Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-235

Page 235

ਆਪਿ ਛਡਾਏ ਛੁਟੀਐ ਸਤਿਗੁਰ ਚਰਣ ਸਮਾਲਿ ॥੪॥ જો પરમાત્મા પોતે જ માયાના જાળમાંથી છુટકારો કરાવે તો જ ગુરુના ચરણોને હૃદયમાં સંભાળીને આ જાળમાંથી નીકળી શકાય છે ॥૪॥
ਮਨ ਕਰਹਲਾ ਮੇਰੇ ਪਿਆਰਿਆ ਵਿਚਿ ਦੇਹੀ ਜੋਤਿ ਸਮਾਲਿ ॥ હે પ્રેમાળ મન! હે ચંચળ મન! તારા શરીરમાં ઈશ્વરીય જ્યોતિ વસી રહી છે આને સંભાળીને રાખ.
ਗੁਰਿ ਨਉ ਨਿਧਿ ਨਾਮੁ ਵਿਖਾਲਿਆ ਹਰਿ ਦਾਤਿ ਕਰੀ ਦਇਆਲਿ ॥੫॥ પરમાત્માનું નામ જાણે, જગતના બધા નવ ખજાના છે જેને ગુરુએ આ નામ દેખાડી દીધું છે, દયાળુ પરમાત્માએ તે મનુષ્ય પર નામની આ બક્ષિસ કરી દીધી છે ॥૫॥
ਮਨ ਕਰਹਲਾ ਤੂੰ ਚੰਚਲਾ ਚਤੁਰਾਈ ਛਡਿ ਵਿਕਰਾਲਿ ॥ હે ચંચળ મન! તું ક્યારેય ક્યાંય ટકીને બેસતો નથી, આ ચંચળતા આ ચાલાકી છોડી દે, આ ચતુરાઈ ભયાનક કૂવામાં પાડી દેશે.
ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਸਮਾਲਿ ਤੂੰ ਹਰਿ ਮੁਕਤਿ ਕਰੇ ਅੰਤ ਕਾਲਿ ॥੬॥ હે ચંચળ મન! પરમાત્માનું નામ હંમેશા યાદ રાખ, પરમાત્માનું નામ જ અંત સમયે માયાના મોહના જાળથી છૂટકારો અપાવે છે ॥૬॥
ਮਨ ਕਰਹਲਾ ਵਡਭਾਗੀਆ ਤੂੰ ਗਿਆਨੁ ਰਤਨੁ ਸਮਾਲਿ ॥ હે ચંચળ મન! પરમાત્માની સાથે ગાઢ સંધિ એક રત્ન છે, આને તું સંભાળીને રાખ, અને ખૂબ ભાગ્યશાળી બન.
ਗੁਰ ਗਿਆਨੁ ਖੜਗੁ ਹਥਿ ਧਾਰਿਆ ਜਮੁ ਮਾਰਿਅੜਾ ਜਮਕਾਲਿ ॥੭॥ ગુરુનું આપેલું જ્ઞાન ગુરુ દ્વારા પરમાત્માની સાથે નાખેલી ગાઢ સંધિ, એક તલવાર છે, જે મનુષ્યએ આ તલવાર પોતાના હાથમાં પકડી લીધી, તેને આધ્યાત્મિક મૃત્યુને મારનાર આ જ્ઞાન-ખડગ દ્વારા યમરાજને, મૃત્યુના સહમને, આધ્યાત્મિક મૃત્યુને મારી નાખ્યા ॥૭॥
ਅੰਤਰਿ ਨਿਧਾਨੁ ਮਨ ਕਰਹਲੇ ਭ੍ਰਮਿ ਭਵਹਿ ਬਾਹਰਿ ਭਾਲਿ ॥ હે ચંચળ મન! પરમાત્માનું નામ-ખજાનો તારી અંદર છે, પરંતુ તું ભટકણમાં પડીને બહાર શોધતો ફરે છે.
