Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-194

Page 194

ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਕਰੈ ਦੁਹਕਰਮ ਦਿਖਾਵੈ ਹੋਰੁ ॥ પરંતુ, જે સ્મરણ-હીન મનુષ્ય રામને સર્વ-વ્યાપક નથી લાગતો. તે અંદર છુપાઈને ખરાબ કર્મ કમાય છે. બહાર જગતને પોતાના જીવનનો બીજો પક્ષ દેખાડે છે.
ਰਾਮ ਕੀ ਦਰਗਹ ਬਾਧਾ ਚੋਰੁ ॥੧॥ જેમ ચોર ચોરીમાં રંગેલ હાથો પકડાઈ જાય છે અને ફસાઈ જાય છે તેમ જ તે પરમાત્માના દરબારમાં ચોરની જેમ બંધાઈ જાય છે ॥૧॥
ਰਾਮੁ ਰਮੈ ਸੋਈ ਰਾਮਾਣਾ ॥ હે ભાઈ! તે જ મનુષ્ય રામનો સેવક મનાય છે, જે રામને સ્મરણ કરે છે.
ਜਲਿ ਥਲਿ ਮਹੀਅਲਿ ਏਕੁ ਸਮਾਣਾ ॥੧॥ ਰਹਾਉ ॥ તે મનુષ્યને નિશ્ચય થઇ જાય છે કે રામ જળમાં, ધરતીમાં, આકાશમાં દરેક જગ્યાએ વ્યાપક છે ॥૧॥વિરામ॥
ਅੰਤਰਿ ਬਿਖੁ ਮੁਖਿ ਅੰਮ੍ਰਿਤੁ ਸੁਣਾਵੈ ॥ સ્મરણ-હીન રહીને પરમાત્માને દરેક જગ્યાએ ન વસતો જાણનાર મનુષ્ય પોતાના મુખથી લોકોને આધ્યાત્મિક જીવન દેનાર ઉપદેશ સંભળાવે છે. પરંતુ તેની અંદર વિકારોનું ઝેર છે.
ਜਮ ਪੁਰਿ ਬਾਧਾ ਚੋਟਾ ਖਾਵੈ ॥੨॥ જેને તેના પોતાના આધ્યાત્મિક જીવનને મારી દીધું છે, એવો મનુષ્ય યમરાજના શહેરમાં બંધાયેલ ઇજાઓ ખાય છે, આધ્યાત્મિક મૃત્યુના વશમાં પડેલ અનેક વિકારોની ઇજાઓ સહે છે ॥૨॥
ਅਨਿਕ ਪੜਦੇ ਮਹਿ ਕਮਾਵੈ ਵਿਕਾਰ ॥ સ્મરણ-હીન મનુષ્ય પરમાત્માને આજુબાજુના જાણતો અનેક પદાર્થો પાછળ લોકોથી છુપાવીને વિકાર કર્મ કમાય છે.
ਖਿਨ ਮਹਿ ਪ੍ਰਗਟ ਹੋਹਿ ਸੰਸਾਰ ॥੩॥ પરંતુ તેના કુકર્મ જગતની અંદર એક ક્ષણમાં જ પ્રગટ થઈ જાય છે ॥૩॥
ਅੰਤਰਿ ਸਾਚਿ ਨਾਮਿ ਰਸਿ ਰਾਤਾ ॥ જે મનુષ્ય પોતાની અંદર હંમેશા સ્થિર હરિ નામમાં જોડાયેલ રહે છે. પરમાત્માના પ્રેમ-રસમાં પલળેલ રહે છે.
