Page 252
ਪਉੜੀ ॥
પગથિયું ॥
ਰੇ ਮਨ ਬਿਨੁ ਹਰਿ ਜਹ ਰਚਹੁ ਤਹ ਤਹ ਬੰਧਨ ਪਾਹਿ ॥
હે મન! પ્રભુ વગર જ્યાં જ્યાં પ્રેમ કરીશ ત્યાં ત્યાં માયાના બંધન પણ હશે.
ਜਿਹ ਬਿਧਿ ਕਤਹੂ ਨ ਛੂਟੀਐ ਸਾਕਤ ਤੇਊ ਕਮਾਹਿ ॥
પરમાત્માથી અલગ થયેલા લોકો તે જ કામ કરે છે કે તે રીતે ક્યાંય પણ આ બંધનોથી આઝાદ થઈ શકે નહીં
ਹਉ ਹਉ ਕਰਤੇ ਕਰਮ ਰਤ ਤਾ ਕੋ ਭਾਰੁ ਅਫਾਰ ॥
તીર્થ, દાન વગેરે કર્મ ના પ્રેમી આ કર્મ કરીને અભિમાન કરતા ફરે છે અને આ અહંકાર નો ભાર પણ તેઓ ઉપાડે છે
ਪ੍ਰੀਤਿ ਨਹੀ ਜਉ ਨਾਮ ਸਿਉ ਤਉ ਏਊ ਕਰਮ ਬਿਕਾਰ ॥
જો પ્રભુના નામ ને પ્રેમ ન કરી શકે તો આ બધા કર્મો વિકારનું રૂપ લઈ લે છે
ਬਾਧੇ ਜਮ ਕੀ ਜੇਵਰੀ ਮੀਠੀ ਮਾਇਆ ਰੰਗ ॥
મીઠી માયાના ચમત્કારોમાં ફસાઈને જીવ યમ ની ફાંસી સાથે બંધાઈ જાય છે
ਭ੍ਰਮ ਕੇ ਮੋਹੇ ਨਹ ਬੁਝਹਿ ਸੋ ਪ੍ਰਭੁ ਸਦਹੂ ਸੰਗ ॥
અને ભટકી જાય છે અને ભટકેલા લોકો આ સમજી નથી શકતા કે પ્રભુ આપણી સાથે હંમેશા હોય છે
ਲੇਖੈ ਗਣਤ ਨ ਛੂਟੀਐ ਕਾਚੀ ਭੀਤਿ ਨ ਸੁਧਿ ॥
અપણે જીવ એટલા માયામાં ગ્રસિત છીએ કે આપણાં કરેલા કુકર્મનો હિસાબ કરવાથી આપણે છૂટી સકતા નથી, પાણીથી ધોવાથી ગારાની દીવાલની સફાઈ થઈ શક્તિ નથી, વધુ ગારો બનતો જાય છે
ਜਿਸਹਿ ਬੁਝਾਏ ਨਾਨਕਾ ਤਿਹ ਗੁਰਮੁਖਿ ਨਿਰਮਲ ਬੁਧਿ ॥੯॥
હે નાનક! પ્રભુ જે મનુષ્યને સમજ આપે છે ગુરૂની શરણ પડી ને તેની બુદ્ધિ પવિત્ર થઈ જાય છે ॥૯॥
ਸਲੋਕੁ ॥
શ્લોક॥
ਟੂਟੇ ਬੰਧਨ ਜਾਸੁ ਕੇ ਹੋਆ ਸਾਧੂ ਸੰਗੁ ॥
જે મનુષ્યના માયાના બંધન તૂટવા ઉપર આવે છે તેને ગુરુની સંગતિ પ્રાપ્ત થઈ જાય છે.
