Gujarati Page 254

ਸਲੋਕੁ ॥

શ્લોક॥

ਗਨਿ ਮਿਨਿ ਦੇਖਹੁ ਮਨੈ ਮਾਹਿ ਸਰਪਰ ਚਲਨੋ ਲੋਗ ॥

હે ભાઈ! મનમાં સરસ રીતે વિચાર કરીને જોઈ લે આખું જગત અહીંથી જવાની પોતાના વારમાં અહીંથી ચાલ્યા જશે પછી આ નાશવાનની આશા શા માટે કરે છે?

ਆਸ ਅਨਿਤ ਗੁਰਮੁਖਿ ਮਿਟੈ ਨਾਨਕ ਨਾਮ ਅਰੋਗ ॥੧॥

હે નાનક! પ્રભુનું નામ મનુષ્યના મનને આશા વગેરે રોગોથી બચાવી લે છે ગુરૂની શરણ પડવાથી નાશવાન પદાર્થોની આશા મટી જાય છે ॥૧॥

ਪਉੜੀ ॥

પગથિયું ॥

ਗਗਾ ਗੋਬਿਦ ਗੁਣ ਰਵਹੁ ਸਾਸਿ ਸਾਸਿ ਜਪਿ ਨੀਤ ॥

હે મિત્ર! શ્વાસે શ્વાસે હંમેશા ગોવિંદ નું નામ જપ

ਕਹਾ ਬਿਸਾਸਾ ਦੇਹ ਕਾ ਬਿਲਮ ਨ ਕਰਿਹੋ ਮੀਤ ॥

પ્રભુના ગુણ ગાઈને સાવધાન થઈ જાવ જો ઢીલ નહી કરતા આ શરીરનો કોઈ ભરોસો નથી

ਨਹ ਬਾਰਿਕ ਨਹ ਜੋਬਨੈ ਨਹ ਬਿਰਧੀ ਕਛੁ ਬੰਧੁ ॥

બાળપણ હોય જવાની હોય કે વૃદ્ધાવસ્થા હોય મોતના આવવામાં કોઈપણ અવરોધ નહિ લાગે

ਓਹ ਬੇਰਾ ਨਹ ਬੂਝੀਐ ਜਉ ਆਇ ਪਰੈ ਜਮ ਫੰਧੁ ॥

તે વખતે ખબર નથી પડતી જ્યારે યમનો ફંદો ગળામાં આવી પડે છે

ਗਿਆਨੀ ਧਿਆਨੀ ਚਤੁਰ ਪੇਖਿ ਰਹਨੁ ਨਹੀ ਇਹ ਠਾਇ ॥

જુઓ! જ્ઞાનવાન હોય,જોડવાવાળા હોય ભલે તમે સમજદાર હોય તો પણ આ જગતમાં હંમેશા કોઈ ને નથી રહેવાનું

ਛਾਡਿ ਛਾਡਿ ਸਗਲੀ ਗਈ ਮੂੜ ਤਹਾ ਲਪਟਾਹਿ ॥

મૂર્ખ લોકો જ આ પદાર્થો ની પાછળ મહેનત કરે છે જે વારા ફરતી આ દુનિયા છોડીને ચાલી જાય છે

ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ਸਿਮਰਤ ਰਹੈ ਜਾਹੂ ਮਸਤਕਿ ਭਾਗ ॥

જે મનુષ્યના માથે ભાગ્ય નો લેખ અંકુરિત થઈ ગયા તે ગુરુની કૃપાથી હંમેશા પ્રભુના નામનું સ્મરણ કરતો રહે છે.