ਨਾਨਕ ਤਿਸੁ ਕਿਰਪਾਲੁ ਬਿਧਾਤਾ ॥੪॥੭੧॥੧੪੦॥ હે નાનક! વિધાતા પ્રભુ તેના પર દયાવાન થાય છે. ॥૪॥૭૧॥૧૪૦॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਰਾਮ ਰੰਗੁ ਕਦੇ ਉਤਰਿ ਨ ਜਾਇ ॥ હે ભાઈ! પરમાત્માના પ્રેમનો રંગ જો કોઈ ભાગ્યશાળીના મન પર ચઢી જાય
ਗੁਰੁ ਪੂਰਾ ਜਿਸੁ ਦੇਇ ਬੁਝਾਇ ॥੧॥ તો પછી ક્યારેય તે મનથી ઉતરતો નથી, દૂર થતો નથી ॥૧॥
ਹਰਿ ਰੰਗਿ ਰਾਤਾ ਸੋ ਮਨੁ ਸਾਚਾ ॥ જે મન પરમાત્માના પ્રેમ-રંગમાં રંગાઈ જાય છે, તેના પર માયાનો કોઈ બીજો રંગ અસર નથી મૂકી શકતો,
ਲਾਲ ਰੰਗ ਪੂਰਨ ਪੁਰਖੁ ਬਿਧਾਤਾ ॥੧॥ ਰਹਾਉ ॥ તે જાણે ગાઢ લાલ રંગવાળો થઈ જાય છે. તે સર્વ-વ્યાપક વિધાતાનું રૂપ થઈજાય છે ॥૧॥વિરામ॥
ਸੰਤਹ ਸੰਗਿ ਬੈਸਿ ਗੁਨ ਗਾਇ ॥ હે ભાઈ! જે મનુષ્ય સંતોની સંગતિમાં બેસીને પરમાત્માના ગુણ ગાય છે, મહિમા કરે છે.
ਤਾ ਕਾ ਰੰਗੁ ਨ ਉਤਰੈ ਜਾਇ ॥੨॥ તેના મનને પરમાત્માના પ્રેમનો રંગ ચઢી જાય છે અને તેનો તે રંગ ક્યારેય ઉતરતો નથી ॥૨॥
ਬਿਨੁ ਹਰਿ ਸਿਮਰਨ ਸੁਖੁ ਨਹੀ ਪਾਇਆ ॥ હે ભાઈ! પરમાત્માનું નામ સ્મરણ કર્યા વગર ક્યારેય કોઈએ આધ્યાત્મિક આનંદ નથી મેળવ્યો.
ਆਨ ਰੰਗ ਫੀਕੇ ਸਭ ਮਾਇਆ ॥੩॥ હે ભાઈ! માયાના સ્વાદોના અન્ય બધા રંગ ઉતરી જાય છે, માયાના સ્વાદોથી મળનાર સુખ હોય છે ॥૩॥
ਗੁਰਿ ਰੰਗੇ ਸੇ ਭਏ ਨਿਹਾਲ ॥ જેને ગુરુએ પરમાત્માના પ્રેમ રંગમાં રંગી દીધા છે, તે હંમેશા ખીલેલ જીવનવાળા રહે છે.
ਕਹੁ ਨਾਨਕ ਗੁਰ ਭਏ ਹੈ ਦਇਆਲ ॥੪॥੭੨॥੧੪੧॥ નાનક કહે છે, જેના પર સતગુરુ દયાવાન થાય છે ॥૪॥૭૨॥૧૪૧॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਸਿਮਰਤ ਸੁਆਮੀ ਕਿਲਵਿਖ ਨਾਸੇ ॥ હે ભાઈ! માલિક-પ્રભુનું નામ સ્મરણ કરતાં કરતાં પરમાત્માના સેવકોના બધા પાપ નાશ થઈ જાય છે.
ਸੂਖ ਸਹਜ ਆਨੰਦ ਨਿਵਾਸੇ ॥੧॥ તેની અંદર આધ્યાત્મિક સ્થિરતાના સુખોનાં આનંદોનું નિવાસ બની રહે છે ॥૧॥
ਰਾਮ ਜਨਾ ਕਉ ਰਾਮ ਭਰੋਸਾ ॥ હે ભાઈ! પરમાત્માના સેવકોને દરેક વખતે પરમાત્માની સહાયતાનો ભરોસો બની રહે છે,
ਨਾਮੁ ਜਪਤ ਸਭੁ ਮਿਟਿਓ ਅੰਦੇਸਾ ॥੧॥ ਰਹਾਉ ॥ આ માટે પરમાત્માનું નામ જપતાં તેની અંદરથી દરેક ફિકર મટેલી રહે છે ॥૧॥વિરામ॥
ਸਾਧਸੰਗਿ ਕਛੁ ਭਉ ਨ ਭਰਾਤੀ ॥ હે ભાઈ! સાધુ-સંગતમાં રહેવાને કારણે પરમાત્માના સેવકોને કોઈ ડર સ્પર્શી શકતું નથી. કોઈ ભટકણ નથી ભટકાવી શકતી.
