Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-195

Page 195

ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਜਿਸ ਕਾ ਦੀਆ ਪੈਨੈ ਖਾਇ ॥ જે પરમાત્માનું દીધેલ અન્ન મનુષ્ય ખાય છે. દીધેલા કપડાં મનુષ્ય પહેરે છે
ਤਿਸੁ ਸਿਉ ਆਲਸੁ ਕਿਉ ਬਨੈ ਮਾਇ ॥੧॥ હે માં! તેની યાદમાં આળસ કરવું કોઈ રીતે શોભા નથી દેતું ॥૧॥
ਖਸਮੁ ਬਿਸਾਰਿ ਆਨ ਕੰਮਿ ਲਾਗਹਿ ॥ હે ભાઈ! જે મનુષ્ય માલિક પ્રભુની યાદ ભુલાવીને અન્ય કામોમાં ગૂંચવાયેલા રહે છે.
ਕਉਡੀ ਬਦਲੇ ਰਤਨੁ ਤਿਆਗਹਿ ॥੧॥ ਰਹਾਉ ॥ તે નકારી માયાના બદલામાં પોતાનો કીમતી મનુષ્ય જન્મ ગુમાવી લે છ. તે રત્ન તો ફેંકી દયે છે. પરંતુ કોડીને સંભાળે છે ॥૧॥વિરામ॥
ਪ੍ਰਭੂ ਤਿਆਗਿ ਲਾਗਤ ਅਨ ਲੋਭਾ ॥ હે ભાઈ! પરમાત્માને છોડીને બીજા પદાર્થોના લોભ વશ થઈને
ਦਾਸਿ ਸਲਾਮੁ ਕਰਤ ਕਤ ਸੋਭਾ ॥੨॥ પરમાત્માની દાસી માયાને સલામ કરવાથી ક્યાંય શોભા મળી શકતી નથી ॥૨॥
ਅੰਮ੍ਰਿਤ ਰਸੁ ਖਾਵਹਿ ਖਾਨ ਪਾਨ ॥ હે ભાઈ! કૂતરાના સ્વભાવવાળા મનુષ્ય સ્વાદિષ્ટ ભોજન ખાય છે. સારું-સારું ભોજન ખાય છે. પીવાવાળી વસ્તુ પીવે છે.
ਜਿਨਿ ਦੀਏ ਤਿਸਹਿ ਨ ਜਾਨਹਿ ਸੁਆਨ ॥੩॥ પરંતુ જે પરમાત્માએ આ બધા પદાર્થ દીધા છે તેને જાણતા- ઓળખતા પણ નથી ॥૩॥
ਕਹੁ ਨਾਨਕ ਹਮ ਲੂਣ ਹਰਾਮੀ ॥ નાનક કહે છે, હે પ્રભુ! અમે જીવના આભારી છીએ.
ਬਖਸਿ ਲੇਹੁ ਪ੍ਰਭ ਅੰਤਰਜਾਮੀ ॥੪॥੭੬॥੧੪੫॥ હે જીવોનાં દિલની જાણવાવાળા પ્રભુ! અમને બક્ષી લે ॥૪॥૭૬॥૧૪૫॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਪ੍ਰਭ ਕੇ ਚਰਨ ਮਨ ਮਾਹਿ ਧਿਆਨੁ ॥ હે બંધુ! પોતાના મનમાં પ્રભુ-ચરણોનું ધ્યાન ધર.
ਸਗਲ ਤੀਰਥ ਮਜਨ ਇਸਨਾਨੁ ॥੧॥ પ્રભુ-ચરણોનું ધ્યાન જ બધા તીર્થોનાં સ્નાન છે ॥૧॥
ਹਰਿ ਦਿਨੁ ਹਰਿ ਸਿਮਰਨੁ ਮੇਰੇ ਭਾਈ ॥ હે ભાઈ! આખો દિવસ હંમેશા પરમાત્માનું સ્મરણ કર્યા કર.
ਕੋਟਿ ਜਨਮ ਕੀ ਮਲੁ ਲਹਿ ਜਾਈ ॥੧॥ ਰਹਾਉ ॥ જે મનુષ્ય પરમાત્માનું સ્મરણ કરે છે તેના કરોડો જન્મોના વિકારોની ગંદકી ઉતરી જાય છે ॥૧॥વિરામ॥
ਹਰਿ ਕੀ ਕਥਾ ਰਿਦ ਮਾਹਿ ਬਸਾਈ ॥ હે ભાઈ! જે મનુષ્ય પરમાત્માની મહિમા પોતાના હૃદયમાં વસાવે છે.