ਨਾਨਕ ਆਏ ਸਫਲ ਤੇ ਜਾ ਕਉ ਪ੍ਰਿਅਹਿ ਸੁਹਾਗ ॥੧੯॥

હે નાનક! જે લોકો ને પ્યારા પ્રભુ નો સુહાગ પ્રાપ્ત થઈ ગયો નસીબ પ્રાપ્ત થઈ ગયું તે લોકોનું જગતમાં આવવું અભિનંદનછે ॥૧૯॥

ਸਲੋਕੁ ॥

શ્લોક॥

ਘੋਖੇ ਸਾਸਤ੍ਰ ਬੇਦ ਸਭ ਆਨ ਨ ਕਥਤਉ ਕੋਇ ॥

બધા જ વેદ શાસ્ત્ર વિચાર કરીને જોઈ લીધા એમાંથી કોઈ પણ એ નથી કહેતું કે પરમાત્મા વગર કોઈ બીજો પણ સ્થિર રહેવા વાળો છે.

ਆਦਿ ਜੁਗਾਦੀ ਹੁਣਿ ਹੋਵਤ ਨਾਨਕ ਏਕੈ ਸੋਇ ॥੧॥

 હે નાનક! એક પરમાત્મા જ છે જે જગત ના શરૂઆતથી છે યુગોના આરંભથી જ છે અત્યારે પણ છે અને આગળ પણ રહેશે ॥૧॥

ਪਉੜੀ ॥

પગથિયું ॥

ਘਘਾ ਘਾਲਹੁ ਮਨਹਿ ਏਹ ਬਿਨੁ ਹਰਿ ਦੂਸਰ ਨਾਹਿ ॥

હે ભાઈ! પોતાના મનમાં આ સત્ય સરસ રીતે બેસાડી લે કે પ્રભુ વગર બીજો કોઈ સ્થિર નથી.

ਨਹ ਹੋਆ ਨਹ ਹੋਵਨਾ ਜਤ ਕਤ ਓਹੀ ਸਮਾਹਿ ॥

ન તો અત્યાર સુધી કોઈ એવો થયો છે અને ન થશે દરેક જગ્યાએ તે પ્રભુ જ હાજર છે.

ਘੂਲਹਿ ਤਉ ਮਨ ਜਉ ਆਵਹਿ ਸਰਨਾ ॥

હે મન! જો તું તે હંમેશા સ્થિર રહેવા વાળા હરિને શરણ માં પડે તો જ રસ મળશે

ਨਾਮ ਤਤੁ ਕਲਿ ਮਹਿ ਪੁਨਹਚਰਨਾ ॥

આ મનુષ્ય જન્મમાં એક પ્રભુનું નામ જ છે જે વિકારોના પ્રભાવને મિટાવી શકે

ਘਾਲਿ ਘਾਲਿ ਅਨਿਕ ਪਛੁਤਾਵਹਿ ॥

પરમાત્માની ભક્તિ વગર બીજે ક્યાંય પણ મનને શાંતિ નથી મળતી.

ਬਿਨੁ ਹਰਿ ਭਗਤਿ ਕਹਾ ਥਿਤਿ ਪਾਵਹਿ ॥

અનેકો લોકો હરિનું સ્મરણ કર્યા વગર અલગ અલગ પ્રકારની મહેનત કરી કરીને આખરે પસ્તાય છે

ਘੋਲਿ ਮਹਾ ਰਸੁ ਅੰਮ੍ਰਿਤੁ ਤਿਹ ਪੀਆ ॥

તેણે મહારસ વાળું અત્યંત સ્વાદિષ્ટ અમૃત ઘોળીને પી લીધું

ਨਾਨਕ ਹਰਿ ਗੁਰਿ ਜਾ ਕਉ ਦੀਆ ॥੨੦॥

હે નાનક! ગુરુએ જેને હરિનું નામ દાનમાં આપ્યું ॥૨૦॥

ਸਲੋਕੁ ॥

શ્લોક॥

ਙਣਿ ਘਾਲੇ ਸਭ ਦਿਵਸ ਸਾਸ ਨਹ ਬਢਨ ਘਟਨ ਤਿਲੁ ਸਾਰ ॥

પરમાત્મા બધાં જ જીવોને ગણતરીના શ્વાસ લઈને મોકલે છે એક તલ જેટલું પણ ઓછું અથવા વધારે નહીં