ਜੋ ਰਾਤੇ ਰੰਗ ਏਕ ਕੈ ਨਾਨਕ ਗੂੜਾ ਰੰਗੁ ॥੧॥
હે નાનક! ગુરુની સંગતમાં રહીને જે પ્રભુના પ્રેમમાં રંગાઈ જાય છે તે રંગ એટલો બધો ઘાટો હોય છે કે તે ક્યારેય ઉતરતો નથી ॥૧॥
ਪਉੜੀ ॥
પગથિયું ॥
ਰਾਰਾ ਰੰਗਹੁ ਇਆ ਮਨੁ ਅਪਨਾ ॥
આવી રીતે પોતાના મનને પ્રભુના રંગમાં રંગી નાખો
ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਜਪਹੁ ਜਪੁ ਰਸਨਾ ॥
હે ભાઈ! જીભથી હંમેશા હરિના નામનો જાપ જપો
ਰੇ ਰੇ ਦਰਗਹ ਕਹੈ ਨ ਕੋਊ ॥
પ્રભુની હાજરીમાં તને કોઈ અનાદર ના બોલ નહીં બોલે
ਆਉ ਬੈਠੁ ਆਦਰੁ ਸੁਭ ਦੇਊ ॥
પરંતુ ખુબ જ સરસ આદર-સત્કાર મળશે અને કહેશે કે આવો બેસો
ਉਆ ਮਹਲੀ ਪਾਵਹਿ ਤੂ ਬਾਸਾ ॥
હે ભાઈ! જો તું પ્રભુના નામમાં મનને રંગી લેશે તો તને પ્રભુની જી હજુરી માં ઠેકાણું મળી જશે
ਜਨਮ ਮਰਨ ਨਹ ਹੋਇ ਬਿਨਾਸਾ ॥
અને જન્મ-મરણના ચક્કરમાંથી તું છૂટી જઈશ તારું ક્યારે આધ્યાત્મિક મૃત્યુ નહીં થાય
ਮਸਤਕਿ ਕਰਮੁ ਲਿਖਿਓ ਧੁਰਿ ਜਾ ਕੈ ॥
ધુરથી જ જે મનુષ્યના માથા ઉપર પ્રભુની કૃપા ના લખેલા લેખ ઊઘડી જાય છે
ਹਰਿ ਸੰਪੈ ਨਾਨਕ ਘਰਿ ਤਾ ਕੈ ॥੧੦॥
હે નાનક! તેના હૃદય ઘરની અંદર નામ ધન ભેગું થઈ જાય છે ॥૧૦॥
ਸਲੋਕੁ ॥
શ્લોક॥
ਲਾਲਚ ਝੂਠ ਬਿਕਾਰ ਮੋਹ ਬਿਆਪਤ ਮੂੜੇ ਅੰਧ ॥
તે જ્ઞાનહીન મૂર્ખ લોકો ઉપર લાલચ, અસત્ય, વિકાર વગેરે નો દબાવ પડે છે
ਲਾਗਿ ਪਰੇ ਦੁਰਗੰਧ ਸਿਉ ਨਾਨਕ ਮਾਇਆ ਬੰਧ ॥੧॥
હે નાનક! જે મનુષ્ય માયાના મોહના બંધનમાં ફસાય જાય છે તે ખરાબ કામો કરવામાં લાગી રહેલો રહે છે ॥૧॥
ਪਉੜੀ ॥
પગથિયું ॥
ਲਲਾ ਲਪਟਿ ਬਿਖੈ ਰਸ ਰਾਤੇ ॥
જે મનુષ્ય વિષયોના સ્વાદો ની સાથે ચીપકી ને રહે છે
ਅਹੰਬੁਧਿ ਮਾਇਆ ਮਦ ਮਾਤੇ ॥
જે મનુષ્ય માયાના નશામાં મસ્ત રહે છે તેની બુદ્ધિ ઉપર અહંકાર નો પડદો પડી જાય છે
ਇਆ ਮਾਇਆ ਮਹਿ ਜਨਮਹਿ ਮਰਨਾ ॥
