Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-24

Page 24

ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੧ ਘਰੁ ੩ ॥ શ્રી રાગ મહેલ ૧ ઘર ૩।।
ਅਮਲੁ ਕਰਿ ਧਰਤੀ ਬੀਜੁ ਸਬਦੋ ਕਰਿ ਸਚ ਕੀ ਆਬ ਨਿਤ ਦੇਹਿ ਪਾਣੀ ॥ હે કાજી! પોતાના દરેક કામ ને ધરતી બનાવ, આ કર્મભૂમિ માં ગુરુના શબ્દ નું બીજ નાખ સ્મરણ થી જન્મેલી સુંદરતાનું પાણી તે કર્મભૂમિ માં હંમેશા નાખતો રહે
ਹੋਇ ਕਿਰਸਾਣੁ ਈਮਾਨੁ ਜੰਮਾਇ ਲੈ ਭਿਸਤੁ ਦੋਜਕੁ ਮੂੜੇ ਏਵ ਜਾਣੀ ॥੧॥ ખેડૂત જેવો વ્યવસાયી બન, તારી આ જ કિરસાણી માં શ્રદ્ધા ની ખેતી ઉગશે, હે મૂર્ખ! માત્ર આવી જ રીતે સમજ આવશે કે સ્વર્ગ શું છે અને નરક શું છે?।।૧।।
ਮਤੁ ਜਾਣ ਸਹਿ ਗਲੀ ਪਾਇਆ ॥ હે કાજી! એ ના સમજ કે માત્ર વાતો થી જ રબ મળી જાય છે
ਮਾਲ ਕੈ ਮਾਣੈ ਰੂਪ ਕੀ ਸੋਭਾ ਇਤੁ ਬਿਧੀ ਜਨਮੁ ਗਵਾਇਆ ॥੧॥ ਰਹਾਉ ॥ જો બેઈમાની થી એકત્ર કરેલી ધનના અહંકારમાં ટકી રહ્યા, જો કામચોર થઈ ને રૂપ ની શોભા માં મન જોડાયેલુ રહ્યું તો બહારથી કરવામાં આવતી ધાર્મિક વાતો થી છલકાય નહીં આવી રીતે માનવ જન્મ બેકાર ચાલ્યો જાય છે।।૧।।વિરામ।।
ਐਬ ਤਨਿ ਚਿਕੜੋ ਇਹੁ ਮਨੁ ਮੀਡਕੋ ਕਮਲ ਕੀ ਸਾਰ ਨਹੀ ਮੂਲਿ ਪਾਈ ॥ જ્યાં સુધી શરીરમાં વિકારોનુ કાદવ છે અને આ મન તે કાદવ માં દેડકો બનીને રહે છે કાદવ માં ખીલેલા કમળ ના ફૂલ ની કદર દેડકા ના મન પર નથી પડતી
ਭਉਰੁ ਉਸਤਾਦੁ ਨਿਤ ਭਾਖਿਆ ਬੋਲੇ ਕਿਉ ਬੂਝੈ ਜਾ ਨਹ ਬੁਝਾਈ ॥੨॥ ભમરો આવીને કમળ ના ફૂલ પર ગણગણ કરે છે પરંતુ કમળના ફૂલ ની પાસે જ કીચડ માં મસ્ત દેડકો ફૂલ ની કદર નથી જાણતો, ગુરુ ભમરો હંમેશા હરી સ્મરણ નો ઉપદેશ આપે છે, પરંતુ આ દેડકાનું મન તે ઉપદેશ નથી સમજતો તનમાં એટલી સમજ જ નથી ।।૨।।
