Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-197

Page 197

ਸਗਲ ਦੂਖ ਕਾ ਹੋਇਆ ਨਾਸੁ ॥੨॥ તેના બધા દુઃખોનો નાશ થઈ જાય છે ॥૨॥
ਆਸਾ ਮਾਣੁ ਤਾਣੁ ਧਨੁ ਏਕ ॥ એક પરમાત્માનું નામ જ તે મનુષ્યની આશા બની જાય છે. પ્રભુનું નામ જ તેના માન-તાન અને ધન થઈ જાય છે.
ਸਾਚੇ ਸਾਹ ਕੀ ਮਨ ਮਹਿ ਟੇਕ ॥੩॥ તે મનુષ્યના મનમાં હંમેશા કાયમ રહેનાર શાહ પરમાત્માનો જ સહારો હોય છે ॥૩॥
ਮਹਾ ਗਰੀਬ ਜਨ ਸਾਧ ਅਨਾਥ ॥ નાનક કહે છે, હે ભાઈ! જે ઘણા ગરીબ અને અનાથ લોકો હતા. જ્યારે તે ગુરુના સેવક બની ગયા, ગુરુની શરણ આવી પડ્યા,
ਨਾਨਕ ਪ੍ਰਭਿ ਰਾਖੇ ਦੇ ਹਾਥ ॥੪॥੮੫॥੧੫੪॥ પરમાત્માએ તેને દુઃખો-કષ્ટોથી હાથ દઈને બચાવી લીધા ॥૪॥૮૫॥૧૫૪॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਹਰਿ ਹਰਿ ਨਾਮਿ ਮਜਨੁ ਕਰਿ ਸੂਚੇ ॥ હે ભાઈ! પરમાત્માનું નામ તીર્થમાં સ્નાન કરીને સ્વચ્છ જીવનવાળા બની જાય છે.
ਕੋਟਿ ਗ੍ਰਹਣ ਪੁੰਨ ਫਲ ਮੂਚੇ ॥੧॥ ਰਹਾਉ ॥ નામતીર્થમાં સ્નાન કરવાથી કરોડો ગ્રહણોના સમયે કરેલ દાન-પુણ્યના ફળોથી વધારે ફળ મળે છે ॥૧॥ વિરામ॥
ਹਰਿ ਕੇ ਚਰਣ ਰਿਦੇ ਮਹਿ ਬਸੇ ॥ હે ભાઈ! જે મનુષ્યના હૃદયમાં પરમાત્માનાં ચરણો વસી જાય,
ਜਨਮ ਜਨਮ ਕੇ ਕਿਲਵਿਖ ਨਸੇ ॥੧॥ તેના અનેક જન્મોના કરેલા પાપ નાશ થઇ જાય છે ॥૧॥
ਸਾਧਸੰਗਿ ਕੀਰਤਨ ਫਲੁ ਪਾਇਆ ॥ હે ભાઈ! જે મનુષ્યએ સાધુ-સંગતમાં ટકીને પરમાત્માની મહિમાનાં ફળ પ્રાપ્ત કરી લીધા
ਜਮ ਕਾ ਮਾਰਗੁ ਦ੍ਰਿਸਟਿ ਨ ਆਇਆ ॥੨॥ યમરાજનો રસ્તો તેને નજર પણ નથી પડતો. આધ્યાત્મિક મૃત્યુ તેની ક્યાંય નજીક પણ નથી ભટકતી ॥૨॥
ਮਨ ਬਚ ਕ੍ਰਮ ਗੋਵਿੰਦ ਅਧਾਰੁ ॥ હે ભાઈ! જે મનુષ્યએ પોતાના મનનો પોતાની બોલીનો પોતાના કામોનો આશરો પરમાત્માના નામને બનાવી લીધો,
ਤਾ ਤੇ ਛੁਟਿਓ ਬਿਖੁ ਸੰਸਾਰੁ ॥੩॥ તેનાથી સંસારનો મોહ દૂર હટી ગયો, તેનાથી વિકારોનું તે ઝેર ઉપર રહી ગયુ, જે મનુષ્યના આધ્યાત્મિક જીવનને મારી દે છે ॥૩॥
ਕਰਿ ਕਿਰਪਾ ਪ੍ਰਭਿ ਕੀਨੋ ਅਪਨਾ ॥ હે નાનક! કૃપા કરીને પ્રભુએ જે મનુષ્યને પોતાનો બનાવી લીધો.