ਗੁਰੁ ਪੁਰਖੁ ਪੂਰਾ ਭੇਟਿਆ ਹਰਿ ਸਜਣੁ ਲਧੜਾ ਨਾਲਿ ॥੮॥ હે મન! પરમાત્માનું રૂપ ગુરુ જે મનુષ્યને મળી જાય છે, તે મનુષ્ય સજ્જન પરમાત્માને પોતાની સાથે વસતા અંદર જ શોધી લે છે ॥૮॥
ਰੰਗਿ ਰਤੜੇ ਮਨ ਕਰਹਲੇ ਹਰਿ ਰੰਗੁ ਸਦਾ ਸਮਾਲਿ ॥ માયાના મોહના રંગમાં રંગાયેલ હે ચંચળ મન! પરમાત્માનો પ્રેમ રંગ હંમેશા પોતાની અંદર સંભાળીને રાખ.
ਹਰਿ ਰੰਗੁ ਕਦੇ ਨ ਉਤਰੈ ਗੁਰ ਸੇਵਾ ਸਬਦੁ ਸਮਾਲਿ ॥੯॥ પરમાત્માના પ્રેમનો આ રંગ ફરી ક્યારેય ફિક્કો પડતો નથી, આ માટે આ રંગ પ્રાપ્ત કરવા માટે તું ગુરુના શરણે પડ, તું ગુરુના શબ્દ પોતાના હૃદયમાં સંભાળ. ॥૯॥
ਹਮ ਪੰਖੀ ਮਨ ਕਰਹਲੇ ਹਰਿ ਤਰਵਰੁ ਪੁਰਖੁ ਅਕਾਲਿ ॥ હે ચંચળ મન! અમે જીવ પક્ષી છીએ. અકાળ પુરખે અમને જગતમાં મોકલ્યા છે જેમ કોઈ વૃક્ષ પક્ષીઓના રહેણ-બસેરા માટે આશરો હોય છે, તેમ જ તે સર્વ-વ્યાપક હરિ અમારો જીવ-પક્ષીઓનો આશરો-વૃક્ષ છે.
ਵਡਭਾਗੀ ਗੁਰਮੁਖਿ ਪਾਇਆ ਜਨ ਨਾਨਕ ਨਾਮੁ ਸਮਾਲਿ ॥੧੦॥੨॥ દાસ નાનક કહે છે, હે મન! ગુરુ દ્વારા પરમાત્માનું નામ હૃદયમાં સંભાળીને ખૂબ ભાગ્યશાળી જીવ-પક્ષીઓએ તે આશરો પ્રાપ્ત કર્યો છે ॥૧૦॥૨॥
ਰਾਗੁ ਗਉੜੀ ਗੁਆਰੇਰੀ ਮਹਲਾ ੫ ਅਸਟਪਦੀਆ રાગ ગૌરી ગુઆરેરી મહેલ ૫ અષ્ટપદી
ੴ ਸਤਿਨਾਮੁ ਕਰਤਾ ਪੁਰਖੁ ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપા થી પ્રાપ્ત થાય છે॥
ਜਬ ਇਹੁ ਮਨ ਮਹਿ ਕਰਤ ਗੁਮਾਨਾ ॥ હે ભાઈ! જયારે મનુષ્ય પોતાના મનમાં મોટા હોવાનું માન કરે છે
ਤਬ ਇਹੁ ਬਾਵਰੁ ਫਿਰਤ ਬਿਗਾਨਾ ॥ ત્યારે તે અહંકારમાં પાગલ થયેલ મનુષ્ય બધા લોકોથી અલગ અલગ થઈને ચાલતો ફરે છે,
