Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-273

Page 273

ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕੀ ਦ੍ਰਿਸਟਿ ਅੰਮ੍ਰਿਤੁ ਬਰਸੀ ॥ તેની નજરમાં તે સમજે છે કે બધાની ઉપર અમૃતની વર્ષા થાય છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਬੰਧਨ ਤੇ ਮੁਕਤਾ ॥ બ્રહ્મજ્ઞાની માયાનાં બંધનોથી આઝાદ હોય છે અને તેનું જીવન વિકારો વગરનું હોય છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕੀ ਨਿਰਮਲ ਜੁਗਤਾ ॥ બ્રહ્મજ્ઞાની નું આત્મિક જીવન તેનો આશરો છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕਾ ਭੋਜਨੁ ਗਿਆਨ ॥ બ્રહ્મનું જ્ઞાન બ્રહ્મજ્ઞાની નો ખોરાક છે
ਨਾਨਕ ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕਾ ਬ੍ਰਹਮ ਧਿਆਨੁ ॥੩॥ હે નાનક! બ્રહ્મજ્ઞાની ની સાથે અકાલ પુરખ હંમેશા જોડાયેલો રહે છે ।।૩।।
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਏਕ ਊਪਰਿ ਆਸ ॥ બ્રહ્મજ્ઞાની અકાલ પુરખ ઉપર જ આશા રાખે છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕਾ ਨਹੀ ਬਿਨਾਸ ॥ બ્રહ્મજ્ઞાની ની ઉચ્ચ આત્મિક અવસ્થાનો કયારેય પણ નાશ નથી થતો
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕੈ ਗਰੀਬੀ ਸਮਾਹਾ ॥ બ્રહ્મજ્ઞાની ના હૃદય માં પોતે ગરીબ જેવો બની ને જ રહે છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਪਰਉਪਕਾਰ ਉਮਾਹਾ ॥ બ્રહ્મજ્ઞાની બીજાની ભલું કરવામાં જ હંમેશાં આનંદિત રહે છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕੈ ਨਾਹੀ ਧੰਧਾ ॥ બ્રહ્મજ્ઞાની ના મનમાં માયાની જંજાળ વ્યાપ્ત નથી રહેતી
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਲੇ ਧਾਵਤੁ ਬੰਧਾ ॥ કારણ કે બ્રહ્મજ્ઞાની મન ભટકતું નથી અને તેનું મન માયા તરફ નથી રહેતું
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕੈ ਹੋਇ ਸੁ ਭਲਾ ॥ જે કાંઈ પણ પ્રભુ કરે છે બ્રહ્મજ્ઞાની માટે તે બધું જ ભલું જ છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਸੁਫਲ ਫਲਾ ॥ આવી રીતે બ્રહ્મજ્ઞાનીનો માનવ જન્મ એકદમ કામયાબ નીવડે છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਸੰਗਿ ਸਗਲ ਉਧਾਰੁ ॥ બ્રહ્મજ્ઞાની ની સંગતિ માં બધાંનો બેડો પાર થઈ જાય છે
ਨਾਨਕ ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਜਪੈ ਸਗਲ ਸੰਸਾਰੁ ॥੪॥ હે નાનક! બ્રહ્મજ્ઞાની દ્વારા આખું જગત પ્રભુના નામનો જાપ કરવામાં લાગી પડે છે ।।૪।।
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕੈ ਏਕੈ ਰੰਗ ॥ બ્રહ્મજ્ઞાની ના હૃદય માં સદાય એક અકાલ પુરખ નો પ્રેમ વસે છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕੈ ਬਸੈ ਪ੍ਰਭੁ ਸੰਗ ॥ એટલે તો પ્રભુ બ્રહ્મજ્ઞાની ના અંગેઅંગ માં રહે છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕੈ ਨਾਮੁ ਆਧਾਰੁ ॥ બ્રહ્મજ્ઞાની ના મનમાં પ્રભુ નું નામ જ ટકેલું રહે છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕੈ ਨਾਮੁ ਪਰਵਾਰੁ ॥ અને એ નામ જ બ્રહ્મજ્ઞાનીનો પરિવાર છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਸਦਾ ਸਦ ਜਾਗਤ ॥ બ્રહ્મજ્ઞાની સદાય વિકારોના હુમલાથી સાવધાન રહે છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਅਹੰਬੁਧਿ ਤਿਆਗਤ ॥ બ્રહ્મજ્ઞાની’હું’ ‘હું’ કરવાવાળી બુદ્ધિ નો ત્યાગ કરી દે છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕੈ ਮਨਿ ਪਰਮਾਨੰਦ ॥ બ્રહ્મજ્ઞાની નું મન ઊંચા સુખનું માલિક બની જાય છે અને તેના મનમાં સદાય અકાલ પુરખ વસે છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕੈ ਘਰਿ ਸਦਾ ਅਨੰਦ ॥ એટલે તો બ્રહ્મજ્ઞાનીના હૃદય રૂપી ઘરમાં હંમેશાં ખુશી ખડકાઈ જાય છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਸੁਖ ਸਹਜ ਨਿਵਾਸ ॥ બ્રહ્મજ્ઞાની મનુષ્ય સુખ અને શાંતિમાં જ રહે છે
ਨਾਨਕ ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕਾ ਨਹੀ ਬਿਨਾਸ ॥੫॥ હે નાનક! બ્રહ્મજ્ઞાની ની આ ઊંચી અવસ્થાનો કયારેય નાશ નથી થતો।।૫।।
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਬ੍ਰਹਮ ਕਾ ਬੇਤਾ ॥ બ્રહ્મજ્ઞાની મનુષ્ય અકાલ પુરખ ની જાણવા વાળો બની જાય છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਏਕ ਸੰਗਿ ਹੇਤਾ ॥ અને બ્રહ્મજ્ઞાની એક પ્રભુની સાથે જ પ્રેમ કરવા લાગે છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕੈ ਹੋਇ ਅਚਿੰਤ ॥ બ્રહ્મજ્ઞાની નું મન સદાય ચિંતા વગરનું રહે છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕਾ ਨਿਰਮਲ ਮੰਤ ॥ બ્રહ્મજ્ઞાનીના ઉપદેશ પણ લોકોને પવિત્ર કરવાવાળા હોય છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਜਿਸੁ ਕਰੈ ਪ੍ਰਭੁ ਆਪਿ ॥ પણ તે મનુષ્ય બ્રહ્મજ્ઞાની બને છે જેને પ્રભુ પોતે જ બ્રહ્મજ્ઞાની બનાવે છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕਾ ਬਡ ਪਰਤਾਪ ॥ બ્રહ્મજ્ઞાની નું નામ તેની મહિમા ખૂબ જ મોટી છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕਾ ਦਰਸੁ ਬਡਭਾਗੀ ਪਾਈਐ ॥ બ્રહ્મજ્ઞાની ના દર્શન ભાગ્યવાન ને જ પ્રાપ્ત થાય છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕਉ ਬਲਿ ਬਲਿ ਜਾਈਐ ॥ બ્રહ્મજ્ઞાની ઉપર સદાય હું કુરબાન થઇ જાઉં છું
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕਉ ਖੋਜਹਿ ਮਹੇਸੁਰ ॥ શિવ અને બીજા બધા દેવો પણ બ્રહ્મજ્ઞાની ને શોધતા ફરે છે
ਨਾਨਕ ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਆਪਿ ਪਰਮੇਸੁਰ ॥੬॥ હે નાનક! અકાલ પુરખ સ્વયં જ બ્રહ્મજ્ઞાની નું રૂપ છે ।।૬।।
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕੀ ਕੀਮਤਿ ਨਾਹਿ ॥ બ્રહ્મજ્ઞાની ના ગુણો નું મૂલ્ય ન થઈ શકે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕੈ ਸਗਲ ਮਨ ਮਾਹਿ ॥ બધાં જ ગુણો બ્રહ્મજ્ઞાની ની અંદર છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕਾ ਕਉਨ ਜਾਨੈ ਭੇਦੁ ॥ કયો મનુષ્ય બ્રહ્મજ્ઞાની ની જિંદગી નો ભેદ પામી શકે છે?
