Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-282

Page 282

ਆਪੇ ਆਪਿ ਸਗਲ ਮਹਿ ਆਪਿ ॥ બધા જ જીવોમાં કેવળ તે ખુદ છે
ਅਨਿਕ ਜੁਗਤਿ ਰਚਿ ਥਾਪਿ ਉਥਾਪਿ ॥ અનેક રીતે જગતને બનાવી, બનાવીને નાશ પણ કરી દીધો છે
ਅਬਿਨਾਸੀ ਨਾਹੀ ਕਿਛੁ ਖੰਡ ॥ પ્રભુ પોતે અવિનાશી છે તેનો ક્યારેય નાશ નથી થતો
ਧਾਰਣ ਧਾਰਿ ਰਹਿਓ ਬ੍ਰਹਮੰਡ ॥ આખા બ્રહ્માંડની રચના પણ તેણે સ્વયંને જ રચેલી છે
ਅਲਖ ਅਭੇਵ ਪੁਰਖ ਪਰਤਾਪ ॥ તે વ્યાપક પ્રભુના પ્રતાપ નો કોઈ ભેદ નથી પામી શક્યા તેનું વર્ણન નથી થઈ શકતું
ਆਪਿ ਜਪਾਏ ਤ ਨਾਨਕ ਜਾਪ ॥੬॥ હે નાનક!જો તે સ્વયમ પોતાનો જાપ કરાવે તો જ જીવ જાપ કરી શકે ।।૬।।
ਜਿਨ ਪ੍ਰਭੁ ਜਾਤਾ ਸੁ ਸੋਭਾਵੰਤ ॥ જે લોકો એ પ્રભુને ઓળખી લીધા છે તે શોભા વાળા થઈ ગયા છે
ਸਗਲ ਸੰਸਾਰੁ ਉਧਰੈ ਤਿਨ ਮੰਤ ॥ આખું જગત તેમના ઉપદેશોથી બચી જાય છે
ਪ੍ਰਭ ਕੇ ਸੇਵਕ ਸਗਲ ਉਧਾਰਨ ॥ હરિ ના ભક્તો બધા જ જીવોને બચાવવા ની લાયકાત ધરાવે છે
ਪ੍ਰਭ ਕੇ ਸੇਵਕ ਦੂਖ ਬਿਸਾਰਨ ॥ ભગવાનના સેવકો બધાયના દુઃખ દૂર કરવા માટે સમર્થ છે
ਆਪੇ ਮੇਲਿ ਲਏ ਕਿਰਪਾਲ ॥ સેવકોને કૃપાળુ પ્રભુ પોતે જ પોતાની સાથે મેળવી લે છે
ਗੁਰ ਕਾ ਸਬਦੁ ਜਪਿ ਭਏ ਨਿਹਾਲ ॥ સદગુરુ ના શબ્દો પાકેલા ફૂલની જેમ ખીલી ઊઠે છે
ਉਨ ਕੀ ਸੇਵਾ ਸੋਈ ਲਾਗੈ ॥ તે મનુષ્ય જ તે સેવકોની સેવામાં લાગેલા રહે છે
ਜਿਸ ਨੋ ਕ੍ਰਿਪਾ ਕਰਹਿ ਬਡਭਾਗੈ ॥ જેની ઉપર પરમાત્માની કૃપા થાય છે અને તે ભાગ્યશાળી છે
ਨਾਮੁ ਜਪਤ ਪਾਵਹਿ ਬਿਸ੍ਰਾਮੁ ॥ પણ હે પ્રભુ તું પોતે જ મહેર કરે છે તે સેવક નામ જપવાથી અડોલ અવસ્થા હાસિલ કરી લે છે
ਨਾਨਕ ਤਿਨ ਪੁਰਖ ਕਉ ਊਤਮ ਕਰਿ ਮਾਨੁ ॥੭॥ હે નાનક! તે લોકો ને ખૂબ જ ઊંચા મનુષ્ય સમજ ।।૭।।
ਜੋ ਕਿਛੁ ਕਰੈ ਸੁ ਪ੍ਰਭ ਕੈ ਰੰਗਿ ॥ જે કંઈ પણ કરે છે પ્રભુની મંજૂરીમાં રહીને જ કરે છે
ਸਦਾ ਸਦਾ ਬਸੈ ਹਰਿ ਸੰਗਿ ॥ પ્રભુના સેવક સદાય પ્રભુની હજુરી માં વસે છે
ਸਹਜ ਸੁਭਾਇ ਹੋਵੈ ਸੋ ਹੋਇ ॥ સહજ જ જે કંઈ પણ થાય છે તે પ્રભુની મરજી જ જાણે છે
ਕਰਣੈਹਾਰੁ ਪਛਾਣੈ ਸੋਇ ॥ અને બધું જ કરવા વાળા પ્રભુ ને તે ઓળખે છે
ਪ੍ਰਭ ਕਾ ਕੀਆ ਜਨ ਮੀਠ ਲਗਾਨਾ ॥ પ્રભુના સેવકોને પ્રભુએ કરેલું બધું જ મીઠું લાગે છે
