Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-218

Page 218

ਕੋਈ ਜਿ ਮੂਰਖੁ ਲੋਭੀਆ ਮੂਲਿ ਨ ਸੁਣੀ ਕਹਿਆ ॥੨॥ પરંતુ જીવ એવો કોઈ મૂર્ખ લોભી છે કે આવી કહેલી વાત જરા પણ નથી સાંભળતો ॥૨॥
ਇਕਸੁ ਦੁਹੁ ਚਹੁ ਕਿਆ ਗਣੀ ਸਭ ਇਕਤੁ ਸਾਦਿ ਮੁਠੀ ॥ હે ભાઈ! હું કોઈ એકની, બે કે ચારની શું વાત બતાવું? આખી જ સૃષ્ટિ એક જ સ્વાદમાં છેતરાઈ રહી છે.
ਇਕੁ ਅਧੁ ਨਾਇ ਰਸੀਅੜਾ ਕਾ ਵਿਰਲੀ ਜਾਇ ਵੁਠੀ ॥੩॥ કોઈ દુર્લભ મનુષ્ય પરમાત્માના નામમાં રસ લેનાર છે, કોઈ એકાદ હૃદય-સ્થળ જ કૃપા પાત્ર મળે છે ॥૩॥
ਭਗਤ ਸਚੇ ਦਰਿ ਸੋਹਦੇ ਅਨਦ ਕਰਹਿ ਦਿਨ ਰਾਤਿ ॥ હે ભાઈ! પરમાત્માની ભક્તિ કરનારા લોકો હંમેશા સ્થિર રહેનાર પરમાત્માના ઓટલા પર શોભા મેળવે છે, અને દિવસ રાત આધ્યાત્મિક આનંદનો આનંદ લે છે.
ਰੰਗਿ ਰਤੇ ਪਰਮੇਸਰੈ ਜਨ ਨਾਨਕ ਤਿਨ ਬਲਿ ਜਾਤ ॥੪॥੧॥੧੬੯॥ હે નાનક! જે મનુષ્ય પરમેશ્વરના પ્રેમ રંગમાં રંગાયેલા રહે છે, હું તેનાથી કુરબાન જાવ છું ॥૪॥૧॥૧૬૯॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ਮਾਂਝ ॥ ગૌરી રાગ મહેલ ૫ માઝ ॥
ਦੁਖ ਭੰਜਨੁ ਤੇਰਾ ਨਾਮੁ ਜੀ ਦੁਖ ਭੰਜਨੁ ਤੇਰਾ ਨਾਮੁ ॥ હે પ્રભુ! તારું નામ દુઃખોનો નાશ કરનાર છે, તારું નામ દુઃખોનો નાશ કરનાર છે
ਆਠ ਪਹਰ ਆਰਾਧੀਐ ਪੂਰਨ ਸਤਿਗੁਰ ਗਿਆਨੁ ॥੧॥ ਰਹਾਉ ॥ હે ભાઈ! આ નામ આઠેય પ્રહર સ્મરણવુ જોઈએ – સંપૂર્ણ સદગુરુનો આ જ ઉપદેશ છે જે પરમાત્માની સાથે ગાઢ સંધિ નાખી શકે છે ॥૧॥વિરામ॥
ਜਿਤੁ ਘਟਿ ਵਸੈ ਪਾਰਬ੍ਰਹਮੁ ਸੋਈ ਸੁਹਾਵਾ ਥਾਉ ॥ હે ભાઈ! જે હૃદયમાં પરમાત્મા આવી વસે છે, તે જ હૃદય-સ્થળ સુંદર બની જાય છે.
ਜਮ ਕੰਕਰੁ ਨੇੜਿ ਨ ਆਵਈ ਰਸਨਾ ਹਰਿ ਗੁਣ ਗਾਉ ॥੧॥ જે મનુષ્ય પોતાના મુખથી પરમાત્માના ગુણ ગાય છે, યમદૂત તેની પાસે નથી ભટકતો, તેને મૃત્યુનો ડર નથી સ્પર્શી શકતા ॥૧॥
ਸੇਵਾ ਸੁਰਤਿ ਨ ਜਾਣੀਆ ਨਾ ਜਾਪੈ ਆਰਾਧਿ ॥ મેં હજી સુધી તારી સેવા-ભક્તિની સમજની કદર નથી જાણી, મને તારા નામની આરાધના કરવાની નથી સૂઝી, પરંતુ હવે મેં તારો આશરો લીધો છે.
ਓਟ ਤੇਰੀ ਜਗਜੀਵਨਾ ਮੇਰੇ ਠਾਕੁਰ ਅਗਮ ਅਗਾਧਿ ॥੨॥ હે જગતના જીવનનો આશરો! હે પાલનહાર માલિક! હે અગમ્ય પહોંચથી ઉપર પ્રભુ! હે અથાહ પ્રભુ! ॥૨॥
ਭਏ ਕ੍ਰਿਪਾਲ ਗੁਸਾਈਆ ਨਠੇ ਸੋਗ ਸੰਤਾਪ ॥ હે ભાઈ! સૃષ્ટિનો માલિક પ્રભુ જે મનુષ્ય પર કૃપાળુ થાય છે, તેની બધી ફિકર અને કષ્ટ મટી જાય છે.
