Gujarati Page 248

ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥

ગૌરી રાગ ૨ મહેલ ૫ ॥

ਮੋਹਨ ਤੇਰੇ ਊਚੇ ਮੰਦਰ ਮਹਲ ਅਪਾਰਾ ॥

હે મનને મોહી લેવાવાળા પ્રભુ! તારા ઉંચા મંદિર છે, તારા મહેલ એવા છે કે તેનો પેલી પારનો છેડો દેખાતો નથી.

ਮੋਹਨ ਤੇਰੇ ਸੋਹਨਿ ਦੁਆਰ ਜੀਉ ਸੰਤ ਧਰਮ ਸਾਲਾ ॥

હે મોહન! તારા ઓટલા પર તારા ધર્મ-સ્થાનોમાં, તારા સંત-જન બેસેલા સુંદર લાગી રહ્યા છે.

ਧਰਮ ਸਾਲ ਅਪਾਰ ਦੈਆਰ ਠਾਕੁਰ ਸਦਾ ਕੀਰਤਨੁ ਗਾਵਹੇ ॥

હે અનંત પ્રભુ! હે દયાળુ પ્રભુ! હે ઠાકુર! તારા ધર્મસ્થાનોમાં તારા સંતજન હંમેશા તારા કીર્તન ગાય છે.

ਜਹ ਸਾਧ ਸੰਤ ਇਕਤ੍ਰ ਹੋਵਹਿ ਤਹਾ ਤੁਝਹਿ ਧਿਆਵਹੇ ॥

હે મોહન! જ્યાં પણ સાધુ-સંતો એકઠા થાય છે ત્યાં તારું જ ધ્યાન ધરે છે.

ਕਰਿ ਦਇਆ ਮਇਆ ਦਇਆਲ ਸੁਆਮੀ ਹੋਹੁ ਦੀਨ ਕ੍ਰਿਪਾਰਾ ॥

હે દયાનું ઘર મોહન! હે બધાના માલિક મોહન! તું દયા કરીને તરસ ખાઈને ગરીબો-અનાથો પર કૃપા કરે છે.

ਬਿਨਵੰਤਿ ਨਾਨਕ ਦਰਸ ਪਿਆਸੇ ਮਿਲਿ ਦਰਸਨ ਸੁਖੁ ਸਾਰਾ ॥੧॥

હે મોહન! નાનક વિનંતી કરે છે, તારા દર્શનના તરસ્યા તારા સંતજન તને મળીને તારા દર્શનનું સુખ પ્રાપ્ત કરે છે. ॥૧॥

ਮੋਹਨ ਤੇਰੇ ਬਚਨ ਅਨੂਪ ਚਾਲ ਨਿਰਾਲੀ ॥

હે મોહન! તારી મહિમાના વચન સુંદર લાગે છે તારી ચાલ જગતના જીવોની ચાલથી અલગ છે

ਮੋਹਨ ਤੂੰ ਮਾਨਹਿ ਏਕੁ ਜੀ ਅਵਰ ਸਭ ਰਾਲੀ ॥

એ મોહન! બધા જીવ માત્ર તને જ હંમેશા કાયમ રહેવાવાળો માને છે બીજી આખી સૃષ્ટિ નાશવાન છે

ਮਾਨਹਿ ਤ ਏਕੁ ਅਲੇਖੁ ਠਾਕੁਰੁ ਜਿਨਹਿ ਸਭ ਕਲ ਧਾਰੀਆ ॥

હે મોહન! માત્ર તને એકને સ્થિર માને છે;માત્ર તને, જેનું સ્વરૂપ વ્યક્ત કરી શકાતું નથી, જો તું બધાનો પાલનહાર છે અને જે તે આખી સૃષ્ટિમાં પોતાની સત્તા વર્તાવી છે.

ਤੁਧੁ ਬਚਨਿ ਗੁਰ ਕੈ ਵਸਿ ਕੀਆ ਆਦਿ ਪੁਰਖੁ ਬਨਵਾਰੀਆ ॥

હે મોહન! તને તારા ભક્તોએ ગુરુના વચનો દ્વારા પ્રેમ વશ કરેલો છે તું બધાનો ભૂતકાળ છે, તું સર્વવ્યાપક છે, તું બધા જગતનો માલિક છે.

ਤੂੰ ਆਪਿ ਚਲਿਆ ਆਪਿ ਰਹਿਆ ਆਪਿ ਸਭ ਕਲ ਧਾਰੀਆ ॥

હે મોહન! બધા જીવોમાં હાજર હોવાને કારણે તું પોતે જ ઉંમર ભોગવીને જગતમાંથી ચાલ્યો જાય છે, તો પણ તું જ પોતે હંમેશા કાયમ રહેવાવાળો છે, તે જ જગતમાં પોતાની સત્તા ફેલાવી છે.

