Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-21

Page 21

ਅੰਤਰ ਕੀ ਗਤਿ ਜਾਣੀਐ ਗੁਰ ਮਿਲੀਐ ਸੰਕ ਉਤਾਰਿ ॥ પૂર્ણ શ્રદ્ધાની સાથે ગુરૂના શરણમાં પડી જવું જોઈએ આવી રીતે અંદર વસતા પરમાત્માની સમજ આવી જાય છે
ਮੁਇਆ ਜਿਤੁ ਘਰਿ ਜਾਈਐ ਤਿਤੁ ਜੀਵਦਿਆ ਮਰੁ ਮਾਰਿ ॥ મૃત્યુ પહેલા જ તે મૃત્યુ નો ડર મરી જાય છે, જે મૃત્યુ ના વશ માં અંતે પડવાનું જ હોય છે
ਅਨਹਦ ਸਬਦਿ ਸੁਹਾਵਣੇ ਪਾਈਐ ਗੁਰ ਵੀਚਾਰਿ ॥੨॥ પણ આ અવસ્થા ત્યારે જ પ્રાપ્ત થઈ જાય છે જ્યારે ગુરુ એ બતાવેલી શિક્ષા પર ચાલીએ અને પ્રભુની મહિમા વાળા સુંદર શબ્દોમાં એક રસ થઇ ને જોડાઈ જઈએ ।।૨।।
ਅਨਹਦ ਬਾਣੀ ਪਾਈਐ ਤਹ ਹਉਮੈ ਹੋਇ ਬਿਨਾਸੁ ॥ જ્યારે એક રસ મહિમા કરી શકાય તેવી અવસ્થા પ્રાપ્ત થઈ જાય તો તે અવસ્થામાં મનુષ્યના અંદરના અહંકારનો નાશ થઈ જાય છે
ਸਤਗੁਰੁ ਸੇਵੇ ਆਪਣਾ ਹਉ ਸਦ ਕੁਰਬਾਣੈ ਤਾਸੁ ॥ હું મોટો છું ને હું મોટો થઇ જાવ આ બધું જ ખતમ થઇ જાય છે, હું હંમેશા કુરબાન થાઉં છું
ਖੜਿ ਦਰਗਹ ਪੈਨਾਈਐ ਮੁਖਿ ਹਰਿ ਨਾਮ ਨਿਵਾਸੁ ॥੩॥ જે મનુષ્ય પોતાના ગુરૂની સેવા કરે છે તેના મોઢામાં સદાય પ્રભુનું નામ વસે છે તેને પ્રભુની હાજરી માં જઈને આદર મળે છે ।।૩।।
ਜਹ ਦੇਖਾ ਤਹ ਰਵਿ ਰਹੇ ਸਿਵ ਸਕਤੀ ਕਾ ਮੇਲੁ ॥ સંસારની હાલત કંઈક જુદી રીતે બનેલી છે હું જ્યાં જોઉં ત્યાં જીવ માયામાં મસ્ત થઈને રહેલો દેખાય છે
ਤ੍ਰਿਹੁ ਗੁਣ ਬੰਧੀ ਦੇਹੁਰੀ ਜੋ ਆਇਆ ਜਗਿ ਸੋ ਖੇਲੁ ॥ બધી જગ્યાએ માયા અને જીવનું જોડાણ બનેલું દેખાય છે મન થી બંધાયેલું શરીર માયા ત્રણ ગુણ ની અંદર બંધાયેલું છે પોતાના મનની પાછળ ચાલવા વાળા જે કોઇપણ જીવ આ જગતમાં આવ્યા છે આજ રમત રમતા રહે છે
ਵਿਜੋਗੀ ਦੁਖਿ ਵਿਛੁੜੇ ਮਨਮੁਖਿ ਲਹਹਿ ਨ ਮੇਲੁ ॥੪॥ પોતાના મનની પાછળ ચાલવા વાળા લોકો પરમાત્માની સાથે મેળાપ હાંસલ નથી કરી શકતા કારણ કે તે અલગ થયેલા જ રહે છે અને હંમેશાં દુઃખી જ થાય છે ।।૪।।
