Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-247

Page 247

ਮਾਇਆ ਬੰਧਨ ਟਿਕੈ ਨਾਹੀ ਖਿਨੁ ਖਿਨੁ ਦੁਖੁ ਸੰਤਾਏ ॥ માયા મોહના બંધનોને કારણે મનુષ્યનું મન એક જગ્યાએ ટકતું નથી, દરેક પ્રકારનું દુઃખ આને દરેક સમયે કષ્ટ દે છે.
ਨਾਨਕ ਮਾਇਆ ਕਾ ਦੁਖੁ ਤਦੇ ਚੂਕੈ ਜਾ ਗੁਰ ਸਬਦੀ ਚਿਤੁ ਲਾਏ ॥੩॥ હે નાનક! માયાના મોહથી ઉત્પન્ન થયેલું દુઃખ ત્યારે જ ખતમ થાય છે જ્યારે મનુષ્ય ગુરુના શબ્દમાં પોતાનું ચિત્ત જોડે છે ॥૩॥
ਮਨਮੁਖ ਮੁਗਧ ਗਾਵਾਰੁ ਪਿਰਾ ਜੀਉ ਸਬਦੁ ਮਨਿ ਨ ਵਸਾਏ ॥ હે વ્હાલા જીવ! પોતાના મનની પાછળ ચાલવા વાળા મનુષ્ય મૂર્ખ અને ગવાર જ રહે છે, તે ગુરુના શબ્દને પોતાના મનમાં નથી સમાવતો.
ਮਾਇਆ ਕਾ ਭ੍ਰਮੁ ਅੰਧੁ ਪਿਰਾ ਜੀਉ ਹਰਿ ਮਾਰਗੁ ਕਿਉ ਪਾਏ ॥ હે જીવ! માયાના મોહનું ચક્ર તેને સાચા જીવન-માર્ગથી આંધળો કરી દે છે આ માટે તે પરમાત્માના મેળાપનો માર્ગ નથી શોધી શકતો
ਕਿਉ ਮਾਰਗੁ ਪਾਏ ਬਿਨੁ ਸਤਿਗੁਰ ਭਾਏ ਮਨਮੁਖਿ ਆਪੁ ਗਣਾਏ ॥ ગુરુની ઈચ્છા અનુસાર ચાલ્યા વગર મનુષ્ય હરિના મેળાપનો માર્ગ શોધી શકતો નથી કારણ કે પોતાના મનની પાછળ ચાલવા વાળો મનુષ્ય હંમેશા પોતાની જાતને મહાન પ્રગટ કરતો રહે છે
ਹਰਿ ਕੇ ਚਾਕਰ ਸਦਾ ਸੁਹੇਲੇ ਗੁਰ ਚਰਣੀ ਚਿਤੁ ਲਾਏ ॥ તેની અંદર સેવક વાળી નમ્રતા નથી આવી શકતી, બીજી બાજુ પરમાત્માના સેવક-ભક્ત ગુરુના ચરણોમાં મન જોડીને હંમેશા સુખી રહે છે
ਜਿਸ ਨੋ ਹਰਿ ਜੀਉ ਕਰੇ ਕਿਰਪਾ ਸਦਾ ਹਰਿ ਕੇ ਗੁਣ ਗਾਏ ॥ પરંતુ, હે જીવ! કોઈના હાથની વાત નથી જે મનુષ્ય પર પરમાત્મા પોતે દયા કરે છે, તે જ હંમેશા પરમાત્માના ગુણ ગાય છે
ਨਾਨਕ ਨਾਮੁ ਰਤਨੁ ਜਗਿ ਲਾਹਾ ਗੁਰਮੁਖਿ ਆਪਿ ਬੁਝਾਏ ॥੪॥੫॥੭॥ હે નાનક! પરમાત્માનું નામ જ જગતમાં વાસ્તવિક કમાણી છે, આ વાતની સમજ પરમાત્મા પોતે જ મનુષ્યને ગુરુની શરણમાં લાવીને રાખી દે છે ॥૪॥૫॥૭॥
ਰਾਗੁ ਗਉੜੀ ਛੰਤ ਮਹਲਾ ੫ રાગ ગૌરી ૧ છંદ મહેલ ૫
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે॥
ਮੇਰੈ ਮਨਿ ਬੈਰਾਗੁ ਭਇਆ ਜੀਉ ਕਿਉ ਦੇਖਾ ਪ੍ਰਭ ਦਾਤੇ ॥ હે દાતાર પ્રભુ! તારા દર્શન વગર મારા મનમાં વ્યાકુળતા ઉત્પન્ન થઈ રહી છે; કહે હું તને કેવી રીતે જોવ?
ਮੇਰੇ ਮੀਤ ਸਖਾ ਹਰਿ ਜੀਉ ਗੁਰ ਪੁਰਖ ਬਿਧਾਤੇ ॥ હે મિત્ર! હે સાથી! હે હરિ! હે બધાથી મોટા! હે સર્વવ્યાપક! હે વિધાતા જીવ!
