Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-20

Page 20

ਪੰਚ ਭੂਤ ਸਚਿ ਭੈ ਰਤੇ ਜੋਤਿ ਸਚੀ ਮਨ ਮਾਹਿ ॥ તેનું આખું શરીર પ્રભુ ની યાદ માં પ્રભુના આદરમા રંગાયેલું રહે છે સદાય સ્થિર પ્રભુની જ્યોતિ તેના મનમાં ટકેલી રહે છે
ਨਾਨਕ ਅਉਗਣ ਵੀਸਰੇ ਗੁਰਿ ਰਾਖੇ ਪਤਿ ਤਾਹਿ ॥੪॥੧੫॥ હે નાનક! જે મનુષ્યની રક્ષા ગુરુએ કરી તેને લોક અને પરલોકમાં ઈજ્જત મળી વિકાર તેનાથી દૂર હટી ગયો ।।૪।।૧૫।।
ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੧ ॥ શ્રી રાગ મહેલ ૧।।
ਨਾਨਕ ਬੇੜੀ ਸਚ ਕੀ ਤਰੀਐ ਗੁਰ ਵੀਚਾਰਿ ॥ હે નાનક! સંસાર એક અથાહ સમુદ્ર છે જો ગુરુની શિક્ષા ઉપર ચાલીને નામ જપીને તેની હોડી બનાવી લઈએ તો આ સંસાર સમુદ્ર થી પાર થઈ શકાય છે
ਇਕਿ ਆਵਹਿ ਇਕਿ ਜਾਵਹੀ ਪੂਰਿ ਭਰੇ ਅਹੰਕਾਰਿ ॥ પણ અનેક અહંકારી જીવ છે જે પોતાની બુદ્ધિ ઉપર ગર્વ કરીને પેદા થાય છે અને મરે છે જન્મ મરણના ચક્રવ્યૂહ માં અટવાયેલા રહે છે
ਮਨਹਠਿ ਮਤੀ ਬੂਡੀਐ ਗੁਰਮੁਖਿ ਸਚੁ ਸੁ ਤਾਰਿ ॥੧॥ પોતાની બુદ્ધિ ની હઠમાં ચાલવાથી સંસાર સમુદ્રના વિકારોમાં મનુષ્ય ડૂબતો જ જાય છે જે મનુષ્ય ગુરુની રાહ ઉપર ચાલે છે તેને પરમાત્મા પાર કરી દે છે ।।૧।।
ਗੁਰ ਬਿਨੁ ਕਿਉ ਤਰੀਐ ਸੁਖੁ ਹੋਇ ॥ ગુરૂની શરણ વગર ન તો આ સંસાર સમુદ્ર થી પાર થઈ શકાય છે ન તો આત્મિક આનંદ મળે છે
ਜਿਉ ਭਾਵੈ ਤਿਉ ਰਾਖੁ ਤੂ ਮੈ ਅਵਰੁ ਨ ਦੂਜਾ ਕੋਇ ॥੧॥ ਰਹਾਉ ॥ આ માટે હે મન! પ્રભુ ના દરબાર ઉપર અરદાસ કર અને બોલ હે પ્રભુ! ગમે તેવી રીતે પણ તું મને ગુરુની શરણમાં રાખ આ સંસાર સાગરમાંથી પાર કરવા માટે મને કોઈ બીજો આશરો નથી સૂઝતો ।।૧।। વિરામ।
ਆਗੈ ਦੇਖਉ ਡਉ ਜਲੈ ਪਾਛੈ ਹਰਿਓ ਅੰਗੂਰੁ ॥ જગત એક જંગલ જેવું છે. જેમાં સામે તો આગ લાગેલી છે અને જે મોટા મોટા વૃક્ષો છે તેને સળગાવી રહી છે અને પાછળ નવા નવા કોમળ છોડવા ઊગતા જાય છે પાછળ પાછળ નવા કોમળ બાળકો પેદા થતા રહે છે
ਜਿਸ ਤੇ ਉਪਜੈ ਤਿਸ ਤੇ ਬਿਨਸੈ ਘਟਿ ਘਟਿ ਸਚੁ ਭਰਪੂਰਿ ॥ જે પરમાત્મા દ્વારા આ જગત પેદા થતું જાય છે તેના હુકમ અનુસાર જ નાશ પણ થતો રહે છે અને સદાય સ્થિર પ્રભુ દરેક શરીર માં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે
