Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-210

Page 210

ਰਾਗੁ ਗਉੜੀ ਪੂਰਬੀ ਮਹਲਾ ੫ રાગ ગૌરી ૧ પૂર્વ મહેલ ૫
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે॥
ਹਰਿ ਹਰਿ ਕਬਹੂ ਨ ਮਨਹੁ ਬਿਸਾਰੇ ॥ હે ભાઈ! ક્યારેય પણ પરમાત્માને પોતાના મનથી ના ભુલાવ.
ਈਹਾ ਊਹਾ ਸਰਬ ਸੁਖਦਾਤਾ ਸਗਲ ਘਟਾ ਪ੍ਰਤਿਪਾਰੇ ॥੧॥ ਰਹਾਉ ॥ તે પરમાત્મા આ લોકમાં અને પરલોકમાં, બધા જીવોને સુખ આપનાર છે અને બધા શરીરનું પાલન કરનાર છે ॥૧॥વિરામ॥
ਮਹਾ ਕਸਟ ਕਾਟੈ ਖਿਨ ਭੀਤਰਿ ਰਸਨਾ ਨਾਮੁ ਚਿਤਾਰੇ ॥ હે ભાઈ! જે મનુષ્ય પોતાની જીભથી તે પરમાત્માનું નામ યાદ કરે છે, તે મનુષ્યના તે પ્રભુ મોટા મોટા કષ્ટ એક ક્ષણમાં દૂર કરી દે છે.
ਸੀਤਲ ਸਾਂਤਿ ਸੂਖ ਹਰਿ ਸਰਣੀ ਜਲਤੀ ਅਗਨਿ ਨਿਵਾਰੇ ॥੧॥ જે મનુષ્ય તે હરીની શરણ પડે છે, તેની અંદરથી તે હરિ તૃષ્ણાની સળગતી અગ્નિને ઠારી દે છે, તે વિકારોની આગની તપશથી બચીને ઠંડક મેળવે છે, તેની અંદર શાંતિ અને આનંદ જ આનંદ બની જાય છે ॥૧॥
ਗਰਭ ਕੁੰਡ ਨਰਕ ਤੇ ਰਾਖੈ ਭਵਜਲੁ ਪਾਰਿ ਉਤਾਰੇ ॥ પરમાત્માના સુંદર ચરણ મનમાં સ્મરણ કરવાથી પરમાત્મા માતાના પેટના નર્ક-કુંડથી બચાવી લે છે
ਚਰਨ ਕਮਲ ਆਰਾਧਤ ਮਨ ਮਹਿ ਜਮ ਕੀ ਤ੍ਰਾਸ ਬਿਦਾਰੇ ॥੨॥ હે ભાઈ! મૃત્યુનો સહમ દૂર કરી દે છે ॥૨॥
ਪੂਰਨ ਪਾਰਬ੍ਰਹਮ ਪਰਮੇਸੁਰ ਊਚਾ ਅਗਮ ਅਪਾਰੇ ॥ હે ભાઈ! પરમાત્મા સર્વ-વ્યાપક છે, સૌથી ઊંચો માલિક છે, અગમ્ય છે, અનંત છે,
ਗੁਣ ਗਾਵਤ ਧਿਆਵਤ ਸੁਖ ਸਾਗਰ ਜੂਏ ਜਨਮੁ ਨ ਹਾਰੇ ॥੩॥ તે સુખોના સમુદ્ર પ્રભુના ગુણ ગાવાથી અને નામ આરાધનાથી મનુષ્ય પોતાનો જન્મ વ્યર્થ નથી ગુમાવતો જતો ॥૩॥
ਕਾਮਿ ਕ੍ਰੋਧਿ ਲੋਭਿ ਮੋਹਿ ਮਨੁ ਲੀਨੋ ਨਿਰਗੁਣ ਕੇ ਦਾਤਾਰੇ ॥ પ્રાર્થના કર અને કહે, હે ગુણહીનના દાતાર! મારુ મન કામમાં, ક્રોધમાં, લોભમાં, મોહમાં ફસાયેલું પડ્યું છે.
