Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-233

Page 233

ਸਬਦਿ ਮਨੁ ਰੰਗਿਆ ਲਿਵ ਲਾਇ ॥ હે ભાઈ! જે મનુષ્યએ ગુરુના શબ્દ દ્વારા પ્રભુના ચરણોમાં ધ્યાન જોડીને પોતાના મનને પ્રભુના પ્રેમ રંગમાં રંગી લીધા છે,
ਨਿਜ ਘਰਿ ਵਸਿਆ ਪ੍ਰਭ ਕੀ ਰਜਾਇ ॥੧॥ ગૃહસ્થ ત્યાગીને ક્યાંય બહાર જવાની જરૂરિયાત ના પડી. તે મનુષ્ય પ્રભુ-ચરણોમાં ટકી રહે છે, તે મનુષ્ય પ્રભુ-રજામાં રાજી રહે છે ॥૧॥
ਸਤਿਗੁਰੁ ਸੇਵਿਐ ਜਾਇ ਅਭਿਮਾਨੁ ॥ હે ભાઈ! ગુરુના શરણે પડવાથી મનમાંથી અહંકાર દૂર થઇ જાય છે
ਗੋਵਿਦੁ ਪਾਈਐ ਗੁਣੀ ਨਿਧਾਨੁ ॥੧॥ ਰਹਾਉ ॥ અને ગુણોના ખજાના પરમાત્મા મળી જાય છે. ॥૧॥વિરામ॥
ਮਨੁ ਬੈਰਾਗੀ ਜਾ ਸਬਦਿ ਭਉ ਖਾਇ ॥ હે ભાઈ! જયારે કોઈ મનુષ્ય આ ડરને કે પરમાત્મા દરેકની અંદર વસી રહ્યો છે અને દરેકના દિલની જાણે છે, પોતાની આત્માનો ખોરાક બનાવે છે,
ਮੇਰਾ ਪ੍ਰਭੁ ਨਿਰਮਲਾ ਸਭ ਤੈ ਰਹਿਆ ਸਮਾਇ ॥ તેનું મન માયાના મોહથી ઉપરામ થઈ જાય છે, તેને પવિત્ર સ્વરૂપ પ્રેમાળ પ્રભુ દરેક જગ્યાએ વ્યાપક દેખાઈ દે છે.
ਗੁਰ ਕਿਰਪਾ ਤੇ ਮਿਲੈ ਮਿਲਾਇ ॥੨॥ તે મનુષ્ય ગુરુની કૃપાથી ગુરુનો મળાવેલ પરમાત્માને મળી જાય છે ॥૨॥
ਹਰਿ ਦਾਸਨ ਕੋ ਦਾਸੁ ਸੁਖੁ ਪਾਏ ॥ હે ભાઈ! જે મનુષ્ય પરમાત્માના સેવકોનો સેવક બની જાય છે, તે આધ્યાત્મિક આનંદ મેળવે છે.
ਮੇਰਾ ਹਰਿ ਪ੍ਰਭੁ ਇਨ ਬਿਧਿ ਪਾਇਆ ਜਾਏ ॥ હે ભાઈ! આ ઉપાયથી જ પ્રેમાળ પરમાત્માનો મેળ પ્રાપ્ત થાય છે.
ਹਰਿ ਕਿਰਪਾ ਤੇ ਰਾਮ ਗੁਣ ਗਾਏ ॥੩॥ તે મનુષ્ય પરમાત્માની કૃપાથી પરમાત્માના ગુણ ગાતો રહે છે ॥૩॥
ਧ੍ਰਿਗੁ ਬਹੁ ਜੀਵਣੁ ਜਿਤੁ ਹਰਿ ਨਾਮਿ ਨ ਲਗੈ ਪਿਆਰੁ ॥ હે ભાઈ! પ્રાણાયામ વગેરે દ્વારા વધારેલી લાંબી ઉમર ઉલ્ટાની ધિક્કાર્યોગ્ર્ય છે, જો તેનાથી પરમાત્માના નામમાં તે લાંબી ઉમરવાળાનો પ્રેમ નથી બનતો..
ਧ੍ਰਿਗੁ ਸੇਜ ਸੁਖਾਲੀ ਕਾਮਣਿ ਮੋਹ ਗੁਬਾਰੁ ॥ બીજી તરફ, હે ભાઈ! સુંદર સ્ત્રીની સુખદાયક પથારી પણ ધિક્કાર્યોગ્ર્ય છે જો તે મોહનો ઘોર અંધકાર ઉત્પન્ન કરે છે.
