Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-274

Page 274

ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਆਪਿ ਨਿਰੰਕਾਰੁ ॥ બ્રહ્મજ્ઞાની તો પ્રત્યક્ષ સ્વયં ઈશ્વર છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕੀ ਸੋਭਾ ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਬਨੀ ॥ બ્રહ્મજ્ઞાની ની મહિમા કોઈ બ્રહ્મજ્ઞાની જ કરી શકે
ਨਾਨਕ ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਸਰਬ ਕਾ ਧਨੀ ॥੮॥੮॥ હે નાનક! બ્રહ્મજ્ઞાની બધાં જીવોનો માલિક છે ।।૮।।૮।।
ਸਲੋਕੁ ॥ શ્લોક ।।
ਉਰਿ ਧਾਰੈ ਜੋ ਅੰਤਰਿ ਨਾਮੁ ॥ જે હૃદયમાં નામ સ્થાપિત કરે છે
ਸਰਬ ਮੈ ਪੇਖੈ ਭਗਵਾਨੁ ॥ જેઓ બધામાં ભગવાનને વળગીને જુએ છે
ਨਿਮਖ ਨਿਮਖ ਠਾਕੁਰ ਨਮਸਕਾਰੈ ॥ અને જે દરેક ક્ષણે ગુરુને આદર આપે છે
ਨਾਨਕ ਓਹੁ ਅਪਰਸੁ ਸਗਲ ਨਿਸਤਾਰੈ ॥੧॥ હે નાનક! તે જ અસલમાં અસ્પૃશ્ય રહી શકે છે અને તે બધાં જ જીવો ને સંસાર સમુદ્ર માંથી તારી લે છે ।।૧।।
ਅਸਟਪਦੀ ॥ અષ્ટપદી ।।
ਮਿਥਿਆ ਨਾਹੀ ਰਸਨਾ ਪਰਸ ॥ જે મનુષ્યની જીભને ખોટું અડતુ પણ નથી
ਮਨ ਮਹਿ ਪ੍ਰੀਤਿ ਨਿਰੰਜਨ ਦਰਸ ॥ જે માણસ માણસ સદાય પોતાના હૃદયમાં અકાલ પુરખ ના દર્શન ની તમન્ના રાખે છે
ਪਰ ਤ੍ਰਿਅ ਰੂਪੁ ਨ ਪੇਖੈ ਨੇਤ੍ਰ ॥ જે પરાઈ સ્ત્રી ની યુવાની ને પોતાની આંખોથી નથી જોતા
ਸਾਧ ਕੀ ਟਹਲ ਸੰਤਸੰਗਿ ਹੇਤ ॥ ભલા મનુષ્યોની સેવા કરે છે અને સંત લોકોની સંગતિમાં પ્રીતિ રાખે છે
ਕਰਨ ਨ ਸੁਨੈ ਕਾਹੂ ਕੀ ਨਿੰਦਾ ॥ જે કાનથી કોઈની પણ નિંદા નથી સાંભળતા
ਸਭ ਤੇ ਜਾਨੈ ਆਪਸ ਕਉ ਮੰਦਾ ॥ પરંતુ બધાંથી વધારે પોતાને ખરાબ સમજે છે
ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ਬਿਖਿਆ ਪਰਹਰੈ ॥ જે ગુરુની મહેરબાની થી મનના પ્રભાવથી દૂર રહી શકે છે
ਮਨ ਕੀ ਬਾਸਨਾ ਮਨ ਤੇ ਟਰੈ ॥ અને જેના મન ની વાસના મનમાંથી તૂટી જાય છે