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕਉ ਸਦਾ ਅਦੇਸੁ ॥ બ્રહ્મજ્ઞાની ની સામે હંમેશા નમીને ને રહેવું એ જ બરાબર છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕਾ ਕਥਿਆ ਨ ਜਾਇ ਅਧਾਖ੍ਯ੍ਯਰੁ ॥ બ્રહ્મજ્ઞાની ની મહિમા નો અડધો અક્ષર પણ વર્ણવી ન શકાય
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਸਰਬ ਕਾ ਠਾਕੁਰੁ ॥ બ્રહ્મજ્ઞાની બધાં જ જીવો માટે પૂજ્ય છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕੀ ਮਿਤਿ ਕਉਨੁ ਬਖਾਨੈ ॥ બ્રહ્મજ્ઞાની ના ઊંચા જીવન નો અંદાજ કોણ લગાડી શકે?
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕੀ ਗਤਿ ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਜਾਨੈ ॥ તેના મનની ઉચ્ચ સ્થિતિ ને તો ફક્ત બ્રહ્મજ્ઞાની જ જાણી શકે છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕਾ ਅੰਤੁ ਨ ਪਾਰੁ ॥ બ્રહ્મજ્ઞાની ના ગુણોની કોઈ સીમા નથી
ਨਾਨਕ ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕਉ ਸਦਾ ਨਮਸਕਾਰੁ ॥੭॥ હે નાનક! સદાય બ્રહ્મજ્ઞાની ના ચરણો માં પડ્યો રહે ।।૭।।
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਸਭ ਸ੍ਰਿਸਟਿ ਕਾ ਕਰਤਾ ॥ બ્રહ્મજ્ઞાની આખા જગતને બનાવવા વાળો છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਸਦ ਜੀਵੈ ਨਹੀ ਮਰਤਾ ॥ બ્રહ્મજ્ઞાની સદાય જીવિત છે ક્યારેય જન્મ મરણના ફેરામાં નથી આવતો
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਮੁਕਤਿ ਜੁਗਤਿ ਜੀਅ ਕਾ ਦਾਤਾ ॥ બ્રહ્મજ્ઞાની મુક્તિની રાહ બતાવવા વાળો ઉચ્ચ આધ્યાત્મિક જીવન દેવાવાળો છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਪੂਰਨ ਪੁਰਖੁ ਬਿਧਾਤਾ ॥ બ્રહ્મજ્ઞાની જ પૂર્ણ છે, તે બધી યોજના બનાવવા વાળો છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਅਨਾਥ ਕਾ ਨਾਥੁ ॥ બ્રહ્મજ્ઞાની અનાથો નો નાથ છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕਾ ਸਭ ਊਪਰਿ ਹਾਥੁ ॥ બ્રહ્મજ્ઞાની બધાંની સહાયતા કરે છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕਾ ਸਗਲ ਅਕਾਰੁ ॥ સારા દેખાવા વાળા જગતમાં બ્રહ્મજ્ઞાની થી ફક્ત પોતાનો છે
error: Content is protected !!
Scroll to Top
https://s2pbio.fkip.uns.ac.id/stats/demoslot/ https://s2pbio.fkip.uns.ac.id/wp-content/plugins/sbo/ https://ijwem.ulm.ac.id/pages/demo/ slot gacor https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://mesin-dev.ft.unesa.ac.id/mesin/demo-slot/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/ https://kemahasiswaan.unand.ac.id/plugins/actionlog/ https://bappelitbangda.bangkatengahkab.go.id/storage/images/x-demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://s2pbio.fkip.uns.ac.id/stats/demoslot/ https://s2pbio.fkip.uns.ac.id/wp-content/plugins/sbo/ https://ijwem.ulm.ac.id/pages/demo/ slot gacor https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://mesin-dev.ft.unesa.ac.id/mesin/demo-slot/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/ https://kemahasiswaan.unand.ac.id/plugins/actionlog/ https://bappelitbangda.bangkatengahkab.go.id/storage/images/x-demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/