Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-242

Page 242

ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਰੰਗ ਸੰਗਿ ਬਿਖਿਆ ਕੇ ਭੋਗਾ ਇਨ ਸੰਗਿ ਅੰਧ ਨ ਜਾਨੀ ॥੧॥ મજાથી માયાના ભોગ મનુષ્ય ભોગતો રહે છે, માયાના મોહમાં અંધ મનુષ્ય આ ભોગોમાં ખચિત થતો સમજતો નથી કે ઉમર વ્યર્થ વીતી રહે છે ॥૧॥
ਹਉ ਸੰਚਉ ਹਉ ਖਾਟਤਾ ਸਗਲੀ ਅਵਧ ਬਿਹਾਨੀ ॥ ਰਹਾਉ ॥ હું માયા જોડી રહ્યો છું, હું માયા કમાઉં છું – આ જ વિચારોમાં અંધ મનુષ્યની આખી જ ઉમર પસાર થઇ જાય છે ॥૧॥વિરામ॥
ਹਉ ਸੂਰਾ ਪਰਧਾਨੁ ਹਉ ਕੋ ਨਾਹੀ ਮੁਝਹਿ ਸਮਾਨੀ ॥੨॥ હું શૂરવિર છું, હું ચૌધરી છું, કોઈ મારી સરખામણીનો નથી ॥૨॥
ਜੋਬਨਵੰਤ ਅਚਾਰ ਕੁਲੀਨਾ ਮਨ ਮਹਿ ਹੋਇ ਗੁਮਾਨੀ ॥੩॥ હું સુંદર છું, હું ઊંચા આચરણવાળો છું, સારા કુટુંબવાળો છું, મનુષ્ય મનમાં આ રીતે અહંકારી થાય છે ॥૩॥
ਜਿਉ ਉਲਝਾਇਓ ਬਾਧ ਬੁਧਿ ਕਾ ਮਰਤਿਆ ਨਹੀ ਬਿਸਰਾਨੀ ॥੪॥ માયાના મોહમાં મરેલી મતિવાળો મનુષ્ય જવાના સમયે માયાના મોહમાં ફંસાઈ રહે છે, મરવાના સમયે પણ તેને આ માયા નથી ભુલાતી ॥૪॥
ਭਾਈ ਮੀਤ ਬੰਧਪ ਸਖੇ ਪਾਛੇ ਤਿਨਹੂ ਕਉ ਸੰਪਾਨੀ ॥੫॥ ભાઈ, મિત્ર, સંબંધી, સાથી – મરવાની પાછળ અંતે આને જ પોતાની આખી ઉંમરની એકત્રીત કરેલી માયા સોંપી જાય છે ॥૫॥
ਜਿਤੁ ਲਾਗੋ ਮਨੁ ਬਾਸਨਾ ਅੰਤਿ ਸਾਈ ਪ੍ਰਗਟਾਨੀ ॥੬॥ જે વાસનામાં મનુષ્યનું મન આખી ઉમર લાગેલું રહે છે, અંતે મૃત્યુના સમયે તે જ વાસના જોર મૂકે છે ॥૬॥
ਅਹੰਬੁਧਿ ਸੁਚਿ ਕਰਮ ਕਰਿ ਇਹ ਬੰਧਨ ਬੰਧਾਨੀ ॥੭॥ અહંકારને આશરે શારીરિક પવિત્રતાનાં તીર્થ-સ્નાન વગેરે ગર્ભિત ધાર્મિક કર્મ કરી કરીને આના બંધનોમાં બંધાયેલ રહે છે ॥૭॥
ਦਇਆਲ ਪੁਰਖ ਕਿਰਪਾ ਕਰਹੁ ਨਾਨਕ ਦਾਸ ਦਸਾਨੀ ॥੮॥੩॥੧੫॥੪੪॥ ਜੁਮਲਾ નાનક પ્રાર્થના કરે છે અને કહે છે, હે દયાના ઘર સર્વ-વ્યાપક પ્રભુ! મારા પર કૃપા કર, મને પોતાના દાસના દાસ બનાવી રાખ અને મને આ અહંકારના બંધનોથી બચાવી રાખ ॥૮॥૩॥૧૫॥૪૪॥ કુલ