ਆਖਣੁ ਸੁਨਣਾ ਪਉਣ ਕੀ ਬਾਣੀ ਇਹੁ ਮਨੁ ਰਤਾ ਮਾਇਆ ॥ હે કાજી! જ્યાં સુધી આ મન માયા ના રંગ માં રંગાયેલું છે ધાર્મિક પુસ્તકો ના મુદ્દા સાંભળવા સંભળાવવા અસર વગરના છે
ਖਸਮ ਕੀ ਨਦਰਿ ਦਿਲਹਿ ਪਸਿੰਦੇ ਜਿਨੀ ਕਰਿ ਏਕੁ ਧਿਆਇਆ ॥੩॥ તે જ સાથી માલિક રબ ની નઝર માં છે, તે જ સાથી તેની નજર માં વ્હાલા છે જેને પૂરી શ્રદ્ધાથી તેને યાદ કર્યા છે ।।૩।।
ਤੀਹ ਕਰਿ ਰਖੇ ਪੰਜ ਕਰਿ ਸਾਥੀ ਨਾਉ ਸੈਤਾਨੁ ਮਤੁ ਕਟਿ ਜਾਈ ॥ હે કાજી! તું ત્રીસ રોજા ગણી ને રાખે છે પાંચ નમાજ ને સાથી બનાવે છે પરંતુ આ બધું તું દેખાવા માટે કરે છે તેથી લગભગ આવી રીતે લોકો મને સારો મુસલમાન કહેવા લાગે
ਨਾਨਕੁ ਆਖੈ ਰਾਹਿ ਪੈ ਚਲਣਾ ਮਾਲੁ ਧਨੁ ਕਿਤ ਕੂ ਸੰਜਿਆਹੀ ੪॥੨੭॥ પરંતુ નાનક કહે છે હે કાજી! જીવન ના સાચા રસ્તા પર ચાલવું જોઈએ, તું બેઇમાની કરી ને પૈસા શા માટે એકત્રિત કરે છે? ।।૪।।૨૭।।
ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੧ ਘਰੁ ੪ ॥ શ્રી રાગ મહેલ ૧ ઘર ૪ ।।
ਸੋਈ ਮਉਲਾ ਜਿਨਿ ਜਗੁ ਮਉਲਿਆ ਹਰਿਆ ਕੀਆ ਸੰਸਾਰੋ ॥ જે માલિકે આખું જગત ખુશખુશાલ કર્યું છે, જેને આખું સંસાર લીલું કર્યું છે
ਆਬ ਖਾਕੁ ਜਿਨਿ ਬੰਧਿ ਰਹਾਈ ਧੰਨੁ ਸਿਰਜਣਹਾਰੋ ॥੧॥ જેને પાણી અને માટી એકત્ર કરી ને રાખી દીધા છે, તે નિર્માતા ધન્ય છે, તે સાચા મલિક છે, મૃત્યુ ના મલિક પણ તે જ છે વિરોધી તત્વ વાળી રમત છેલ્લે પુરી થઈ ગઈ છે અને તે જ પુરી કરે છે ।।૧।।
ਮਰਣਾ ਮੁਲਾ ਮਰਣਾ ॥ હે મુલ્લા! મૃત્યુ નો ડર દરેકના માથે છે
ਭੀ ਕਰਤਾਰਹੁ ਡਰਣਾ ॥੧॥ ਰਹਾਉ ॥ આ માટે રબ થી જ ડરવું જોઈએ, રબ ના ડર માં રહેવું જ યોગ્ય છે ।।૧।। વિરામ ।।