ਗੁਣ ਗੋਪਾਲ ਗਾਈਅਹਿ ਦਿਨੁ ਰਾਤੀ ॥੨॥ કારણ કે પરમાત્માના સેવકોના હૃદયમાં દિવસ રાત ગોપાલ પ્રભુના ગુણ ગાવામાં આવે છે. તેની અંદર દરેક સમય મહિમા ટકેલી રહે છે. ॥૨॥
ਕਰਿ ਕਿਰਪਾ ਪ੍ਰਭ ਬੰਧਨ ਛੋਟ ॥ હે ભાઈ! માયાનાં બંધનોથી છુટકારો દેનાર પ્રભુએ કૃપા કરીને
ਚਰਣ ਕਮਲ ਕੀ ਦੀਨੀ ਓਟ ॥੩॥ પોતાના સેવકોને પોતાના સુંદર ચરણોનો સહારો હંમેશા બક્ષેલ છે. ॥૩॥
ਕਹੁ ਨਾਨਕ ਮਨਿ ਭਈ ਪਰਤੀਤਿ ॥ ਨਿਰਮਲ ਜਸੁ ਪੀਵਹਿ ਜਨ ਨੀਤਿ ॥੪॥੭੩॥੧੪੨॥ આ માટે નાનક કહે છે, પરમાત્માના સેવકોના મનમાં પરમાત્માના સહારા આશરાનો નિશ્ચય બની રહે છે અને પરમાત્માના સેવક હંમેશા જીવનને પવિત્ર કરનાર મહિમાનું અમૃત પીતા રહે છે. ॥૪॥૭૩॥૧૪૨॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਹਰਿ ਚਰਣੀ ਜਾ ਕਾ ਮਨੁ ਲਾਗਾ ॥ હે ભાઈ! પરમાત્માની કૃપાથી જે મનુષ્યનું મન પરમાત્માના ચરણોમાં લાગી જાય છે
ਦੂਖੁ ਦਰਦੁ ਭ੍ਰਮੁ ਤਾ ਕਾ ਭਾਗਾ ॥੧॥ તેના દરેક દુખ પીડા દૂર થઈ જાય છે. તેની માયા વગેરેવાળી ભટકણ સમાપ્ત થઈ જાય છે ॥૧॥
ਹਰਿ ਧਨ ਕੋ ਵਾਪਾਰੀ ਪੂਰਾ ॥ હે ભાઈ! પરમાત્માના નામ-ધનનો વ્યાપાર કરનાર મનુષ્ય સ્થિર હૃદયનો માલિક બની જાય છે. તેના પર કોઈ વિકાર પોતાનો પ્રભાવ નથી રાખી શકતો.
ਜਿਸਹਿ ਨਿਵਾਜੇ ਸੋ ਜਨੁ ਸੂਰਾ ॥੧॥ ਰਹਾਉ ॥ કારણ કે જે મનુષ્ય પર પરમાત્મા પોતાના નામ-ધનના દાનની કૃપા કરે છે તે મનુષ્ય વિકારોથી ટકરાવ કરનાર શૂરવીર બની જાય છે ॥૧॥વિરામ॥
ਜਾ ਕਉ ਭਏ ਕ੍ਰਿਪਾਲ ਗੁਸਾਈ ॥ પરંતુ, હે ભાઈ! નામ-ધનનું દાન ગુરુ દ્વારા જ મળે છે અને જે મનુષ્યો પર ધરતીના માલિક પ્રભુ દયાવાન હોય છે.