ੴ ਸਤਿਨਾਮੁ ਕਰਤਾ ਪੁਰਖੁ ਗੁਰਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે॥
ਰਾਗੁ ਗਉੜੀ ਪੂਰਬੀ ਛੰਤ ਮਹਲਾ ੧ ॥ રાગ ગૌરી પૂર્વ છંદમહેલ ૧॥
ਮੁੰਧ ਰੈਣਿ ਦੁਹੇਲੜੀਆ ਜੀਉ ਨੀਦ ਨ ਆਵੈ ॥ પતિની અલગ થવાના શોકમાં યુવાન સુંદર સ્ત્રીની રાત દુઃખમાં વીતે છે, તેને ઊંઘ નથી આવતી,
ਸਾ ਧਨ ਦੁਬਲੀਆ ਜੀਉ ਪਿਰ ਕੈ ਹਾਵੈ ॥ અને રોતા રોતા તે નબળી થતી જાય છે.સ્ત્રી પતિની વિયોગના શોકમાં દિવસે દિવસ નબળી થતી જાય છે,
ਧਨ ਥੀਈ ਦੁਬਲਿ ਕੰਤ ਹਾਵੈ ਕੇਵ ਨੈਣੀ ਦੇਖਏ ॥ તે દરેક સમય ઈચ્છા રાખે છે કે તે કોઈ રીતે પોતાના પતિને આંખોથી જોવે.
ਸੀਗਾਰ ਮਿਠ ਰਸ ਭੋਗ ਭੋਜਨ ਸਭੁ ਝੂਠੁ ਕਿਤੈ ਨ ਲੇਖਏ ॥ તેને શારીરિક શણગાર તેમજ મીઠા રસોનો ભોગ – આ બધું ફિક્કું લાગે છે, તેને આ બધું અર્થ વિનાનું દેખાય છે.
ਮੈ ਮਤ ਜੋਬਨਿ ਗਰਬਿ ਗਾਲੀ ਦੁਧਾ ਥਣੀ ਨ ਆਵਏ ॥ જે સ્ત્રીને યુવાનીમાં અહંકારે ગળાવી દીધું હોય જે યુવાનીના નશામાં એવી મસ્ત હોય, જેમ શરાબમાં મસ્ત હોય, તેને પોતાના પતિનો મેળાપ નસીબ નથી થતો અને તેને સુહાગ-ભાગવાળી સ્થિતિ નસીબ નથી થતી.
ਨਾਨਕ ਸਾ ਧਨ ਮਿਲੈ ਮਿਲਾਈ ਬਿਨੁ ਪਿਰ ਨੀਦ ਨ ਆਵਏ ॥੧॥ હે નાનક! આ જ હાલ થાય છે તે જીવ-સ્ત્રીનો, જે દુનિયાના ખોટા ગુમાનમાં મસ્ત રહે છે, તેને બધી જીવનરૂપી રાતમાં આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત થતી નથી તે ત્યારે જ પ્રભુ પતિથી મળી શકે છે, જ્યારે ગુરુ મધ્યસ્થી, માધ્યમ બનીને તેને પ્રભુ-ચરણોમાં મેળવી દે ॥૧॥
ਮੁੰਧ ਨਿਮਾਨੜੀਆ ਜੀਉ ਬਿਨੁ ਧਨੀ ਪਿਆਰੇ ॥ પ્રેમાળ પતિના મેળાપ વગર સ્ત્રી સખતાઈમાં જ રહે છે.
ਕਿਉ ਸੁਖੁ ਪਾਵੈਗੀ ਬਿਨੁ ਉਰ ਧਾਰੇ ॥ જો પતિ તેને પોતાની છાતીથી ના લગાવે, તો તેને સુખ મહેસુસ થઇ શકતું નથી.