ਨਾਨਕ ਜਾਪੁ ਜਪੇ ਹਰਿ ਜਪਨਾ ॥੪॥੮੬॥੧੫੫॥ તે મનુષ્ય હંમેશા પ્રભુનો જાપ જપે છે પ્રભુના ભજન કરે છે ॥૪॥૮૬॥૧૫૫॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਪਉ ਸਰਣਾਈ ਜਿਨਿ ਹਰਿ ਜਾਤੇ ॥ હે ભાઈ! જે મનુષ્યએ પરમાત્માની સાથે જાણ-પહેચાન બનાવી લીધી છે તેના જ શરણે પડી રહે,
ਮਨੁ ਤਨੁ ਸੀਤਲੁ ਚਰਣ ਹਰਿ ਰਾਤੇ ॥੧॥ કારણ કે પ્રભુ-ચરણોમાં પ્રેમ નાખીને મન શાંત થઈ જાય છે, શરીર શાંત થઈ જાય છે ॥૧॥
ਭੈ ਭੰਜਨ ਪ੍ਰਭ ਮਨਿ ਨ ਬਸਾਹੀ ॥ હે ભાઈ! જે મનુષ્ય બધા ડરોનો નાશ કરનાર પ્રભુને પોતાના મનમાં નથી વસાવતો.
ਡਰਪਤ ਡਰਪਤ ਜਨਮ ਬਹੁਤੁ ਜਾਹੀ ॥੧॥ ਰਹਾਉ ॥ તેના અનેક જન્મ આ ડરોથી ધ્રૂજતા જ વીતી જાય છે ॥૧॥વિરામ॥
ਜਾ ਕੈ ਰਿਦੈ ਬਸਿਓ ਹਰਿ ਨਾਮ ॥ હે ભાઈ! જે મનુષ્યના હૃદયમાં પરમાત્માનું નામ વસી જાય છે.
ਸਗਲ ਮਨੋਰਥ ਤਾ ਕੇ ਪੂਰਨ ਕਾਮ ॥੨॥ તેના બધા કામ બધા હેતુ સફળ થઇ જાય છે ॥૨॥
ਜਨਮੁ ਜਰਾ ਮਿਰਤੁ ਜਿਸੁ ਵਾਸਿ ॥ હે ભાઈ! અમારું જીવવું, અમારી વૃધાવસ્થા અને અમારું મૃત્યુ જે પરમાત્માના હાથમાં છે,
ਸੋ ਸਮਰਥੁ ਸਿਮਰਿ ਸਾਸਿ ਗਿਰਾਸਿ ॥੩॥ તે બધી તાક્તોના માલિક પ્રભુને દરેક શ્વાસની સાથે અને દરેક ગ્રાસ સાથે સ્મરણ કરતો રહે ॥૩॥
ਮੀਤੁ ਸਾਜਨੁ ਸਖਾ ਪ੍ਰਭੁ ਏਕ ॥ હે ભાઈ! એક પરમાત્મા જ અમારો જીવોનો મિત્ર છે સજ્જન છે, સાથી છે.
ਨਾਮੁ ਸੁਆਮੀ ਕਾ ਨਾਨਕ ਟੇਕ ॥੪॥੮੭॥੧੫੬॥ હે નાનક તે માલિક પ્રભુનું નામ જ અમારા જીવનનો સહારો છે ॥૪॥૮૭॥૧૫૬॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਬਾਹਰਿ ਰਾਖਿਓ ਰਿਦੈ ਸਮਾਲਿ ॥ હે ભાઈ! જગતથી કાર્ય-વ્યવહાર કરતા સંતોએ ગોવિંદને પોતાના હૃદયમાં સંભાળીને રાખેલ હોય છે.