ਜਬ ਇਹੁ ਹੂਆ ਸਗਲ ਕੀ ਰੀਨਾ ॥ પરંતુ જયારે આ બધા લોકોની ચરણ ધૂળ થઇ ગયો,
ਤਾ ਤੇ ਰਮਈਆ ਘਟਿ ਘਟਿ ਚੀਨਾ ॥੧॥ તો આને સોહામણા રામને દરેક શરીરમાં જોઈ લીધા ॥૧॥
ਸਹਜ ਸੁਹੇਲਾ ਫਲੁ ਮਸਕੀਨੀ ॥ ਸਤਿਗੁਰ ਅਪੁਨੈ ਮੋਹਿ ਦਾਨੁ ਦੀਨੀ ॥੧॥ ਰਹਾਉ ॥ હે ભાઈ! મારા ગુરુએ મને ગરીબી સ્વભાવનું દાન આપ્યું તે ગરીબી સ્વભાવનું ફળ એ થયું કે મને આધ્યાત્મિક સ્થિરતા મળી ગઈ, હું સુખી છું ॥૧॥વિરામ॥
ਜਬ ਕਿਸ ਕਉ ਇਹੁ ਜਾਨਸਿ ਮੰਦਾ જ્યાં સુધી મનુષ્ય દરેક કોઈને ખરાબ સમજે છે ત્યાં સુધી આને એવું લાગે છે
ਤਬ ਸਗਲੇ ਇਸੁ ਮੇਲਹਿ ਫੰਦਾ ॥ કે બધા લોકો આને માટે ઠગાઈના જાળ પાથરી રહ્યા છે,
ਮੇਰ ਤੇਰ ਜਬ ਇਨਹਿ ਚੁਕਾਈ ॥ પરંતુ જયારે આને પોતાની અંદરથી ભેદભાવ દુર કરી લીધો,
ਤਾ ਤੇ ਇਸੁ ਸੰਗਿ ਨਹੀ ਬੈਰਾਈ ॥੨॥ ત્યારે આને વિશ્વાસ થઇ જાય છે કે કોઈ આની સાથે દુશમની નથી કરી રહ્યું ॥૨॥
ਜਬ ਇਨਿ ਅਪੁਨੀ ਅਪਨੀ ਧਾਰੀ ॥ જ્યાં સુધી મનુષ્યના મનમાં પોતાનો જ મતલબ ટકાવી રાખ્યો,
ਤਬ ਇਸ ਕਉ ਹੈ ਮੁਸਕਲੁ ਭਾਰੀ ॥ ત્યાં સુધી આને ઘણી મુશ્કેલીઓ બની રહે છે.
ਜਬ ਇਨਿ ਕਰਣੈਹਾਰੁ ਪਛਾਤਾ ॥ પરંતુ જયારે આને દરેક જગ્યાએ વિધાતાને જ વસતો ઓળખી લીધો,
ਤਬ ਇਸ ਨੋ ਨਾਹੀ ਕਿਛੁ ਤਾਤਾ ॥੩॥ ત્યારે કોઈથી કોઈ ઈર્ષ્યા રહી જતી નથી ॥૩॥
ਜਬ ਇਨਿ ਅਪੁਨੋ ਬਾਧਿਓ ਮੋਹਾ ॥ જ્યાં સુધી આ મનુસ્યએ દુનિયાથી પોતાનો મોહ પાક્કો કરેલ છે,
ਆਵੈ ਜਾਇ ਸਦਾ ਜਮਿ ਜੋਹਾ ॥ ત્યાં સુધી આ ભટકતો રહે છે, આધ્યાત્મિક મૃત્યુએ ત્યાં સુધી હંમેશા આને પોતાની તાકમાં રાખેલ છે.