ਕਰਿ ਕਿਰਪਾ ਅਪੁਨੋ ਨਾਮੁ ਦੀਜੈ ਨਾਨਕ ਸਦ ਬਲਿਹਾਰੇ ॥੪॥੧॥੧੩੮॥ હે નાનક! કૃપા કર, મને પોતાનું નામ બક્ષ. હું તારાથી હંમેશા કુરબાન જાવ છું ॥૪॥૧॥૧૩૮॥
ਰਾਗੁ ਗਉੜੀ ਚੇਤੀ ਮਹਲਾ ੫ રાગ ગૌરી ચેતી ૧ મહેલ ૫
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપા થી પ્રાપ્ત થાય છે॥
ਸੁਖੁ ਨਾਹੀ ਰੇ ਹਰਿ ਭਗਤਿ ਬਿਨਾ ॥ હે ભાઈ! પરમાત્માની ભક્તિ વગર બીજા કોઈ ઉપાયથી સુખ નથી મળી શકતું. આ માટે સાધુ-સંગતમાં મળીને પરમાત્માનું નામ જપ અને આ મનુષ્ય જન્મની રમત જીતી લે.
ਜੀਤਿ ਜਨਮੁ ਇਹੁ ਰਤਨੁ ਅਮੋਲਕੁ ਸਾਧਸੰਗਤਿ ਜਪਿ ਇਕ ਖਿਨਾ ॥੧॥ ਰਹਾਉ ॥ આ મનુષ્ય જન્મ એવું રત્ન છે જેની કિંમત નથી મેળવી શકાતી, જે કોઈ મૂલ્યથી નથી મેળવી શકાતું ॥૧॥ વિરામ॥
ਸੁਤ ਸੰਪਤਿ ਬਨਿਤਾ ਬਿਨੋਦ ॥ ਛੋਡਿ ਗਏ ਬਹੁ ਲੋਗ ਭੋਗ ॥੧॥ હે ભાઈ! પુત્ર, ધન, પદાર્થ, સ્ત્રીનો લાડ-પ્રેમ અનેક લોકો આવા મોજ મેળા છોડીને અહીંથી ચાલ્યા ગયા અને ચાલ્યા જશે ॥૧॥
ਹੈਵਰ ਗੈਵਰ ਰਾਜ ਰੰਗ ॥ ਤਿਆਗਿ ਚਲਿਓ ਹੈ ਮੂੜ ਨੰਗ ॥੨॥ હે ભાઈ! સરસ ઘોડા, સરસ હાથી અને હુકુમતની મોજ મૂર્ખ મનુષ્ય આને છોડીને અંતે નગ્ન જ અહીંથી ચાલી પડે છે ॥૨॥
ਚੋਆ ਚੰਦਨ ਦੇਹ ਫੂਲਿਆ ॥ ਸੋ ਤਨੁ ਧਰ ਸੰਗਿ ਰੂਲਿਆ ॥੩॥ હે ભાઈ! મનુષ્ય પોતાના શરીરને અત્તર અને ચંદન વગેરે લગાવીને માન કરે છે પરંતુ એ નથી સમજતો કે તે શરીર અંતે માટીમાં જ મળી જવાનું છે ॥૩॥
ਮੋਹਿ ਮੋਹਿਆ ਜਾਨੈ ਦੂਰਿ ਹੈ ॥ ਕਹੁ ਨਾਨਕ ਸਦਾ ਹਦੂਰਿ ਹੈ ॥੪॥੧॥੧੩੯॥ હે ભાઈ! માયાના મોહમાં ફસાયેલો મનુષ્ય સમજે છે કે પરમાત્મા ક્યાંક દૂર વસે છે.પરંતુ નાનક કહે છે, પરમાત્મા હંમેશા દરેક જીવની આજુબાજુ વસે છે ॥૪॥૧॥૧૩૯॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਮਨ ਧਰ ਤਰਬੇ ਹਰਿ ਨਾਮ ਨੋ ॥ હે મન! પરમાત્માનું નામ સંસાર સમુદ્રથી પાર થવા માટે આશરો છે.
ਸਾਗਰ ਲਹਰਿ ਸੰਸਾ ਸੰਸਾਰੁ ਗੁਰੁ ਬੋਹਿਥੁ ਪਾਰ ਗਰਾਮਨੋ ॥੧॥ ਰਹਾਉ ॥ આ સંસાર સહમ ફિકરોની લહેરોથી ભરાયેલ સમુદ્ર છે. ગુરુ જહાજ છે જે એમાંથી પાર પડવાને સમર્થ છે ॥૧॥ વિરામ॥
ਕਲਿ ਕਾਲਖ ਅੰਧਿਆਰੀਆ ॥ હે ભાઈ! દુનિયા માટે ઝઘડા-બખેડા એક એવા કલંક છે જે મનુષ્યના મનમાં મોહનો અંધકાર ઉત્પન્ન કરે છે.