ਤਿਨ ਸਫਲੁ ਜਨਮੁ ਜਿਨ ਨਾਮੁ ਅਧਾਰੁ ॥੪॥ હે ભાઈ! ફક્ત તે જ મનુષ્યનો જન્મ સફળ છે, જેને પરમાત્માના નામને પોતાના જીવનનો આશરો બનાવ્યો છે ॥૪॥
ਧ੍ਰਿਗੁ ਧ੍ਰਿਗੁ ਗ੍ਰਿਹੁ ਕੁਟੰਬੁ ਜਿਤੁ ਹਰਿ ਪ੍ਰੀਤਿ ਨ ਹੋਇ ॥ હે ભાઈ! તે ગૃહસ્થ જીવન ધિક્કાર યોગ્ય છે, તે પરિવારવાળું જીવન ધિક્કાર યોગ્ય છે, જેનાથી પરમાત્માની પ્રીતિ બનતી નથી.
ਸੋਈ ਹਮਾਰਾ ਮੀਤੁ ਜੋ ਹਰਿ ਗੁਣ ਗਾਵੈ ਸੋਇ ॥ હે ભાઈ! અમારો તો મિત્ર તે જ મનુષ્ય છે, જે તે પરમાત્માના ગુણ ગાય છે અને અમને પણ મહિમા માટે પ્રેરિત કરે છે.
ਹਰਿ ਨਾਮ ਬਿਨਾ ਮੈ ਅਵਰੁ ਨ ਕੋਇ ॥੫॥ હે ભાઈ! પરમાત્માના નામ વગર મને બીજો કોઈ હંમેશા સાથ નિભાવનાર સાથી દેખાતો નથી ॥૫॥
ਸਤਿਗੁਰ ਤੇ ਹਮ ਗਤਿ ਪਤਿ ਪਾਈ ॥ હે ભાઈ! ગુરુથી અમે ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરી શકીએ છીએ, જેની કૃપાથી દરેક જગ્યાએ ઈજ્જત મળે છે.
ਹਰਿ ਨਾਮੁ ਧਿਆਇਆ ਦੂਖੁ ਸਗਲ ਮਿਟਾਈ ॥ ગુરૂના શરણમાં આવીને જેને પરમાત્માનું નામ સ્મરણ કર્યું છે, તેણે પોતાના દરેક પ્રકારના દુઃખ દૂર કરી લીધા છે
ਸਦਾ ਅਨੰਦੁ ਹਰਿ ਨਾਮਿ ਲਿਵ ਲਾਈ ॥੬॥ તે મનુષ્ય પરમાત્માના નામમાં ધ્યાન જોડીને હંમેશા આનંદ મેળવે છે ॥૬॥
ਗੁਰਿ ਮਿਲਿਐ ਹਮ ਕਉ ਸਰੀਰ ਸੁਧਿ ਭਈ ॥ હે ભાઈ! જો ગુરુ મળી જાય તો આપણે પોતાના શરીરને વિકારોથી બચાવીને રાખવાની સમજ પણ પ્રાપ્ત કરી લઈએ છીએ.
ਹਉਮੈ ਤ੍ਰਿਸਨਾ ਸਭ ਅਗਨਿ ਬੁਝਈ ॥ જે મનુષ્ય ગુરૂના શરણમાં આવે છે, તેની અંદરથી અહમ તેમજ તૃષ્ણાની બધી આગ ઠરી જાય છે,
ਬਿਨਸੇ ਕ੍ਰੋਧ ਖਿਮਾ ਗਹਿ ਲਈ ॥੭॥ તેની અંદરથી ક્રોધ સમાપ્ત થઇ જાય છે, તે હંમેશા ક્ષમા ધારણ કરી રાખે છે ॥૭॥
ਹਰਿ ਆਪੇ ਕ੍ਰਿਪਾ ਕਰੇ ਨਾਮੁ ਦੇਵੈ ॥ પરંતુ, હે ભાઈ! પરમાત્મા પોતે જ કૃપા કરે છે, અને પોતાનું નામ બક્ષે છે,
ਗੁਰਮੁਖਿ ਰਤਨੁ ਕੋ ਵਿਰਲਾ ਲੇਵੈ ॥ કોઈ દુર્લભ ભાગ્યશાળી મનુષ્ય ગુરુના શરણે પડીને આ નામ-રત્ન પાલવે બાંધે છે.
