Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-198

Page 198

ਰੂਪਵੰਤੁ ਸੋ ਚਤੁਰੁ ਸਿਆਣਾ ॥ હે ભાઈ! તે જ મનુષ્ય રૂપવાળો છે, તે જ તીક્ષ્ણ બુદ્ધિવાળો છે, તે જ બુદ્ધિશાળી છે
ਜਿਨਿ ਜਨਿ ਮਾਨਿਆ ਪ੍ਰਭ ਕਾ ਭਾਣਾ ॥੨॥ જે મનુષ્યએ પરમાત્માની રજાને હંમેશા સર માથા પર માનેલ છે ॥૨॥
ਜਗ ਮਹਿ ਆਇਆ ਸੋ ਪਰਵਾਣੁ ॥ હે ભાઈ! પોતાના માલિક પ્રભુને દરેક શરીરમાં વસતો ઓળખ.
ਘਟਿ ਘਟਿ ਅਪਣਾ ਸੁਆਮੀ ਜਾਣੁ ॥੩॥ જે મનુષ્યએ માલિક પ્રભુને દરેક શરીરમાં વસ્તો ઓળખી લીધો છે, તે જ મનુષ્ય જગતમાં આવેલો સફળ છે ॥૩॥
ਕਹੁ ਨਾਨਕ ਜਾ ਕੇ ਪੂਰਨ ਭਾਗ ॥ નાનક કહે છે, જે મનુષ્યના સંપૂર્ણ ભાગ્ય જાગી પડે છે,
ਹਰਿ ਚਰਣੀ ਤਾ ਕਾ ਮਨੁ ਲਾਗ ॥੪॥੯੦॥੧੫੯॥ તેનું મન પરમાત્માના ચરણોમાં લાગેલ રહે છે ॥૪॥૯૦॥૧૫૯॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਹਰਿ ਕੇ ਦਾਸ ਸਿਉ ਸਾਕਤ ਨਹੀ ਸੰਗੁ ॥ હે ભાઈ! પરમાત્માના ભક્તની સાથે માયા-ગ્રસિત મનુષ્યનો જોડ નથી બની શકતો
ਓਹੁ ਬਿਖਈ ਓਸੁ ਰਾਮ ਕੋ ਰੰਗੁ ॥੧॥ ਰਹਾਉ ॥ કારણ કે તે માયા ગ્રસિત મનુષ્ય ઝેરનો પ્રેમાળ હોય છે અને તે ભક્તને પરમાત્માનો પ્રેમ રંગ ચઢાયેલો હોય છે ॥૧॥વિરામ॥
ਮਨ ਅਸਵਾਰ ਜੈਸੇ ਤੁਰੀ ਸੀਗਾਰੀ ॥ હરિના દાસ અને માયા ગ્રસિત મનુષ્યનો સંગ આ રીતે છે જેમ કોઈ અનાડી સવારી માટે સજાવેલી ઘોડી
ਜਿਉ ਕਾਪੁਰਖੁ ਪੁਚਾਰੈ ਨਾਰੀ ॥੧॥ જેમ કોઈ નપુંસક કોઈ સ્ત્રીને પ્રેમ કરે ॥૧॥
ਬੈਲ ਕਉ ਨੇਤ੍ਰਾ ਪਾਇ ਦੁਹਾਵੈ ॥ હે ભાઈ! હરિનો દાસ અને માયા ગ્રસિત મનુષ્યનો મેળ એવો જ છે જેમ કોઈ મનુષ્ય વાછરડું આપીને બળદનુ દૂધ દોહવાની કોશિશ કરવા લાગે.
