GUJARATI PAGE 275

ਤਿਸ ਕਾ ਨਾਮੁ ਸਤਿ ਰਾਮਦਾਸੁ ॥
તે મનુષ્ય નું નામ સાચા અર્થમાં ‘રામદાસ’ પ્રભુનો સેવક છે

ਆਤਮ ਰਾਮੁ ਤਿਸੁ ਨਦਰੀ ਆਇਆ ॥
તેને સર્વ વ્યાપી પ્રભુ દેખાઈ જાય છે

ਦਾਸ ਦਸੰਤਣ ਭਾਇ ਤਿਨਿ ਪਾਇਆ ॥
દાસોના દાસ હોવાના સ્વભાવ થી તેણે પ્રભુને પામી લીધા છે

ਸਦਾ ਨਿਕਟਿ ਨਿਕਟਿ ਹਰਿ ਜਾਨੁ ॥
જે મનુષ્ય સદાય પ્રભુને નજીકથી જાણે છે

ਸੋ ਦਾਸੁ ਦਰਗਹ ਪਰਵਾਨੁ ॥
તે સેવક દરબારમાં સ્વીકાર થઈ જાય છે

ਅਪੁਨੇ ਦਾਸ ਕਉ ਆਪਿ ਕਿਰਪਾ ਕਰੈ ॥
પ્રભુ તે સેવક ઉપર હંમેશાપોતે પણ તેની કૃપા આપે છે

ਤਿਸੁ ਦਾਸ ਕਉ ਸਭ ਸੋਝੀ ਪਰੈ ॥
અને તે સેવકને સાચી સમજ આવી જાય છે

ਸਗਲ ਸੰਗਿ ਆਤਮ ਉਦਾਸੁ ॥
આખા પરિવાર માં રહેવા છતાં પણ અંદરથી તે નિર્મોહી થઈ જાય છે

ਐਸੀ ਜੁਗਤਿ ਨਾਨਕ ਰਾਮਦਾਸੁ ॥੬॥
હે નાનક! એવા જીવનની યુક્તિથી તે સાચા અર્થમાં રામદાસ બની જાય છે ।।૬।।

ਪ੍ਰਭ ਕੀ ਆਗਿਆ ਆਤਮ ਹਿਤਾਵੈ ॥
જે મનુષ્ય પ્રભુની મરજી ને મનમાં મીઠી કરીને માને છે

ਜੀਵਨ ਮੁਕਤਿ ਸੋਊ ਕਹਾਵੈ ॥
તે જીવતા જીવ મુક્ત કહેવાય છે

ਤੈਸਾ ਹਰਖੁ ਤੈਸਾ ਉਸੁ ਸੋਗੁ ॥
તેને માટે ખુશી અથવા ગમ એક સમાન છે

ਸਦਾ ਅਨੰਦੁ ਤਹ ਨਹੀ ਬਿਓਗੁ ॥
તેને સદા આનંદમાં જ રહે છે કારણ કે તેના હૃદયમાં પ્રભુના ચરણોનો વિજોગ નથી

ਤੈਸਾ ਸੁਵਰਨੁ ਤੈਸੀ ਉਸੁ ਮਾਟੀ ॥
સોનુ અને માટી પણ તે મનુષ્યને માટે એક બરાબર છે

ਤੈਸਾ ਅੰਮ੍ਰਿਤੁ ਤੈਸੀ ਬਿਖੁ ਖਾਟੀ ॥
અમૃત અને કડવું ઝેર પણ તેને માટે એક સરખું છે

ਤੈਸਾ ਮਾਨੁ ਤੈਸਾ ਅਭਿਮਾਨੁ ॥
કોઈ તેની સાથે આદર નો વહેવાર કરે અથવા અહંકારનો તે મનુષ્યને માટે એક સમાન છે

ਤੈਸਾ ਰੰਕੁ ਤੈਸਾ ਰਾਜਾਨੁ ॥
કંગાલ અને શહેનશાહ પણ તેની નજરમાં એક બરાબર છે

ਜੋ ਵਰਤਾਏ ਸਾਈ ਜੁਗਤਿ ॥
જે કાંઈ પણ પ્રભુ કરે છે તે તેના માટે જિંદગીનો સાચો રસ્તો છે

ਨਾਨਕ ਓਹੁ ਪੁਰਖੁ ਕਹੀਐ ਜੀਵਨ ਮੁਕਤਿ ॥੭॥
હે નાનક! તે મનુષ્ય જીવિત હોવા છતાં પણ મુક્ત કહેવાય છે ।।૭।।