ਮਨੁ ਬੈਰਾਗੀ ਘਰਿ ਵਸੈ ਸਚ ਭੈ ਰਾਤਾ ਹੋਇ ॥ માયાથી વૈરાગી થયેલું મન ભટકાવ થી બચીને રહે છે અને સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે કારણ કે તે પરમાત્માની અજાયબીમાં રંગાયેલું રહે છે
ਗਿਆਨ ਮਹਾਰਸੁ ਭੋਗਵੈ ਬਾਹੁੜਿ ਭੂਖ ਨ ਹੋਇ ॥ તે મનને સદાય પરમાત્માની સાથે ઊંડો સંબંધ બનાવી ને આનંદ લેતો રહે છે અને તેને ફરીથી માયાની ઈચ્છા પરેશાન કરતી નથી
ਨਾਨਕ ਇਹੁ ਮਨੁ ਮਾਰਿ ਮਿਲੁ ਭੀ ਫਿਰਿ ਦੁਖੁ ਨ ਹੋਇ ॥੫॥੧੮॥ હે નાનક! તું પણ આ મનને માયા ના મોહથી મારીને પ્રભુના ચરણમાં જોડાયેલું રાખ તો ક્યારેય તને પ્રભુથી અલગ થવાનું દુઃખ નહીં થાય ।।૫।।૧૮।।
ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੧ ॥ શ્રી રાગ મહેલ ૧।।
ਏਹੁ ਮਨੋ ਮੂਰਖੁ ਲੋਭੀਆ ਲੋਭੇ ਲਗਾ ਲੋੁਭਾਨੁ ॥ માયા માં લિપ્ત મનુષ્યનું મન મૂરખ છે લાલચુ છે દરેક સમયે લોભમાં ફસાયેલું રહે છે
ਸਬਦਿ ਨ ਭੀਜੈ ਸਾਕਤਾ ਦੁਰਮਤਿ ਆਵਨੁ ਜਾਨੁ ॥ ગુરુના શબ્દોમાં તેની રુચિ જ નથી બનતી આવી કુમતિને કારણે જન્મ મરણના ચક્ર બનેલા જ રહે છે
ਸਾਧੂ ਸਤਗੁਰੁ ਜੇ ਮਿਲੈ ਤਾ ਪਾਈਐ ਗੁਣੀ ਨਿਧਾਨੁ ॥੧॥ જો તેને કોઈ સદગુરુ મળી જાય તો ગુણોના ખજાના પ્રભુ તેને મળી જાય છે ।।૧।।
ਮਨ ਰੇ ਹਉਮੈ ਛੋਡਿ ਗੁਮਾਨੁ ॥ હે મારા મન! હું ચતુર અને ચાલાક છું આ અહંકાર છોડ
ਹਰਿ ਗੁਰੁ ਸਰਵਰੁ ਸੇਵਿ ਤੂ ਪਾਵਹਿ ਦਰਗਹ ਮਾਨੁ ॥੧॥ ਰਹਾਉ ॥ અને પરમાત્મા રૂપી ગુરુની શરણે પડી જા, આત્માને પવિત્ર કરવા વાળો સરોવર ગુરુ છે આવી રીતે પ્રભુની હાજરીમાં આગ્રહ પ્રાપ્ત કરી લઈશ ।।૧।। વિરામ।।
ਰਾਮ ਨਾਮੁ ਜਪਿ ਦਿਨਸੁ ਰਾਤਿ ਗੁਰਮੁਖਿ ਹਰਿ ਧਨੁ ਜਾਨੁ ॥ હે મારા મન! પરમાત્મા નું નામ દિવસ-રાત જપ્યા કર ગુરૂની શરણમાં પડીને હરિના નામના ધન ની કદર સમજ
ਸਭਿ ਸੁਖ ਹਰਿ ਰਸ ਭੋਗਣੇ ਸੰਤ ਸਭਾ ਮਿਲਿ ਗਿਆਨੁ ॥ સાધુ સંગતિ માં મળીને હરિ નામની સાથે સારો સંબંધ બનાવ બધા જ આત્મિક આનંદ પ્રાપ્ત થઈ જશે