ਮਨ ਬਾਂਛਤ ਸਗਲੇ ਫਲ ਪਾਈ ॥੨॥ તે બધા મન-ઇચ્છિત ફળ પ્રાપ્ત કરી લે છે ॥૨॥
ਜੀਵਨ ਮਰਣੁ ਜਨਮੁ ਪਰਵਾਨੁ ॥ જન્મથી લઈને મૃત્યુ સુધી તે મનુષ્યનું આખું જીવન પ્રભુની હાજરીમાં સ્વીકાર થઇ જાય છે
ਜਾ ਕੈ ਰਿਦੈ ਵਸੈ ਭਗਵਾਨੁ ॥੩॥ હે ભાઈ! જે મનુષ્યના હૃદયમાં ભગવાન આવી વસે છે ॥૩॥
ਕਹੁ ਨਾਨਕ ਸੇਈ ਜਨ ਪੂਰੇ ॥ હે નાનક! તે જ મનુષ્ય સાચા જીવનવાળા બને છે
ਜਿਨਾ ਪਰਾਪਤਿ ਸਾਧੂ ਧੂਰੇ ॥੪॥੭੭॥੧੪੬॥ જેને ગુરુની ચરણોની ધૂળ મળી જાય છે. ॥૪॥૭૭॥૧૪૬॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਖਾਦਾ ਪੈਨਦਾ ਮੂਕਰਿ ਪਾਇ ॥ હે ભાઈ! જે મનુષ્ય પરમાત્માનું બક્ષેલું દાન ખાતો રહે છે પહેરતો રહે છે અને તે વાતોને નથી માનતો કે આ બધું પરમાત્માનું દીધેલુ છે.
ਤਿਸ ਨੋ ਜੋਹਹਿ ਦੂਤ ਧਰਮਰਾਇ ॥੧॥ તે મનુષ્યને ધર્મરાજનો દુત પોતાના અવલોકનમાં રાખે છે ॥૧॥
ਤਿਸੁ ਸਿਉ ਬੇਮੁਖੁ ਜਿਨਿ ਜੀਉ ਪਿੰਡੁ ਦੀਨਾ ॥ હે ભાઈ! તું તે પરમાત્માની યાદથી મુખ વાળીને બેઠો છે, જેને તને જીવાત્મા દીધી, જેણે તને શરીર દીધું.
ਕੋਟਿ ਜਨਮ ਭਰਮਹਿ ਬਹੁ ਜੂਨਾ ॥੧॥ ਰਹਾਉ ॥ યાદ રાખ, અહીંથી ગુમાવીને કરોડો જન્મોમાં અનેક યોનિઓમાં ભટકતો ફરીશ ॥૧॥વિરામ॥
ਸਾਕਤ ਕੀ ਐਸੀ ਹੈ ਰੀਤਿ ॥ હે ભાઈ! માયા ગ્રસિત મનુષ્યની જીવન મર્યાદા જ એવી જ છે.
ਜੋ ਕਿਛੁ ਕਰੈ ਸਗਲ ਬਿਪਰੀਤਿ ॥੨॥ કે તે જે કાંઈ કરે છે બધું મૂર્ખતાનું કામ જ કરે છે. ॥૨॥
ਜੀਉ ਪ੍ਰਾਣ ਜਿਨਿ ਮਨੁ ਤਨੁ ਧਾਰਿਆ ॥ ਸੋਈ ਠਾਕੁਰੁ ਮਨਹੁ ਬਿਸਾਰਿਆ ॥੩॥ હે ભાઈ! જે પરમાત્માએ જીવની જીવાત્માને, મનને, શરીરને પોતાની જ્યોતિનો સહારો દીધેલ છે. તે પાલનહાર પ્રભુને સત્ય મનુષ્ય પોતાના મનથી ભુલાવી રાખે છે. ॥૩॥
ਬਧੇ ਬਿਕਾਰ ਲਿਖੇ ਬਹੁ ਕਾਗਰ ॥ આ રીતે હે બંધુ! તે સત્યના એટલા વિકાર વધી જાય છે કે તેના ખરાબ લેખોના અનેક પાના જ લખાય જાય છે.