ਆਪੇ ਮੇਲਿ ਮਿਲਾਵਹੀ ਸਾਚੈ ਮਹਲਿ ਹਦੂਰਿ ॥੨॥ હે પ્રભુ! તું જાતે જ જીવ ને પોતાના ચરણોમાં જોડે છે તું જાતે જ પોતાના સદાય સ્થિર મહેલમાં હજૂરીમાં રાખે છે ।।૨।।
ਸਾਹਿ ਸਾਹਿ ਤੁਝੁ ਸੰਮਲਾ ਕਦੇ ਨ ਵਿਸਾਰੇਉ ॥ હે પ્રભુ! મહેર કર હું દરેક શ્વાસની સાથે તને યાદ કરતો રહું તને ક્યારેય ન ભૂલું
ਜਿਉ ਜਿਉ ਸਾਹਬੁ ਮਨਿ ਵਸੈ ਗੁਰਮੁਖਿ ਅੰਮ੍ਰਿਤੁ ਪੇਉ ॥ હે ભાઈ! જો માલિક પ્રભુ ની મહેર થઈ જાય તો ગુરુના શરણ માં પડી ને જેમ જેમ માલિક મારા મનમાં વસતા જાય તેમ તેમ હું આત્મિક જીવન દેવાવાળા પ્રભુ નામનું જળ પીતો રહું
ਮਨੁ ਤਨੁ ਤੇਰਾ ਤੂ ਧਣੀ ਗਰਬੁ ਨਿਵਾਰਿ ਸਮੇਉ ॥੩॥ હે પ્રભુ! મારું મન તારું જ દીધેલું છે તું જ મારો માલિક છો મહેર કર હું મારી અંદરથી અહંકાર દૂર કરીને તારી યાદ માં લીન રહી શકું ।।૩।।
ਜਿਨਿ ਏਹੁ ਜਗਤੁ ਉਪਾਇਆ ਤ੍ਰਿਭਵਣੁ ਕਰਿ ਆਕਾਰੁ ॥ જે જ્યોતિ સ્વરૂપ પ્રભુએ આ જગતને પેદા કર્યું છે તે ત્રિભુવન સ્વરૂપ બનાવ્યું છે
ਗੁਰਮੁਖਿ ਚਾਨਣੁ ਜਾਣੀਐ ਮਨਮੁਖਿ ਮੁਗਧੁ ਗੁਬਾਰੁ ॥ ગુરુના શરણમાં પડવાથી તે જ્યોતિની સાથે મેળાપ થઈ શકે છે તેની સાથે સંપર્ક સાધી શકાય છે પણ પોતાના મનની પાછળ ચાલવા વાળા મનુષ્યને આ જ્યોતિ નથી દેખાતી તેને તો આત્મિક અંધકાર જ અંધકાર નજર આવે છે
ਘਟਿ ਘਟਿ ਜੋਤਿ ਨਿਰੰਤਰੀ ਬੂਝੈ ਗੁਰਮਤਿ ਸਾਰੁ ॥੪॥ ઇશ્વરીય જ્યોતિ દરેક શરીરમાં એકરસ વ્યાપક છે પણ ગુરુ ના માર્ગદર્શન હેઠળ જ ગુરુની બુદ્ધિથી વિચારવાથી જ વાસ્તવિકતા સમજી શકાય છે ।।૪।।
ਗੁਰਮੁਖਿ ਜਿਨੀ ਜਾਣਿਆ ਤਿਨ ਕੀਚੈ ਸਾਬਾਸਿ ॥ જે મનુષ્ય એ ગુરૂની શરણમાં પડીને સર્વવ્યાપી જ્યોતિની સાથે મેળાપ કરી લીધો છે તેમને શાબાશી મળે છે
ਸਚੇ ਸੇਤੀ ਰਲਿ ਮਿਲੇ ਸਚੇ ਗੁਣ ਪਰਗਾਸਿ ॥ તે સદાય સ્થિર પ્રભુની સાથે એકરૂપ થઈ જાય છે સદાય સ્થિર પ્રભુના ગુણ પોતાનામાં અંકુરિત થઈ ઊઠે છે
ਨਾਨਕ ਨਾਮਿ ਸੰਤੋਖੀਆ ਜੀਉ ਪਿੰਡੁ ਪ੍ਰਭ ਪਾਸਿ ॥੫॥੧੬॥ હે નાનક! નામ માં જોડાઈને તે મનુષ્ય આત્મિક શાંતિ નો આનંદ લે છે તે પોતાના જીવાત્માને પોતાના શરીરને પ્રભુને સોંપી કરી દે છે ।।૫।।૬।।
ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੧ ॥ શ્રી રાગ મહેલ ૧।।