ਨਿਤਿ ਅਹਿਨਿਸਿ ਹਰਿ ਪ੍ਰਭੁ ਸੇਵਿਆ ਸਤਗੁਰਿ ਦੀਆ ਨਾਮੁ ॥੨॥ પણ જેને સદગુરુ નામનું દાન બક્ષ્યું છે તેણે સદાય દિવસ-રાત હરિ પ્રભુ સ્મરણ કર્યું છે ।।૨।।
ਕੂਕਰ ਕੂੜੁ ਕਮਾਈਐ ਗੁਰ ਨਿੰਦਾ ਪਚੈ ਪਚਾਨੁ ॥ જે મનુષ્ય પોતાના લોભી મન ની પાછળ ચાલે છે તે કૂતરાની જેમ એક એક ટુકડા માટે ઘરે ઘરે ભટકે છે તે સદા એ માયા વાળી ભાગદોડ જ કરતો રહે છે અને નીચે પડી જાય છે ગુરુ નિંદામાં બધો જ સમય ખુવાર કરી નાખે છે
ਭਰਮੇ ਭੂਲਾ ਦੁਖੁ ਘਣੋ ਜਮੁ ਮਾਰਿ ਕਰੈ ਖੁਲਹਾਨੁ ॥ માયા વાળી ભાગદોડ માં ખોટા રસ્તાઓ પર ચડી જાય છે અને ખૂબ જ દુઃખી થાય છે આખરે યમરાજ તેને ખૂબ જ માર મારીને તેનું ભૂસું બનાવી નાખે છે
ਮਨਮੁਖਿ ਸੁਖੁ ਨ ਪਾਈਐ ਗੁਰਮੁਖਿ ਸੁਖੁ ਸੁਭਾਨੁ ॥੩॥ પડતાની સાથે જ બધા જ આશ્ચર્યજનક આત્મિક આનંદની પ્રાપ્તિ થઈ જાય છે ।।૩।।
ਐਥੈ ਧੰਧੁ ਪਿਟਾਈਐ ਸਚੁ ਲਿਖਤੁ ਪਰਵਾਨੁ ॥ લોભી મનુષ્ય આ લોકમાં દુનિયાના જંજાળો માં પડેલો રહે છે પણ પ્રભુની હાજરીમાં સ્મરણના લેખોનો સ્વીકાર થાય છે
ਹਰਿ ਸਜਣੁ ਗੁਰੁ ਸੇਵਦਾ ਗੁਰ ਕਰਣੀ ਪਰਧਾਨੁ ॥ ગુરુ સાચો મિત્ર છે પરમાત્માનું સ્મરણ કરાવે છે અને બીજા લોકોને પણ આ જ પ્રેરણા આપે છે ગુરુ જે કહે છે તેવું કરવાથી દરબારમાં સ્વીકાર થાય છે
ਨਾਨਕ ਨਾਮੁ ਨ ਵੀਸਰੈ ਕਰਮਿ ਸਚੈ ਨੀਸਾਣੁ ॥੪॥੧੯॥ હે નાનક! સદાય કાયમ રહેવાવાળા પ્રભુની કૃપાથી જે મનુષ્યના માથાનો ભાગ્ય ખુલી જાય છે તે ક્યારેય પ્રભુના નામ ને નથી ભૂલતો ।।૪।।૧૯।।
ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੧ ॥ શ્રી રાગ મહેલ ૧।।
ਇਕੁ ਤਿਲੁ ਪਿਆਰਾ ਵੀਸਰੈ ਰੋਗੁ ਵਡਾ ਮਨ ਮਾਹਿ ॥ એવા ભાગ્યશાળી લોકો ને જે જરા પણ સમય માટે પ્રીતમ પ્રભુ ને ભૂલી જાય છે તે પણ પોતાના મનમાં મોટો રોગ પેદા થઈ ગયેલો સમજે છે
