Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-211

Page 211

ਪ੍ਰਭ ਕੇ ਚਾਕਰ ਸੇ ਭਲੇ ॥ જે મનુષ્ય પરમાત્માનો સેવક બને છે, તે ભાગ્યશાળી થઇ જાય છે,
ਨਾਨਕ ਤਿਨ ਮੁਖ ਊਜਲੇ ॥੪॥੩॥੧੪੧॥ હે નાનક! પરમાત્માના દરબારમાં તેનું મુખ રોશન રહે છે ॥૪॥૩॥૧૪૧॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫
ਜੀਅਰੇ ਓਲ੍ਹ੍ਹਾ ਨਾਮ ਕਾ ॥ હે જીવ! પરમાત્માના નામનો જ આશરો લોક પરલોકમાં સહાયતા કરે છે.
ਅਵਰੁ ਜਿ ਕਰਨ ਕਰਾਵਨੋ ਤਿਨ ਮਹਿ ਭਉ ਹੈ ਜਾਮ ਕਾ ॥੧॥ ਰਹਾਉ ॥ નામ વગર માયા માટે બીજો જેટલો પણ ઉદ્યમ- યત્ન છે તે બધા કામોમાં આધ્યાત્મિક મૃત્યુનો ખતરો બની જાય છે ॥૧॥વિરામ॥
ਅਵਰ ਜਤਨਿ ਨਹੀ ਪਾਈਐ ॥ સ્મરણ વગર કોઈ પણ બીજા યત્નથી પરમાત્મા નથી મળતો.
ਵਡੈ ਭਾਗਿ ਹਰਿ ਧਿਆਈਐ ॥੧॥ પરંતુ વિશાળ કિસ્મતથી જ પરમાત્મા સ્મરણ કરી શકાય છે ॥૧॥
ਲਾਖ ਹਿਕਮਤੀ ਜਾਨੀਐ ॥ જો જગતમાં લાખો ચતુરાઈઓ કરી કરીને ઈજ્જત કમાવી લે,
ਆਗੈ ਤਿਲੁ ਨਹੀ ਮਾਨੀਐ ॥੨॥ પરલોકમાં આ આદતને કારણે થોડો પણ આદર મળતો નથી ॥૨॥
ਅਹੰਬੁਧਿ ਕਰਮ ਕਮਾਵਨੇ ॥ હે જીવ! જો પોતાની તરફથી ધાર્મિક કર્મ પણ કરવામાં આવે પરંતુ તે અહંકારવાળી બુદ્ધિ વધારવાવાળા જ હોય,
ਗ੍ਰਿਹ ਬਾਲੂ ਨੀਰਿ ਬਹਾਵਨੇ ॥੩॥ તો તે આવા કર્મ રેતીના બનેલા ઘરો જેવા જ છે જેને પૂરનું પાણી વહાવી લઇ ગયું ॥૩॥
ਪ੍ਰਭੁ ਕ੍ਰਿਪਾਲੁ ਕਿਰਪਾ ਕਰੈ ॥ દયાનો સ્ત્રોત પરમાત્મા જે મનુષ્ય પર કૃપા કરે છે,
ਨਾਮੁ ਨਾਨਕ ਸਾਧੂ ਸੰਗਿ ਮਿਲੈ ॥੪॥੪॥੧੪੨॥ હે નાનક! તેને ગુરુની સંગતિમાં પરમાત્માનું નામ મળે છે ॥૪॥૪॥૧૪૨॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਬਾਰਨੈ ਬਲਿਹਾਰਨੈ ਲਖ ਬਰੀਆ ॥ હે ભાઈ! હું પરમાત્માના નામથી લાખો વખત બલિદાન આપું છું, કુરબાન જાવ છું.
