਹਰਿ ਨਾਮਾ ਰਿਦੈ ਸਮਾਲਿ ॥੩॥ જો ગુરુ મળી જાય તો હરિ ના નામ નું ધન પ્રાપ્ત થઈ જાય છે, ગુરુ ની શરણ માં પડી ને જીવ પરમાત્મા નું નામ પોતાના હદય માં સાચવી ને રાખે છે ।।૩।।
ਨਾਮਿ ਰਤੇ ਸੇ ਨਿਰਮਲੇ ਗੁਰ ਕੈ ਸਹਜਿ ਸੁਭਾਇ ॥ ગુરુ ના શબ્દો ની કૃપા થી જે મનુષ્ય પરમાત્મા ના નામ ના રસ માં રંગાય જાય છે તે પવિત્ર જીવન વાળો થઈ જાય છે તેઓ આત્મિક અટળતામાં જીવે છે, અને પ્રભુ પ્રેમ સાથે જોડાઈને રહે છે
ਮਨੁ ਤਨੁ ਰਾਤਾ ਰੰਗ ਸਿਉ ਰਸਨਾ ਰਸਨ ਰਸਾਇ ॥ તેનું મન અને તેનું શરીર પ્રભુ ના પ્રેમ રંગ માં રંગાય જાય છે તેની જીભ નામ રસ માં રહે છે
ਨਾਨਕ ਰੰਗੁ ਨ ਉਤਰੈ ਜੋ ਹਰਿ ਧੁਰਿ ਛੋਡਿਆ ਲਾਇ ॥੪॥੧੪॥੪੭॥ હે નાનક ! જેને પરમાત્મા ધરી થી જ પોતાની રજા થી નામ રંગ ચઢાવી દે છે તેનો તે રંગ ક્યારેય પણ ઉતરતો નથી ।।૪।।૧૪।।૪૭।।
ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੩ ॥ શ્રી રાગ મહેલ ૩ ।।
ਗੁਰਮੁਖਿ ਕ੍ਰਿਪਾ ਕਰੇ ਭਗਤਿ ਕੀਜੈ ਬਿਨੁ ਗੁਰ ਭਗਤਿ ਨ ਹੋਈ ॥ જો પરમાત્મા ગુરુ દ્વારા જીવ પર કૃપા કરે તો જીવ દ્વારા ભક્તિ કરી શકાય છે ગુરુ ના ચરણ માં પડ્યા વગર ભક્તિ થઈ શકતી નથી
ਆਪੈ ਆਪੁ ਮਿਲਾਏ ਬੂਝੈ ਤਾ ਨਿਰਮਲੁ ਹੋਵੈ ਸੋਈ ॥ જો મનુષ્ય પોતાને ગુરુના અસ્તિત્વ માં જોડી, આ ભેદ ને સમજી લે તો તે પવિત્ર જીવન વાળો થઈ જાય છે
ਹਰਿ ਜੀਉ ਸਾਚਾ ਸਾਚੀ ਬਾਣੀ ਸਬਦਿ ਮਿਲਾਵਾ ਹੋਈ ॥੧॥ પરમાત્મા હંમેશા સ્થિર રહેવા વાળા છે, તેની ગૌરવ પણ હંમેશા સ્થિર રહેવા વાળી છે તેના ગૌરવ ની વાણી થી જ તેમની સાથે મિલન થઈ શકે છે ।।૧।।
ਭਾਈ ਰੇ ਭਗਤਿਹੀਣੁ ਕਾਹੇ ਜਗਿ ਆਇਆ ॥ હે ભાઈ ! જો મનુષ્ય પરમાત્મા ની ભક્તિ થી વંચિત રહે, તેને દુનિયા માં આવવાનો કોઈ લાભ થયો નથી
ਪੂਰੇ ਗੁਰ ਕੀ ਸੇਵ ਨ ਕੀਨੀ ਬਿਰਥਾ ਜਨਮੁ ਗਵਾਇਆ ॥੧॥ ਰਹਾਉ ॥ જે મનુષ્ય એ સંપૂર્ણ ગુરુ એ બતાવેલી સેવા નથી કરી અને તેણે તેનો મનુષ્ય જન્મ ગુમાવ્યો છે ।।૧।। વિરામ ।।