ਪੁਰਖੋ ਬਿਧਾਤਾ ਏਕੁ ਸ੍ਰੀਧਰੁ ਕਿਉ ਮਿਲਹ ਤੁਝੈ ਉਡੀਣੀਆ ॥ તું સર્વવ્યાપક છે, તું બધાને ઉત્પન્ન કરવાવાળો છે, તું જ લક્ષ્મીપતિ છે તારાથી અલગ થઈને અમે વ્યાકુળ થઈ રહ્યા છીએ, કહે અમે તને કેવી રીતે મળીએ?
ਕਰ ਕਰਹਿ ਸੇਵਾ ਸੀਸੁ ਚਰਣੀ ਮਨਿ ਆਸ ਦਰਸ ਨਿਮਾਣੀਆ ॥ હે જીવ! જે જીવ-સ્ત્રીઓ અહંકાર ત્યાગીને પોતાના હાથથી સેવા કરે છે પોતાનું માથું ગુરુના ચરણોમાં રાખે છે, અને પોતાના મનમાં પ્રભુના દાર્શનની આશા રાખે છે
ਸਾਸਿ ਸਾਸਿ ਨ ਘੜੀ ਵਿਸਰੈ ਪਲੁ ਮੂਰਤੁ ਦਿਨੁ ਰਾਤੇ ॥ તેને શ્વાસે શ્વાસે તે જ યાદ રહે છે તેને દિવસ રાત કોઈ પણ સમય, એક ક્ષણ માટે, એક પળ માટે, એક મૂર્ત માટે તે પ્રભુને નથી ભૂલતા
ਨਾਨਕ ਸਾਰਿੰਗ ਜਿਉ ਪਿਆਸੇ ਕਿਉ ਮਿਲੀਐ ਪ੍ਰਭ ਦਾਤੇ ॥੧॥ નાનક કહે છે, હે દાતાર પ્રભુ! અમે જીવ તારા વગર તરસ્યા બપૈયાની જેમ તડપી રહ્યા છીએ, કહે તને કેવી રીતે મળીએ ॥૧॥
ਇਕ ਬਿਨਉ ਕਰਉ ਜੀਉ ਸੁਣਿ ਕੰਤ ਪਿਆਰੇ ॥ હે વ્હાલા કંત જીવ? સાંભળ, હું એક વિનંતી કરું છું. તારા ચમત્કાર-ભવ્યતા જોઈ-જોઈને હું છેતરાઈ ગઈ છું
ਮੇਰਾ ਮਨੁ ਤਨੁ ਮੋਹਿ ਲੀਆ ਜੀਉ ਦੇਖਿ ਚਲਤ ਤੁਮਾਰੇ ॥ તારા ચમત્કાર-ભવ્યતાએ મારુ મન મોહી લીધું છે મારુ શરીર મોહાય ગયું છે
ਚਲਤਾ ਤੁਮਾਰੇ ਦੇਖਿ ਮੋਹੀ ਉਦਾਸ ਧਨ ਕਿਉ ਧੀਰਏ ॥ પરંતુ હવે આ જીવ-સ્ત્રી આ ચમત્કાર-ભવ્યતાથી ઉદાસ થઈ ગઈ છે, તારા મેળાપ વગર ધીરજ નથી આવી શકતું
ਗੁਣਵੰਤ ਨਾਹ ਦਇਆਲੁ ਬਾਲਾ ਸਰਬ ਗੁਣ ਭਰਪੂਰਏ ॥ હે બધા ગુણોના માલિક પતિ-પ્રભુ! તું દયા નું ઘર છે, તું હંમેશા યુવાન છે, તું બધા ગુણોથી ભરપૂર છે
ਪਿਰ ਦੋਸੁ ਨਾਹੀ ਸੁਖਹ ਦਾਤੇ ਹਉ ਵਿਛੁੜੀ ਬੁਰਿਆਰੇ ॥ હે બધા સુખોના દાતાર પતિ! તારામાં કોઈ દોષ નથી હું ધીમા કાર્યવાળી પોતે જ તારાથી અલગ થયેલી છું
ਬਿਨਵੰਤਿ ਨਾਨਕ ਦਇਆ ਧਾਰਹੁ ਘਰਿ ਆਵਹੁ ਨਾਹ ਪਿਆਰੇ ॥੨॥ નાનક કહે છે! હે વ્હાલા પતિ! આ જીવ-સ્ત્રી વિનંતી કરે છે, તું કૃપા કરીને તેના હદય ઘરમાં આવીને વસ ॥૨॥
ਹਉ ਮਨੁ ਅਰਪੀ ਸਭੁ ਤਨੁ ਅਰਪੀ ਅਰਪੀ ਸਭਿ ਦੇਸਾ ॥ પોતાનું મન ભેટ કરી દઉં, પોતાનું શરીર અર્પિત કરી દઉં, આ બધી જ્ઞાનેન્દ્રિયો ભેટ કરી દઉં,
ਹਉ ਸਿਰੁ ਅਰਪੀ ਤਿਸੁ ਮੀਤ ਪਿਆਰੇ ਜੋ ਪ੍ਰਭ ਦੇਇ ਸਦੇਸਾ ॥ હું તે હું તે મિત્ર-વ્હાલાને પોતાનું માથું તેમના હવાલે કરી દઉં જે મને પ્રભુ થી મેળાપ કરાવવા વાળો સંદેશો આપે