ਨਾਮੋ ਹੋ ਨਾਮੁ ਸਾਹਿਬ ਕੋ ਪ੍ਰਾਨ ਅਧਰੀਆ ॥੧॥ ਰਹਾਉ ॥ માલિક પ્રભુનું નામ જ જીવોની જીવનો આશરો છે ॥૧॥ વિરામ॥
ਕਰਨ ਕਰਾਵਨ ਤੁਹੀ ਏਕ ॥ હે પ્રભુ! ફક્ત તું જ બધું જ કરવાની તાકત રાખે છે. જીવોથી કરાવવાનું સામર્થ્ય રાખે છે,
ਜੀਅ ਜੰਤ ਕੀ ਤੁਹੀ ਟੇਕ ॥੧॥ તું જ બધા જીવ-જંતુઓનો સહારો છે ॥૧॥
ਰਾਜ ਜੋਬਨ ਪ੍ਰਭ ਤੂੰ ਧਨੀ ॥ હે પ્રભુ! તું જ હુકુમતનો માલિક છે, તું જ જવાનીનો માલિક છે, તારાથી જ જીવ દુનિયામાં હુકુમત કરવાની તાકત લે છે, તારાથી જ જવાની પ્રાપ્ત કરે છે.
ਤੂੰ ਨਿਰਗੁਨ ਤੂੰ ਸਰਗੁਨੀ ॥੨॥ જયારે જગત નહોતું બન્યું, માયાના ત્રણેય ગુણોથી રહિત નિર્ગુણ પણ તું જ છે, હવે તે જગત રચી દીધું છે, આ દેખાઈ દઈ રહ્યો આકાર, સર્ગુણ માયાના ત્રણેય ગુણોવાળો – આ પણ તું પોતે જ છે ॥૨॥
ਈਹਾ ਊਹਾ ਤੁਮ ਰਖੇ ॥ હે પ્રભુ! આ લોકમાં અને પરલોકમાં તું જ સૌની રક્ષા કરે છે.પરંતુ કોઈ દુર્લભ મનુષ્ય જ ગુરુની કૃપાથી આ તફાવત સમજે છે. ॥૩॥
ਗੁਰ ਕਿਰਪਾ ਤੇ ਕੋ ਲਖੇ ॥੩॥ પણ કોઈ દુર્લભ વ્યક્તિ ગુરુની કૃપાથી આ રહસ્ય સમજે છે. ||3||
ਅੰਤਰਜਾਮੀ ਪ੍ਰਭ ਸੁਜਾਨੁ ॥ હે પ્રભુ! તું સૌના દિલોની જાણનાર છે, તું જ સમજદાર છે.
ਨਾਨਕ ਤਕੀਆ ਤੁਹੀ ਤਾਣੁ ॥੪॥੫॥੧੪੩॥ નાનકનો સહારો તું જ છે, નાનકનું બળ પણ તું જ છે. ॥૪॥૫॥૧૪૩॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਹਰਿ ਹਰਿ ਹਰਿ ਆਰਾਧੀਐ ॥ હે ભાઈ! હંમેશા પરમાત્માનું નામ સ્મરણવુ જોઈએ.
ਸੰਤਸੰਗਿ ਹਰਿ ਮਨਿ ਵਸੈ ਭਰਮੁ ਮੋਹੁ ਭਉ ਸਾਧੀਐ ॥੧॥ ਰਹਾਉ ॥ સંતોની સંગતિમાં જ પરમાત્મા મનુષ્યના મનમાં વસી શકે છે. ભટકણને, મોહને અને ડર-સહમને કાબુ કરી શકાય છે. ॥૧॥ વિરામ॥
ਬੇਦ ਪੁਰਾਣ ਸਿਮ੍ਰਿਤਿ ਭਨੇ ॥ હે ભાઈ! પંડિત લોકો ભલે વેદ-પુરાણ-સ્મૃતિઓ વગેરે ધાર્મિક પુસ્તકોને વાંચે છે
ਸਭ ਊਚ ਬਿਰਾਜਿਤ ਜਨ ਸੁਨੇ ॥੧॥ પરંતુ સંત જન અન્ય બધા લોકોથી ઊંચા આધ્યાત્મિક ઠેકાણા પર ટકેલા સાંભળવામાં આવે છે ॥૧॥
ਸਗਲ ਅਸਥਾਨ ਭੈ ਭੀਤ ਚੀਨ ॥ હે ભાઈ! બીજા બધા હૃદય-સ્થળ ડરોથી સહમાયેલા જોઈ શકાય છે.