ਆਪੇ ਜਗਜੀਵਨੁ ਸੁਖਦਾਤਾ ਆਪੇ ਬਖਸਿ ਮਿਲਾਏ ॥ પરમાત્મા પોતે જ જગતના જીવો ની જિંદગી નો આશરો છે, પોતે જીવો ને સુખ દેવા વાળા છે, પોતે કૃપા કરીને જીવો ને પોતાની સાથે રાખે છે
ਜੀਅ ਜੰਤ ਏ ਕਿਆ ਵੇਚਾਰੇ ਕਿਆ ਕੋ ਆਖਿ ਸੁਣਾਏ ॥ જો તે પોતે જ કૃપા ન કરે તો તેને ચરણો માં જોડાવા માટે જગત ના જીવ સાવ અસમર્થ છે, પ્રભુ ની કૃપા વગર કોઈ પણ જીવ ના તો તેની કીર્તિ કહી શકે છે કે ના તો સાંભળી શકે છે
ਗੁਰਮੁਖਿ ਆਪੇ ਦੇਇ ਵਡਾਈ ਆਪੇ ਸੇਵ ਕਰਾਏ ॥੨॥ પરમાત્મા પોતે જ ગુરુ દ્વારા પોતાના નામની પ્રશંસા કરે છે અને પોતે જ પોતાની સેવા ભક્તિ કરાવે છે।।૨।।
ਦੇਖਿ ਕੁਟੰਬੁ ਮੋਹਿ ਲੋਭਾਣਾ ਚਲਦਿਆ ਨਾਲਿ ਨ ਜਾਈ ॥ જીવ પોતાના પરિવાર ને જોઈને તેના આકર્ષણ માં ફસાઈ જાય છે, પરંતુ પરિવાર નો કોઈ સાથી દુનિયામાં થી જવાના સમયે સાથે નથી જતો
ਸਤਗੁਰੁ ਸੇਵਿ ਗੁਣ ਨਿਧਾਨੁ ਪਾਇਆ ਤਿਸ ਦੀ ਕੀਮ ਨ ਪਾਈ ॥ જે મનુષ્ય એ ગુરુ એ દેખાડેલી સેવા કરીને ગુણો ના ખજાના પરમાત્મા ને શોઘી લીધા છે, તેની આધ્યાત્મિક મહાનતા ની કિંમત નથી મેળવી શકતા
ਹਰਿ ਪ੍ਰਭੁ ਸਖਾ ਮੀਤੁ ਪ੍ਰਭੁ ਮੇਰਾ ਅੰਤੇ ਹੋਇ ਸਖਾਈ ॥੩॥ પરમાત્મા તે મનુષ્ય નો મિત્ર બની જાય છે, અંત ના સમયે પણ તેનો સાથ આપે છે ।।૩।।
ਆਪਣੈ ਮਨਿ ਚਿਤਿ ਕਹੈ ਕਹਾਏ ਬਿਨੁ ਗੁਰ ਆਪੁ ਨ ਜਾਈ ॥ પોતાના મનમાં પોતાના શરીરમાં જીવ જરૂર કહેતો રહે બીજા થી પણ કહેવડાવતો રહે કે મારા અંદર અહંકાર નથી પરંતુ આ અહમ અહંકાર ગુરુ ના ચરણ માં પડ્યા વગર દૂર થતું નથી
ਹਰਿ ਜੀਉ ਦਾਤਾ ਭਗਤਿ ਵਛਲੁ ਹੈ ਕਰਿ ਕਿਰਪਾ ਮੰਨਿ ਵਸਾਈ ॥ જે પ્રભુ બધા જીવો ને દાન દેવા વાળા છે તથા ભક્તિ થી વ્હાલ કરે છે તે કૃપા કરી ને પોતે જ પોતાની ભક્તિ જીવ ના હદય માં વસાવે છે