ਇੰਦ੍ਰੀ ਜਿਤ ਪੰਚ ਦੋਖ ਤੇ ਰਹਤ ॥ જે પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખીને કામ આદિક પાંચ વિકારોથી બચેલો રહે છે
ਨਾਨਕ ਕੋਟਿ ਮਧੇ ਕੋ ਐਸਾ ਅਪਰਸ ॥੧॥ હે નાનક! કરોડોમાં પણ એવા કોઈ વિરલા મનુષ્ય ને અસ્પૃશ્ય કહી શકાય ।।૧।।
ਬੈਸਨੋ ਸੋ ਜਿਸੁ ਊਪਰਿ ਸੁਪ੍ਰਸੰਨ ॥ સાચું વૈષ્ણવ તે જ છે જેના ઉપર પ્રભુ પોતે પ્રસન્ન થાય છે
ਬਿਸਨ ਕੀ ਮਾਇਆ ਤੇ ਹੋਇ ਭਿੰਨ ॥ જે મનુષ્ય પ્રભુની માયા ના અસરથી બેદાગ છે
ਕਰਮ ਕਰਤ ਹੋਵੈ ਨਿਹਕਰਮ ॥ જે ધર્મના કામ કરતા કરતા આ કામોના ફળની ઇચ્છા નથી રાખતો
ਤਿਸੁ ਬੈਸਨੋ ਕਾ ਨਿਰਮਲ ਧਰਮ ॥ તે જ સાચો વૈષ્ણવ છે તે વૈષ્ણવ નો ધર્મ પણ પવિત્ર છે
ਕਾਹੂ ਫਲ ਕੀ ਇਛਾ ਨਹੀ ਬਾਛੈ ॥ અને કોઈ પણ ફળની ઇચ્છા નથી કરતો
ਕੇਵਲ ਭਗਤਿ ਕੀਰਤਨ ਸੰਗਿ ਰਾਚੈ ॥ જે મનુષ્ય ધ્યાન ભક્તિ અને કીર્તનમાં જ મસ્ત રહે છે
ਮਨ ਤਨ ਅੰਤਰਿ ਸਿਮਰਨ ਗੋਪਾਲ ॥ જેના મન અને તનમાં પ્રભુનું સ્મરણ આવીને વસી ગયું છે
ਸਭ ਊਪਰਿ ਹੋਵਤ ਕਿਰਪਾਲ ॥ જે બધા જ જીવો ઉપર દયા કરે છે
ਆਪਿ ਦ੍ਰਿੜੈ ਅਵਰਹ ਨਾਮੁ ਜਪਾਵੈ ॥ જે પ્રભુના નામ ને પોતાની અંદર સ્થિર રાખે છે અને બીજા લોકોની પાસે પણ નામ જપાવે છે
ਨਾਨਕ ਓਹੁ ਬੈਸਨੋ ਪਰਮ ਗਤਿ ਪਾਵੈ ॥੨॥ હે નાનક! એવો વૈષ્ણવ ઉચ્ચ સ્થાનને હાંસલ કરે છે ।।૨।।
ਭਗਉਤੀ ਭਗਵੰਤ ਭਗਤਿ ਕਾ ਰੰਗੁ ॥ ભગવાન નો અસલી ઉપાસક તે છે જેના હૃદયમાં ભગવાનની ભક્તિ નો પ્રેમ છે
ਸਗਲ ਤਿਆਗੈ ਦੁਸਟ ਕਾ ਸੰਗੁ ॥ અને તે બધાં બુરા કામ કરવાવાળા ની સંગતિ ત્યાગી દે છે
ਮਨ ਤੇ ਬਿਨਸੈ ਸਗਲਾ ਭਰਮੁ ॥ જેના મનમાંથી બધો જ વહેમ મટી જાય છે
ਕਰਿ ਪੂਜੈ ਸਗਲ ਪਾਰਬ੍ਰਹਮੁ ॥ જે અકાલ પુરખ ને બધી જગ્યાએ મોજુદ જાણીને પૂજે છે
ਸਾਧਸੰਗਿ ਪਾਪਾ ਮਲੁ ਖੋਵੈ ॥ જે ગુરુ ચરણોની સંગતમાં રહીને પાપના મેલ મનમાંથી દૂર કરી દે છે
ਤਿਸੁ ਭਗਉਤੀ ਕੀ ਮਤਿ ਊਤਮ ਹੋਵੈ ॥ તે ભગવાન ભક્તની બુદ્ધિ સર્વોચ્ચ બને છે
ਭਗਵੰਤ ਕੀ ਟਹਲ ਕਰੈ ਨਿਤ ਨੀਤਿ ॥ જે નિત્ય પ્રેમ અને ભક્તિથી ભગવાનનું સ્મરણ કરે છે