ਤਤੀ ਵਾਉ ਨ ਲਗਈ ਸਤਿਗੁਰਿ ਰਖੇ ਆਪਿ ॥੩॥ જે મનુષ્યની ગુરુએ પોતે રક્ષા કરી, તેને શોક વગેરેનો સેક નથી લાગતો ॥૩॥
ਗੁਰੁ ਨਾਰਾਇਣੁ ਦਯੁ ਗੁਰੁ ਗੁਰੁ ਸਚਾ ਸਿਰਜਣਹਾਰੁ ॥ હે ભાઈ! ગુરુ નારાયણનું રૂપ છે, ગુરુ બધા પર દયા કરનાર પ્રભુનું સ્વરૂપ છે.ગુરુ તે કર્તારનું રૂપ છે જે હંમેશા કાયમ રહેનાર છે.
ਗੁਰਿ ਤੁਠੈ ਸਭ ਕਿਛੁ ਪਾਇਆ ਜਨ ਨਾਨਕ ਸਦ ਬਲਿਹਾਰ ॥੪॥੨॥੧੭੦॥ જો ગુરુ પ્રસન્ન થઇ જાય તો બધું પ્રાપ્ત થઇ જાય છે. દાસ નાનક કહે છે, હું ગુરૂથી કુરબાન છુ ॥૪॥૨॥૧૭૦॥
ਗਉੜੀ ਮਾਝ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ માઝ મહેલ ૫॥
ਹਰਿ ਰਾਮ ਰਾਮ ਰਾਮ ਰਾਮਾ ॥ ਜਪਿ ਪੂਰਨ ਹੋਏ ਕਾਮਾ ॥੧॥ ਰਹਾਉ ॥ હે ભાઈ! હંમેશા પરમાત્માનું નામ જપીને બધા કામ સફળ થઇ જાય છે ॥૧॥ વિરામ॥
ਰਾਮ ਗੋਬਿੰਦ ਜਪੇਦਿਆ ਹੋਆ ਮੁਖੁ ਪਵਿਤ੍ਰੁ ॥ હે ભાઈ! રામ રામ ગોવિંદ ગોવિંદ જપતાં જપતાં મુખ પવિત્ર થઇ જાય છે.
ਹਰਿ ਜਸੁ ਸੁਣੀਐ ਜਿਸ ਤੇ ਸੋਈ ਭਾਈ ਮਿਤ੍ਰੁ ॥੧॥ દુનિયામાં તે જ મનુષ્ય વાસ્તવિક ભાઈ છે, વાસ્તવિક મિત્ર છે, જેનાથી પરમાત્માની મહિમા સાંભળી શકાય ॥૧॥
ਸਭਿ ਪਦਾਰਥ ਸਭਿ ਫਲਾ ਸਰਬ ਗੁਣਾ ਜਿਸੁ ਮਾਹਿ ॥ હે ભાઈ! જેના વશમાં દુનિયાના બધા પદાર્થ, બધા ફળ અને બધા આધ્યાત્મિક ગુણ છે
ਕਿਉ ਗੋਬਿੰਦੁ ਮਨਹੁ ਵਿਸਾਰੀਐ ਜਿਸੁ ਸਿਮਰਤ ਦੁਖ ਜਾਹਿ ॥੨॥ તે ગોવિંદને પોતાના મનથી ક્યારેય ભૂલવા ન જોઈએ, જેનું સ્મરણ કરવાથી બધા દુઃખ દુર થઇ જાય છે, ॥૨॥
ਜਿਸੁ ਲੜਿ ਲਗਿਐ ਜੀਵੀਐ ਭਵਜਲੁ ਪਈਐ ਪਾਰਿ ॥ હે ભાઈ! તે ગોવિંદને પોતાના મનથી ક્યારેય પણ ભૂલવા ન જોઈએ, જેનો આશરો લેવાથી આધ્યાત્મિક જીવન મળી જાય છે, સંસાર સમુદ્રથી પાર પડી જાય છે.
ਮਿਲਿ ਸਾਧੂ ਸੰਗਿ ਉਧਾਰੁ ਹੋਇ ਮੁਖ ਊਜਲ ਦਰਬਾਰਿ ॥੩॥ ગુરુની સંગતિમાં મળીને જેનું સ્મરણ કરવાથી વિકારોથી બચાવ થઇ જાય છે અને પ્રભુની હાજરીમાં સાચા સ્વીકાર થઇ જાય છે ॥૩॥
ਜੀਵਨ ਰੂਪ ਗੋਪਾਲ ਜਸੁ ਸੰਤ ਜਨਾ ਕੀ ਰਾਸਿ ॥ ગોપાલ પ્રભુની મહિમા આધ્યાત્મિક જીવન દેનાર છે, પ્રભુની મહિમા સંત જનો માટે ધન-દોલત છે.