ਨਾਨਕੁ ਗੁਣ ਗਾਵੈ ਹਰਿ ਅਲਖ ਅਭੇਵੈ ॥੮॥੮॥ નાનક તો ગુરુની કૃપાથી જ તે અલખ તેમજ અભેદ પરમાત્માના ગુણ હંમેશા ગાય છે ॥૮॥૮॥
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપા થી પ્રાપ્ત થાય છે॥
ਰਾਗੁ ਗਉੜੀ ਬੈਰਾਗਣਿ ਮਹਲਾ ੩ ॥ રાગ ગૌરીબૈરાગણ મહેલ ૩
ਸਤਿਗੁਰ ਤੇ ਜੋ ਮੁਹ ਫੇਰੇ ਤੇ ਵੇਮੁਖ ਬੁਰੇ ਦਿਸੰਨਿ ॥ હે ભાઈ! જે મનુષ્યક ગુરુથી મુખ ફેરવી રાખે છે, ગુરુ તરફથી બે-મુખ થયેલ તે મનુષ્ય દેખવામાં જ સારા ખરાબ દેખાય છે.
ਅਨਦਿਨੁ ਬਧੇ ਮਾਰੀਅਨਿ ਫਿਰਿ ਵੇਲਾ ਨਾ ਲਹੰਨਿ ॥੧॥ માયાના મોહના બંધનોમાં બંધાયેલ તે મનુષ્ય દરેક સમય મોહની ઇજા ખાતો રહે છે, આ ઇજાથી બચવા માટે તેને બીજી વાર સમય હાથ નહિ લાગે, ॥૧॥
ਹਰਿ ਹਰਿ ਰਾਖਹੁ ਕ੍ਰਿਪਾ ਧਾਰਿ ॥ હે હરિ! હે હરિ! કૃપા કર, મને માયાના પંજાથી બચાવીને રાખ.
ਸਤਸੰਗਤਿ ਮੇਲਾਇ ਪ੍ਰਭ ਹਰਿ ਹਿਰਦੈ ਹਰਿ ਗੁਣ ਸਾਰਿ ॥੧॥ ਰਹਾਉ ॥ હે હરિ! હે પ્રભુ! મને સાધુ-સંગતમાં મિલાવીને રાખ, કેમ કે હું તારા ગુણ પોતાના હૃદયમાં સંભાળીને રાખું ॥૧॥વિરામ॥
ਸੇ ਭਗਤ ਹਰਿ ਭਾਵਦੇ ਜੋ ਗੁਰਮੁਖਿ ਭਾਇ ਚਲੰਨਿ ॥ હે ભાઈ! પરમાત્માને તે ભક્ત પ્રેમાળ લાગે છે, જે ગુરુના શરણે પડીને ગુરુએ દર્શાવ્યા પ્રમાણે જીવન ગુજારે છે,
ਆਪੁ ਛੋਡਿ ਸੇਵਾ ਕਰਨਿ ਜੀਵਤ ਮੁਏ ਰਹੰਨਿ ॥੨॥ જે ગુરુના હુકમ અનુસાર સ્વયં ભાવ સ્વાર્થ છોડીને સેવા ભક્તિ કરે છે અને દુનિયાના કાર્ય વ્યવહાર કરતા હોવા છતાં પણ માયાના મોહ તરફથી અસ્પૃશ્ય રહે છે ॥૨॥
ਜਿਸ ਦਾ ਪਿੰਡੁ ਪਰਾਣ ਹੈ ਤਿਸ ਕੀ ਸਿਰਿ ਕਾਰ ॥ હે ભાઈ! જે પરમાત્માનું દીધેલું આ શરીર છે, જે પરમાત્માની દીધેલી આ જીવ છે, તેનો હુકમ જ દરેકના શરીર પર ચાલી રહ્યો છે.