ਮਨੁ ਤਨੁ ਅਰਪੈ ਬਿਸਨ ਪਰੀਤਿ ॥ જે પ્રભુને ના પ્રેમમાં પોતાનું મન અને તન કુરબાન કરી દે છે
ਹਰਿ ਕੇ ਚਰਨ ਹਿਰਦੈ ਬਸਾਵੈ ॥ જે પ્રભુના ચરણોને પોતાના હૃદયમાં વસાવી લે છે
ਨਾਨਕ ਐਸਾ ਭਗਉਤੀ ਭਗਵੰਤ ਕਉ ਪਾਵੈ ॥੩॥ હે નાનક! એવા ભક્તો ભગવાનને પામી લે છે ।।૩।।
ਸੋ ਪੰਡਿਤੁ ਜੋ ਮਨੁ ਪਰਬੋਧੈ ॥ સાચા પંડિત તે છે જે પોતાના મનને શિક્ષા આપે છે
ਰਾਮ ਨਾਮੁ ਆਤਮ ਮਹਿ ਸੋਧੈ ॥ અને પ્રભુના નામને પોતાના મનની અંદર શોધ કરે છે
ਰਾਮ ਨਾਮ ਸਾਰੁ ਰਸੁ ਪੀਵੈ ॥ જે રામ નામ નો રસ પીવે છે
ਉਸੁ ਪੰਡਿਤ ਕੈ ਉਪਦੇਸਿ ਜਗੁ ਜੀਵੈ ॥ તે પંડિત ના ઉપદેશ થી આખાય સંસારને આધ્યાત્મિક જીવન પ્રાપ્ત થાય છે
ਹਰਿ ਕੀ ਕਥਾ ਹਿਰਦੈ ਬਸਾਵੈ ॥ તે અકાલ પુરખ ની મહિમા ની વાતો પોતાના હૃદયમાં વસાવે છે
ਸੋ ਪੰਡਿਤੁ ਫਿਰਿ ਜੋਨਿ ਨ ਆਵੈ ॥ તે પંડિત ફરીથી જન્મ મરણના ફેરામાં નથી આવતો
ਬੇਦ ਪੁਰਾਨ ਸਿਮ੍ਰਿਤਿ ਬੂਝੈ ਮੂਲ ॥ જે વેદ પુરાણ શ્રુતિ બધા જ ધર્મ પુસ્તકો ના મૂળ પ્રભુને સમજે છે
ਸੂਖਮ ਮਹਿ ਜਾਨੈ ਅਸਥੂਲੁ ॥ જે એ જાણે છે કે આ આખું દ્રશ્યમાન જગતઅદ્રશ્ય પ્રભુ ના આશરે છે
ਚਹੁ ਵਰਨਾ ਕਉ ਦੇ ਉਪਦੇਸੁ ॥ જે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર ચારે જાતિઓને શિક્ષા આપે છે
ਨਾਨਕ ਉਸੁ ਪੰਡਿਤ ਕਉ ਸਦਾ ਅਦੇਸੁ ॥੪॥ હે નાનક! તે પંડિત ની સામે અમે સદાય નતમસ્તક છીએ ।।૧૪।।
ਬੀਜ ਮੰਤ੍ਰੁ ਸਰਬ ਕੋ ਗਿਆਨੁ ॥ ਚਹੁ ਵਰਨਾ ਮਹਿ ਜਪੈ ਕੋਊ ਨਾਮੁ ॥ પ્રભુનામ આ બધા જ મંત્રોનો મૂળ મંત્ર છે અને બધા જ જ્ઞાનનો દાતા છે; બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર ચારેય જાતિઓમાંથી કોઈ પણ મનુષ્ય પ્રભુના નામનો જાપ કરીને જોઈ લે
ਜੋ ਜੋ ਜਪੈ ਤਿਸ ਕੀ ਗਤਿ ਹੋਇ ॥ જે જે મનુષ્ય નામ જપે છે તેની જિંદગી ઊંચી થઈ જાય છે
ਸਾਧਸੰਗਿ ਪਾਵੈ ਜਨੁ ਕੋਇ ॥ પણ કોઈ વિરલા મનુષ્ય જ ની સંતો ની સંગતિ માં રહીને તેને હાંસલ કરી શકે છે
ਕਰਿ ਕਿਰਪਾ ਅੰਤਰਿ ਉਰ ਧਾਰੈ ॥ પ્રભુ ની મહેર તેના હૃદયમાં ટકાવી દે છે