ਘਰਿ ਆਏ ਗੋਵਿੰਦੁ ਲੈ ਨਾਲਿ ॥੧॥ ગોવિંદને સંત જન પોતાના હૃદય ઘરમાં હંમેશા પોતાની સાથે રાખે છે ॥૧॥
ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਸੰਤਨ ਕੈ ਸੰਗਿ ॥ હે ભાઈ! પરમાત્માનું નામ હંમેશા સંત જનના હ્રદયમાં વસે છે.
ਮਨੁ ਤਨੁ ਰਾਤਾ ਰਾਮ ਕੈ ਰੰਗਿ ॥੧॥ ਰਹਾਉ ॥ પરમાત્માના પ્રેમ રંગમાં સંત જનોનું મન રંગાયેલ રહે છે, શરીર રંગાયેલ રહે છે ॥૧॥વિરામ॥
ਗੁਰ ਪਰਸਾਦੀ ਸਾਗਰੁ ਤਰਿਆ ॥ હે ભાઈ! ગુરુની કૃપાથી પરમાત્માનું નામ હૃદયમાં સંભાળીને સંત જન સંસાર સમુદ્રથી પાર થઈ જાય છે,
ਜਨਮ ਜਨਮ ਕੇ ਕਿਲਵਿਖ ਸਭਿ ਹਿਰਿਆ ॥੨॥ અને અનેક જન્મોના પહેલા કરેલ બધા પાપ દુર કરી લે છે ॥૨॥
ਸੋਭਾ ਸੁਰਤਿ ਨਾਮਿ ਭਗਵੰਤੁ ॥ જે મનુષ્ય ગુરુનો ઉપદેશ હૃદયમાં વસાવે છે, તે ભાગ્યશાળી થઈ જાય છે. તે લોક પરલોકમાં ઉદારતા કમાય છે. તેનું ધ્યાન પ્રભુના નામમાં જોડાય છે.
ਪੂਰੇ ਗੁਰ ਕਾ ਨਿਰਮਲ ਮੰਤੁ ॥੩॥ હે ભાઈ! તું પણ સંપૂર્ણ ગુરુનો ઉપદેશ પોતાના હ્રદયમાં વસાવ.॥૩॥
ਚਰਣ ਕਮਲ ਹਿਰਦੇ ਮਹਿ ਜਾਪੁ ॥ હે ભાઈ! તું પણ પરમાત્માના સુંદર ચરણ પોતાના હૃદયમાં જપતો રહે.
ਨਾਨਕੁ ਪੇਖਿ ਜੀਵੈ ਪਰਤਾਪੁ ॥੪॥੮੮॥੧੫੭॥ નાનક તે પરમાત્માનો પ્રતાપ જોઈને આધ્યાત્મિક જીવન પ્રાપ્ત કરે છે ॥૪॥૮૮॥૧૫૭॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਧੰਨੁ ਇਹੁ ਥਾਨੁ ਗੋਵਿੰਦ ਗੁਣ ਗਾਏ ॥ હે ભાઈ! ગોવિંદના ગુણ ગાવાથી મનુષ્યનું આ હ્રદય-સ્થળ ભાગ્યશાળી બની જાય છે,
ਕੁਸਲ ਖੇਮ ਪ੍ਰਭਿ ਆਪਿ ਬਸਾਏ ॥੧॥ ਰਹਾਉ ॥ કારણ કે જે હૃદયમાં પ્રભુની મહિમા આવી વસે, તેમાં પ્રભુએ પોતે સુખ, બધા આનંદ લઈ વસાવ્યા ॥૧॥ વિરામ॥
ਬਿਪਤਿ ਤਹਾ ਜਹਾ ਹਰਿ ਸਿਮਰਨੁ ਨਾਹੀ ॥ હે ભાઈ! સમસ્યા હંમેશા તે હૃદયમાં વીતતી રહે છે. જેમાં પરમાત્માના નામનું સ્મરણ નથી
ਕੋਟਿ ਅਨੰਦ ਜਹ ਹਰਿ ਗੁਨ ਗਾਹੀ ॥੧॥ જે હૃદયમાં પરમાત્માના ગુણ ગાવામાં આવે છે. ત્યાં કરોડો જ આનંદ છે. ॥૧॥
ਹਰਿ ਬਿਸਰਿਐ ਦੁਖ ਰੋਗ ਘਨੇਰੇ ॥ હે ભાઈ! જો મનુષ્યને પરમાત્માનું નામ ભુલાઈ જાય, તો તેને અનેક દુઃખ, અનેક રોગ આવી ઘેરે છે.
