Gujarati Page 253

ਪਉੜੀ ॥

પગથિયું ॥

ਯਯਾ ਜਾਰਉ ਦੁਰਮਤਿ ਦੋਊ ॥

હે ભાઈ! ખરાબ બુદ્ધિ અને માયાના પ્રેમને સળગાવી નાખ

ਤਿਸਹਿ ਤਿਆਗਿ ਸੁਖ ਸਹਜੇ ਸੋਊ ॥

તેનો ત્યાગ કરીને સુખ માં સ્થિર અવસ્થામાં ટકીને રહી શકીશ

ਯਯਾ ਜਾਇ ਪਰਹੁ ਸੰਤ ਸਰਨਾ ॥

જઈને સંતોની શરણ પડી જા

ਜਿਹ ਆਸਰ ਇਆ ਭਵਜਲੁ ਤਰਨਾ ॥

આ જ આશરે આ સંસાર સમુદ્ર માંથી સલામત પાર થઈ શકીશ

ਯਯਾ ਜਨਮਿ ਨ ਆਵੈ ਸੋਊ ॥

તે વારંવાર જન્મ ના ફેરા માં આવતો નથી

ਏਕ ਨਾਮ ਲੇ ਮਨਹਿ ਪਰੋਊ ॥

જે વ્યક્તિ એક પ્રભુનું નામ લઈને પોતાના મનમાં પરોવી લે છે

ਯਯਾ ਜਨਮੁ ਨ ਹਾਰੀਐ ਗੁਰ ਪੂਰੇ ਕੀ ਟੇਕ ॥

સંપૂર્ણ ગુરુ નો આશરો લેવા થી મનુષ્ય જન્મ વ્યર્થ જતો નથી

ਨਾਨਕ ਤਿਹ ਸੁਖੁ ਪਾਇਆ ਜਾ ਕੈ ਹੀਅਰੈ ਏਕ ॥੧੪॥

હે નાનક! જે મનુષ્યના હૃદયમાં એક પ્રભુ વસી ગયા તેણે આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત કરી લીધો ॥૧૪॥

ਸਲੋਕੁ ॥

શ્લોક ॥

ਅੰਤਰਿ ਮਨ ਤਨ ਬਸਿ ਰਹੇ ਈਤ ਊਤ ਕੇ ਮੀਤ ॥

જે મનુષ્યને સંપૂર્ણ ગુરુ લોક પરલોક માં સાથ દેવા વાળા પરમાત્માની નજીક લઈ જાય છે

ਗੁਰਿ ਪੂਰੈ ਉਪਦੇਸਿਆ ਨਾਨਕ ਜਪੀਐ ਨੀਤ ॥੧॥

પરમાત્મા તે મનુષ્યના મનમાં દરેક સમયે આવીને વસી જાય છે હે નાનક! એવા પ્રભુનું સ્મરણ હંમેશા કરતું રહેવું જોઈએ ॥૧॥

ਪਉੜੀ ॥

પગથિયું ॥

ਅਨਦਿਨੁ ਸਿਮਰਹੁ ਤਾਸੁ ਕਉ ਜੋ ਅੰਤਿ ਸਹਾਈ ਹੋਇ ॥

જે પ્રભુ સૌથી છેલ્લે સુધી સહાયતા કરે છે તેને હર ક્ષણ યાદ રાખો

ਇਹ ਬਿਖਿਆ ਦਿਨ ਚਾਰਿ ਛਿਅ ਛਾਡਿ ਚਲਿਓ ਸਭੁ ਕੋਇ ॥

આ માયા તો દસ દિવસની સાથી છે દરેક જીવ તેને અહીં જ છોડીને ચાલ્યો જશે

ਕਾ ਕੋ ਮਾਤ ਪਿਤਾ ਸੁਤ ਧੀਆ ॥

 માતા, પિતા, પુત્ર, પુત્રી કોઈ પણ કોઈનો સાથી નથી

ਗ੍ਰਿਹ ਬਨਿਤਾ ਕਛੁ ਸੰਗਿ ਨ ਲੀਆ ॥

ઘર- સ્ત્રી કોઈ પણ વસ્તુ કોઈ જીવ અહીંયાંથી સાથે લઈને નહીં જઈ શકે

ਐਸੀ ਸੰਚਿ ਜੁ ਬਿਨਸਤ ਨਾਹੀ ॥

હે ભાઈ! એવી પૂંજી એકઠી કર જેનો ક્યારેય નાશ ન થાય

ਪਤਿ ਸੇਤੀ ਅਪੁਨੈ ਘਰਿ ਜਾਹੀ ॥

અને ઈજ્જત થી તે ઘરની અંદર તું જઈ શકે જ્યાંથી કોઈ તને કાઢી ન મૂકી શકે.

