Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-209

Page 209

ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਤੁਮ ਹਰਿ ਸੇਤੀ ਰਾਤੇ ਸੰਤਹੁ ॥ હે સંત જન! તું ભાગ્યશાળી છો કે તું પરમાત્માની સાથે રંગાયેલ છો.
ਨਿਬਾਹਿ ਲੇਹੁ ਮੋ ਕਉ ਪੁਰਖ ਬਿਧਾਤੇ ਓੜਿ ਪਹੁਚਾਵਹੁ ਦਾਤੇ ॥੧॥ ਰਹਾਉ ॥ હે સર્વ-વ્યાપક કર્તાર! હે દાતાર! મને પણ પોતાના પ્રેમમાં નિર્વાહ દે, મને પણ માથા સુધી પ્રીતીનાં દરજ્જા સુધી પહોચાડી લે ॥૧॥વિરામ॥
ਤੁਮਰਾ ਮਰਮੁ ਤੁਮਾ ਹੀ ਜਾਨਿਆ ਤੁਮ ਪੂਰਨ ਪੁਰਖ ਬਿਧਾਤੇ ॥ હે સર્વ-વ્યાપક કર્તાર! પોતાના દિલની વાત તું પોતે જ જાણે છે,
ਰਾਖਹੁ ਸਰਣਿ ਅਨਾਥ ਦੀਨ ਕਉ ਕਰਹੁ ਹਮਾਰੀ ਗਾਤੇ ॥੧॥ મને અનાથને ગરીબને પોતાની શરણમાં રાખ, મારી આધ્યાત્મિક સ્થિતિ ઊંચી બનાવી દે ॥૧॥
ਤਰਣ ਸਾਗਰ ਬੋਹਿਥ ਚਰਣ ਤੁਮਾਰੇ ਤੁਮ ਜਾਨਹੁ ਅਪੁਨੀ ਭਾਤੇ ॥ હે પ્રભુ! સંસાર સમુદ્રથી પાર થવા માટે તારા ચરણ મારા માટે જહાજ છે. કઈ રીતથી તું પાર પડાવે છે?-આ તું પોતે જ જાણે છે.
ਕਰਿ ਕਿਰਪਾ ਜਿਸੁ ਰਾਖਹੁ ਸੰਗੇ ਤੇ ਤੇ ਪਾਰਿ ਪਰਾਤੇ ॥੨॥ હે પ્રભુ! કૃપા કરીને જે મનુષ્યને તું પોતાની સાથે રાખે છે, તે બધા સંસાર સમુદ્રથી પાર પડી જાય છે ॥૨॥
ਈਤ ਊਤ ਪ੍ਰਭ ਤੁਮ ਸਮਰਥਾ ਸਭੁ ਕਿਛੁ ਤੁਮਰੈ ਹਾਥੇ ॥ હે પ્રભુ! અમારા જીવો માટે આ લોકમાં અને પરલોકમાં તું જ બધી શક્તિઓનો માલિક છે, અમારા દરેક સુખ દુ:ખ તારા જ હાથમાં છે.
ਐਸਾ ਨਿਧਾਨੁ ਦੇਹੁ ਮੋ ਕਉ ਹਰਿ ਜਨ ਚਲੈ ਹਮਾਰੈ ਸਾਥੇ ॥੩॥ હે પ્રભુના સંત જનો! મને એવો નામ-ખજાનો દે, જે અહીંથી જવા સમયે મારી સાથે જાય ॥૩॥
ਨਿਰਗੁਨੀਆਰੇ ਕਉ ਗੁਨੁ ਕੀਜੈ ਹਰਿ ਨਾਮੁ ਮੇਰਾ ਮਨੁ ਜਾਪੇ ॥ હે સંત જનો! મને ગુણહીનને પરમાત્માની મહિમાનાં ગુણ આપો. કૃપા કરો, મારુ મન પરમાત્માનું નામ હંમેશા જપતું રહે.