ਗਊ ਚਰਿ ਸਿੰਘ ਪਾਛੈ ਪਾਵੈ ॥੨॥ અથવા કોઈ મનુષ્ય ગાય પર ચઢીને તેને સિંહની પાછળ દોડાવા લાગે. ॥૨॥
ਗਾਡਰ ਲੇ ਕਾਮਧੇਨੁ ਕਰਿ ਪੂਜੀ ॥ હે ભાઈ! હરિનો ભક્ત અને માયા ગ્રસિત મનુષ્યનો મેળ એવો છે જેમ કોઈ મનુષ્ય ઘેટુ લઈને તેને ગાય સમજીને પૂજવા લાગી જાય,
ਸਉਦੇ ਕਉ ਧਾਵੈ ਬਿਨੁ ਪੂੰਜੀ ॥੩॥ જેમ કોઈ મનુષ્ય વગર પુંજીના સૌદા ખરીદવા ઉઠી દોડે ॥૩॥
ਨਾਨਕ ਰਾਮ ਨਾਮੁ ਜਪਿ ਚੀਤ ॥ હે નાનક! હરિના દાસોની સંગતિમાં ટકીને પરમાત્માનું નામ પોતાના મનમાં સ્મરણ કર.
ਸਿਮਰਿ ਸੁਆਮੀ ਹਰਿ ਸਾ ਮੀਤ ॥੪॥੯੧॥੧੬੦॥ પરમાત્મા જેમ માલિક તેમજ મિત્રનું સ્મરણ કર્યા કરે ॥૪॥૯૧॥૧૬૦॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਸਾ ਮਤਿ ਨਿਰਮਲ ਕਹੀਅਤ ਧੀਰ ॥ હે ભાઈ! તે બુદ્ધિ પવિત્ર કહેવાય છે, ધીરજવાળી કહેવાય છે,
ਰਾਮ ਰਸਾਇਣੁ ਪੀਵਤ ਬੀਰ ॥੧॥ જેનો આશરો લઇને મનુષ્ય બધા રસોથી ઉત્તમ પ્રભુ નામનો રસ પીવે છે ॥૧॥
ਹਰਿ ਕੇ ਚਰਣ ਹਿਰਦੈ ਕਰਿ ਓਟ ॥ હે ભાઈ! પોતાના હૃદયમાં પરમાત્માના ચરણોને આશરો બનાવ.
ਜਨਮ ਮਰਣ ਤੇ ਹੋਵਤ ਛੋਟ ॥੧॥ ਰਹਾਉ ॥ આવું કરવાથી જન્મ મરણના ચક્રથી છુટકારો મળી જાય છે. ॥૧॥વિરામ॥
ਸੋ ਤਨੁ ਨਿਰਮਲੁ ਜਿਤੁ ਉਪਜੈ ਨ ਪਾਪੁ ॥ હે ભાઈ! તે શરીર પવિત્ર છે જેમાં કોઈ પાપ ઉત્પન્ન થતા નથી.
ਰਾਮ ਰੰਗਿ ਨਿਰਮਲ ਪਰਤਾਪੁ ॥੨॥ પરમાત્માના પ્રેમ રંગની કૃપાથી પવિત્ર થયેલ મનુષ્યનો તેજ-પ્રતાપ ચમકે છે ॥૨॥
ਸਾਧਸੰਗਿ ਮਿਟਿ ਜਾਤ ਬਿਕਾਰ ॥ હે ભાઈ! સાધુ-સંગતિ કર્યા કરે સાધુ-સંગતમાં રહેવાથી અંદરથી બધા વિકારો દુર થઈ જાય છે.
ਸਭ ਤੇ ਊਚ ਏਹੋ ਉਪਕਾਰ ॥੩॥ સાધુ-સંગતનો સૌથી ઉત્તમ આ જ ઉપકાર છે ॥૩॥
ਪ੍ਰੇਮ ਭਗਤਿ ਰਾਤੇ ਗੋਪਾਲ ॥ જે મનુષ્ય પરમાત્માની પ્રેમ ભક્તિમાં લાગેલ રહે છે,
ਨਾਨਕ ਜਾਚੈ ਸਾਧ ਰਵਾਲ ॥੪॥੯੨॥੧੬੧॥ નાનક તેના ચરણોની ધૂળ માંગે છે. ॥૪॥૯૨॥૧૬૧॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਐਸੀ ਪ੍ਰੀਤਿ ਗੋਵਿੰਦ ਸਿਉ ਲਾਗੀ ॥ હે ભાઈ! પરમાત્માથી જે મનુષ્યોને આવી પ્રીતિ બને છે. જેનો ઉલ્લેખ અહીં કરી શકાય છે.
