Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-281

Page 281

ਜਿਸ ਨੋ ਕ੍ਰਿਪਾ ਕਰੈ ਤਿਸੁ ਆਪਨ ਨਾਮੁ ਦੇਇ ॥ જે જે જીવ ઉપર મહેર કરે છે તે તે જીવને પોતાનું નામ બક્ષે છે
ਬਡਭਾਗੀ ਨਾਨਕ ਜਨ ਸੇਇ ॥੮॥੧੩॥ હે નાનક! તે મનુષ્ય ખૂબ જ ભાગ્યશાળી થઈ જાય છે ।।૮।।૧૩।।
ਸਲੋਕੁ ॥ શ્લોક ।।
ਤਜਹੁ ਸਿਆਨਪ ਸੁਰਿ ਜਨਹੁ ਸਿਮਰਹੁ ਹਰਿ ਹਰਿ ਰਾਇ ॥ હે ભલા માણસો! ચતુરાઈને ત્યાગો અને અકાલ પુરખનું સ્મરણ કરો
ਏਕ ਆਸ ਹਰਿ ਮਨਿ ਰਖਹੁ ਨਾਨਕ ਦੂਖੁ ਭਰਮੁ ਭਉ ਜਾਇ ॥੧॥ હે નાનક! એક પ્રભુની આશા મનમાં રાખો આવી રીતે દુઃખ વહેમ અને ડર દૂર થઈ જાય છે ।।૧।।
ਅਸਟਪਦੀ ॥ અષ્ટપદી।।
ਮਾਨੁਖ ਕੀ ਟੇਕ ਬ੍ਰਿਥੀ ਸਭ ਜਾਨੁ ॥ હે મન! કોઈ પણ મનુષ્ય નો આશરો બિલકુલ વ્યર્થ સમજ
ਦੇਵਨ ਕਉ ਏਕੈ ਭਗਵਾਨੁ ॥ એક અકાલપુરખ જ બધાં જીવોને આપવા માટે સમર્થ છે
ਜਿਸ ਕੈ ਦੀਐ ਰਹੈ ਅਘਾਇ ॥ તે જો આપે તો મનુષ્ય તૃપ્ત થઇ જાય છે
ਬਹੁਰਿ ਨ ਤ੍ਰਿਸਨਾ ਲਾਗੈ ਆਇ ॥ અને બીજી વાર તેને લાલચ દબોચી નથી લેતી
ਮਾਰੈ ਰਾਖੈ ਏਕੋ ਆਪਿ ॥ પ્રભુ ખુદ જ જીવને મારે છે અથવા પાલન-પોષણ કરે છે
ਮਾਨੁਖ ਕੈ ਕਿਛੁ ਨਾਹੀ ਹਾਥਿ ॥ કંઈપણ નશ્વરના હાથમાં નથી
ਤਿਸ ਕਾ ਹੁਕਮੁ ਬੂਝਿ ਸੁਖੁ ਹੋਇ ॥ એટલે તે માલિક ના હુકમને જે સમજે છે તે સુખી થાય છે
ਤਿਸ ਕਾ ਨਾਮੁ ਰਖੁ ਕੰਠਿ ਪਰੋਇ ॥ હે મન! તેનું નામ હર ક્ષણ યાદ કર
ਸਿਮਰਿ ਸਿਮਰਿ ਸਿਮਰਿ ਪ੍ਰਭੁ ਸੋਇ ॥ તે પ્રભુને સદાય પ્રેમ અને ભક્તિદ્વારા સ્મરણ કર
ਨਾਨਕ ਬਿਘਨੁ ਨ ਲਾਗੈ ਕੋਇ ॥੧॥ હે નાનક! નામ જપવા ની કૃપાથી જિંદગીના સફરમાં ક્યારેય રુકાવટ નથી આવતી ।।૧।।
ਉਸਤਤਿ ਮਨ ਮਹਿ ਕਰਿ ਨਿਰੰਕਾਰ ॥ પોતાની અંદર અકાલ પુરખ ની મહિમા કર
ਕਰਿ ਮਨ ਮੇਰੇ ਸਤਿ ਬਿਉਹਾਰ ॥ હે મારા મન! આ સાચો વ્યવહાર કર
ਨਿਰਮਲ ਰਸਨਾ ਅੰਮ੍ਰਿਤੁ ਪੀਉ ॥ જીભથી મીઠા નામનું અમૃત પી
ਸਦਾ ਸੁਹੇਲਾ ਕਰਿ ਲੇਹਿ ਜੀਉ ॥ તો આવી રીતે પોતાના પ્રાણને સદાય સુખી કરી લે
ਨੈਨਹੁ ਪੇਖੁ ਠਾਕੁਰ ਕਾ ਰੰਗੁ ॥ આંખોથી અકાલ પુરખ ના જગત નો તમાશો જો
ਸਾਧਸੰਗਿ ਬਿਨਸੈ ਸਭ ਸੰਗੁ ॥ ભલા લોકોની સંગતમાં સ્થિર થઈને રહે તેથી પરિવાર વગેરેનો મોહ મટી જાય છે