ਰਾਮ ਸੇਵਕ ਭੈ ਰਹਤ ਕੀਨ ॥੨॥ પરમાત્માના સ્મરણે પરમાત્માના ભક્તોને ડરોથી રહિત કરી દીધા છે ॥૨॥
ਲਖ ਚਉਰਾਸੀਹ ਜੋਨਿ ਫਿਰਹਿ ॥ હે ભાઈ! જીવ ચોર્યાસી લાખ યોનિઓમાં ભટકતા ફરે છે.
ਗੋਬਿੰਦ ਲੋਕ ਨਹੀ ਜਨਮਿ ਮਰਹਿ ॥੩॥ પરંતુ પરમાત્માના ભક્ત જન્મ મરણ ના ચક્કરમાં પડતા નથી. ॥૩॥
ਬਲ ਬੁਧਿ ਸਿਆਨਪ ਹਉਮੈ ਰਹੀ ॥ જે મનુષ્યોએ પરમાત્માનો-ગુરુનો આશરો લઇ લીધો. તેની અંદરથી અહંકાર દૂર થઇ જાય છે.
ਹਰਿ ਸਾਧ ਸਰਣਿ ਨਾਨਕ ਗਹੀ ॥੪॥੬॥੧੪੪॥ હે નાનક! તે પોતાની તાકતનો, પોતાની અક્કલનો, પોતાની સમજદારીનો આશરો લેતા નથી ॥૪॥૬॥૧૪૪॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਮਨ ਰਾਮ ਨਾਮ ਗੁਨ ਗਾਈਐ ॥ હે મન! આવ પરમાત્માનું નામ સ્મરણ કરીએ, પરમાત્માના ગુણ ગાયન કરીએ.
ਨੀਤ ਨੀਤ ਹਰਿ ਸੇਵੀਐ ਸਾਸਿ ਸਾਸਿ ਹਰਿ ਧਿਆਈਐ ॥੧॥ ਰਹਾਉ ॥ હે મન! હંમેશા જ પરમાત્માની ભક્તિ કરવી જોઈએ ॥૧॥વિરામ॥
ਸੰਤਸੰਗਿ ਹਰਿ ਮਨਿ ਵਸੈ ॥ હે ભાઈ! ગુરુ સંતની સંગતિમાં રહેવાથી પરમાત્મા મનુષ્યના મનમાં આવી વસે છે.
ਦੁਖੁ ਦਰਦੁ ਅਨੇਰਾ ਭ੍ਰਮੁ ਨਸੈ ॥੧॥ જેના મનમાં વસી જાય છે તેની અંદરથી દરેક પ્રકારના દુઃખ દર્દ દૂર થઇ જાય છે, મોહનો અંધકાર દૂર થઇ જાય છે, માયા માટે ભટકવું સમાપ્ત થઇ જાય છે ॥૧॥
ਸੰਤ ਪ੍ਰਸਾਦਿ ਹਰਿ ਜਾਪੀਐ ॥ હે ભાઈ! ગુરુની કૃપાથી જ પરમાત્માનું નામ
ਸੋ ਜਨੁ ਦੂਖਿ ਨ ਵਿਆਪੀਐ ॥੨॥ જે મનુષ્ય જપે છે તે મનુષ્ય કોઈ પ્રકારના દુઃખમાં નથી ઘેરાતો ॥૨॥
ਜਾ ਕਉ ਗੁਰੁ ਹਰਿ ਮੰਤ੍ਰੁ ਦੇ ॥ હે ભાઈ! ગુરુ જે મનુષ્યને પરમાત્માનું નામ મંત્ર દે છે.