ਪਸੁ ਪ੍ਰੇਤ ਮੁਘਦ ਪਾਥਰ ਕਉ ਤਾਰੈ ॥ પશુ પ્રેત આત્મા મૂર્ખ પથ્થર ગમે તેવા દિલના મનુષ્ય હોય પણ બધાંને પ્રભુ તારી દે છે
ਸਰਬ ਰੋਗ ਕਾ ਅਉਖਦੁ ਨਾਮੁ ॥ પ્રભુનું નામ બધાં જ રોગો ની દવા છે
ਕਲਿਆਣ ਰੂਪ ਮੰਗਲ ਗੁਣ ਗਾਮ ॥ પ્રભુના ગુણગાન ગાવાથી સૌભાગ્ય અને સુખ મળે છે
ਕਾਹੂ ਜੁਗਤਿ ਕਿਤੈ ਨ ਪਾਈਐ ਧਰਮਿ ॥ પણ આ નામ કોઈ બીજી રીતે અથવા કોઈ ધાર્મિક રીતી રિવાજ થી કરવાથી નથી મળતું
ਨਾਨਕ ਤਿਸੁ ਮਿਲੈ ਜਿਸੁ ਲਿਖਿਆ ਧੁਰਿ ਕਰਮਿ ॥੫॥ હે નાનક! આ નામ તે મનુષ્યોને જ મળે છે જેના ભાગ્યમાં પ્રભુની મહેરબાની લખી હોય છે ।।૫।।
ਜਿਸ ਕੈ ਮਨਿ ਪਾਰਬ੍ਰਹਮ ਕਾ ਨਿਵਾਸੁ ॥ જેના મનમાં અકાલ પુરખ વસે છે
error: Content is protected !!
Scroll to Top
https://s2pbio.fkip.uns.ac.id/stats/demoslot/ https://s2pbio.fkip.uns.ac.id/wp-content/plugins/sbo/ https://ijwem.ulm.ac.id/pages/demo/ situs slot gacor https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://mesin-dev.ft.unesa.ac.id/mesin/demo-slot/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/ https://kemahasiswaan.unand.ac.id/plugins/actionlog/ https://bappelitbangda.bangkatengahkab.go.id/storage/images/x-demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://s2pbio.fkip.uns.ac.id/stats/demoslot/ https://s2pbio.fkip.uns.ac.id/wp-content/plugins/sbo/ https://ijwem.ulm.ac.id/pages/demo/ situs slot gacor https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://mesin-dev.ft.unesa.ac.id/mesin/demo-slot/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/ https://kemahasiswaan.unand.ac.id/plugins/actionlog/ https://bappelitbangda.bangkatengahkab.go.id/storage/images/x-demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/