ਜਬ ਇਸ ਤੇ ਸਭ ਬਿਨਸੇ ਭਰਮਾ ॥ પરંતુ જયારે આની અંદરથી બધી ભટકણ સમાપ્ત થઇ જાય છે,
ਭੇਦੁ ਨਾਹੀ ਹੈ ਪਾਰਬ੍ਰਹਮਾ ॥੪॥ ત્યારે આમાં અને પરમાત્મામાં કોઈ દુરી રહી જતી નથી ॥૪॥
ਜਬ ਇਨਿ ਕਿਛੁ ਕਰਿ ਮਾਨੇ ਭੇਦਾ ॥ જ્યાં સુધી આ મનુષ્યએ બીજાથી કોઈ દુરી મથી રાખી છે,
ਤਬ ਤੇ ਦੂਖ ਡੰਡ ਅਰੁ ਖੇਦਾ ॥ ત્યાં સુધી આની આત્માને દુઃખ-કષ્ટોની સજાઓ મળી રહે છે,
ਜਬ ਇਨਿ ਏਕੋ ਏਕੀ ਬੂਝਿਆ ॥ પરંતુ જયારે આને દરેક જગ્યાએ એક પરમાત્માને વસતો સમજી લીધો,
ਤਬ ਤੇ ਇਸ ਨੋ ਸਭੁ ਕਿਛੁ ਸੂਝਿਆ ॥੫॥ ત્યારે આને સાચી જીવન જુગતીનો દરેક ઉપાય સમજ આવી જાય છે ॥૫॥
ਜਬ ਇਹੁ ਧਾਵੈ ਮਾਇਆ ਅਰਥੀ ॥ જ્યાં સુધી આ મનુષ્ય માયાનો મોહતાજ થઈને દરેક તરફ ભટક્તો ફરે છે,
ਨਹ ਤ੍ਰਿਪਤਾਵੈ ਨਹ ਤਿਸ ਲਾਥੀ ॥ ત્યાં સુધી આ તૃપ્ત થતો નથી. તેની માયાવાળી તૃષ્ણા સમાપ્ત થતી નથી
ਜਬ ਇਸ ਤੇ ਇਹੁ ਹੋਇਓ ਜਉਲਾ ॥ જયારે આ મનુષ્ય માયાના મોહથી અલગ થઇ જાય છે,
ਪੀਛੈ ਲਾਗਿ ਚਲੀ ਉਠਿ ਕਉਲਾ ॥੬॥ ત્યારે માયા આની પાછળ પાછળ ચાલી પડે છે. માયા આની દાસી બની જાય છે. ॥૬॥
ਕਰਿ ਕਿਰਪਾ ਜਉ ਸਤਿਗੁਰੁ ਮਿਲਿਓ ॥ જયારે કોઈ મનુષ્યને ગુરૂ કૃપા કરીને મળી જાય છે,
ਮਨ ਮੰਦਰ ਮਹਿ ਦੀਪਕੁ ਜਲਿਓ ॥ તેના મનમાં જ્ઞાન થઇ જાય છે, જેમ ઘરમાં દીવો સળગી પડે છે અને ઘરની દરેક વસ્તુ દેખાવા લાગે છે,
ਜੀਤ ਹਾਰ ਕੀ ਸੋਝੀ ਕਰੀ ॥ ત્યારે મનુષ્યને સમજ આવી જાય છે કે મનુષ્ય જન્મમાં ખરેખર જીત શું છે અને હાર શું?
ਤਉ ਇਸੁ ਘਰ ਕੀ ਕੀਮਤਿ ਪਰੀ ॥੭॥ ત્યારે એણે પોતાના શરીરની કદ્ર માલુમ થઇ જાય છે અને આને વિકારોમાં વેડફતો નથી ॥૭
error: Content is protected !!
Scroll to Top
slot gacor slot demo https://ijwem.ulm.ac.id/pages/demo/ situs slot gacor https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://mesin-dev.ft.unesa.ac.id/mesin/demo-slot/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/ https://kemahasiswaan.unand.ac.id/plugins/actionlog/ https://bappelitbangda.bangkatengahkab.go.id/storage/images/x-demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
slot gacor slot demo https://ijwem.ulm.ac.id/pages/demo/ situs slot gacor https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://mesin-dev.ft.unesa.ac.id/mesin/demo-slot/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/ https://kemahasiswaan.unand.ac.id/plugins/actionlog/ https://bappelitbangda.bangkatengahkab.go.id/storage/images/x-demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/