ਪ੍ਰਭ ਸੇਵਾ ਜਮੁ ਲਗੈ ਨ ਨੇਰੇ ॥੨॥ પરંતુ પરમાત્માની સેવા-ભક્તિ કરવાથી યમરાજ ભય નજીક નથી ભટક્તો આધ્યાત્મિક મૃત્યુ નથી આવતું. ॥૨॥
ਸੋ ਵਡਭਾਗੀ ਨਿਹਚਲ ਥਾਨੁ ॥ હે ભાઈ! તે હૃદય-સ્થળ ભાગ્યશાળી છે. તે હૃદય હંમેશા સ્થિર રહે છે,
ਜਹ ਜਪੀਐ ਪ੍ਰਭ ਕੇਵਲ ਨਾਮੁ ॥੩॥ જેમાં પરમાત્માનું નામ જ જપવામાં આવે છે ॥૩॥
ਜਹ ਜਾਈਐ ਤਹ ਨਾਲਿ ਮੇਰਾ ਸੁਆਮੀ ॥ હે ભાઈ! હવે હું જ્યાં જાવ છું. ત્યાં મારો માલિક-પ્રભુ મને પોતાની સાથે દેખાઈ દે છે
ਨਾਨਕ ਕਉ ਮਿਲਿਆ ਅੰਤਰਜਾਮੀ ॥੪॥੮੯॥੧੫੮॥ બધા હૃદયનો જાણનાર પ્રભુ પોતાની કૃપાથી નાનકને મળી ગયો છે ॥૪॥૮૯॥૧૫૮॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਜੋ ਪ੍ਰਾਣੀ ਗੋਵਿੰਦੁ ਧਿਆਵੈ ॥ જે મનુષ્ય ગોવિંદ પ્રભુને પોતાના હૃદયમાં યાદ કરતો રહે છે,
ਪੜਿਆ ਅਣਪੜਿਆ ਪਰਮ ਗਤਿ ਪਾਵੈ ॥੧॥ તે ભલે વિદ્વાન હોય અથવા વિદ્યા હીન, તે સૌથી ઊંચી આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરી લે છે ॥૧॥
ਸਾਧੂ ਸੰਗਿ ਸਿਮਰਿ ਗੋਪਾਲ ॥ હે ભાઈ! ગુરુની સંગતિમાં રહીને સૃષ્ટિના પાલનહાર પ્રભુના નામનું સ્મરણ કર.
ਬਿਨੁ ਨਾਵੈ ਝੂਠਾ ਧਨੁ ਮਾਲੁ ॥੧॥ ਰਹਾਉ ॥ પ્રભુના નામ વગર બીજું કોઈ ધન અને કોઈ વસ્તુ પાક્કો સાથ નિભાવનાર નથી ॥૧॥વિરામ॥
error: Content is protected !!
Scroll to Top
https://s2pbio.fkip.uns.ac.id/stats/demoslot/ https://s2pbio.fkip.uns.ac.id/wp-content/plugins/sbo/ https://ijwem.ulm.ac.id/pages/demo/ situs slot gacor https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://mesin-dev.ft.unesa.ac.id/mesin/demo-slot/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/ https://kemahasiswaan.unand.ac.id/plugins/actionlog/ https://bappelitbangda.bangkatengahkab.go.id/storage/images/x-demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://s2pbio.fkip.uns.ac.id/stats/demoslot/ https://s2pbio.fkip.uns.ac.id/wp-content/plugins/sbo/ https://ijwem.ulm.ac.id/pages/demo/ situs slot gacor https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://mesin-dev.ft.unesa.ac.id/mesin/demo-slot/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/ https://kemahasiswaan.unand.ac.id/plugins/actionlog/ https://bappelitbangda.bangkatengahkab.go.id/storage/images/x-demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/