ਨਾਹ ਬਿਨੁ ਘਰ ਵਾਸੁ ਨਾਹੀ ਪੁਛਹੁ ਸਖੀ ਸਹੇਲੀਆ ॥ પતિ વગર ઘર વસી શકતું નથી. જો બીજી સખીઓ-સહેલીઓને પૂછશો તો તે પણ આ જ ઉતર દેશે.
ਬਿਨੁ ਨਾਮ ਪ੍ਰੀਤਿ ਪਿਆਰੁ ਨਾਹੀ ਵਸਹਿ ਸਾਚਿ ਸੁਹੇਲੀਆ ॥ પતિ-પ્રભુના મેળાપ વગર હૃદયમાં આધ્યાત્મિક ગુણોનો વાસ નથી થઇ શકતો. સત્સંગી સહેલીઓને પૂછીએ જુઓ, તે આ જ ઉતર દેશે પ્રભુનું નામ જ્પ્યા વગર તેની પ્રીતિ તેનો પ્રેમ પ્રાપ્ત કરી શકાતો તે જ જીવ-દુલ્હન સુખી વસી શકે છે, જે હંમેશા સ્થિર પ્રભુના નામમાં જોડાય છે.
ਸਚੁ ਮਨਿ ਸਜਨ ਸੰਤੋਖਿ ਮੇਲਾ ਗੁਰਮਤੀ ਸਹੁ ਜਾਣਿਆ ॥ ગુરુની બુદ્ધિ લઈને જે જીવ-સ્ત્રીએ મનમાં હંમેશા સ્થિર પ્રભુનું નામ વસાવ્યું છે, જે સંતોષમાં જીવે છે, તેને સજ્જન પ્રભુનો મેળાપ પ્રાપ્ત થઇ જાય છે, તે પતિ પ્રભુને આજુબાજુ જાણી લે છે.
ਨਾਨਕ ਨਾਮੁ ਨ ਛੋਡੈ ਸਾ ਧਨ ਨਾਮਿ ਸਹਜਿ ਸਮਾਣੀਆ ॥੨॥ હે નાનક! તે જીવ-સ્ત્રી પ્રભુનું નામ જપવાનું છોડતી નથી, પ્રભુના નામમાં જોડાઈને તે આધ્યાત્મિક સ્થિરતામાં ટકી રહે છે ॥૨॥
ਮਿਲੁ ਸਖੀ ਸਹੇਲੜੀਹੋ ਹਮ ਪਿਰੁ ਰਾਵੇਹਾ ॥ હે સત્સંગી સહેલીઓ! આવો મળી બેસીએ અને આપણે મળીને પતિ પ્રભુના ભજન કરીએ.
ਗੁਰ ਪੁਛਿ ਲਿਖਉਗੀ ਜੀਉ ਸਬਦਿ ਸਨੇਹਾ ॥ સત્સંગતિમાં બેસીને ગુરુની શિક્ષા લઈને હે સહેલીઓ! હું ગુરુના શબ્દ દ્વારા પતિ-પ્રભુને સંદેશ મોકલીશ કે આવીને મળ.
ਸਬਦੁ ਸਾਚਾ ਗੁਰਿ ਦਿਖਾਇਆ ਮਨਮੁਖੀ ਪਛੁਤਾਣੀਆ ॥ જે જીવ-સ્ત્રીને ગુરુએ પોતાના શબ્દો આપ્યા, તેને તેને હંમેશા સ્થિર રહેનાર પરમાત્મા આજુબાજુ દેખાડી દીધા, પરંતુ પોતાના મનની પાછળ ચાલનારી પૂછતી જ રહે છે.
ਨਿਕਸਿ ਜਾਤਉ ਰਹੈ ਅਸਥਿਰੁ ਜਾਮਿ ਸਚੁ ਪਛਾਣਿਆ ॥ જેને ગુરુએ દાન આપ્યું, શબ્દની કૃપાથી જયારે તેને હંમેશા સ્થિર પ્રભુને આજુબાજુ ઓળખી લીધા, ત્યારે તેનું બહાર માયા પાછળ દોડતું મન ટકી જાય છે.