ਨਾਨਕ ਉਬਰੇ ਨਾਮੁ ਜਪਿ ਦਰਿ ਸਚੈ ਸਾਬਾਸਿ ॥੪॥੩॥੧੭੧॥ હે નાનક! પ્રભુનું નામ જપીને સંત જન વિકારોથી બચી નીકળે છે, અને હંમેશા સ્થિર પ્રભુના ઓટલા પરથી શાબાશી મેળવે છે ॥૪॥૩॥૧૭૧॥
ਗਉੜੀ ਮਾਝ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ માઝ મહેલ ૫॥
ਮੀਠੇ ਹਰਿ ਗੁਣ ਗਾਉ ਜਿੰਦੂ ਤੂੰ ਮੀਠੇ ਹਰਿ ਗੁਣ ਗਾਉ ॥ હે જીવ! તું હરીને પ્રેમાળ લાગનારા ગુણ ગાતી રહ્યા કર.
ਸਚੇ ਸੇਤੀ ਰਤਿਆ ਮਿਲਿਆ ਨਿਥਾਵੇ ਥਾਉ ॥੧॥ ਰਹਾਉ ॥ હંમેશા સ્થિર રહેનાર પરમાત્માની સાથે રંગી રહેવાથી તે મનુષ્યને પણ દરેક જગ્યા આદર મળી જાય છે, જેને પહેલા કોઈ જગ્યા નથી મળતી ॥૧॥વિરામ॥
ਹੋਰਿ ਸਾਦ ਸਭਿ ਫਿਕਿਆ ਤਨੁ ਮਨੁ ਫਿਕਾ ਹੋਇ ॥ હે જીવ! હરિના મીઠા ગુણોની સરખામણીમાં દુનિયાના બધા સ્વાદ નીરસ છે. આ સ્વાદોમાં પડવાથી શરીર દરેક જ્ઞાનેન્દ્રિય નીરસ થઇ જાય છે, મન સૂકુ થઇ જાય છે.
ਵਿਣੁ ਪਰਮੇਸਰ ਜੋ ਕਰੇ ਫਿਟੁ ਸੁ ਜੀਵਣੁ ਸੋਇ ॥੧॥ પરમેશ્વરનું નામ જપવાથી વંચિત થઈને મનુષ્ય જે કાંઈ પણ કરે છે, તેનાથી જીવન ધિક્કાર્યોગ્ર્ય થઇ જાય છે ॥૧॥
ਅੰਚਲੁ ਗਹਿ ਕੈ ਸਾਧ ਕਾ ਤਰਣਾ ਇਹੁ ਸੰਸਾਰੁ ॥ હે જીવ! ગુરુનો પાલવ પકડીને આ સંસાર-સમુદ્રથી પાર થઇ શકાય છે. હે જીવ! પરમાત્મની આરાધના કરવી જોઈએ.
ਪਾਰਬ੍ਰਹਮੁ ਆਰਾਧੀਐ ਉਧਰੈ ਸਭ ਪਰਵਾਰੁ ॥੨॥ જે મનુષ્ય આરાધના કરે છે, તેનું આખું કુટુંબ સંસાર સમુદ્રના વિકારોની લહેરોમાંથી બચી નીકળે છે ॥૨॥
ਸਾਜਨੁ ਬੰਧੁ ਸੁਮਿਤ੍ਰੁ ਸੋ ਹਰਿ ਨਾਮੁ ਹਿਰਦੈ ਦੇਇ ॥ હે જીવ! જે ગુરુમુખ પરમાત્માનું નામ હૃદયમાં વસાવવા માટે દે છે, તે જ વાસ્તવિક સજ્જન છે, તે જ વાસ્તવિક સંબંધી છે, તે જ વાસ્તવિક મિત્ર છે.
ਅਉਗਣ ਸਭਿ ਮਿਟਾਇ ਕੈ ਪਰਉਪਕਾਰੁ ਕਰੇਇ ॥੩॥ કારણ કે તે આપણી અંદરથી બધા અવગુણ દૂર કરીને આપણું સારું કરે છે ॥૩॥
ਮਾਲੁ ਖਜਾਨਾ ਥੇਹੁ ਘਰੁ ਹਰਿ ਕੇ ਚਰਣ ਨਿਧਾਨ ॥ હે જીવ! પરમાત્માનાં ચરણો જ બધા પદાર્થોનો ખજાનો છે, જીવની સાથે નભનાર માલ છે, ખજાનો છે, જીવ માટે વાસ્તવિક રહેણાંક તેમજ ઘર છે.
ਨਾਨਕੁ ਜਾਚਕੁ ਦਰਿ ਤੇਰੈ ਪ੍ਰਭ ਤੁਧਨੋ ਮੰਗੈ ਦਾਨੁ ॥੪॥੪॥੧੭੨॥ હે પ્રભુ! ભિક્ષુક નાનક તારા ઓટલા પર તારું નામ દાનની જેમ માંગે છે ॥૪॥૪॥૧૭૨॥
error: Content is protected !!
Scroll to Top
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html