ਮੇਲਿ ਲਏ ਪੂਰਨ ਵਡਭਾਗੀ ॥੧॥ ਰਹਾਉ ॥ તે મનુષ્ય ભાગ્યશાળી થઈ જાય છે. તે બધા ગુણોથી ભરપૂર થઈ જાય છે, પરમાત્મા તેને પોતાની સાથે મળાવી લે છે ॥૧॥વિરામ॥
ਭਰਤਾ ਪੇਖਿ ਬਿਗਸੈ ਜਿਉ ਨਾਰੀ ॥ જેમ સ્ત્રી પોતાના પતિને જોઈને ખુશ થાય છે.
ਤਿਉ ਹਰਿ ਜਨੁ ਜੀਵੈ ਨਾਮੁ ਚਿਤਾਰੀ ॥੧॥ તેમ જ હરિનો દાસહરિનું નામ યાદ કરીને આધ્યાત્મિક જીવન પ્રાપ્ત કરે છે ॥૧॥
ਪੂਤ ਪੇਖਿ ਜਿਉ ਜੀਵਤ ਮਾਤਾ ॥ જેમ માં પોતાના પુત્રોને જોઈ-જોઈને જીવે છે,
ਓਤਿ ਪੋਤਿ ਜਨੁ ਹਰਿ ਸਿਉ ਰਾਤਾ ॥੨॥ તેમ જ પરમાત્માનો ભક્ત પરમાત્માની સાથે સમાયેલો રહે છે, ॥૨॥
ਲੋਭੀ ਅਨਦੁ ਕਰੈ ਪੇਖਿ ਧਨਾ ॥ જેમ, હે ભાઈ! લાલચી મનુષ્ય ધન જોઇને આનંદીત થાય છે.
ਜਨ ਚਰਨ ਕਮਲ ਸਿਉ ਲਾਗੋ ਮਨਾ ॥੩॥ તેમ જ પરમાત્માનાં ભક્તનું મન પરમાત્માના સુંદર ચરણોથી લપટાયેલું રહે છે ॥૩॥
ਬਿਸਰੁ ਨਹੀ ਇਕੁ ਤਿਲੁ ਦਾਤਾਰ ॥ ਨਾਨਕ ਕੇ ਪ੍ਰਭ ਪ੍ਰਾਨ ਅਧਾਰ ॥੪॥੯੩॥੧੬੨॥ મને નાનકને એક ક્ષણ જેટલા સમય માટે પણ ના ભૂલ, હે દાતાર! હે નાનકના પ્રાણોના આશરા પ્રભુ! ॥૪॥૯૩॥૧૬૨॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਰਾਮ ਰਸਾਇਣਿ ਜੋ ਜਨ ਗੀਧੇ ॥ હે ભાઈ! જે મનુષ્ય સૌથી શ્રેષ્ઠ હરિ-નામ-રસમાં મસ્ત રહે છે.
ਚਰਨ ਕਮਲ ਪ੍ਰੇਮ ਭਗਤੀ ਬੀਧੇ ॥੧॥ ਰਹਾਉ ॥ તે મનુષ્ય પરમાત્માના સુંદર ચરણોની પ્રેમ-ભક્તિમાં લીન રહે છે. જેમ ભમરો કમળ ફુલમાં અભેદ થઈ જાય છે ॥૧॥વિરામ॥
ਆਨ ਰਸਾ ਦੀਸਹਿ ਸਭਿ ਛਾਰੁ ॥ હે ભાઈ! તે મનુષ્યોને દુનિયાના બીજા બધા રસ પ્રભુ-નામ-રસની સરખામણીમાં રાખ દેખાય છે.