ਜੈਸਾ ਸਾ ਤੈਸਾ ਦ੍ਰਿਸਟਾਨਾ ॥ કારણ કે પ્રભુ સર્વ વ્યાપક છે અને તેઓ જ તેને નજર પણ આવે છે
ਜਿਸ ਤੇ ਉਪਜੇ ਤਿਸੁ ਮਾਹਿ ਸਮਾਏ ॥ જે પ્રભુથી તે સેવકો પેદા થયા છે તેમાં જ તે લીન રહે છે
ਓਇ ਸੁਖ ਨਿਧਾਨ ਉਨਹੂ ਬਨਿ ਆਏ ॥ તે સુખનો ખજાનો થઈ જાય છે અને તેનો દરજ્જો પણ તેમનો જ છે
ਆਪਸ ਕਉ ਆਪਿ ਦੀਨੋ ਮਾਨੁ ॥ સેવકોને સન્માન આપીને પ્રભુ પોતે પોતાની જ સન્માન આપે છે કારણ કે સેવક નું સન્માન પ્રભુ નું સન્માન છે
ਨਾਨਕ ਪ੍ਰਭ ਜਨੁ ਏਕੋ ਜਾਨੁ ॥੮॥੧੪॥ હે નાનક! પ્રભુ અને પ્રભુના સેવકોને એકરૂપ સમજો ।।૮।।૧૪।।
ਸਲੋਕੁ ॥ શ્લોક ||
ਸਰਬ ਕਲਾ ਭਰਪੂਰ ਪ੍ਰਭ ਬਿਰਥਾ ਜਾਨਨਹਾਰ ॥ પ્રભુ બધી જ શક્તિઓ ની સાથે પૂર્ણ છે બધા જીવોના દુઃખદર્દ જાણે છે
ਜਾ ਕੈ ਸਿਮਰਨਿ ਉਧਰੀਐ ਨਾਨਕ ਤਿਸੁ ਬਲਿਹਾਰ ॥੧॥ હે નાનક! એવા પ્રભુનું સ્મરણ કરીને વિકારોથી બચી શકાય છે તેને હું સદાય કુરબાન થઇ જાઉં છું ।।૧।।
ਅਸਟਪਦੀ ॥ અષ્ટપદી ||
ਟੂਟੀ ਗਾਢਨਹਾਰ ਗੋੁਪਾਲ ॥ બધાં જીવોને પાલન પોષણ કરવા વાળા ગોપાલ પ્રભુ પોતે જ છે
ਸਰਬ ਜੀਆ ਆਪੇ ਪ੍ਰਤਿਪਾਲ ॥ તે જાતે જ બધા માણસોનું ધ્યાન રાખે છે
ਸਗਲ ਕੀ ਚਿੰਤਾ ਜਿਸੁ ਮਨ ਮਾਹਿ જે પ્રભુ ને પોતાના મનમાં બધાની રોજીરોટી ની ફિકર છે
ਤਿਸ ਤੇ ਬਿਰਥਾ ਕੋਈ ਨਾਹਿ ॥ તે તેના દરબારમાંથી કોઇ પણ જીવ ના ઉમ્મીદ નથી જતો
ਰੇ ਮਨ ਮੇਰੇ ਸਦਾ ਹਰਿ ਜਾਪਿ ॥ હે મારા મન! સદાય પ્રભુનો જાપ કર
ਅਬਿਨਾਸੀ ਪ੍ਰਭੁ ਆਪੇ ਆਪਿ ॥ તે નાશ રહિત છે અને તે પોતાના જેવો ફક્ત એક જ છે
ਆਪਨ ਕੀਆ ਕਛੂ ਨ ਹੋਇ ॥ પ્રાણી પોતાના પ્રયત્નોથી કરેલું કોઈપણ કામ સફળ નથી કરી શકતો
ਜੇ ਸਉ ਪ੍ਰਾਨੀ ਲੋਚੈ ਕੋਇ ॥ જો કોઈ પ્રાણી સો વાર ઇચ્છે તો પણ
ਤਿਸੁ ਬਿਨੁ ਨਾਹੀ ਤੇਰੈ ਕਿਛੁ ਕਾਮ ॥ તે પ્રભુ વગર કોઈ બીજી વસ્તુ અસલમાં તને કામ નહીં લાગે
ਗਤਿ ਨਾਨਕ ਜਪਿ ਏਕ ਹਰਿ ਨਾਮ ॥੧॥ હે નાનક! એક પ્રભુનું નામ જપીશ તો ગતિ થશે ।।૧।।
ਰੂਪਵੰਤੁ ਹੋਇ ਨਾਹੀ ਮੋਹੈ ॥ કોઈ વ્યક્તિ રૂપવાન હોય તો તે રૂપનો ગુમાન ન કરે
ਪ੍ਰਭ ਕੀ ਜੋਤਿ ਸਗਲ ਘਟ ਸੋਹੈ ॥ કારણ કે આખા શરીરમાં પ્રભુની જ જ્યોતિ સુશોભિત છે
ਧਨਵੰਤਾ ਹੋਇ ਕਿਆ ਕੋ ਗਰਬੈ ॥ ધનવાન થઈને શું કોઈ મનુષ્ય અહંકાર કરે છે?