ਜੀਵਨ ਲੋਰਹਿ ਭਰਮ ਮੋਹ ਨਾਨਕ ਤੇਊ ਗਵਾਰ ॥੧॥

હે નાનક! તે લોકો મૂર્ખ છે જે મોહ ની અંદર ભટકાઈને અટકીને પ્રભુ દ્વારા મળેલ ઉંમર થી વધારે જીવવાની તમન્ના રાખે છે ॥૧॥

ਪਉੜੀ ॥

પગથિયું ॥

ਙੰਙਾ ਙ੍ਰਾਸੈ ਕਾਲੁ ਤਿਹ ਜੋ ਸਾਕਤ ਪ੍ਰਭਿ ਕੀਨ ॥

મૃત્યુનો ડર તે લોકોને ગ્રસે છે જેણે પ્રભુને પોતાનાથી અલગ કરી દીધા છે તેઓએ વ્યાપક પ્રભુને ઓળખ્યા નથી

ਅਨਿਕ ਜੋਨਿ ਜਨਮਹਿ ਮਰਹਿ ਆਤਮ ਰਾਮੁ ਨ ਚੀਨ ॥

તેમને ભગવાનનો ખ્યાલ નથી. તેઓ અસંખ્ય જાતિઓમાં જન્મ અને મૃત્યુનાં ચક્રો ફરતા રહે છે .

ਙਿਆਨ ਧਿਆਨ ਤਾਹੂ ਕਉ ਆਏ ॥

તેમને એકલા આધ્યાત્મિક સમજણ અને ધ્યાન મળે છે,

ਕਰਿ ਕਿਰਪਾ ਜਿਹ ਆਪਿ ਦਿਵਾਏ ॥

જેના પર પ્રભુ પોતે દયા કરે છે,અને ઉપહારથી આશીર્વાદ આપે છે.

ਙਣਤੀ ਙਣੀ ਨਹੀ ਕੋਊ ਛੂਟੈ ॥

તેના દ્વારા કરવામાં આવેલા સારા કાર્યોની સંખ્યા ગણીને કોઈને મુક્તિ નથી મળી.

ਕਾਚੀ ਗਾਗਰਿ ਸਰਪਰ ਫੂਟੈ ॥

આ શરીર કાચો ઘડો છે જે એક દિવસ તૂટવાનો છે. વિચારવાથી આવનારી મુશ્કેલીથી કોઈ બચાવ થઈ શકતો નથી.

ਸੋ ਜੀਵਤ ਜਿਹ ਜੀਵਤ ਜਪਿਆ ॥

તેમના જ જીવનને જીવન સમજો કે જેણે જીવતા જીવ પરમાત્માનું સ્મરણ કર્યું

ਪ੍ਰਗਟ ਭਏ ਨਾਨਕ ਨਹ ਛਪਿਆ ॥੨੧॥

હે નાનક! સ્મરણ કરવા વાળો મનુષ્ય છુપો નથી રહેતો જગતમાં નામ કમાઇ જાય છે ॥૨૧॥૩॥

ਸਲੋਕੁ ॥

શ્લોક॥

ਚਿਤਿ ਚਿਤਵਉ ਚਰਣਾਰਬਿੰਦ ਊਧ ਕਵਲ ਬਿਗਸਾਂਤ ॥

હું તો મારા મનમાં પ્રભુનાં સુંદર ચરણને ટકાવીને રાખું છું જે જીવ આ કામ કરે છે તેમનું માયા તરફ ઊંધું થઈ ગયેલું મન સીધું થઈને

ਪ੍ਰਗਟ ਭਏ ਆਪਹਿ ਗੋੁਬਿੰਦ ਨਾਨਕ ਸੰਤ ਮਤਾਂਤ ॥੧॥

હે નાનક! કમળના ફૂલની માફક ખીલી જાય છે ગુરુની શિક્ષાથી ગોવિંદ સ્વયં તેના હૃદયમાં આવીને પ્રગટ થઈ જાય છે ॥૧॥