ਅਰਪਿਆ ਤ ਸੀਸੁ ਸੁਥਾਨਿ ਗੁਰ ਪਹਿ ਸੰਗਿ ਪ੍ਰਭੂ ਦਿਖਾਇਆ ॥ જે જીવ-સ્ત્રી એ સાધુ-સંગતની કૃપાથી પોતાનું માથું ગુરુના હવાલે કરી દીધું છે, ગુરુએ તેને હૃદયમાં વસેલા પરમાત્મા દેખાડી દીધા
ਖਿਨ ਮਾਹਿ ਸਗਲਾ ਦੂਖੁ ਮਿਟਿਆ ਮਨਹੁ ਚਿੰਦਿਆ ਪਾਇਆ ॥ એક ક્ષણમાં જ તે જીવ-સ્ત્રીનું બધું જ પ્રભુથી અલગ થવાનું દુઃખ દૂર થઈ ગયું, કારણ કે તેને મનની ઈચ્છા મળી ગઈ
ਦਿਨੁ ਰੈਣਿ ਰਲੀਆ ਕਰੈ ਕਾਮਣਿ ਮਿਟੇ ਸਗਲ ਅੰਦੇਸਾ ॥ તે જીવ-સ્ત્રી પ્રભુ ચરણોમાં જોડાઈને દિવસ રાત આનંદ મેળવે છે તેની બધી ચિંતા મટી જાય છે
ਬਿਨਵੰਤਿ ਨਾਨਕੁ ਕੰਤੁ ਮਿਲਿਆ ਲੋੜਤੇ ਹਮ ਜੈਸਾ ॥੩॥ નાનક વિનંતી કરે છે, જે જીવ-સ્ત્રી સાધુ સંગતનો આશરો લઇ ને પોતાની જાત ને ગુરુના હવાલે કરે છે તેને પતિ પ્રભુ મળી જાય છે અને તે પતિ પ્રભુ એવા છે જેવા આપણે બધા જીવ હંમેશા શોધતા રહીએ છીએ, તે જ છે જે આપણે બધા મળવાની ચાહત રાખીએ છીએ ॥૩॥
ਮੇਰੈ ਮਨਿ ਅਨਦੁ ਭਇਆ ਜੀਉ ਵਜੀ ਵਾਧਾਈ ॥ રા મનમાં હવે ઉત્સાહ બની રહે છે, મારી અંદર તે આધ્યાત્મિક હાલત પ્રબળ બનેલી છે કે મારુ દિલ હવે હુલરા લઇ રહ્યું છે
ਘਰਿ ਲਾਲੁ ਆਇਆ ਪਿਆਰਾ ਸਭ ਤਿਖਾ ਬੁਝਾਈ ॥ હે સહેલીઓ! જ્યારથી મારા હૃદય ઘરમાં સુંદર વ્હાલા પ્રભુ પતિ આવી વસ્યા છે, મારી બધી માયાની તૃષ્ણા મટી ગઈ છે
ਮਿਲਿਆ ਤ ਲਾਲੁ ਗੁਪਾਲੁ ਠਾਕੁਰੁ ਸਖੀ ਮੰਗਲੁ ਗਾਇਆ ॥ જ્યારથી સોહામણા વ્હાલા ઠાકુર ગોપાલ મને મેળવી દીધા છે, મારી સહેલીઓ એ ખુશીના ગીત ગાવાનું શરૂ કરી દીધું છે
ਸਭ ਮੀਤ ਬੰਧਪ ਹਰਖੁ ਉਪਜਿਆ ਦੂਤ ਥਾਉ ਗਵਾਇਆ ॥ મારા આ મિત્રો-સબંધીઓને ઉત્સાહ બની રહે છે અને મારા અંદરથી કામાદિક દુશમનો નું નામ નિશાન મટી ગયું છ
ਅਨਹਤ ਵਾਜੇ ਵਜਹਿ ਘਰ ਮਹਿ ਪਿਰ ਸੰਗਿ ਸੇਜ ਵਿਛਾਈ ॥ મેં પ્રભુ પતિ સાથે પથારી પાથરી લીધી છે,મેં પોતાના દિલને પ્રભુની યાદ ની સાથે જોડી દીધું છે, હવે મારા હદયમાં વગર વગાડ્યે વાજા વાગી રહ્યા છે, મારા હૃદયમાં તે ઉલ્લાસ બની રહે છે જે વગાડતા વાજાંની સાથે અનુભવાય છે.
ਬਿਨਵੰਤਿ ਨਾਨਕੁ ਸਹਜਿ ਰਹੈ ਹਰਿ ਮਿਲਿਆ ਕੰਤੁ ਸੁਖਦਾਈ ॥੪॥੧॥ નાનક વિનંતી કરે છે, જે જીવ સ્ત્રી ને બધા સુખના દાતાર પ્રભુ પતિ મળી જાય છે, તે આધ્યાત્મિક સ્થિરતામાં ટકી રહે છે ॥૪॥૧॥


© 2025 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top