તે આ માયા માં ફસાઈ અને જન્મ-મરણના ચક્કરમાં પડી જાય છે
ਜਿਉ ਜਿਉ ਹੁਕਮੁ ਤਿਵੈ ਤਿਉ ਕਰਨਾ ॥
પણ જીવ બિચારો શું કરે? જેમ જેમ પ્રભુની મરજી હોય છે તેમ તેમ જીવ કર્મ કરતો જાય છે
ਕੋਊ ਊਨ ਨ ਕੋਊ ਪੂਰਾ ॥
પોતાની ચતુરાઈથી ન તો કોઈ જીવ પૂર્ણ બની શકે ન તો તે નબળું રહી શકે
ਕੋਊ ਸੁਘਰੁ ਨ ਕੋਊ ਮੂਰਾ ॥
ન કોઈ પોતાની તાકાત થી સમજદાર થઈ જાય અને ન કોઈ મૂર્ખ રહી જાય
ਜਿਤੁ ਜਿਤੁ ਲਾਵਹੁ ਤਿਤੁ ਤਿਤੁ ਲਗਨਾ ॥
હે પ્રભુ! જે તરફ તું જીવોને પ્રેરિત કરે છે ત્યાં ત્યાં તે લોકો જાય છે
ਨਾਨਕ ਠਾਕੁਰ ਸਦਾ ਅਲਿਪਨਾ ॥੧੧॥
હે નાનક! કેવી આશ્ચર્યજનક રમત છે બધાં જીવોમાં બેસીને પાલનહાર પ્રભુ પ્રેરણા કરતો રહે છે તો પણ તું ખુદ સ્વયં માયાના પ્રભાવથી ઉપર રહે છે ॥૧૧॥
ਸਲੋਕੁ ॥
શ્લોક॥
ਲਾਲ ਗੁਪਾਲ ਗੋਬਿੰਦ ਪ੍ਰਭ ਗਹਿਰ ਗੰਭੀਰ ਅਥਾਹ ॥
પરમાત્મા બધાંને વ્હાલા છે સૃષ્ટિના રક્ષક છે બધાને જાણવાવાળા છે તેનો તફાવત કોઈ મેળવી શકતું નથી મોટા જીગર વાળો છે તેને એક એવો સમુદ્ર સમજો જેની ઊંડાઈ અને આકાર સમજથી ઉપર છે
ਦੂਸਰ ਨਾਹੀ ਅਵਰ ਕੋ ਨਾਨਕ ਬੇਪਰਵਾਹ ॥੧॥
કોઈ ચિંતા ફિકર તેની નજીક ભટકતી પણ નથી હે નાનક! તેના જેવો બીજો કોઈ જ નથી ॥૧॥
ਪਉੜੀ ॥
પગથિયું ॥
ਲਲਾ ਤਾ ਕੈ ਲਵੈ ਨ ਕੋਊ ॥
તે પરમાત્માની બરાબર બીજું કોઈ નથી
ਏਕਹਿ ਆਪਿ ਅਵਰ ਨਹ ਹੋਊ ॥
તે પોતાના જેવો એક ફક્ત તે પોતે જ છે સ્વયં જ છે તેના જેવો બીજો કોઈ જ નથી
ਹੋਵਨਹਾਰੁ ਹੋਤ ਸਦ ਆਇਆ ॥
હંમેશાથી જ તે પ્રભુ અસ્તિત્વ વાળો છે ચાલી આવી રહ્યો છે
ਉਆ ਕਾ ਅੰਤੁ ਨ ਕਾਹੂ ਪਾਇਆ ॥
કોઈએ પણ તેની હસ્તીનો અંતિમ છેડો મેળવ્યો નથી
ਕੀਟ ਹਸਤਿ ਮਹਿ ਪੂਰ ਸਮਾਨੇ ॥
કીડીથી લઈને હાથી સુધી કોઈએ પણ તેની હસ્તીનો અંતિમ છેડો મેળવ્યો નથી
ਪ੍ਰਗਟ ਪੁਰਖ ਸਭ ਠਾਊ ਜਾਨੇ ॥
તે સર્વ વ્યાપક પરમાત્મા બધી જગ્યાએ પ્રત્યક્ષ પ્રતીત થઈ રહ્યો છે