ਪਉੜੀ ॥

પગથિયું ॥

ਚਚਾ ਚਰਨ ਕਮਲ ਗੁਰ ਲਾਗਾ ॥

તે દિવસ ભાગ્ય વાળો છે તે સમય ભાગ્યશાળી સમજો જ્યારે કોઈપણ જીવનું માથું ગુરુના સુંદર ચરણોમાં નમી જાય

ਧਨਿ ਧਨਿ ਉਆ ਦਿਨ ਸੰਜੋਗ ਸਭਾਗਾ ॥

પ્રભુ ના દર્શન ને ખાતર જીવ ચારેય તરફ દસે દિશામાં પણ ભટકીને આવે તો પણ સફળતા નથી મળતી

ਚਾਰਿ ਕੁੰਟ ਦਹ ਦਿਸਿ ਭ੍ਰਮਿ ਆਇਓ ॥

દર્શન ત્યારે જ થાય છે જ્યારે તેની કૃપા થાય છે

ਭਈ ਕ੍ਰਿਪਾ ਤਬ ਦਰਸਨੁ ਪਾਇਓ ॥

અને તેની મહેર થવા માટે ગુરુની સંગતિ મળે છે

ਚਾਰ ਬਿਚਾਰ ਬਿਨਸਿਓ ਸਭ ਦੂਆ ॥

વિચાર સ્વચ્છ થઈ જાય છે માયા પ્રત્યે બધો જ પ્રેમ સમાપ્ત થઈ જાય છે

ਸਾਧਸੰਗਿ ਮਨੁ ਨਿਰਮਲ ਹੂਆ ॥

ગુરુ ની સંગતિ માં મન પવિત્ર થઇ જાય છે

ਚਿੰਤ ਬਿਸਾਰੀ ਏਕ ਦ੍ਰਿਸਟੇਤਾ ॥

તેને બધી જગ્યાએ પરમાત્માના જ દર્શન થાય છે અને તેનું ચિત્ત બાકી બધું જ ભૂલી જાય છે અને ખાલી પરમાત્માને જ યાદ રાખે છે

ਨਾਨਕ ਗਿਆਨ ਅੰਜਨੁ ਜਿਹ ਨੇਤ੍ਰਾ ॥੨੨॥

હે નાનક! સમજ નુ આંજણ તેની આંખમાં અંજાય છે ॥૨૨॥

ਸਲੋਕੁ ॥

શ્લોક॥

ਛਾਤੀ ਸੀਤਲ ਮਨੁ ਸੁਖੀ ਛੰਤ ਗੋਬਿਦ ਗੁਨ ਗਾਇ ॥

તારી મહિમા ની વાણી ગાઉ મારા દિલમાં ઠંડક આવી જાય મારું મન સુખી થઈ જાય

ਐਸੀ ਕਿਰਪਾ ਕਰਹੁ ਪ੍ਰਭ ਨਾਨਕ ਦਾਸ ਦਸਾਇ ॥੧॥

હે નાનક! હે પ્રભુ! હું તારા દાસોનો દાસ છું મારી ઉપર એવી કૃપા કર ॥૧॥

ਪਉੜੀ ॥

પગથિયું ॥

ਛਛਾ ਛੋਹਰੇ ਦਾਸ ਤੁਮਾਰੇ ॥

હું તારો દાસોનો દાસ છું તારું બાળક છું

ਦਾਸ ਦਾਸਨ ਕੇ ਪਾਨੀਹਾਰੇ ॥

કૃપા કર તારા દાસોના દાસનું હું પાણી ભરવા વાળો બનું તેમની સેવામાં મને આનંદ મળે

ਛਛਾ ਛਾਰੁ ਹੋਤ ਤੇਰੇ ਸੰਤਾ ॥

હું તારા સંત જનોની ચરણ ધૂળ બની જાઉં