ਕਿਉ ਦਰਗਹ ਪਤਿ ਪਾਈਐ ਜਾ ਹਰਿ ਨ ਵਸੈ ਮਨ ਮਾਹਿ ॥ જો પરમાત્માનું નામ મનમાં ન વસે તો પરમાત્માના દરબારમાં આદર મળી શકતું નથી
ਗੁਰਿ ਮਿਲਿਐ ਸੁਖੁ ਪਾਈਐ ਅਗਨਿ ਮਰੈ ਗੁਣ ਮਾਹਿ ॥੧॥ જો ગુરુ મળી જાય તો તે પરમાત્માની મહિમાનું દાન આપે છે અને તેને લીધે આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત થાય છે કારણ કે મહિમાની સાથે જોડાવાથી તૃષ્ણા ની આગ ઓલવાઈ જાય છે ।।૧।।
ਮਨ ਰੇ ਅਹਿਨਿਸਿ ਹਰਿ ਗੁਣ ਸਾਰਿ ॥ હે મારા મન! દિવસ-રાત પરમાત્માના ગુણ ને યાદ કરતો રહે
ਜਿਨ ਖਿਨੁ ਪਲੁ ਨਾਮੁ ਨ ਵੀਸਰੈ ਤੇ ਜਨ ਵਿਰਲੇ ਸੰਸਾਰਿ ॥੧॥ ਰਹਾਉ ॥ જગતમાં તે ભાગ્યશાળી મનુષ્ય ઓછા હોય છે જે ને પ્રભુનું નામ ક્ષણ માત્ર પણ નથી ભૂલાતું ।।૧।। વિરામ।।
ਜੋਤੀ ਜੋਤਿ ਮਿਲਾਈਐ ਸੁਰਤੀ ਸੁਰਤਿ ਸੰਜੋਗੁ ॥ જો પ્રભુની જ્યોતિ માં પોતાના જીવાત્માને મેળવી લ્યો તેમાં પોતાનું બધું જ મેળવી દ્યો
ਹਿੰਸਾ ਹਉਮੈ ਗਤੁ ਗਏ ਨਾਹੀ ਸਹਸਾ ਸੋਗੁ ॥ તો કઠોરતા અને અહંકાર દૂર થઈ જાય છે કોઈ પણ ડર અને ચિંતા પણ નથી રહી જતી
ਗੁਰਮੁਖਿ ਜਿਸੁ ਹਰਿ ਮਨਿ ਵਸੈ ਤਿਸੁ ਮੇਲੇ ਗੁਰੁ ਸੰਜੋਗੁ ॥੨॥ ગુરુની શરણમાં પડીને જે મનુષ્ય પોતાના મનમાં પ્રભુની યાદ કરી દે છે ગુરુ તેને પરમાત્માની સાથે મેળાપ કરાવવા નો પૂર્ણ અવસર પ્રદાન કરે છે ।।૨।।
ਕਾਇਆ ਕਾਮਣਿ ਜੇ ਕਰੀ ਭੋਗੇ ਭੋਗਣਹਾਰੁ ॥ જે સ્ત્રી પોતે જ પોતાના પતિના હવાલે પોતાને કરી દે છે તેવી રીતે હું કાયાને સ્ત્રી બનાવીને જ્ઞાનેન્દ્રિય ને પ્રભુને સમર્પિત કરું તો પ્રભુ પતિની સાથે મેળાપ થઈ જાય
ਤਿਸੁ ਸਿਉ ਨੇਹੁ ਨ ਕੀਜਈ ਜੋ ਦੀਸੈ ਚਲਣਹਾਰੁ ॥ આ શરીરથી એટલો મોહ નહીં કરવો જોઈએ આ તો પ્રત્યક્ષ રીતે નાશવાન છે
ਗੁਰਮੁਖਿ ਰਵਹਿ ਸੋਹਾਗਣੀ ਸੋ ਪ੍ਰਭੁ ਸੇਜ ਭਤਾਰੁ ॥੩॥ ગુરુ ની રાહ ઉપર ચાલવા વાળી સ્ત્રીઓ પ્રભુનું સ્મરણ કરે છે અને પ્રભુ તેમના હૃદયની પથારી પર વિરાજમાન થઇ જાય છે ।।૩।।


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top