ਜਾ ਕਉ ਦੀਨੋ ਹਰਿ ਰਸੁ ਅਪਨਾ ॥
જે મનુષ્યને પ્રભુએ પોતાના નામનો સ્વાદ આપી દીધો
ਨਾਨਕ ਗੁਰਮੁਖਿ ਹਰਿ ਹਰਿ ਤਿਹ ਜਪਨਾ ॥੧੨॥
હે નાનક! તે ગુરૂની શરણ પડીને હંમેશા તેને જપતો રહે છે ॥૧૨॥
ਸਲੋਕੁ ॥
શ્લોક ॥
ਆਤਮ ਰਸੁ ਜਿਹ ਜਾਨਿਆ ਹਰਿ ਰੰਗ ਸਹਜੇ ਮਾਣੁ ॥
જે લોકો સ્થિર અવસ્થામાં ટકીને પ્રભુની યાદ નો સ્વાદ લેતા રહે છે જેમણે આ આધ્યાત્મિક આનંદની સાથે સંધિ નાખી લીધી છે
ਨਾਨਕ ਧਨਿ ਧਨਿ ਧੰਨਿ ਜਨ ਆਏ ਤੇ ਪਰਵਾਣੁ ॥੧॥
હે નાનક! તે ભાગ્યશાળી છે તેમનો જ જગતમાં જન્મ થવો સફળ છે ॥૧॥
ਪਉੜੀ ॥
પગથિયું ॥
ਆਇਆ ਸਫਲ ਤਾਹੂ ਕੋ ਗਨੀਐ ॥
જગતમાં તે જ મનુષ્યનું આવવું સફળ જાણો
ਜਾਸੁ ਰਸਨ ਹਰਿ ਹਰਿ ਜਸੁ ਭਨੀਐ ॥
જેની જીભ હંમેશા પરમાત્માની મહિમા કરે છે
ਆਇ ਬਸਹਿ ਸਾਧੂ ਕੈ ਸੰਗੇ ॥
જે લોકો ગુરુની જી હાજરીમાં આવીને ટકી જાય છે
ਅਨਦਿਨੁ ਨਾਮੁ ਧਿਆਵਹਿ ਰੰਗੇ ॥
તે દરેક સમય પ્રેમથી પ્રભુના નામનું સ્મરણ કરે છે
ਆਵਤ ਸੋ ਜਨੁ ਨਾਮਹਿ ਰਾਤਾ ॥
તે હંમેશા પરમાત્માના નામમાં મસ્ત રહે છે જગતમાં તે જ આવ્યો સમજો
ਜਾ ਕਉ ਦਇਆ ਮਇਆ ਬਿਧਾਤਾ ॥
જે મનુષ્ય ઉપર વિધાતા ની કૃપા થઈ હોય જગતમાં ફક્ત તેમનું આવવું જ યથાર્થ સમજો
ਏਕਹਿ ਆਵਨ ਫਿਰਿ ਜੋਨਿ ਨ ਆਇਆ ॥
જગતમાં તેમનો જન્મ એક જ વાર થાય છે તે પણ પાછો વળીને યોનિઓમાં નથી આવતો
ਨਾਨਕ ਹਰਿ ਕੈ ਦਰਸਿ ਸਮਾਇਆ ॥੧੩॥
હે નાનક! જે મનુષ્ય પરમાત્મા ના દર્શન માં લીન રહે છે ॥૧૩॥
ਸਲੋਕੁ ॥
શ્લોક ॥
ਯਾਸੁ ਜਪਤ ਮਨਿ ਹੋਇ ਅਨੰਦੁ ਬਿਨਸੈ ਦੂਜਾ ਭਾਉ ॥
જે પ્રભુના નામ નો જાપ કરીને મનમાં આનંદ ઉત્પન્ન થાય છે, પ્રભુથી અલગ કોઈ બીજાનો મોહ દૂર થઈ શકે છે
ਦੂਖ ਦਰਦ ਤ੍ਰਿਸਨਾ ਬੁਝੈ ਨਾਨਕ ਨਾਮਿ ਸਮਾਉ ॥੧॥
હે નાનક! માયાની લાલચ અને લાલચથી ઉત્પન્ન થયેલા દુઃખ કષ્ટ મટી જાય છે અને તેના નામમાં તે ટકી રહે છે ॥૧॥