ਨਾਨਕ ਸੋਭਾ ਸੁਰਤਿ ਦੇਇ ਪ੍ਰਭੁ ਆਪੇ ਗੁਰਮੁਖਿ ਦੇ ਵਡਿਆਈ ॥੪॥੧੫॥੪੮॥ હે નાનક! પ્રભુ પોતે જ પોતાની ભક્તિ નું ધ્યાન ધરાવે છે અને શોભા આપે છે, પોતે ગુરુ ની શરણ માં પાડી ને પોતાના ઓટલા પર થી આદર અને સત્કાર આપે છે ।।૪।।૧૫।।૪૮।।
ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੩ ॥ શ્રી રાગ મહેલ ૩ ।।
ਧਨੁ ਜਨਨੀ ਜਿਨਿ ਜਾਇਆ ਧੰਨੁ ਪਿਤਾ ਪਰਧਾਨੁ ॥ તે માઁ ભાગ્યશાળી છે જેણે ગુરુ ને જન્મ આપ્યો છે, ગુરુ ના પિતા પણ ભાગ્યશાળી છે અને મનુષ્ય જાતિ માં શ્રેષ્ઠ છે
ਸਤਗੁਰੁ ਸੇਵਿ ਸੁਖੁ ਪਾਇਆ ਵਿਚਹੁ ਗਇਆ ਗੁਮਾਨੁ ॥ ગુરુના શરણ મેળવીને આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત થાય છે જે મનુષ્ય ગુરુ ની શરણ માં આવે છે તેની અંદરથી અભિમાન દૂર થઈ જાય છે
ਦਰਿ ਸੇਵਨਿ ਸੰਤ ਜਨ ਖੜੇ ਪਾਇਨਿ ਗੁਣੀ ਨਿਧਾਨੁ ॥੧॥ જે સંત ગુરુ ના ઓટલા પર સાવધાન થઈને સેવા કરે છે તે ગુણો ના ખજાના પરમાત્મા ને મળી જાય છે।।૧।।
ਮੇਰੇ ਮਨ ਗੁਰ ਮੁਖਿ ਧਿਆਇ ਹਰਿ ਸੋਇ ॥ હે મારા મન ! ગુરુના શરણ માં પડી ને તે પરમાત્મા ને યાદ કર
ਗੁਰ ਕਾ ਸਬਦੁ ਮਨਿ ਵਸੈ ਮਨੁ ਤਨੁ ਨਿਰਮਲੁ ਹੋਇ ॥੧॥ ਰਹਾਉ ॥ જે મનુષ્ય માં ગુરુ ના શબ્દ વસી જાય છે તેનું મન પવિત્ર થઈ જાય છે, તેનું શરીર પવિત્ર થઈ જાય છે ।।૧।। વિરામ ।।
ਕਰਿ ਕਿਰਪਾ ਘਰਿ ਆਇਆ ਆਪੇ ਮਿਲਿਆ ਆਇ ॥ ગુરુના શરણ માં પડવાથી જ પરમાત્મા જીવ ના હદયમાં આવીને પ્રગટ થાય છે , પોતે જ આવીને મળે છે
ਗੁਰ ਸਬਦੀ ਸਾਲਾਹੀਐ ਰੰਗੇ ਸਹਜਿ ਸੁਭਾਇ ॥ ગુરુના શબ્દ દ્વારા જ પરમાત્મા ની મહિમા કરી શકાય છે જે મનુષ્ય મહિમા કરે છે તેને પ્રભુ આત્મિક અટળતામાં તેમજ પોતાના પ્રેમ માં રંગી દે છે
ਸਚੈ ਸਚਿ ਸਮਾਇਆ ਮਿਲਿ ਰਹੈ ਨ ਵਿਛੁੜਿ ਜਾਇ ॥੨॥ ગુરુની શરણમાં પડીને મનુષ્ય હંમેશા સ્થિર પ્રભુ માં લીન રહે છે, હંમેશા પ્રભુ ચરણો માં સમાયેલો રહે છે ક્યારેય છૂટો પડતો નથી ।।૨।।