ਸੁਣਿ ਮਨ ਮਿਤ੍ਰ ਪਿਆਰਿਆ ਮਿਲੁ ਵੇਲਾ ਹੈ ਏਹ ॥ હે પ્યારા મિત્ર મન! મારો ઉપદેશ સાંભળ પરમાત્મા ને મળવાનો આ માનવ જન્મ જ સમય છે
ਜਬ ਲਗੁ ਜੋਬਨਿ ਸਾਸੁ ਹੈ ਤਬ ਲਗੁ ਇਹੁ ਤਨੁ ਦੇਹ ॥ જ્યાં સુધી યુવાની માં છો અને શ્વાસ ચાલી રહ્યો છે ત્યાં સુધી આ શરીર કામ આપી રહ્યું છે
ਬਿਨੁ ਗੁਣ ਕਾਮਿ ਨ ਆਵਈ ਢਹਿ ਢੇਰੀ ਤਨੁ ਖੇਹ ॥੧॥ જો પ્રભુના ગુણ પોતાની અંદર વસાવ્યાં તો આ શરીર કયા કામનું આ તો છેલ્લે માટીમાં મળી જશે ।।૧।।
ਮੇਰੇ ਮਨ ਲੈ ਲਾਹਾ ਘਰਿ ਜਾਹਿ ॥ હે મારા મન! અહીંયા જ આત્મિક લાભ ની કમાણી કરીને પરલોકના ઘરમાં જા
ਗੁਰਮੁਖਿ ਨਾਮੁ ਸਲਾਹੀਐ ਹਉਮੈ ਨਿਵਰੀ ਭਾਹਿ ॥੧॥ ਰਹਾਉ ॥ ગુરૂની શરણ પડી ને અહીંયા પ્રભુના નામ ની મહિમા ગાવી જોઈએ નામની મહેરબાનીથી જ અહંકારની આગ અંદરથી મટી જાય છે આગ એવી છે કે હું મોટો છું હું મોટો બની જાઉં આ બધું જ બુઝાઇ જાય છે ।।૧।। વિરામ।।
ਸੁਣਿ ਸੁਣਿ ਗੰਢਣੁ ਗੰਢੀਐ ਲਿਖਿ ਪੜਿ ਬੁਝਹਿ ਭਾਰੁ ॥ ભણેલા-ગણેલા લોકો અનંત પુસ્તકો લખી લખીને. વાંચી વાંચીને વિચાર કરતા રહે છે જ્ઞાનની વાતો સાંભળી સાંભળીને લોકોની નજરમાં વિચારવાન દેખાવાનો વ્યર્થ પ્રયત્ન કરતા રહે છે
ਤ੍ਰਿਸਨਾ ਅਹਿਨਿਸਿ ਅਗਲੀ ਹਉਮੈ ਰੋਗੁ ਵਿਕਾਰੁ ॥ પણ અંદરથી દિવસ-રાત તૃષ્ણા વ્યાપી જાય છે અહંકારના રોગ નો વિકાર અંદર કાયમ રહે છે
ਓਹੁ ਵੇਪਰਵਾਹੁ ਅਤੋਲਵਾ ਗੁਰਮਤਿ ਕੀਮਤਿ ਸਾਰੁ ॥੨॥ બીજી બાજુ પરમાત્મા આવા તથા જ્ઞાન ચાતુર્ય ની પરવા નથી કરતો આપણું જ્ઞાન એના તોલે પણ નથી આવી શકતું એટલે ગુરુની મતિ લઈ લે અને તેની કદર સમજ ।।૨।।
ਲਖ ਸਿਆਣਪ ਜੇ ਕਰੀ ਲਖ ਸਿਉ ਪ੍ਰੀਤਿ ਮਿਲਾਪੁ ॥ જો હું લાખ ચતુરાઈ કરું જો મેં લાખો લોકોની સાથે પ્રીત કરી હોય અને તેની સાથે મેળાપ પેદા કરું
ਬਿਨੁ ਸੰਗਤਿ ਸਾਧ ਨ ਧ੍ਰਾਪੀਆ ਬਿਨੁ ਨਾਵੈ ਦੂਖ ਸੰਤਾਪੁ ॥ ગુરુ ની સંગત વગર અંદરની તૃષ્ણા ખતમ નથી થતી પ્રભુનું નામ જ આપ્યા વિના દુઃખ અને કષ્ટ અંદર બનેલા જ રહે છે
ਹਰਿ ਜਪਿ ਜੀਅਰੇ ਛੁਟੀਐ ਗੁਰਮੁਖਿ ਚੀਨੈ ਆਪੁ ॥੩॥ હે મારા જીવાત્મા! પરમાત્મા ના નામનો જાપ કરીને જ હાથ તૃષ્ણા થી મુક્તિ મળી શકે છે કારણ કે જે મનુષ્ય ગુરૂની શરણ પડી ને તેના નામનો જાપ કરે છે તે પોતાના આત્માને ઓળખી લે છે ।।૩।।