ਪਾਰਬ੍ਰਹਮ ਕੇ ਸਗਲੇ ਠਾਉ ॥
બધી જગ્યાએ અકાલ પુરખ જ છે

ਜਿਤੁ ਜਿਤੁ ਘਰਿ ਰਾਖੈ ਤੈਸਾ ਤਿਨ ਨਾਉ ॥
જે જે જગ્યાએ તે જીવને રાખે છે તેવું જ તેનું નામ પડી જાય છે

ਆਪੇ ਕਰਨ ਕਰਾਵਨ ਜੋਗੁ ॥
પ્રભુ સ્વયમ જ બધું કરવાની તાકાત રાખે છે

ਪ੍ਰਭ ਭਾਵੈ ਸੋਈ ਫੁਨਿ ਹੋਗੁ ॥
જે પ્રભુ ને સારું લાગે છે તે જ થાય છે

ਪਸਰਿਓ ਆਪਿ ਹੋਇ ਅਨਤ ਤਰੰਗ ॥
જિંદગીની અનંત લહેરો બનીને અકાલ પૂરક ખુદ જ બધી જગ્યાએ મોજુદ છે

ਲਖੇ ਨ ਜਾਹਿ ਪਾਰਬ੍ਰਹਮ ਕੇ ਰੰਗ ॥
અકાલ પુરખની રમત નુ વર્ણન નથી થઈ શકતું

ਜੈਸੀ ਮਤਿ ਦੇਇ ਤੈਸਾ ਪਰਗਾਸ ॥
જેવી રીતે ની બુદ્ધિ તે આપે છે તેવી રોશની જીવની અંદર થાય છે

ਪਾਰਬ੍ਰਹਮੁ ਕਰਤਾ ਅਬਿਨਾਸ ॥
અકાલ પુરખ સ્વયં બધું જ કરવા વાળા છે

ਸਦਾ ਸਦਾ ਸਦਾ ਦਇਆਲ ॥
પ્રભુ સદા મહેર કરવાવાળા છે

ਸਿਮਰਿ ਸਿਮਰਿ ਨਾਨਕ ਭਏ ਨਿਹਾਲ ॥੮॥੯॥
હે નાનક! જીવ તેને સદા સ્મરણ કરીને ફૂલની જેમ ખીલેલા રહે છે ।।૮।।૧।।

ਸਲੋਕੁ ॥
શ્લોક ।।

ਉਸਤਤਿ ਕਰਹਿ ਅਨੇਕ ਜਨ ਅੰਤੁ ਨ ਪਾਰਾਵਾਰ ॥

અનેક લોકો પ્રભુના ગુણ ના વખાણ કરે છે પરંતુ તેના ગુણો અનંત છે

ਨਾਨਕ ਰਚਨਾ ਪ੍ਰਭਿ ਰਚੀ ਬਹੁ ਬਿਧਿ ਅਨਿਕ ਪ੍ਰਕਾਰ ॥੧॥
હે નાનક! આ આખીયે સૃષ્ટિ પ્રભુએ કેટલીયે પ્રકારે અને કેટલીય રીતે બનાવેલી છે ।।૧।।

ਅਸਟਪਦੀ ॥
અષ્ટપદી।।

ਕਈ ਕੋਟਿ ਹੋਏ ਪੂਜਾਰੀ ॥
પ્રભુની રચેલી આ દુનિયામાં કેટલાંય કરોડો લોકો પુજારી છે

ਕਈ ਕੋਟਿ ਆਚਾਰ ਬਿਉਹਾਰੀ ॥
અને કેટલાંય કરોડો ધાર્મિક રીતિ-રિવાજ કરવાવાળા છે

ਕਈ ਕੋਟਿ ਭਏ ਤੀਰਥ ਵਾਸੀ ॥
કેટલાંય કરોડો લોકો તીર્થોના વાસી છે

ਕਈ ਕੋਟਿ ਬਨ ਭ੍ਰਮਹਿ ਉਦਾਸੀ ॥
અને કેટલાંય કરોડો જગતથી દૂર જઈને જંગલોમાં ફરે છે

ਕਈ ਕੋਟਿ ਬੇਦ ਕੇ ਸ੍ਰੋਤੇ ॥
કેટલાંય કરોડો જીવ વેદને સાંભળે છે

ਕਈ ਕੋਟਿ ਤਪੀਸੁਰ ਹੋਤੇ ॥
અને કેટલાંય કરોડો મોટા મોટા તપસ્વી બનેલા છે

ਕਈ ਕੋਟਿ ਆਤਮ ਧਿਆਨੁ ਧਾਰਹਿ ॥
કેટલાંય કરોડ મનુષ્ય પોતાની અંદર ઈશ્વરનું ધ્યાન ધરીને બેઠા છે