ਜੋ ਕਿਛੁ ਕਰਣਾ ਸੁ ਕਰਿ ਰਹਿਆ ਅਵਰੁ ਨ ਕਰਣਾ ਜਾਇ ॥ પરમાત્મા નો આદેશ જ એવો છે કે તેને મળવા માટે મનુષ્ય સદ્દગુરુ ની શરણ માં પડે છે અને તે તેનું ઉલ્લંઘન થઈ શકતું નથી, તે પરમાત્મા તે જ બધું કરે જે તેનો આદેશ છે
ਚਿਰੀ ਵਿਛੁੰਨੇ ਮੇਲਿਅਨੁ ਸਤਗੁਰ ਪੰਨੈ ਪਾਇ ॥ તે આદેશ ની વિરુદ્ધ બીજું કઈ કરી શકાતું નથી સદગુરું સાથે જય ને પરમાત્મા ના વસ્ત્રો થી અલગ થયેલા જીવો ને પોતાના ચરણો માં લાવે છે
ਆਪੇ ਕਾਰ ਕਰਾਇਸੀ ਅਵਰੁ ਨ ਕਰਣਾ ਜਾਇ ॥੩॥ પ્રભુ પોતે જ ગુરુ ના ચરણો માં પડવા વાળા કામ જીવો થી કરાવે છે તેની વિરુદ્ધ નથી ચાલી શકાતું ।।૩।।
ਮਨੁ ਤਨੁ ਰਤਾ ਰੰਗ ਸਿਉ ਹਉਮੈ ਤਜਿ ਵਿਕਾਰ ॥ ગુરુ ના ચરણોમાં પડીને જ અભિમાન ની અવ્યવસ્થા દૂર કરી ને મનુષ્ય નું મન અને શરીર પણ પરમાત્મા ના પ્રેમ ના રંગ માં રંગાય જાય છે
ਅਹਿਨਿਸਿ ਹਿਰਦੈ ਰਵਿ ਰਹੈ ਨਿਰਭਉ ਨਾਮੁ ਨਿਰੰਕਾਰ ॥ જો મનુષ્ય પ્રભુ ના ચરણ માં પડે તો આકારહીન પરમાત્મા નું નિર્ભયતા દેવા વાળું નામ દિવસ રાત તેના હૃદય માં ટકી રહે છે
ਨਾਨਕ ਆਪਿ ਮਿਲਾਇਅਨੁ ਪੂਰੈ ਸਬਦਿ ਅਪਾਰ ॥੪॥੧੬॥੪੯॥ હે નાનક ! એકદમ પૂર્ણ પ્રભુ એ ગુરુ ના શબ્દો દ્વારા પોતે જીવો ને પોતાના ચરણોમાં મળ્યા છે ।૪।૧૬।૪૯।
ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੩ ॥ શ્રી રાગ મહેલ ૩।।
ਗੋਵਿਦੁ ਗੁਣੀ ਨਿਧਾਨੁ ਹੈ ਅੰਤੁ ਨ ਪਾਇਆ ਜਾਇ ॥ પરમાત્મા બધા ગુણોનો ખજાનો છે તેના ગુણોનો અંતિમ છેડો નથી શોધી સકાતો
ਕਥਨੀ ਬਦਨੀ ਨ ਪਾਈਐ ਹਉਮੈ ਵਿਚਹੁ ਜਾਇ ॥ માત્ર આ જ કહેવાથી કે મેં શોધી લીધા છે,પરમાત્મા ને પ્રાપ્ત નથી કરી શકતા, પરમાત્મા ત્યારે જ મળે છે જ્યારે મનુષ્ય માંથી અહંકાર સમાપ્ત થઈ જાય છે


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top