ਤਨੁ ਮਨੁ ਗੁਰ ਪਹਿ ਵੇਚਿਆ ਮਨੁ ਦੀਆ ਸਿਰੁ ਨਾਲਿ ॥ જે મનુષ્ય એ નામને બદલે પોતાના તન અને પોતાના મનને ગુરુના હવાલે કરી દીધો છે જેણે મન હવાલે કર્યું અને માથું પણ હવાલે કરી દીધું
ਤ੍ਰਿਭਵਣੁ ਖੋਜਿ ਢੰਢੋਲਿਆ ਗੁਰਮੁਖਿ ਖੋਜਿ ਨਿਹਾਲਿ ॥ તેણે ગુરુ દ્વારા શોધીને તે પ્રભુને પોતાની અંદર જોઈ લીધો જેને શોધવા માટે આખુંય જગત તલાશ કર્યું
ਸਤਗੁਰਿ ਮੇਲਿ ਮਿਲਾਇਆ ਨਾਨਕ ਸੋ ਪ੍ਰਭੁ ਨਾਲਿ ॥੪॥੧੭॥ એનાં શરણ આવેલાને ગુરૂએ પોતાના ચરણમાં જોડીને પ્રભુ સાથે મેળાપ કરાવી દીધો અને તે પ્રભુ પોતાની અંદર અંગેઅંગમાં તેને દેખાઈ ગયો ।।૪।।૧૭।।
ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੧ ॥ શ્રી રાગ મહેલ ૧।।
ਮਰਣੈ ਕੀ ਚਿੰਤਾ ਨਹੀ ਜੀਵਣ ਕੀ ਨਹੀ ਆਸ ॥ જે મનુષ્ય ગુરુ ની સન્મુખ રહે છે નામ જવાથી તેનું મોત નો ડર રહેતો નથી અને બીજી બધી લાંબી ઉંમરની આકાંક્ષા તે કરતો નથી
ਤੂ ਸਰਬ ਜੀਆ ਪ੍ਰਤਿਪਾਲਹੀ ਲੇਖੈ ਸਾਸ ਗਿਰਾਸ ॥ તેને વિશ્વાસ હોય છે કે હે પ્રભુ! તું બધાં જીવો નું પાલન પોષણ કરે છે દરેક શ્વાસ અને દરેક કોળિયો તારા હિસાબે તારી નજરમાં તું આપે છે
ਅੰਤਰਿ ਗੁਰਮੁਖਿ ਤੂ ਵਸਹਿ ਜਿਉ ਭਾਵੈ ਤਿਉ ਨਿਰਜਾਸਿ ॥੧॥ પ્રભુની સન્મુખ રહેવાવાળા મનુષ્યની અંદર તું પ્રગટ થઈ જાય છે તેને એ વિશ્વાસ બનેલો રહે છે કે જેવી તારી મરજી તેવી જ રીતે તું બધા ની સંભાળ કરે છે ।।૧।।
ਜੀਅਰੇ ਰਾਮ ਜਪਤ ਮਨੁ ਮਾਨੁ ॥ હે મારા જીવાત્મા! એવું કર કે પરમાત્માનું નામ સ્મરણ કરતા કરતા મન સ્મરણમાં પડી જાય
ਅੰਤਰਿ ਲਾਗੀ ਜਲਿ ਬੁਝੀ ਪਾਇਆ ਗੁਰਮੁਖਿ ਗਿਆਨੁ ॥੧॥ ਰਹਾਉ ॥ ગુરૂની શરણ પડીને સ્મરણ દ્વારા જે મનુષ્ય એ પરમાત્માની સાથે ઊંડો સંબંધ બાંધી લીધો છે તેની અંદરની તૃષ્ણાની આગ બુઝાઇ જાય છે ।।૧।। વિરામ।।
Scroll to Top
jp1131 https://login-bobabet.net/ https://sugoi168daftar.com/ https://login-domino76.com/
https://e-learning.akperakbid-bhaktihusada.ac.id/storages/gacor/
https://siakba.kpu-mamuju.go.id/summer/gcr/
jp1131 https://login-bobabet.net/ https://sugoi168daftar.com/ https://login-domino76.com/
https://e-learning.akperakbid-bhaktihusada.ac.id/storages/gacor/
https://siakba.kpu-mamuju.go.id/summer/gcr/