ਸੋ ਉਬਰਿਆ ਮਾਇਆ ਅਗਨਿ ਤੇ ॥੩॥ તે મનુષ્ય માયાની તૃષ્ણા આગમાં સળગવાથી બચી જાય છે ॥૩॥
ਨਾਨਕ ਕਉ ਪ੍ਰਭ ਮਇਆ ਕਰਿ ॥ હે પ્રભુ! હું નાનક પર કૃપા કર.
ਮੇਰੈ ਮਨਿ ਤਨਿ ਵਾਸੈ ਨਾਮੁ ਹਰਿ ॥੪॥੭॥੧੪੫॥ કેમ કે મારા મનમાં હૃદયમાં, હે હરિ! તારું નામ વસી જાય. ॥૪॥૭॥૧૪૫॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਰਸਨਾ ਜਪੀਐ ਏਕੁ ਨਾਮ ॥ હે ભાઈ! જીભથી હરિ નામ જપતું રહેવું જોઈએ.
ਈਹਾ ਸੁਖੁ ਆਨੰਦੁ ਘਨਾ ਆਗੈ ਜੀਅ ਕੈ ਸੰਗਿ ਕਾਮ ॥੧॥ ਰਹਾਉ ॥ જો હરિ નામ જપતાં રહ્યા તો આ લોકમાં આ જીવનમાં ખુબ સુખ આનંદ મળે છે અને પરલોકમાં આ હરિ નામ જીવાત્મા જીવને કામ આવે છે ॥૧॥વિરામ॥
ਕਟੀਐ ਤੇਰਾ ਅਹੰ ਰੋਗੁ ॥ હે ભાઈ! હરિ નામની કૃપાથી તારો અહંકારનો રોગ કાપી શકાય છે.
ਤੂੰ ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ਕਰਿ ਰਾਜ ਜੋਗੁ ॥੧॥ નામ જપી જપીને ગુરુની કૃપાથી તું ગૃહસ્થનું સુખ પણ લઇ શક છે, અને પ્રભુથી મેળાપ પણ પ્રાપ્ત કરી શકે છે ॥૧॥
ਹਰਿ ਰਸੁ ਜਿਨਿ ਜਨਿ ਚਾਖਿਆ ॥ હે ભાઈ! જે મનુષ્યએ પરમાત્માનો નામ રસ ચાખી લીધો છે,
ਤਾ ਕੀ ਤ੍ਰਿਸਨਾ ਲਾਥੀਆ ॥੨॥ તેની માયાની તૃષ્ણા ઉતરી જાય છે ॥૨॥
ਹਰਿ ਬਿਸ੍ਰਾਮ ਨਿਧਿ ਪਾਇਆ ॥ હે ભાઈ! જે મનુષ્યએ હરિ-નામ-રસ ચાખી લીધુ તેણે શાંતિનો ખજાનો પરમાત્મા મળી ગયા.
ਸੋ ਬਹੁਰਿ ਨ ਕਤ ਹੀ ਧਾਇਆ ॥੩॥ તે મનુષ્ય બીજી વાર કોઈ પણ તરફ ભટકતો નથી ફરતો ॥૩॥
ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਜਾ ਕਉ ਗੁਰਿ ਦੀਆ ॥ હે નાનક! જે મનુષ્યને ગુરુએ પરમાત્માનું નામ બક્ષી દીધું,
ਨਾਨਕ ਤਾ ਕਾ ਭਉ ਗਇਆ ॥੪॥੮॥੧੪੬॥ તેના દરેક પ્રકારના ડર દૂર થઇ ગયા ॥૪॥૮॥૧૪૬॥


© 2025 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top