ਜਾ ਸਭੁ ਕਿਛੁ ਤਿਸ ਕਾ ਦੀਆ ਦਰਬੈ ॥ જ્યારે કે બધું જ ધન તે પ્રભુનું જ દીધેલું છે
ਅਤਿ ਸੂਰਾ ਜੇ ਕੋਊ ਕਹਾਵੈ ॥ જો કોઈ મનુષ્ય પોતે પોતાને મોટો શૂરવીર કહેવડાવે
ਪ੍ਰਭ ਕੀ ਕਲਾ ਬਿਨਾ ਕਹ ਧਾਵੈ ॥ તો તે એવું વિચારી લે કે પ્રભુએ આપેલી તાકાત વગર શું તે દોડી શકત?
ਜੇ ਕੋ ਹੋਇ ਬਹੈ ਦਾਤਾਰੁ ॥ જો કોઈ ધનાઢય હોય અને દાતા બની બેસે
ਤਿਸੁ ਦੇਨਹਾਰੁ ਜਾਨੈ ਗਾਵਾਰੁ ॥ તો તે મૂર્ખ તે પ્રભુ ને ઓળખે કે જે બધાં જીવોને દાન દેવા માટે સમર્થ છે
ਜਿਸੁ ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ਤੂਟੈ ਹਉ ਰੋਗੁ ॥ જેનો અહંકાર રૂપી રોગ ગુરુની કૃપા માં દૂર થઈ ગયો છે
ਨਾਨਕ ਸੋ ਜਨੁ ਸਦਾ ਅਰੋਗੁ ॥੨॥ હે નાનક! તે મનુષ્ય સદાય નિરોગી છે ।।૨।।
ਜਿਉ ਮੰਦਰ ਕਉ ਥਾਮੈ ਥੰਮਨੁ ॥ જેવી રીતે ઘરની છત ને થાંભલા નો સહારો લેવો પડે છે
ਤਿਉ ਗੁਰ ਕਾ ਸਬਦੁ ਮਨਹਿ ਅਸਥੰਮਨੁ ॥ તેવી રીતે ગુરુના શબ્દ મનનો સહારો છે
ਜਿਉ ਪਾਖਾਣੁ ਨਾਵ ਚੜਿ ਤਰੈ ॥ જેવી રીતે પથ્થર નાવમાં ચડીને નદી પાર કરી લે છે
ਪ੍ਰਾਣੀ ਗੁਰ ਚਰਣ ਲਗਤੁ ਨਿਸਤਰੈ ॥ તેવી રીતે ગુરુના ચરણમાં રહેતો માણસ સંસાર સમુદ્ર તરી જાય છે
ਜਿਉ ਅੰਧਕਾਰ ਦੀਪਕ ਪਰਗਾਸੁ ॥ જેવી રીતે દીપક અંધકાર દૂર કરીને રોશની આપે છે
ਗੁਰ ਦਰਸਨੁ ਦੇਖਿ ਮਨਿ ਹੋਇ ਬਿਗਾਸੁ ॥ તેવી જ રીતે ગુરુના દર્શન કરીને મન ખીલી જાય છે નવું પેદા થઈ જાય છે
ਜਿਉ ਮਹਾ ਉਦਿਆਨ ਮਹਿ ਮਾਰਗੁ ਪਾਵੈ ॥ જેવી રીતે કોઇ ઘનઘોર જંગલમાં ભટકેલા ને રાહ મળી જાય
ਤਿਉ ਸਾਧੂ ਸੰਗਿ ਮਿਲਿ ਜੋਤਿ ਪ੍ਰਗਟਾਵੈ ॥ તેવી રીતે સાધુની સંગત માં બેસીને અકાલ પુરખ ની જ્યોતિ મનુષ્યની અંદર પ્રગટ થઈ જાય છે
ਤਿਨ ਸੰਤਨ ਕੀ ਬਾਛਉ ਧੂਰਿ ॥ હું તે સંતોના ચરણ ની ધૂળ માંગું છું
ਨਾਨਕ ਕੀ ਹਰਿ ਲੋਚਾ ਪੂਰਿ ॥੩॥ હે પ્રભુ! નાનકની આ ઈચ્છા પૂરી કરી દે ।।૩।।
ਮਨ ਮੂਰਖ ਕਾਹੇ ਬਿਲਲਾਈਐ ॥ હે મૂર્ખ મન! દુખ મળવાથી શા માટે ચીસો પાડે છે?


© 2017 SGGS ONLINE
Scroll to Top