ਸੰਤ ਪ੍ਰਸਾਦਿ ਨਾਨਕ ਹਰਿ ਭੇਟੇ ਮਨ ਤਨ ਸੀਤਲ ਧ੍ਰਾਪੇ ॥੪॥੧੪॥੧੩੫॥ હે નાનક! ગુરુ સંતની કૃપાથી જે લોકોને પરમાત્મા મળી જાય છે, તેનું મન માયાની તૃષ્ણા તરફથી તૃપ્ત થઈ જાય છે, તેનું શરીર ઠંડું ઠાર થઇ જાય છે, વિકારોની બળતરાથી બચી જાય છે ॥૪॥૧૪॥૧૩૫॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫
ਸਹਜਿ ਸਮਾਇਓ ਦੇਵ ॥ ਮੋ ਕਉ ਸਤਿਗੁਰ ਭਏ ਦਇਆਲ ਦੇਵ ॥੧॥ ਰਹਾਉ ॥ હે પ્રકાશ રૂપ પ્રભુ! હું હવે આધ્યાત્મિક સ્થિરતામાં લીન રહું છું, તારી કૃપાથી મારા પર સદગુરુ દયાવાન થઈ ગયા ॥૧॥ વિરામ॥
ਕਾਟਿ ਜੇਵਰੀ ਕੀਓ ਦਾਸਰੋ ਸੰਤਨ ਟਹਲਾਇਓ ॥ હે પ્રભુ! તેને મારી માયાના મોહની સાંકળ કાપીને મને તારો દાસ બનાવી દીધો છે,
ਏਕ ਨਾਮ ਕੋ ਥੀਓ ਪੂਜਾਰੀ ਮੋ ਕਉ ਅਚਰਜੁ ਗੁਰਹਿ ਦਿਖਾਇਓ ॥੧॥ મને સંત જનોની સેવામાં લગાડી દીધો છે, હવે હું ફક્ત તારા જ નામનો પુજારી બની ગયો છું, ગુરુએ મને તારું દરેક જગ્યાએ વ્યાપક આશ્ચર્યજનક રૂપ દેખાડી દીધું છે ॥૧॥
ਭਇਓ ਪ੍ਰਗਾਸੁ ਸਰਬ ਉਜੀਆਰਾ ਗੁਰ ਗਿਆਨੁ ਮਨਹਿ ਪ੍ਰਗਟਾਇਓ ॥ ભાઈ! જ્યારથી ગુરુનું બક્ષેલું જ્ઞાન મારા મનમાં પ્રગટ થઈ ગયું, તો મારી અંદર પરમાત્માના અસ્તિત્વનો પ્રકાશ થઇ ગયો, મને દરેક જગ્યાએ તેની રોશની નજર આવવા લાગી.
ਅੰਮ੍ਰਿਤੁ ਨਾਮੁ ਪੀਓ ਮਨੁ ਤ੍ਰਿਪਤਿਆ ਅਨਭੈ ਠਹਰਾਇਓ ॥੨॥ ગુરુની કૃપાથી મેં આધ્યાત્મિક જીવન દેનાર પરમાત્માનો નામ-રસ પીધો છે, અને મારુ મન માયાની તૃષ્ણાથી ભરાય ગયું છે. હું તે પરમાત્મામાં ટકી ગયો છું જેને કોઈ ડર સ્પર્શી શકતું નથી ॥૨॥
ਮਾਨਿ ਆਗਿਆ ਸਰਬ ਸੁਖ ਪਾਏ ਦੂਖਹ ਠਾਉ ਗਵਾਇਓ ॥ હે ભાઈ! ગુરુનો હુકમ માનીને મેં બધા સુખ-આનંદ પ્રાપ્ત કરી લીધા, મેં પોતાની અંદરથી દુઃખના દરેક સ્રોતને નાબૂદ કર્યા છે.
ਜਉ ਸੁਪ੍ਰਸੰਨ ਭਏ ਪ੍ਰਭ ਠਾਕੁਰ ਸਭੁ ਆਨਦ ਰੂਪੁ ਦਿਖਾਇਓ ॥੩॥ જ્યારથી ગુરુની કૃપાથી ઠાકોર પ્રભુ મારા પર દયાળુ થયા છે, મને દરેક જગ્યાએ તે આનંદ સ્વરૂપ પરમાત્મા જ દેખાઈ રહ્યા છે ॥૩॥
ਨਾ ਕਿਛੁ ਆਵਤ ਨਾ ਕਿਛੁ ਜਾਵਤ ਸਭੁ ਖੇਲੁ ਕੀਓ ਹਰਿ ਰਾਇਓ ॥ હે ભાઈ! જ્યારથી સતગુરુ મારા પર દયાવાન થયા છે, મને વિશ્વાસ થઇ ગયો છે કે ના કોઈ ઉત્પન્ન થાય છે ના કોઈ મરે છે, આ બધું તો પ્રભુ પતિએ એક રમત રચી છે.
ਕਹੁ ਨਾਨਕ ਅਗਮ ਅਗਮ ਹੈ ਠਾਕੁਰ ਭਗਤ ਟੇਕ ਹਰਿ ਨਾਇਓ ॥੪॥੧੫॥੧੩੬॥ નાનક કહે છે, સર્વ-પાલક પરમાત્મા અગમ્ય છે, બધા જીવોની પહોંચથી ઉપર છે. તેના ભક્તોને તે હરિના નામનો જ સહારો છે ॥૪॥૧૫॥૧૩૬॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਪਾਰਬ੍ਰਹਮ ਪੂਰਨ ਪਰਮੇਸੁਰ ਮਨ ਤਾ ਕੀ ਓਟ ਗਹੀਜੈ ਰੇ ॥ હે મન! તે પરમાત્માનો આશરો લેવો જોઈએ, જે અનંત છે, સર્વ-વ્યાપક છે, અને સૌથી મોટો માલિક છે.
