Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-234

Page 234

ਸਬਦਿ ਰਤੇ ਸੇ ਨਿਰਮਲੇ ਚਲਹਿ ਸਤਿਗੁਰ ਭਾਇ ॥੭॥ જે મનુષ્ય ગુરુના શબ્દના રંગમાં રંગાઈ જાય છે, તે પવિત્ર જીવનવાળો થઇ જાય છે, તે ગુરુના બતાવેલ હુકમ અનુસાર ચાલે છે, જીવન પસાર કરે છે ॥૭॥
ਹਰਿ ਪ੍ਰਭ ਦਾਤਾ ਏਕੁ ਤੂੰ ਤੂੰ ਆਪੇ ਬਖਸਿ ਮਿਲਾਇ ॥ હે હરિ! હે પ્રભુ! ફક્ત તું જ છે જે ગુરુ દ્વારા પોતાના નામનું દાન દેનાર છે, તું પોતે જ કૃપા કરીને મને પોતાના ચરણોમાં જોડ.
ਜਨੁ ਨਾਨਕੁ ਸਰਣਾਗਤੀ ਜਿਉ ਭਾਵੈ ਤਿਵੈ ਛਡਾਇ ॥੮॥੧॥੯॥ હું તારો દાસ નાનક તારા શરણે આવ્યો છું, જેમ તને યોગ્ય લાગે, મને તે જ રીતે આ માયાના મોહના પંજાથી બચાવી લે ॥૮॥૧॥૧૯॥
ਰਾਗੁ ਗਉੜੀ ਪੂਰਬੀ ਮਹਲਾ ੪ ਕਰਹਲੇ રાગ ગૌરી પૂર્વ મહેલ ૪કરહલે
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપા થી પ્રાપ્ત થાય છે
ਕਰਹਲੇ ਮਨ ਪਰਦੇਸੀਆ ਕਿਉ ਮਿਲੀਐ ਹਰਿ ਮਾਇ ॥ હે ચંચળ મન! હે અહીં પરદેશમાં રહેનાર મન! તારે હંમેશા આ વતનમાં જ ટકી રહેવાનું નથી. ક્યારેક વિચાર કે તે પરમાત્માને કેવી રીતે મળાય જે માની જેમ અમને પાળે છે.
ਗੁਰੁ ਭਾਗਿ ਪੂਰੈ ਪਾਇਆ ਗਲਿ ਮਿਲਿਆ ਪਿਆਰਾ ਆਇ ॥੧॥ હે ચંચળ મન! જે મનુષ્યને સંપૂર્ણ કિસ્મતથી ગુરુ મળી જાય છે, પ્રેમાળ પરમાત્મા તેના ગળેથી આવી લાગે છે ॥૧॥
ਮਨ ਕਰਹਲਾ ਸਤਿਗੁਰੁ ਪੁਰਖੁ ਧਿਆਇ ॥੧॥ ਰਹਾਉ ॥ હે ઊંટનાં બાળકની જેમ ચંચળ મન! પરમાત્માના રૂપ ગુરુને યાદ રાખ ॥૧॥ વિરામ॥
ਮਨ ਕਰਹਲਾ ਵੀਚਾਰੀਆ ਹਰਿ ਰਾਮ ਨਾਮ ਧਿਆਇ ॥ હે ચંચળ મન! વિચારવાન બન, અને, પરમાત્માનું નામ સ્મરણ કરતો રહે,
ਜਿਥੈ ਲੇਖਾ ਮੰਗੀਐ ਹਰਿ ਆਪੇ ਲਏ ਛਡਾਇ ॥੨॥ જો સ્મરણ કરતો રહીશ તો પરમાત્મા પોતે જ ત્યાં સાચો સ્વીકાર કરાવી લેશે જ્યાં કરેલા કર્મોનો હિસાબ માંગવામાં આવે છે ॥૨॥
ਮਨ ਕਰਹਲਾ ਅਤਿ ਨਿਰਮਲਾ ਮਲੁ ਲਾਗੀ ਹਉਮੈ ਆਇ ॥ હે ચંચળ મન! તું વાસ્તવમાં ખુબ પવિત્ર હતો, પરંતુ તે અહંકારની ગંદકી ચોંટેલી છે.
ਪਰਤਖਿ ਪਿਰੁ ਘਰਿ ਨਾਲਿ ਪਿਆਰਾ ਵਿਛੁੜਿ ਚੋਟਾ ਖਾਇ ॥੩॥ શું અજીબ દુર્ભાગ્ય છે કે પતિ-પ્રભુ પ્રત્યક્ષ રીતે હૃદયમાં વસી રહ્યો છે, જીવની સાથે વસી રહ્યો છે, પરંતુ જીવ માયાના મોહને કારણે તેનાથી અલગ થઈને દુઃખી થઇ રહી છે ॥૩॥
ਮਨ ਕਰਹਲਾ ਮੇਰੇ ਪ੍ਰੀਤਮਾ ਹਰਿ ਰਿਦੈ ਭਾਲਿ ਭਾਲਾਇ ॥ હે પ્રેમાળ મન! હે ચંચળ મન! પોતાના હૃદયમાં પરમાત્માની શોધ કર.