ਬਿਨਵੰਤਿ ਨਾਨਕ ਪੈਜ ਰਾਖਹੁ ਸਭ ਸੇਵਕ ਸਰਨਿ ਤੁਮਾਰੀਆ ॥੨॥

નાનક વિનંતી કરે છે, પોતાના સેવકોની તું પોતે જ લાજ રાખે છે બધા સેવક-ભક્ત તારી જ શરણે પડે છે ॥૨॥

ਮੋਹਨ ਤੁਧੁ ਸਤਸੰਗਤਿ ਧਿਆਵੈ ਦਰਸ ਧਿਆਨਾ ॥

હે મોહન પ્રભુ! તારું સાધુ સંગતિ ધ્યાન ધરે છે તારા દર્શનનું ધ્યાન ધરે છે

ਮੋਹਨ ਜਮੁ ਨੇੜਿ ਨ ਆਵੈ ਤੁਧੁ ਜਪਹਿ ਨਿਦਾਨਾ ॥

એ મોહન પ્રભુ! જે જીવ થઈ જપે છે અંત ના સમયે મૃત્યુનો ડર તેની નજીક ભટકતો નથી.

ਜਮਕਾਲੁ ਤਿਨ ਕਉ ਲਗੈ ਨਾਹੀ ਜੋ ਇਕ ਮਨਿ ਧਿਆਵਹੇ ॥

જે એકાગ્ર મનથી તારું ધ્યાન ધરે છે મૃત્યુનો ડર તેને સ્પર્શી શકતો નથી આધ્યાત્મિક મૃત્યુ પોતાનો પ્રભાવ નાખી શક્તિ નથી.

ਮਨਿ ਬਚਨਿ ਕਰਮਿ ਜਿ ਤੁਧੁ ਅਰਾਧਹਿ ਸੇ ਸਭੇ ਫਲ ਪਾਵਹੇ ॥

જે મનુષ્ય પોતાના મનથી, પોતાના બોલથી, પોતાના કર્મો થી, તને યાદ કરતો રહે છે તે બધા મન-ઈચ્છીત ફળ પ્રાપ્ત કરી લે છે.

ਮਲ ਮੂਤ ਮੂੜ ਜਿ ਮੁਗਧ ਹੋਤੇ ਸਿ ਦੇਖਿ ਦਰਸੁ ਸੁਗਿਆਨਾ ॥

હે સર્વ-વ્યાપક! હે પ્રભુ! તે મનુષ્ય પણ તારા દર્શન કરીને ઉચ્ચી સમજવાળા થઈ જાય છે જે પહેલા ગંદા-કુકર્મી અને મૂર્ખ હોય છે.

ਬਿਨਵੰਤਿ ਨਾਨਕ ਰਾਜੁ ਨਿਹਚਲੁ ਪੂਰਨ ਪੁਰਖ ਭਗਵਾਨਾ ॥੩॥

નાનક વિનંતી કરે છે, હે મોહન! તારું રાજ હંમેશા કાયમ રહેવાવાળું છે. ॥૩॥

ਮੋਹਨ ਤੂੰ ਸੁਫਲੁ ਫਲਿਆ ਸਣੁ ਪਰਵਾਰੇ ॥

હે મોહન પ્રભુ! તું ખુબ સુંદર ફળવાળો છે તું ખુબ મોટા પરિવાર વાળો છે

ਮੋਹਨ ਪੁਤ੍ਰ ਮੀਤ ਭਾਈ ਕੁਟੰਬ ਸਭਿ ਤਾਰੇ ॥

હે મોહન પ્રભુ! પુત્ર, ભાઈઓ, મિત્રોવાળા તું બધા સંસાર સમુદ્રથી પાર કરાવી દે છે

ਤਾਰਿਆ ਜਹਾਨੁ ਲਹਿਆ ਅਭਿਮਾਨੁ ਜਿਨੀ ਦਰਸਨੁ ਪਾਇਆ ॥

હે મોહન! જેણે તારા દર્શન કર્યા તેની અંદરથી તે અહંકાર દૂર કરી દીધો તું આખા જગતને તારવા સક્ષમ છો

ਜਿਨੀ ਤੁਧਨੋ ਧੰਨੁ ਕਹਿਆ ਤਿਨ ਜਮੁ ਨੇੜਿ ਨ ਆਇਆ ॥

હે મોહન! જે ભાગ્યશાળીઓએ તારી મહિમા કરી આધ્યાત્મિક મ્ર્ત્યુ તેની નજીક ભટકતી નથી

ਬੇਅੰਤ ਗੁਣ ਤੇਰੇ ਕਥੇ ਨ ਜਾਹੀ ਸਤਿਗੁਰ ਪੁਰਖ ਮੁਰਾਰੇ ॥

હે બધાથી મોટા! હે સર્વ-વ્યાપક પ્રભુ! તારા ગુણ અનંત છે વ્યક્ત કરી શકાતા નથી

ਬਿਨਵੰਤਿ ਨਾਨਕ ਟੇਕ ਰਾਖੀ ਜਿਤੁ ਲਗਿ ਤਰਿਆ ਸੰਸਾਰੇ ॥੪॥੨॥

નાનક વિનંતી કરે છે, મને તારો જ આશરો છે જે આશરાની કૃપાથી હું સંસાર સમુદ્રથી પાર થઈ શકું છું ॥૪॥૨॥

ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥

ગૌરી રાગ ૩ મહેલ ૫॥

ਸਲੋਕੁ ॥

શ્લોક

ਪਤਿਤ ਅਸੰਖ ਪੁਨੀਤ ਕਰਿ ਪੁਨਹ ਪੁਨਹ ਬਲਿਹਾਰ ॥

પરમાત્માનું નામ જપ. આ નામથી વારંવાર કુરબાન જા. આ નામ અગણિત વિકારોથી પવિત્ર કરી દે છે

ਨਾਨਕ ਰਾਮ ਨਾਮੁ ਜਪਿ ਪਾਵਕੋ ਤਿਨ ਕਿਲਬਿਖ ਦਾਹਨਹਾਰ ॥੧॥

હે નાનક! પરમાત્માનું નામ જપ. જેવી રીતે આગ ઘાસના તણખાને, તેવી જ રીતે હરિ નામ પાપોને સળગાવવાની તાકત રાખે છે ॥૧॥

ਛੰਤ ॥

છંદ॥

ਜਪਿ ਮਨਾ ਤੂੰ ਰਾਮ ਨਰਾਇਣੁ ਗੋਵਿੰਦਾ ਹਰਿ ਮਾਧੋ ॥

હે મન! તું રામ નારાયણ ગોવિંદ હરિ માધવનું નામ જપ

ਧਿਆਇ ਮਨਾ ਮੁਰਾਰਿ ਮੁਕੰਦੇ ਕਟੀਐ ਕਾਲ ਦੁਖ ਫਾਧੋ ॥

હે મન! તું મુક્તિદાતા પરમાત્માની આરાધના કર આ આરાધનાની કૃપાથી મૃત્યુ અને દુઃખોને ફાંસી કાપવામાં આવે છે

ਦੁਖਹਰਣ ਦੀਨ ਸਰਣ ਸ੍ਰੀਧਰ ਚਰਨ ਕਮਲ ਅਰਾਧੀਐ ॥

હે મન! તે પરમાત્માના સોહામણા ચરણોની આરાધના કરવી જોઈએ જે દુઃખનો નાશ કરવાવાળા છે જે ગરીબોનો સહારો છે જે લક્ષમીનો આસરો છે

ਜਮ ਪੰਥੁ ਬਿਖੜਾ ਅਗਨਿ ਸਾਗਰੁ ਨਿਮਖ ਸਿਮਰਤ ਸਾਧੀਐ ॥

હે મન! યમરાજના મુશ્કેલ માર્ગ અને વિકારોની આગથી ભરેલ સંસાર સમુદ્રને થોડા સમયના નામ સ્મરણથી જ ખુબસુરત બનાવી શકાય છે

ਕਲਿਮਲਹ ਦਹਤਾ ਸੁਧੁ ਕਰਤਾ ਦਿਨਸੁ ਰੈਣਿ ਅਰਾਧੋ ॥

હે મન! તેથી દિવસ રાત તે હરિનું નામ સ્મરણ કરતો રહે જે પાપોને સળગાવવા વાળો છે અને પવિત્ર કરવાવાળો છે

ਬਿਨਵੰਤਿ ਨਾਨਕ ਕਰਹੁ ਕਿਰਪਾ ਗੋਪਾਲ ਗੋਬਿੰਦ ਮਾਧੋ ॥੧॥

નાનક વિનંતી કરે છે, હે ગોપાલ! હે ગોવિંદ! હે માધવ! કૃપા કર હું તારું નામ હંમેશા સ્મરણ કરતો રહું ॥૧॥

ਸਿਮਰਿ ਮਨਾ ਦਾਮੋਦਰੁ ਦੁਖਹਰੁ ਭੈ ਭੰਜਨੁ ਹਰਿ ਰਾਇਆ ॥

હે મન! તે પ્રભુ પાતશાહ દામોદરને સ્મરણ કર જે દુઃખોને દૂર કરવાવાળા છે જે ડરોનો નાશ કરવાવાળા છે

ਸ੍ਰੀਰੰਗੋ ਦਇਆਲ ਮਨੋਹਰੁ ਭਗਤਿ ਵਛਲੁ ਬਿਰਦਾਇਆ ॥

જે લક્ષ્મીના પતિ છે જે દયાનો સ્ત્રોત છે જે મનને મોહનાર છે અને ભક્તિથી પ્રેમ કરવો જેનો કૃપા ભરેલ મૂળ સ્વભાવ છે