ਨਾਮ ਬਿਨਾ ਨਿਹਫਲ ਸੰਸਾਰ ॥੧॥ પરમાત્માના નામ વગર સંસારના બધા પદાર્થ તેને વ્યર્થ લાગે છે ॥૧॥
ਅੰਧ ਕੂਪ ਤੇ ਕਾਢੇ ਆਪਿ ॥ તેને પરમાત્મા પોતે માયાના મોહના અંધ કુવામાંથી કાઢી લે છે.
ਗੁਣ ਗੋਵਿੰਦ ਅਚਰਜ ਪਰਤਾਪ ॥੨॥ હે ભાઈ! ગોવિંદનાં ગુણ આશ્ચર્યજનક પ્રતાપવાળા છે, જે મનુષ્ય પરમાત્માના ગુણ ગાય છે ॥૨॥
ਵਣਿ ਤ੍ਰਿਣਿ ਤ੍ਰਿਭਵਣਿ ਪੂਰਨ ਗੋਪਾਲ ॥ હે ભાઈ! હરિ-નામ-રસમાં મસ્ત લોકોને સૃષ્ટિના પાલનહાર પ્રભુ, વનમાં, તણખામાં, ત્રણ ભવનીય સંસારમાં વ્યાપક દેખાય છે.
ਬ੍ਰਹਮ ਪਸਾਰੁ ਜੀਅ ਸੰਗਿ ਦਇਆਲ ॥੩॥ તેને આ આખું જગત પરમાત્માનો ફેલાવો દેખાય છે, પરમાત્મા બધા જીવોની આજુબાજુ લાગે છે અને દયાનું ઘર દેખાય છે ॥૩॥
ਕਹੁ ਨਾਨਕ ਸਾ ਕਥਨੀ ਸਾਰੁ ॥ નાનક કહે છે, હે ભાઈ! તું પણ પોતાના હૃદયમાં તે મહિમા સંભાળ,
ਮਾਨਿ ਲੇਤੁ ਜਿਸੁ ਸਿਰਜਨਹਾਰੁ ॥੪॥੯੪॥੧੬੩॥ જે મહિમારૂપી કથનીને વિધાતા પ્રભુ આદર-સત્કાર દે છે ॥૪॥૯૩॥૧૬૨॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਨਿਤਪ੍ਰਤਿ ਨਾਵਣੁ ਰਾਮ ਸਰਿ ਕੀਜੈ ॥ હે ભાઈ! પરમાત્માના નામરૂપી સરોવરમાં હંમેશા જ સ્નાન કરવું જોઈએ,પરમાત્માના નામનો રસ સૌથી શ્રેષ્ઠ રસ છે.
ਝੋਲਿ ਮਹਾ ਰਸੁ ਹਰਿ ਅੰਮ੍ਰਿਤੁ ਪੀਜੈ ॥੧॥ ਰਹਾਉ ॥ આધ્યાત્મિક જીવન દેનાર આ હરિ નામ રસને ખુબ પ્રેમથી પીવો જોઈએ. ॥૧॥વિરામ॥
ਨਿਰਮਲ ਉਦਕੁ ਗੋਵਿੰਦ ਕਾ ਨਾਮ ॥ હે ભાઈ! પરમાત્માનું નામ પવિત્ર જળ છે,
ਮਜਨੁ ਕਰਤ ਪੂਰਨ ਸਭਿ ਕਾਮ ॥੧॥ આ જળમાં સ્નાન કરવાથી બધા હેતુ પુરા થઇ જાય છે. બધી વાસનાઓ સમાપ્ત થઇ જાય છે ॥૧॥


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top