ਗੁਰ ਗਿਆਨ ਦੀਪਕ ਉਜਿਆਰੀਆ ॥੧॥ ગુરુનું જ્ઞાન દીવો છે જે મનમાં ઉચ્ચ આધ્યાત્મિક જીવનનો પ્રકાશ ઉત્પન્ન કરે છે. ॥૧॥
ਬਿਖੁ ਬਿਖਿਆ ਪਸਰੀ ਅਤਿ ਘਨੀ ॥ હે ભાઈ! માયાના મોહનું ઝેર જગતમાં ખુબ ગાઢ વેર વિખરાયેલ છે.
ਉਬਰੇ ਜਪਿ ਜਪਿ ਹਰਿ ਗੁਨੀ ॥੨॥ પરમાત્માના ગુણ યાદ કરી કરીને જ મનુષ્ય આ ઝેરની મારથી બચી શકે છે ॥૨॥
ਮਤਵਾਰੋ ਮਾਇਆ ਸੋਇਆ ॥ હે ભાઈ! માયામાં મસ્ત થયેલો મનુષ્ય મોહની ઊંઘમાં સૂતેલો રહે છે,
ਗੁਰ ਭੇਟਤ ਭ੍ਰਮੁ ਭਉ ਖੋਇਆ ॥੩॥ પરંતુ ગુરુને મળવાથી મનુષ્યનું માયા માટે ભટકવું અને દુનિયાનો ડર-સહમ દૂર કરી લે છે ॥૩॥
ਕਹੁ ਨਾਨਕ ਏਕੁ ਧਿਆਇਆ ॥ નાનક કહે છે, જે મનુષ્યએ એક પરમાત્માનું ધ્યાન ધર્યું છે,
ਘਟਿ ਘਟਿ ਨਦਰੀ ਆਇਆ ॥੪॥੨॥੧੪੦॥ તેને પરમાત્મા દરેક શરીરમાં વસતો દેખાવા લાગે છે ॥૪॥૨॥૧૪૦॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਦੀਬਾਨੁ ਹਮਾਰੋ ਤੁਹੀ ਏਕ ॥ હે પ્રભુ! ફક્ત તું જ મારો આશરો છે.
ਸੇਵਾ ਥਾਰੀ ਗੁਰਹਿ ਟੇਕ ॥੧॥ ਰਹਾਉ ॥ ગુરુનો આશ્રય લઈને હું તારી જ સેવા-ભક્તિ કરું છું. ॥૧॥વિરામ॥
ਅਨਿਕ ਜੁਗਤਿ ਨਹੀ ਪਾਇਆ ॥ હે પ્રભુ! વિભિન્ન અનેક રીતોથી હું તને શોધી શક્યો નથી.
ਗੁਰਿ ਚਾਕਰ ਲੈ ਲਾਇਆ ॥੧॥ હવે ગુરુએ કૃપા કરીને મને તારો ચાકર બનાવીને તારા ચરણોમાં લગાવી દીધો છે ॥૧॥
ਮਾਰੇ ਪੰਚ ਬਿਖਾਦੀਆ ॥ ਗੁਰ ਕਿਰਪਾ ਤੇ ਦਲੁ ਸਾਧਿਆ ॥੨॥ હે પ્રભુ! હવે મેં પાંચેય કામાદિક ઝઘડાળું દુશ્મન મારી નાખ્યા છે, ગુરુની કૃપાથી મેં આ પાંચેયની સેના કાબુ કરી લીધી છે ॥૨॥
ਬਖਸੀਸ ਵਜਹੁ ਮਿਲਿ ਏਕੁ ਨਾਮ ॥ਸੂਖ ਸਹਜ ਆਨੰਦ ਬਿਸ੍ਰਾਮ ॥੩॥ હે પ્રભુ! જે મનુષ્યને ફક્ત તારું નામ બક્ષીશના રૂપમાં મળી જાય છે, તેની અંદર આધ્યાત્મિક સ્થિરતાનું સુખ આનંદ વસી પડે છે ॥૩॥


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top