ਸਾਧਸੰਗਿ ਕਲਿ ਕੀਰਤਨੁ ਗਾਇਆ ॥

જે લોકોએ મનુષ્ય જન્મ લઈને સત્સંગમાં પ્રભુની સેવા કરી

ਨਾਨਕ ਤੇ ਤੇ ਬਹੁਰਿ ਨ ਆਇਆ ॥੧੫॥

હે નાનક! તે વારંવાર જન્મ-મરણના ચક્કરમાં નહીં પડે ॥૧૫॥

ਸਲੋਕੁ ॥

શ્લોક॥

ਅਤਿ ਸੁੰਦਰ ਕੁਲੀਨ ਚਤੁਰ ਮੁਖਿ ਙਿਆਨੀ ਧਨਵੰਤ ॥

જો કોઈ મોટા સુંદર સરસ કુળના સમજદાર જ્ઞાની અને ધનવાન પણ હોય

ਮਿਰਤਕ ਕਹੀਅਹਿ ਨਾਨਕਾ ਜਿਹ ਪ੍ਰੀਤਿ ਨਹੀ ਭਗਵੰਤ ॥੧॥

પણ હે નાનક! જેની અંદર ભગવાનની પ્રીતિ ન હોય તેને મળદુ જ કહેવામાં આવે ।।૧।।

ਪਉੜੀ ॥

પગથિયું ॥

ਙੰਙਾ ਖਟੁ ਸਾਸਤ੍ਰ ਹੋਇ ਙਿਆਤਾ ॥

કોઈ મનુષ્ય, જે શાસ્ત્રો ને જાણવા વાળો હોય

ਪੂਰਕੁ ਕੁੰਭਕ ਰੇਚਕ ਕਰਮਾਤਾ ॥

પ્રાણાયામના અભ્યાસ માં શ્વાસ ઉપર ચડાવીને રોકીને રાખી અને નીચે ઉતારીને આ બધા કર્મ કરતો હોય.

ਙਿਆਨ ਧਿਆਨ ਤੀਰਥ ਇਸਨਾਨੀ ॥

ધાર્મિક ચર્ચા કરતો હોય સમાધિ લગાડતો હોય

ਸੋਮਪਾਕ ਅਪਰਸ ਉਦਿਆਨੀ ॥

સ્વચ્છતા માટે પોતાના હાથે જ રોટલી પકાવતો હોય જંગલમાં રહેતો હોય

ਰਾਮ ਨਾਮ ਸੰਗਿ ਮਨਿ ਨਹੀ ਹੇਤਾ ॥

પણ જો તેના મનમાં પરમાત્માનું ધ્યાન ન હોય

ਜੋ ਕਛੁ ਕੀਨੋ ਸੋਊ ਅਨੇਤਾ ॥

તો તેનું આ બધું જ કર્યું વ્યર્થ થાય છે

ਉਆ ਤੇ ਊਤਮੁ ਗਨਉ ਚੰਡਾਲਾ ॥

જે મનુષ્યના મનમાં પ્રભુજી નથી વસતા

ਨਾਨਕ ਜਿਹ ਮਨਿ ਬਸਹਿ ਗੁਪਾਲਾ ॥੧੬॥

હે નાનક! તેવા મનુષ્ય કરતાં હું એક નીચી જાતિના મનુષ્યને સારો સમજુ છું ॥૧૬॥

ਸਲੋਕੁ ॥

શ્લોક॥

ਕੁੰਟ ਚਾਰਿ ਦਹ ਦਿਸਿ ਭ੍ਰਮੇ ਕਰਮ ਕਿਰਤਿ ਕੀ ਰੇਖ ॥

હે નાનક! જીવ પોતાના માટે કર્મોના સંસ્કારો અનુસાર ચારેય તરફ દશે દિશામાં ભટકતો રહે છે