ਓਹੁ ਕਿਉ ਮਨਹੁ ਵਿਸਾਰੀਐ ਹਰਿ ਰਖੀਐ ਹਿਰਦੈ ਧਾਰਿ ॥੩॥ તેને કોઈ પણ હાલતમાં પોતાના મનથી ભૂલવા ન જોઈએ. તે પરમાત્માને પોતાના હ્રદયમાં વસાવીને રાખવા જોઈએ ॥૩॥
ਨਾਮਿ ਮਿਲਿਐ ਪਤਿ ਪਾਈਐ ਨਾਮਿ ਮੰਨਿਐ ਸੁਖੁ ਹੋਇ ॥ હે ભઈ! જો પરમાત્માનું નામ મળી જાય તો દરેક જગ્યાએ ઈજ્જત મળે છે, જો પરમાત્માના નામથી મન લાગી જાય તો આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત થાય છે,
ਸਤਿਗੁਰ ਤੇ ਨਾਮੁ ਪਾਈਐ ਕਰਮਿ ਮਿਲੈ ਪ੍ਰਭੁ ਸੋਇ ॥੪॥ પરંતુ, હે ભાઈ! ગુરુથી જ પરમાત્માનું નામ મળે છે, પોતાની કૃપાથી જ તે પરમાત્મા મળે છે ॥૪॥
ਸਤਿਗੁਰ ਤੇ ਜੋ ਮੁਹੁ ਫੇਰੇ ਓਇ ਭ੍ਰਮਦੇ ਨਾ ਟਿਕੰਨਿ ॥ હે ભાઈ! જે મનુષ્ય ગુરુ તરફથી મુખ ફેરવી રાખે છે, તે મનુષ્ય માયાના મોહમાં હંમેશા ભટકતા ફરે છે, તેને ક્યારેય આધ્યાત્મિક શાંતિ મળતી નથી.
ਧਰਤਿ ਅਸਮਾਨੁ ਨ ਝਲਈ ਵਿਚਿ ਵਿਸਟਾ ਪਏ ਪਚੰਨਿ ॥੫॥ તેને ના ધરતી ના આકાશ ઝીલી શકે છે, આખી સૃષ્ટિમાં કોઈ અન્ય જીવ તેને આધ્યાત્મિક સહારો આપી શકતા નથી, તે માયાના મોહની ગંદકીમાં પડેલા જ આધ્યાત્મિક જીવન સળગાવી રહે છે ॥૫॥
ਇਹੁ ਜਗੁ ਭਰਮਿ ਭੁਲਾਇਆ ਮੋਹ ਠਗਉਲੀ ਪਾਇ ॥ હે ભાઈ! માયાએ આ જગતને પોતાની મોહની ભટકણમાં નાખીને મોહની ઠગ-બુટ્ટી ખવડાવીને ખોટા જીવન-માર્ગ પર નાખેલ છે.
ਜਿਨਾ ਸਤਿਗੁਰੁ ਭੇਟਿਆ ਤਿਨ ਨੇੜਿ ਨ ਭਿਟੈ ਮਾਇ ॥੬॥ પરંતુ, હે ભાઈ! જેને સતગુરુ મળી જાય છે, માયા તેની નજીક પણ ભટકતી નથી, તેના પર પોતાના મોહનો જાદુ ચલાવી શકતી નથી ॥૬॥
ਸਤਿਗੁਰੁ ਸੇਵਨਿ ਸੋ ਸੋਹਣੇ ਹਉਮੈ ਮੈਲੁ ਗਵਾਇ ॥ હે ભાઈ! જે મનુષ્ય સદગુરુના શરણે પડે છે તે પોતાની અંદરથી અહંકારની ગંદકી દૂર કરીને સ્વચ્છ જીવનવાળો બની જાય છે.
error: Content is protected !!
Scroll to Top
slot gacor demo slot slot gacor https://kopma.uns.ac.id/sik/demo/ https://ijwem.ulm.ac.id/pages/demo/ slot gacor slot gacor maxwin https://pasca-manajemen.feb.unri.ac.id/wp-content/aios-demo/ https://andong-butuh.purworejokab.go.id/resources/demo/ https://triwarno-banyuurip.purworejokab.go.id/assets/files/demo/ https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ https://bppkad.mamberamorayakab.go.id/.tmb/-/ http://mesin-dev.ft.unesa.ac.id/mesin/demo-slot/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/ https://kemahasiswaan.unand.ac.id/plugins/actionlog/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
slot gacor demo slot slot gacor https://kopma.uns.ac.id/sik/demo/ https://ijwem.ulm.ac.id/pages/demo/ slot gacor slot gacor maxwin https://pasca-manajemen.feb.unri.ac.id/wp-content/aios-demo/ https://andong-butuh.purworejokab.go.id/resources/demo/ https://triwarno-banyuurip.purworejokab.go.id/assets/files/demo/ https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ https://bppkad.mamberamorayakab.go.id/.tmb/-/ http://mesin-dev.ft.unesa.ac.id/mesin/demo-slot/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/ https://kemahasiswaan.unand.ac.id/plugins/actionlog/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/