ਉਪਾਇ ਕਿਤੈ ਨ ਲਭਈ ਗੁਰੁ ਹਿਰਦੈ ਹਰਿ ਦੇਖਾਇ ॥੪॥ તે પરમાત્મા કોઈ બીજી રીતથી નથી મળતા. ગુરુ જ હૃદયમાં વસતો દેખાય દે છે ॥૪॥
ਮਨ ਕਰਹਲਾ ਮੇਰੇ ਪ੍ਰੀਤਮਾ ਦਿਨੁ ਰੈਣਿ ਹਰਿ ਲਿਵ ਲਾਇ ॥ હે ચંચળ મન! હે પ્રેમાળ મન! દિવસ રાત પરમાત્માના ચરણોમાં ધ્યાન જોડ.
ਘਰੁ ਜਾਇ ਪਾਵਹਿ ਰੰਗ ਮਹਲੀ ਗੁਰੁ ਮੇਲੇ ਹਰਿ ਮੇਲਾਇ ॥੫॥ આ રીતે તે આનંદીના મહેલમાં જઈને ઠેકાણું શોધી લઈશ. પરંતુ ગુરુ જ પરમાત્માથી મિલાવી શકે છે ॥૫॥
ਮਨ ਕਰਹਲਾ ਤੂੰ ਮੀਤੁ ਮੇਰਾ ਪਾਖੰਡੁ ਲੋਭੁ ਤਜਾਇ ॥ હે ચંચળ મન! તું મારો મિત્ર છે હું તને સમજુ છું, માયાનો લાલચ છોડીને ઢોંગ છોડી દે.
ਪਾਖੰਡਿ ਲੋਭੀ ਮਾਰੀਐ ਜਮ ਡੰਡੁ ਦੇਇ ਸਜਾਇ ॥੬॥ ઢોંગી અને લાલચીનું આધ્યાત્મિક જીવન સમાપ્ત થઈ જાય છે. આધ્યાત્મિક મૃત્યુનો સહમ હંમેશા તેના માથા પર રહે છે, પરમાત્મા તેને આ સજા દે છે. ॥૬॥
ਮਨ ਕਰਹਲਾ ਮੇਰੇ ਪ੍ਰਾਨ ਤੂੰ ਮੈਲੁ ਪਾਖੰਡੁ ਭਰਮੁ ਗਵਾਇ ॥ હે પ્રેમાળ મન! હે ચંચળ મન! તું પોતાની અંદરથી વિકારોની ગંદકી દૂર કર, ઢોંગ છોડી દે અને માયાની પાછળ ભટકવાનું ત્યાગી દે.
ਹਰਿ ਅੰਮ੍ਰਿਤ ਸਰੁ ਗੁਰਿ ਪੂਰਿਆ ਮਿਲਿ ਸੰਗਤੀ ਮਲੁ ਲਹਿ ਜਾਇ ॥੭॥ જો! સાધુ-સંગતમાં સંપૂર્ણ ગુરુએ હરિ નામ અમૃતનું સરોવર લબાલબ ભરેલું છે, સાધુ-સંગતમાં મળીને તે સરોવરમાં સ્નાન કરી, તારી વિકારોની ગંદકી ઉતરી જશે ॥૭॥
ਮਨ ਕਰਹਲਾ ਮੇਰੇ ਪਿਆਰਿਆ ਇਕ ਗੁਰ ਕੀ ਸਿਖ ਸੁਣਾਇ ॥ હે ચંચળ મન! હે મન! ગુરુની આ શિક્ષા ધ્યાનથી સાંભળ,
ਇਹੁ ਮੋਹੁ ਮਾਇਆ ਪਸਰਿਆ ਅੰਤਿ ਸਾਥਿ ਨ ਕੋਈ ਜਾਇ ॥੮॥ આ બધા સંબંધીઓ અને ઘન-પદાર્થ – આ બધું માયાનો મોહ-જાળ વિખરાયેલ છે, અને અંતના સમયે આમાંથી કોઈ પણ તારી સાથે નહિ જાય ॥૮॥
ਮਨ ਕਰਹਲਾ ਮੇਰੇ ਸਾਜਨਾ ਹਰਿ ਖਰਚੁ ਲੀਆ ਪਤਿ ਪਾਇ ॥ હે સજ્જન મન! હે ચંચળ મન! જે મનુષ્યએ આ જીવનયાત્રામાં પરમાત્માનું નામ ધન-ખર્ચ પાલવે બાંધ્યા છે, તે લોક પરલોકમાં ઈજ્જત કમાવી છે,
ਹਰਿ ਦਰਗਹ ਪੈਨਾਇਆ ਹਰਿ ਆਪਿ ਲਇਆ ਗਲਿ ਲਾਇ ॥੯॥ પરમાત્માની દરબારમાં તેને આદર-સન્માન મળે છે, પરમાત્મા પોતે તેને પોતાના ગળેથી લગાવી લે છે ॥૯॥
ਮਨ ਕਰਹਲਾ ਗੁਰਿ ਮੰਨਿਆ ਗੁਰਮੁਖਿ ਕਾਰ ਕਮਾਇ ॥ હે ચંચળ મન! ગુરુમાં શ્રદ્ધા ધારણ કરીને ગુરુએ બતાવેલું કાર્ય કર.