ਚਰਨ ਚਲਉ ਮਾਰਗਿ ਗੋਬਿੰਦ ॥ પગથી ઈશ્વરના રસ્તા ઉપર ચાલ
ਮਿਟਹਿ ਪਾਪ ਜਪੀਐ ਹਰਿ ਬਿੰਦ ॥ પ્રભુને તું રતી માત્ર પણ જપીશ તો પણ પાપ ધોવાઈજશે
ਕਰ ਹਰਿ ਕਰਮ ਸ੍ਰਵਨਿ ਹਰਿ ਕਥਾ ॥ હાથો થી, પ્રભુની રાહ માં જવાનું કામ કર અને કાનથી તેની મહિમા સાંભળ
ਹਰਿ ਦਰਗਹ ਨਾਨਕ ਊਜਲ ਮਥਾ ॥੨॥ હે નાનક! આવી રીતે પ્રભુના દરબારમાં સુખી થઈ જાય છે ।।૨।।
ਬਡਭਾਗੀ ਤੇ ਜਨ ਜਗ ਮਾਹਿ ॥ તે મનુષ્ય જગતમાં ખૂબ જ ભાગ્યશાળી હોય છે
ਸਦਾ ਸਦਾ ਹਰਿ ਕੇ ਗੁਨ ਗਾਹਿ ॥ જે મનુષ્ય સદાય પ્રભુના જ ગુણ ગાય છે
ਰਾਮ ਨਾਮ ਜੋ ਕਰਹਿ ਬੀਚਾਰ ॥ જે રામનામનો જાપ સદાય કરે છે
ਸੇ ਧਨਵੰਤ ਗਨੀ ਸੰਸਾਰ ॥ જે સંતુષ્ટ છે જે એક અકાલ તે મનુષ્ય જગતમાં ધનવાન છે પુરખ ના નામ નું ધ્યાન ધરે છે
ਮਨਿ ਤਨਿ ਮੁਖਿ ਬੋਲਹਿ ਹਰਿ ਮੁਖੀ ॥ જે ભલા લોકો મનથી અને મુખથી પ્રભુના નામનું ઉચ્ચારણ કરે છે
ਸਦਾ ਸਦਾ ਜਾਨਹੁ ਤੇ ਸੁਖੀ ॥ તેમને સદાય સુખી જાણો
ਏਕੋ ਏਕੁ ਏਕੁ ਪਛਾਨੈ ॥ જે મનુષ્ય કેવળ એક પ્રભુને બધી જગ્યાએ ઓળખે છે
ਇਤ ਉਤ ਕੀ ਓਹੁ ਸੋਝੀ ਜਾਨੈ ॥ તે આ લોકમાં અને પરલોકમાં જીવન ના સફર ની સમજ તેને આવી જાય છે
ਨਾਮ ਸੰਗਿ ਜਿਸ ਕਾ ਮਨੁ ਮਾਨਿਆ ॥ જે મનુષ્યનું મન પ્રભુના નામમાં વસી જાય છે
ਨਾਨਕ ਤਿਨਹਿ ਨਿਰੰਜਨੁ ਜਾਨਿਆ ॥੩॥ હે નાનક!તેણે પ્રભુ ને ઓળખી લીધા છે ।।૩।।
ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ਆਪਨ ਆਪੁ ਸੁਝੈ ॥ જે મનુષ્યને ગુરુની કૃપાથી પોતાની જાતની સમજ આવી જાય છે
ਤਿਸ ਕੀ ਜਾਨਹੁ ਤ੍ਰਿਸਨਾ ਬੁਝੈ ॥ એ જાણી લ્યો કે તેની તૃષ્ણા મટી જાય છે
ਸਾਧਸੰਗਿ ਹਰਿ ਹਰਿ ਜਸੁ ਕਹਤ ॥ જે પરમાત્માના પ્યારા સત્સંગમાં અકાળ પુરક ની મહિમા કરે છે
ਸਰਬ ਰੋਗ ਤੇ ਓਹੁ ਹਰਿ ਜਨੁ ਰਹਤ ॥ તે બધા જ રોગોથી બચી જાય છે
ਅਨਦਿਨੁ ਕੀਰਤਨੁ ਕੇਵਲ ਬਖ੍ਯ੍ਯਾਨੁ ॥ જે મનુષ્ય દરરોજ પ્રભુ નું કીર્તન કરે છે
ਗ੍ਰਿਹਸਤ ਮਹਿ ਸੋਈ ਨਿਰਬਾਨੁ ॥ તે મનુષ્ય ગૃહસ્થીમાં રહીને પણ નિર્લેપ રહે છે
ਏਕ ਊਪਰਿ ਜਿਸੁ ਜਨ ਕੀ ਆਸਾ ॥ પછી જે મનુષ્યની આશા એક અકાલ પુરખ ઉપર છે