ਕਈ ਕੋਟਿ ਕਬਿ ਕਾਬਿ ਬੀਚਾਰਹਿ ॥
અને કેટલાંય કરોડ મનુષ્ય કવિઓની રચેલી કવિતા ઉપર વિચાર કરે છે

ਕਈ ਕੋਟਿ ਨਵਤਨ ਨਾਮ ਧਿਆਵਹਿ ॥
કેટલાંયકરોડો લોકો પ્રભુના નિત્ય નવા નામનું સ્મરણ કરે છે

ਨਾਨਕ ਕਰਤੇ ਕਾ ਅੰਤੁ ਨ ਪਾਵਹਿ ॥੧॥
પણ હે નાનક! તે કરતાર નો કોઈ પણ અંત જ પામી નથી શકતા ।।૧।।

ਕਈ ਕੋਟਿ ਭਏ ਅਭਿਮਾਨੀ ॥
આ જગતની રચના માં કરોડો અહંકારી જીવ છે

ਕਈ ਕੋਟਿ ਅੰਧ ਅਗਿਆਨੀ ॥
કરોડો લોકો હદ દરજ્જાના જાહિલ છે

ਕਈ ਕੋਟਿ ਕਿਰਪਨ ਕਠੋਰ ॥

કરોડો મનુષ્ય કંજૂસ અને પથ્થર દિલ છે

ਕਈ ਕੋਟਿ ਅਭਿਗ ਆਤਮ ਨਿਕੋਰ ॥
અને કેટલાય કરોડ અંદરથી વંચિત છે જે કોઈના દુઃખ જોઈને ક્યારેય પલળતા નથી

ਕਈ ਕੋਟਿ ਪਰ ਦਰਬ ਕਉ ਹਿਰਹਿ ॥
કરોડો લોકો બીજાનું ધન ચોરે છે

ਕਈ ਕੋਟਿ ਪਰ ਦੂਖਨਾ ਕਰਹਿ ॥
અને કરોડો બીજાની નિંદા કરે છે

ਕਈ ਕੋਟਿ ਮਾਇਆ ਸ੍ਰਮ ਮਾਹਿ ॥
કરોડો લોકો ધન કમાવા માટે મહેનત માં લાગેલા છે

ਕਈ ਕੋਟਿ ਪਰਦੇਸ ਭ੍ਰਮਾਹਿ ॥
અને કેટલાય કરોડ બીજા દેશોમાં ભટકી રહ્યા છે

ਜਿਤੁ ਜਿਤੁ ਲਾਵਹੁ ਤਿਤੁ ਤਿਤੁ ਲਗਨਾ ॥
હે પ્રભુ! જેને જેને તું વ્યસ્તતામાં રાખે છે તે જીવ તેમજ લાગેલો છે

ਨਾਨਕ ਕਰਤੇ ਕੀ ਜਾਨੈ ਕਰਤਾ ਰਚਨਾ ॥੨॥
હે નાનક! કર્તાર ની રચના નો ભેદ ફક્ત કર્તાર જ જાણે છે ।।૨।।

ਕਈ ਕੋਟਿ ਸਿਧ ਜਤੀ ਜੋਗੀ ॥
આ સૃષ્ટિની રચનામાં કરોડો સિધ્ધો છે અને કામને વશ રાખવાવાળા કેટલાં જોગી છે

ਕਈ ਕੋਟਿ ਰਾਜੇ ਰਸ ਭੋਗੀ ॥

અને કરોડો રસ ભોગવાવાળા રાજાઓ છે

ਕਈ ਕੋਟਿ ਪੰਖੀ ਸਰਪ ਉਪਾਏ ॥
કરોડો પક્ષી અને સાપ પ્રભુએ પેદા કર્યા છે

ਕਈ ਕੋਟਿ ਪਾਥਰ ਬਿਰਖ ਨਿਪਜਾਏ ॥
અને કરોડો પથ્થરો અને વૃક્ષો ઉગાડયાં છે

ਕਈ ਕੋਟਿ ਪਵਣ ਪਾਣੀ ਬੈਸੰਤਰ ॥
કરોડો હવા પાણી અને આગ છે

ਕਈ ਕੋਟਿ ਦੇਸ ਭੂ ਮੰਡਲ ॥
કરોડો દેશ અને કરોડો પૃથ્વી છે

ਕਈ ਕੋਟਿ ਸਸੀਅਰ ਸੂਰ ਨਖ੍ਯ੍ਯਤ੍ਰ ॥
કેટલાય કરોડ ચંદ્ર અને સૂર્ય અને તારા છે