ਸਾਚ ਕੀ ਮਤਿ ਸਦਾ ਨਉਤਨ ਸਬਦਿ ਨੇਹੁ ਨਵੇਲਓ ॥ જે જીવ-સ્ત્રીની અંદર હંમેશા સ્થિર પ્રભુ ટકી જાય છે, તેની બુદ્ધિ હંમેશા નવી રહે છે, ક્યારેય વિકારોથી ગંદી રહેતી નથી શબ્દની કૃપાથી તેની અંદર પ્રભુ માટે નિત્ય નવો પ્રેમ બની રહે છે.
ਨਾਨਕ ਨਦਰੀ ਸਹਜਿ ਸਾਚਾ ਮਿਲਹੁ ਸਖੀ ਸਹੇਲੀਹੋ ॥੩॥ હે નાનક! હંમેશા-સ્થિર રહેનાર પ્રભુ પોતાની કૃપાની નજરથી તે જીવ-સ્ત્રીને આધ્યાત્મિક સ્થિરતામાં ટકાવી રાખે છે હે સત્સંગી સહેલીઓ! આવો મળીને બેસીએ અને પ્રભુની મહિમા કરીએ ॥૩॥
ਮੇਰੀ ਇਛ ਪੁਨੀ ਜੀਉ ਹਮ ਘਰਿ ਸਾਜਨੁ ਆਇਆ ॥ હે સહેલીઓ! મારી મનોકામના પુરી થઇ ગઈ છે, મારા હૃદય ઘરમાં સજ્જન પરમાત્મા આવી વસ્યો છે.
ਮਿਲਿ ਵਰੁ ਨਾਰੀ ਮੰਗਲੁ ਗਾਇਆ ॥ જે જીવ-સ્ત્રીને પતિ-પ્રભુ મળી જાય છે તેની જ્ઞાનેન્દ્રિઓ વિકારો તરફ દોડવાની જગ્યાએ મળીને જેમ ખુશીના ગીત ગાય છે.
ਗੁਣ ਗਾਇ ਮੰਗਲੁ ਪ੍ਰੇਮਿ ਰਹਸੀ ਮੁੰਧ ਮਨਿ ਓਮਾਹਓ ॥ પ્રભુની મહિમાનાં ગીત ગાઈને જીવ-સ્ત્રી પ્રભુ-પ્રેમના ઉત્સાહમાં ખીલી પડે છે, તેના મનમાં ઉત્સાહની ઉમંગ ઉત્પન્ન થઇ જાય છે.
ਸਾਜਨ ਰਹੰਸੇ ਦੁਸਟ ਵਿਆਪੇ ਸਾਚੁ ਜਪਿ ਸਚੁ ਲਾਹਓ ॥ તેની અંદર સારા ગુણ પ્રફુલ્લિત થાય છે, દુષ્ટતા ભરેલ વિકારો દબાઈ જાય છે હંમેશા સ્થિર નામ જપી-જપીને તેને અટળ આધ્યાત્મિક જીવનનો લાભ મળી જાય છે.
ਕਰ ਜੋੜਿ ਸਾ ਧਨ ਕਰੈ ਬਿਨਤੀ ਰੈਣਿ ਦਿਨੁ ਰਸਿ ਭਿੰਨੀਆ ॥ તે જીવ-સ્ત્રી દિવસ-રાત પ્રભુના પ્રેમ રસમાં પલળેલી હાથ જોડીને પ્રભુ-પતિના ઓટલા પર પ્રાર્થના કરતી રહે છે.
ਨਾਨਕ ਪਿਰੁ ਧਨ ਕਰਹਿ ਰਲੀਆ ਇਛ ਮੇਰੀ ਪੁੰਨੀਆ ॥੪॥੧॥ હે નાનક! પ્રભુ પતિ અને તે જીવ-સ્ત્રીની હૃદય પથારી પર મળીને આધ્યાત્મિક આનંદ લે છે હે સાહેલીઓ! મારી મનો-કામના પૂરી થઈ ગઈ છે, મારા હૃદય ઘરમાં સજ્જન પ્રભુ આવી વસ્યો છે ॥૪॥૧॥
error: Content is protected !!
Scroll to Top
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html