ਤਿਸ ਕੀ ਕਟੀਐ ਜਮ ਕੀ ਫਾਸਾ ॥ તેની મૃત્યુ ની ફાંસી કાપવામાં આવે છે અને તે જન્મ અને મરણના ચક્રમાંથી બચી જાય છે
ਪਾਰਬ੍ਰਹਮ ਕੀ ਜਿਸੁ ਮਨਿ ਭੂਖ ॥ જે મનુષ્યના મનમાં પ્રભુ ને મળવાની તમન્ના છે
ਨਾਨਕ ਤਿਸਹਿ ਨ ਲਾਗਹਿ ਦੂਖ ॥੪॥ હે નાનક! તે મનુષ્યને કોઈ દુઃખ પાસે નથી આવતું ।।૪।।
ਜਿਸ ਕਉ ਹਰਿ ਪ੍ਰਭੁ ਮਨਿ ਚਿਤਿ ਆਵੈ ॥ જે મનુષ્યને હરિ પ્રભુ મનમાં સદાય યાદ રહે છે
ਸੋ ਸੰਤੁ ਸੁਹੇਲਾ ਨਹੀ ਡੁਲਾਵੈ ॥ તે સંત છે, સુખી છે તે ક્યારેય ગભરાતા નથી
ਜਿਸੁ ਪ੍ਰਭੁ ਅਪੁਨਾ ਕਿਰਪਾ ਕਰੈ ॥ જે મનુષ્ય ઉપર પ્રભુ પોતાની મહેરબાની કરે છે
ਸੋ ਸੇਵਕੁ ਕਹੁ ਕਿਸ ਤੇ ਡਰੈ ॥ બતાવો પ્રભુના તે સેવક ને બીજો કેવો ડર હોઈ શકે?
ਜੈਸਾ ਸਾ ਤੈਸਾ ਦ੍ਰਿਸਟਾਇਆ ॥ કારણ કે તે પ્રભુ જેવો છે તેવો જ તેને દેખાઈ ગયો છે જેવી રીતે તે સાચે માં જ છે
ਅਪੁਨੇ ਕਾਰਜ ਮਹਿ ਆਪਿ ਸਮਾਇਆ ॥ પોતાની રચેલી દુનિયા માં સ્વયં તે વ્યાપક છે
ਸੋਧਤ ਸੋਧਤ ਸੋਧਤ ਸੀਝਿਆ ॥ નિત્ય વિચાર કરીને સફળતા મળી જાય છે
ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ਤਤੁ ਸਭੁ ਬੂਝਿਆ ॥ ગુરુની કૃપાથી બધી જ વાસ્તવિકતા સમજમાં આવી જાય છે
ਜਬ ਦੇਖਉ ਤਬ ਸਭੁ ਕਿਛੁ ਮੂਲੁ ॥ મને બધી જ વસ્તુ ના પ્રારંભ મૂળ રૂપમાં પ્રભુ નો રંગ દેખાઈ રહ્યો છે .આ દેખાતો સંસાર પણ સ્વયં તેજ છે અને બધાં જ ની અંદર વ્યાપક જ્યોતિ પણ તે પોતે જ છે
ਨਾਨਕ ਸੋ ਸੂਖਮੁ ਸੋਈ ਅਸਥੂਲੁ ॥੫॥ હે નાનક! મારી ઉપર ગુરુની મહેર થઇ છે હવે હું જગતને તેના સાચા સ્વરૂપમાં જોઈ શકું છું ।।૫।।
ਨਹ ਕਿਛੁ ਜਨਮੈ ਨਹ ਕਿਛੁ ਮਰੈ ॥ ન તો કંઇ જ પેદા થયું છે અને ન કંઈ મરે છે
ਆਪਨ ਚਲਿਤੁ ਆਪ ਹੀ ਕਰੈ ॥ આ જન્મ-મરણ તો પ્રભુ સ્વયં ખેલ કરી રહ્યા છે
ਆਵਨੁ ਜਾਵਨੁ ਦ੍ਰਿਸਟਿ ਅਨਦ੍ਰਿਸਟਿ ॥ પેદા થવું મરવું દેખાઈ જાય છે અને નથી દેખાતું
ਆਗਿਆਕਾਰੀ ਧਾਰੀ ਸਭ ਸ੍ਰਿਸਟਿ ॥ આ આખા સંસારને પ્રભુએ પોતાના હુકમમાં ચાલવાવાળો બનાવી દીધો છે
error: Content is protected !!
Scroll to Top
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/