ਜਿਨਿ ਧਾਰੇ ਬ੍ਰਹਮੰਡ ਖੰਡ ਹਰਿ ਤਾ ਕੋ ਨਾਮੁ ਜਪੀਜੈ ਰੇ ॥੧॥ ਰਹਾਉ ॥ હે મન! તે પરમાત્માનું નામ જપવું જોઈએ, જેને બધા ધરતી મંડળોને, આખા જગતને ઉત્પન્ન કરીને સહારો દીધેલ છે ॥૧॥વિરામ॥
ਮਨ ਕੀ ਮਤਿ ਤਿਆਗਹੁ ਹਰਿ ਜਨ ਹੁਕਮੁ ਬੂਝਿ ਸੁਖੁ ਪਾਈਐ ਰੇ ॥ હે હરિના સેવકો! પોતાના મનની ચતુરાઈ છોડી દે. પરમાત્માની રજાને સમજીને જ સુખ મેળવી શકાય છે.
ਜੋ ਪ੍ਰਭੁ ਕਰੈ ਸੋਈ ਭਲ ਮਾਨਹੁ ਸੁਖਿ ਦੁਖਿ ਓਹੀ ਧਿਆਈਐ ਰੇ ॥੧॥ હે સંત જનો! સુખમાં પણ, અને દુઃખમાં પણ તે પરમાત્માને જ યાદ કરવા જોઈએ. હે સંત જનો! જે કાંઈ પરમાત્મા કરે છે, તેને ભલું કરીને માનો ॥૧॥
ਕੋਟਿ ਪਤਿਤ ਉਧਾਰੇ ਖਿਨ ਮਹਿ ਕਰਤੇ ਬਾਰ ਨ ਲਾਗੈ ਰੇ ॥ હે હરિ જનો! વિકારોમાં પડેલ કરોડો લોકોને જો ઈચ્છે તો કર્તાર એક પળમાં વિકારોથી બચાવી લે છે અને આ કામ કરતા કર્તારને ક્ષણ માત્ર પણ સમય લાગતો નથી.
ਦੀਨ ਦਰਦ ਦੁਖ ਭੰਜਨ ਸੁਆਮੀ ਜਿਸੁ ਭਾਵੈ ਤਿਸਹਿ ਨਿਵਾਜੈ ਰੇ ॥੨॥ તે માલિક પ્રભુ ગરીબોના દર્દ-દુઃખ નાશ કરનાર છે. જેના પર તે પ્રસન્ન થાય છે, તેના પર બક્ષિશો કરે છે ॥૨॥
ਸਭ ਕੋ ਮਾਤ ਪਿਤਾ ਪ੍ਰਤਿਪਾਲਕ ਜੀਅ ਪ੍ਰਾਨ ਸੁਖ ਸਾਗਰੁ ਰੇ ॥ હે ભાઈ! પરમાત્મા બધાનો જીવ તેમજ પ્રાણીઓ માટે સુખોનો સમુદ્ર છે, બધાનો મા-બાપ છે, બધાનું પાલન કરે છે.
ਦੇਂਦੇ ਤੋਟਿ ਨਾਹੀ ਤਿਸੁ ਕਰਤੇ ਪੂਰਿ ਰਹਿਓ ਰਤਨਾਗਰੁ ਰੇ ॥੩॥ જીવોને દાન દેતા તે કર્તારના ખજાનામાં ખોટ હોતી નથી. તે રત્નોની ખાણ છે અને રત્નોથી સંપૂર્ણ ભરેલા છે ॥૩॥
ਜਾਚਿਕੁ ਜਾਚੈ ਨਾਮੁ ਤੇਰਾ ਸੁਆਮੀ ਘਟ ਘਟ ਅੰਤਰਿ ਸੋਈ ਰੇ ॥ હે માલિક! તારા ઓટલાનો ભિખારી નાનક તારું નામ દાનની જેમ માંગે છે.
ਨਾਨਕੁ ਦਾਸੁ ਤਾ ਕੀ ਸਰਣਾਈ ਜਾ ਤੇ ਬ੍ਰਿਥਾ ਨ ਕੋਈ ਰੇ ॥੪॥੧੬॥੧੩੭॥ હે ભાઈ! દાસ નાનક તે પરમાત્માની જ શરણ પડ્યો છે, જેના ઓટલેથી કોઈ નિરાશ જતો નથી ॥૪॥૧૬॥૧૩૭॥


© 2025 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top