ਸੂਖ ਦੂਖ ਮੁਕਤਿ ਜੋਨਿ ਨਾਨਕ ਲਿਖਿਓ ਲੇਖ ॥੧॥

લખેલા લેખ ની મુજબ જ સુખ દુઃખ મુક્તિ અથવા જન્મ-મરણના ચક્કરમાં ફરતો રહે છે ॥૧॥

ਪਵੜੀ ॥

પગથિયું ॥

ਕਕਾ ਕਾਰਨ ਕਰਤਾ ਸੋਊ ॥

કર્તાર પોતે જગતના બધાં કાર્ય વ્યવહાર બનાવવા વાળો છે

ਲਿਖਿਓ ਲੇਖੁ ਨ ਮੇਟਤ ਕੋਊ ॥

કોઈ જીવ તેના દ્વારા લખેલા લેખ ને ભૂંસાવી નથી શકતો

ਨਹੀ ਹੋਤ ਕਛੁ ਦੋਊ ਬਾਰਾ ॥

સર્જનહાર ભુલવા વાળો નથી જે પણ કોઈ કામ તે કરે છે તેમાં ભૂલ રહેતી જ નથી

ਕਰਨੈਹਾਰੁ ਨ ਭੂਲਨਹਾਰਾ ॥

એટલા માટે કોઈ પણ કામ તેણે બીજી વાર નથી કરવું પડતું

ਕਾਹੂ ਪੰਥੁ ਦਿਖਾਰੈ ਆਪੈ ॥

કોઈ પણ જીવને તે પોતે જિંદગી નો સાચો રસ્તો દેખાડે છે

ਕਾਹੂ ਉਦਿਆਨ ਭ੍ਰਮਤ ਪਛੁਤਾਪੈ ॥

કોઈ કોઈને તે પોતે જ જંગલમાં ભટકાવે છે ને પસ્તાવો કરાવે છે

ਆਪਨ ਖੇਲੁ ਆਪ ਹੀ ਕੀਨੋ ॥

અને આ જગતના ખેલ પ્રભુએ સ્વયં બનાવેલા છે

ਜੋ ਜੋ ਦੀਨੋ ਸੁ ਨਾਨਕ ਲੀਨੋ ॥੧੭॥

હે નાનક! જે કંઈ પણ તે જીવને તે આપે તે જ તેને મળે છે ॥૧૭॥

ਸਲੋਕੁ ॥

શ્લોક ॥

ਖਾਤ ਖਰਚਤ ਬਿਲਛਤ ਰਹੇ ਟੂਟਿ ਨ ਜਾਹਿ ਭੰਡਾਰ ॥

હે નાનક! અનેકો જીવ જેની ગણતરી નથી થઈ શકતી પરમાત્માના નામ જપે છે

ਹਰਿ ਹਰਿ ਜਪਤ ਅਨੇਕ ਜਨ ਨਾਨਕ ਨਾਹਿ ਸੁਮਾਰ ॥੧॥

તો તેની પાસે પરમાત્માનો એટલો બધો ખજાનો એકત્ર થઈ જાય છે કે તે ખજાનાને ખર્ચતા અને ભોગવતા તે ક્યારેય સમાપ્ત નથી થતો ॥૧॥

ਪਉੜੀ ॥

પગથિયું ॥

ਖਖਾ ਖੂਨਾ ਕਛੁ ਨਹੀ ਤਿਸੁ ਸੰਮ੍ਰਥ ਕੈ ਪਾਹਿ ॥

પ્રભુ બધી શક્તિઓ નો માલિક છે તેની પાસે કોઇ પણ વસ્તુનો અભાવ નથી

ਜੋ ਦੇਨਾ ਸੋ ਦੇ ਰਹਿਓ ਭਾਵੈ ਤਹ ਤਹ ਜਾਹਿ ॥

તેના ભક્તજન તેની મરજી મુજબ ચાલે છે તેમને એવા ભક્તોને તે બધું જ આપી દે છે

ਖਰਚੁ ਖਜਾਨਾ ਨਾਮ ਧਨੁ ਇਆ ਭਗਤਨ ਕੀ ਰਾਸਿ ॥

પ્રભુનું નામ ધન ભક્તોની રાશિ પૂંજી છે આ ખજાનાનો તે હંમેશા ઉપયોગ કરે છે

ਖਿਮਾ ਗਰੀਬੀ ਅਨਦ ਸਹਜ ਜਪਤ ਰਹਹਿ ਗੁਣਤਾਸ ॥

તે હંમેશા ગુણોના ખજાનાથી પ્રભુનું સ્મરણ કરે છે અને તેનાથી તેની અંદર ક્ષમા, વિનમ્રતા, આધ્યાત્મિક આનંદ અને સ્થિરતા જેવા ગુણ આવી જાય છે

ਖੇਲਹਿ ਬਿਗਸਹਿ ਅਨਦ ਸਿਉ ਜਾ ਕਉ ਹੋਤ ਕ੍ਰਿਪਾਲ ॥

તેની જેની ઉપર કૃપા થાય છે તે આધ્યાત્મિક આનંદથી જીવનની રમત રમે છે અને હંમેશા ખિલેલા રહે છે

ਸਦੀਵ ਗਨੀਵ ਸੁਹਾਵਨੇ ਰਾਮ ਨਾਮ ਗ੍ਰਿਹਿ ਮਾਲ ॥

તે લોકો હંમેશા ધનવાન હોય છે તેમનું માથું ચમકતું હોય છે તેમના હૃદયમાં અનંત નામ ધન હોય છે

ਖੇਦੁ ਨ ਦੂਖੁ ਨ ਡਾਨੁ ਤਿਹ ਜਾ ਕਉ ਨਦਰਿ ਕਰੀ ॥

જેના ઉપર પ્રભુ ની કૃપાની નજર થઈ જાય છે તેમની આત્માને કંઈ જ ક્લેશ રહેતો નથી દુઃખ રહેતું નથી બોજ નથી લાગતો હે તેમને જવાબદારીઓનો કોઈ બોજ નથી લાગતો

ਨਾਨਕ ਜੋ ਪ੍ਰਭ ਭਾਣਿਆ ਪੂਰੀ ਤਿਨਾ ਪਰੀ ॥੧੮॥

હે નાનક! જે મનુષ્ય પ્રભુને પસંદ છે તે જીવનના વેપારમાં પણ સફળ થઈ જાય છે ॥ ૧૮॥