ਨਾਨਕ ਉਧਰੁ ਕ੍ਰਿਪਾ ਸੁਖ ਸਾਗਰ ॥੪॥ હે નાનક! પ્રભુ ઓટલા પર પ્રાર્થના કર અને બોલ, હે દયાના સમુદ્ર! તું પોતે અમને જીવોને વિકારોથી બચાવી રાખ ॥૪॥
ਪਾਰਬ੍ਰਹਮ ਤੇਰੀ ਸਰਣਾਇ ॥ હે પરબ્રહ્મ પ્રભુ! જે મનુષ્ય તારી કૃપાથી તારા શરણે આવે છે,
ਬੰਧਨ ਕਾਟਿ ਤਰੈ ਹਰਿ ਨਾਇ ॥੧॥ ਰਹਾਉ ਦੂਜਾ ॥੭੮॥੧੪੭॥ તે તારા હરિ-નામની કૃપાથી પોતાના માયાના બંધન કાપીને સંસાર સમુદ્રથી પાર પડી જાય છે ॥૧॥ વિરામ બીજો. ॥૭૮॥૧૪૭॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਅਪਨੇ ਲੋਭ ਕਉ ਕੀਨੋ ਮੀਤੁ ॥ હે ભાઈ! જુઓ ગોવિંદની ઉદારતા ભલે કોઈ મનુષ્ય પોતાની કોઈ લાલચ માટે તેને મિત્ર બનાવે છે
ਸਗਲ ਮਨੋਰਥ ਮੁਕਤਿ ਪਦੁ ਦੀਤੁ ॥੧॥ તો પણ તે એના બધા હેતુ પૂરા કરી દે છે જ્યાં કોઈ ઈચ્છા ભટકી શકતી નથી ॥૧॥
ਐਸਾ ਮੀਤੁ ਕਰਹੁ ਸਭੁ ਕੋਇ ॥ હે ભાઈ! દરેક મનુષ્ય એવા પ્રભુને મિત્ર બનાવે.
ਜਾ ਤੇ ਬਿਰਥਾ ਕੋਇ ਨ ਹੋਇ ॥੧॥ ਰਹਾਉ ॥ જેના ઓટલાથી કોઈ ખાલી નથી જતું ॥૧॥વિરામ॥
ਅਪੁਨੈ ਸੁਆਇ ਰਿਦੈ ਲੈ ਧਾਰਿਆ ॥ જે મનુષ્યએ તે ગોવિંદને પોતાના સ્વાર્થ માટે પણ પોતાના હૃદયમાં લાવી ટકાવ્યાં છે.
ਦੂਖ ਦਰਦ ਰੋਗ ਸਗਲ ਬਿਦਾਰਿਆ ॥੨॥ ગોવિંદે તેના બધા દુઃખ-દર્દ બધા રોગ દૂર કરી દીધા છે. ॥૨॥
ਰਸਨਾ ਗੀਧੀ ਬੋਲਤ ਰਾਮ ॥ હે ભાઈ! જે મનુષ્યની જીભ ગોવિંદનું નામ ઉચ્ચારવાની તમન્નાએ રાખે છે.
ਪੂਰਨ ਹੋਏ ਸਗਲੇ ਕਾਮ ॥੩॥ તેના બધા હેતુ પુરા થઈ જાય છે ॥૩॥
ਅਨਿਕ ਬਾਰ ਨਾਨਕ ਬਲਿਹਾਰਾ ॥ હે નાનક! અમે પોતાના ગોવિંદથી અનેક વખત કુરબાન જઈએ છીએ.
ਸਫਲ ਦਰਸਨੁ ਗੋਬਿੰਦੁ ਹਮਾਰਾ ॥੪॥੭੯॥੧੪੮॥ અમારો ગોવિંદ એવો છે કે તેના દર્શન બધા ફળ દે છે ॥૪॥૭૯॥૧૪૮॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਕੋਟਿ ਬਿਘਨ ਹਿਰੇ ਖਿਨ ਮਾਹਿ ॥ તેના જીવનની રાહમાં આવનારી કરોડો રુકાવટ એક ક્ષણમાં નાશ થઇ જાય છે
ਹਰਿ ਹਰਿ ਕਥਾ ਸਾਧਸੰਗਿ ਸੁਨਾਹਿ ॥੧॥ હે ભાઈ! જે મનુષ્ય સાધુ-સંગતમાં ટકીને પરમાત્માની મહિમા સાંભળે છે. ॥૧॥
ਪੀਵਤ ਰਾਮ ਰਸੁ ਅੰਮ੍ਰਿਤ ਗੁਣ ਜਾਸੁ ॥ હે ભાઈ! પરમાત્માનું નામ રસ પીતી વખતે પરમાત્માના આધ્યાત્મિક જીવન દેનાર ગુણોનો જસ ગાતા,
ਜਪਿ ਹਰਿ ਚਰਣ ਮਿਟੀ ਖੁਧਿ ਤਾਸੁ ॥੧॥ ਰਹਾਉ ॥ પરમાત્માનાં ચરણો જપીને માયાની ભૂખ મટી જાય છે. ॥૧॥વિરામ॥
ਸਰਬ ਕਲਿਆਣ ਸੁਖ ਸਹਜ ਨਿਧਾਨ ॥ તેને બધા સુખોનાં ખજાના તેમજ આધ્યાત્મિક સ્થિરતાનો આનંદ પ્રાપ્ત થઈ જાય છે
ਜਾ ਕੈ ਰਿਦੈ ਵਸਹਿ ਭਗਵਾਨ ॥੨॥ હે ભગવાન! જે મનુષ્યના હૃદયમાં તું વસી જાય છે. ॥૨
error: Content is protected !!
Scroll to Top
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/