ਗੁਰ ਆਗੈ ਕਰਿ ਜੋਦੜੀ ਜਨ ਨਾਨਕ ਹਰਿ ਮੇਲਾਇ ॥੧੦॥੧॥ દાસ નાનક કહે છે, હે ચંચળ મન! ગુરુની આગળ પ્રાર્થના કર, હે ગુરૂ કૃપા કરીને મને પરમાત્માના ચરણોમાં જોડાવી રાખ ॥૧૦॥૧॥
ਗਉੜੀ ਮਹਲਾ ੪ ॥ ગૌરી રાગ મહેલ ૪॥
ਮਨ ਕਰਹਲਾ ਵੀਚਾਰੀਆ ਵੀਚਾਰਿ ਦੇਖੁ ਸਮਾਲਿ ॥ હે ચંચળ મન! તું વિચારવાન બન, તું વિચારીને જો, તું સાવધાન થઈને જો
ਬਨ ਫਿਰਿ ਥਕੇ ਬਨ ਵਾਸੀਆ ਪਿਰੁ ਗੁਰਮਤਿ ਰਿਦੈ ਨਿਹਾਲਿ ॥੧॥ જંગલોમાં ભટકી ભટકીને જંગલવાસી મન! તારો માલિક પ્રભુ તારા હૃદયમાં વસી રહ્યો છે, તેને ગુરુની બુદ્ધિ લઈને પોતાની અંદર જો ॥૧॥
ਮਨ ਕਰਹਲਾ ਗੁਰ ਗੋਵਿੰਦੁ ਸਮਾਲਿ ॥੧॥ ਰਹਾਉ ॥ ઊંટના બાળકની જેમ હે ચંચળ મન! તું પરમાત્માની યાદને પોતાની અંદર સંભાળીને રાખ ॥૧॥વિરામ॥
ਮਨ ਕਰਹਲਾ ਵੀਚਾਰੀਆ ਮਨਮੁਖ ਫਾਥਿਆ ਮਹਾ ਜਾਲਿ ॥ હે ચંચળ મન! તું વિચારવાન બન જો પોતાના મનની પાછળ ચાલનાર મનુષ્ય માયાના મોહમાં મોટા જાળમાં ફસાયેલ છે.
ਗੁਰਮੁਖਿ ਪ੍ਰਾਣੀ ਮੁਕਤੁ ਹੈ ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਸਮਾਲਿ ॥੨॥ જે મનુષ્ય ગુરુના શરણે પડે છે, તે પરમાત્માનું નામ હૃદયમાં સંભાળીને આ જાળથી બચી જાય છે ॥૨॥
ਮਨ ਕਰਹਲਾ ਮੇਰੇ ਪਿਆਰਿਆ ਸਤਸੰਗਤਿ ਸਤਿਗੁਰੁ ਭਾਲਿ ॥ હે પ્રેમાળ મન! હે ચંચળ મન! સાધુ-સંગતમાં જા, ત્યાં ગુરુને શોધ.
ਸਤਸੰਗਤਿ ਲਗਿ ਹਰਿ ਧਿਆਈਐ ਹਰਿ ਹਰਿ ਚਲੈ ਤੇਰੈ ਨਾਲਿ ॥੩॥ સાધુ-સંગતનો આશરો લઇને પરમાત્માનું નામ સ્મરણવુ જોઈએ, આ હરિ નામ જ તારી હંમેશા સાથે રહેશે ॥૩॥
ਮਨ ਕਰਹਲਾ ਵਡਭਾਗੀਆ ਹਰਿ ਏਕ ਨਦਰਿ ਨਿਹਾਲਿ ॥ હે ચંચળ મન! તે મનુષ્ય ખૂબ ભાગ્યશાળી બની જાય છે જેના પર પ્રભુ કૃપાની નજર કરે છે.
error: Content is protected !!
Scroll to Top
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/