ਤਾ ਤੂ ਮੁਲਾ ਤਾ ਤੂ ਕਾਜੀ ਜਾਣਹਿ ਨਾਮੁ ਖੁਦਾਈ ॥ માત્ર ધાર્મિક પુસ્તકો વાંચીને જ સાચા કાજી-મુલ્લા નથી બની શકતા, ત્યારે તું પોતાની જાત ને કાજી માનીશ અને ત્યારે જ મુલ્લા માનીશ જયારે તું રબ ના નામ ની સાથે ઊંડી સંધિકાળ મેળવી શકીશ
ਜੇ ਬਹੁਤੇਰਾ ਪੜਿਆ ਹੋਵਹਿ ਕੋ ਰਹੈ ਨ ਭਰੀਐ ਪਾਈ ॥੨॥ અને મૃત્યુ નો ડર પણ પૂરો થઈ જાય છે નહીંતર ઈચ્છે તો તું કેટલા પણ ધાર્મિક પુસ્તકો વાંચી લે તો પણ મૃત્યુ નહિ જાય, જયારે શ્વાસ પુરા થઈ ત્યારે કોઈ અહીં નથી રહી શકતું ।।૨।।
ਸੋਈ ਕਾਜੀ ਜਿਨਿ ਆਪੁ ਤਜਿਆ ਇਕੁ ਨਾਮੁ ਕੀਆ ਆਧਾਰੋ ॥ તે જ મનુષ્ય કાજી છે જેણે સ્વભાવ ત્યાગી દીધો છે, અને જેણે તે રબ નું નામ પોતાના જીવન નો આશરો બનાવી લીધું છે
ਹੈ ਭੀ ਹੋਸੀ ਜਾਇ ਨ ਜਾਸੀ ਸਚਾ ਸਿਰਜਣਹਾਰੋ ॥੩॥ જે અત્યારે પણ છે અને આગળ પણ રહેશે, જે નથી જન્મતા કે નથી મૃત્યુ પામતા, જે હંમેશા કાયમ રહેવાવાળો છે અને બધા ને જન્મ દેવા વાળો છે ।।૩।।
ਪੰਜ ਵਖਤ ਨਿਵਾਜ ਗੁਜਾਰਹਿ ਪੜਹਿ ਕਤੇਬ ਕੁਰਾਣਾ ॥ હે કાજી! તું પાંચ વખત નમાઝ વાંચે છે, તું કુરાન અને બીજી ધાર્મિક પુસ્તકો વાંચે છે તો પણ સ્વાર્થ માં બંધાય ને મૃત્યુ થી ડરે છે
ਨਾਨਕੁ ਆਖੈ ਗੋਰ ਸਦੇਈ ਰਹਿਓ ਪੀਣਾ ਖਾਣਾ ॥੪॥੨੮॥ નાનક કહે છે હે કાજી! જ્યારે મૃત્યુ અવાજ આપે છે ત્યારે અનાજ-પાણી અહીંનું અહીં જ રહી જાય છે, તેથી મૃત્યુ ના ડર થી બચવા માટે રબ ના ડર માં રહેવું જોઈએ ।।૪।।૨૮।।
ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੧ ਘਰੁ ੪ ॥ શ્રી રાગ મહેલ ૧, ઘર ૪ ।।
ਏਕੁ ਸੁਆਨੁ ਦੁਇ ਸੁਆਨੀ ਨਾਲਿ ॥ મારી સાથે એક કૂતરો લોભ, બે કુતરી આશા અને ઈચ્છા છેઅને આ ત્રણેય દુર્ગુણો મને વહેલી સવારથી પ્રભાવિત કરવાનું શરૂ કરે છે
ਭਲਕੇ ਭਉਕਹਿ ਸਦਾ ਬਇਆਲਿ ॥ અને આ ત્રણ અવગુણો મને વહેલી સવારથી પ્રભાવિત કરવા લાગે છે.
ਕੂੜੁ ਛੁਰਾ ਮੁਠਾ ਮੁਰਦਾਰੁ ॥ મારા હાથ માં ખોટા રૂપી છરો છે, હું માયા માં છેતરાય રહ્યો છું
ਧਾਣਕ ਰੂਪਿ ਰਹਾ ਕਰਤਾਰ ॥੧॥ હે કર્તાર! હું સહસંગી વાળા રૂપ માં રહું છે ।।૧।।
ਮੈ ਪਤਿ ਕੀ ਪੰਦਿ ਨ ਕਰਣੀ ਕੀ ਕਾਰ ॥ હે પ્રભુ પતિ! ના હું તારા ઉપદેશ પર ચાલુ છું, મારા કરેલા કર્મો સારા નથી
ਹਉ ਬਿਗੜੈ ਰੂਪਿ ਰਹਾ ਬਿਕਰਾਲ ॥ હું હંમેશા ડરામણા બગડેલા રૂપ વાળો બનીને રહું છું
ਤੇਰਾ ਏਕੁ ਨਾਮੁ ਤਾਰੇ ਸੰਸਾਰੁ ॥ તારું જે નામ છે એ આખા સંસારને પાર લગાવે છે
ਮੈ ਏਹਾ ਆਸ ਏਹੋ ਆਧਾਰੁ ॥੧॥ ਰਹਾਉ ॥ મને એક તારી જ આશા છે તારો જ આશરો છે।।૧।। વિરામ ।।
ਮੁਖਿ ਨਿੰਦਾ ਆਖਾ ਦਿਨੁ ਰਾਤਿ ॥ હું દિવસ રાત મોઢે થી બીજા ની નિંદા કરું છું
ਪਰ ਘਰੁ ਜੋਹੀ ਨੀਚ ਸਨਾਤਿ ॥ હું નીચ અને નીચી વાસ્તવિકતા વાળો થઈ ગયો છું, પારકું ઘર જોઉં છું
ਕਾਮੁ ਕ੍ਰੋਧੁ ਤਨਿ ਵਸਹਿ ਚੰਡਾਲ ॥ મારા શરીર માં કામ અને ક્રોધ જેવા ચંડાલ વસેલા છે
ਧਾਣਕ ਰੂਪਿ ਰਹਾ ਕਰਤਾਰ ॥੨॥ હું સાહસિયો વાળા રૂપ માં જ હરું ફરું છું
ਫਾਹੀ ਸੁਰਤਿ ਮਲੂਕੀ ਵੇਸੁ ॥ મારું ધ્યાન એ તરફ રહે છે કે લોકો ને કેવી રીતે છેતરપિંડી માં ફસાવું, અને મેં ફકીરો વાળો પહેરવેશ પહેર્યો છે
ਹਉ ਠਗਵਾੜਾ ਠਗੀ ਦੇਸੁ ॥ મેં છેતરપિંડી નો અડ્ડો બનાવેલો છે અને દેશને છેતરું છું
ਖਰਾ ਸਿਆਣਾ ਬਹੁਤਾ ਭਾਰੁ ॥ હું ઘણો હોંશિયાર છું, પાપો નું વધારે વજન પોતાના માથે ઉપાડું છું
ਧਾਣਕ ਰੂਪਿ ਰਹਾ ਕਰਤਾਰ ॥੩॥ હે કર્તાર! હું સાહસિયો વાળો રૂપ ધારણ કરીને બેઠો છું।।૩।।
ਮੈ ਕੀਤਾ ਨ ਜਾਤਾ ਹਰਾਮਖੋਰੁ ॥ હે કર્તાર! મને તારા દાન ની કદર નથી, હું પારકો હક ખાઉં છું
ਹਉ ਕਿਆ ਮੁਹੁ ਦੇਸਾ ਦੁਸਟੁ ਚੋਰੁ ॥ હું વિકારી છું, હું તારો ચોર છું, તારી સામે હું ક્યાં મોઢે હાજર રહીશ?
ਨਾਨਕੁ ਨੀਚੁ ਕਹੈ ਬੀਚਾਰੁ ॥ ધીમું કામ કરનાર નાનક આ જ વાત કહે છે
ਧਾਣਕ ਰੂਪਿ ਰਹਾ ਕਰਤਾਰ ॥੪॥੨੯॥ હે કર્તાર! હું તો સાહસી રૂપ માં જીવન પસાર કરું છું।।૪।।૨૯।।
ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੧ ਘਰੁ ੪ ॥ શ્રી રાગ મહેલ ૧ ઘર ૪।।
ਏਕਾ ਸੁਰਤਿ ਜੇਤੇ ਹੈ ਜੀਅ ॥ જેટલા પણ જીવ છે તે બધા ની અંદર એક પરમાત્મા એ જ આપેલી સમજ કામ કરે છે
ਸੁਰਤਿ ਵਿਹੂਣਾ ਕੋਇ ਨ ਕੀਅ ॥ પરમાત્મા એ એવા એક પણ જીવ ને જન્મ નથી આપ્યો કે જેને સમજથી વંચિત રાખ્યો હોય


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top