ਸੇ ਜਨ ਲਾਗੇ ਗੁਰ ਕੀ ਪਾਈ ॥੨॥ તે મનુષ્ય ગુરૂના ચરણોમાં આવી લાગે છે. ગુરુની શરણ પડે છે ॥૨॥
ਸੂਖ ਸਹਜ ਸਾਂਤਿ ਆਨੰਦਾ ॥ હે ભાઈ! તેની અંદર હંમેશા સુખ શાંતિ અને આધ્યાત્મિક સ્થિરતાનો આનંદ બની રહે છે.
ਜਪਿ ਜਪਿ ਜੀਵੇ ਪਰਮਾਨੰਦਾ ॥੩॥ સૌથી ઊંચા આધ્યાત્મિક આનંદના માલિક-પ્રભુને સ્મરણ કરીકરીને મનુષ્ય આધ્યાત્મિક જીવન પ્રાપ્ત કરી લે છે ॥૩॥
ਨਾਮ ਰਾਸਿ ਸਾਧ ਸੰਗਿ ਖਾਟੀ ॥ જે મનુષ્યએ સાધુ-સંગતમાં ટકીને પરમાત્માના નામ-ધનની રાશિ કમાવી લીધી છે,
ਕਹੁ ਨਾਨਕ ਪ੍ਰਭਿ ਅਪਦਾ ਕਾਟੀ ॥੪॥੭੪॥੧੪੩॥ નાનક કહે છે, પરમાત્માએ તેની દરેક પ્રકારની સમસ્યા દૂર કરી દીધી છે ॥૪॥૭૪॥૧૪૩॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਹਰਿ ਸਿਮਰਤ ਸਭਿ ਮਿਟਹਿ ਕਲੇਸ ॥ પરમાત્માનું નામ સ્મરણ કરવાથી મનના બધા કષ્ટ મટી જાય છે.
ਚਰਣ ਕਮਲ ਮਨ ਮਹਿ ਪਰਵੇਸ ॥੧॥ હે ભાઈ! પોતાના મનમાં પરમાત્માના સુંદર ચરણ વસાવી રાખ ॥૧॥
ਉਚਰਹੁ ਰਾਮ ਨਾਮੁ ਲਖ ਬਾਰੀ ॥ હે પ્રેમાળ જીભ! તું લખો વખત પરમાત્માનું નામ ઉચ્ચારતી રહે
ਅੰਮ੍ਰਿਤ ਰਸੁ ਪੀਵਹੁ ਪ੍ਰਭ ਪਿਆਰੀ ॥੧॥ ਰਹਾਉ ॥ અને આધ્યાત્મિક જીવનવાળું નામ રસ પીતી રહે ॥૧॥વિરામ॥
ਸੂਖ ਸਹਜ ਰਸ ਮਹਾ ਅਨੰਦਾ ॥ તેની અંદર આધ્યાત્મિક સ્થિરતાનું મોટું સુખ આનંદ બની રહે છે
ਜਪਿ ਜਪਿ ਜੀਵੇ ਪਰਮਾਨੰਦਾ ॥੨॥ હે ભાઈ! જે મનુષ્ય સૌથી શ્રેષ્ઠ આધ્યાત્મિક આનંદના મલિક-પ્રભુનું નામ જપે છે. તે આધ્યાત્મિક જીવન પ્રાપ્ત કરી લે છે. ॥૨॥
ਕਾਮ ਕ੍ਰੋਧ ਲੋਭ ਮਦ ਖੋਏ ॥ હે ભાઈ! નામ-રસ પીનાર મનુષ્ય પોતાની અંદરથી કામ-ક્રોધ-લોભ-મોહ-અહંકાર વગેરે વિકારોનો નાશ કરી લે છે.
ਸਾਧ ਕੈ ਸੰਗਿ ਕਿਲਬਿਖ ਸਭ ਧੋਏ ॥੩॥ ગુરુની સંગતિમાં રહીને તે પોતાના મનમાં બધા પાપ ધોઈ લે છે ॥૩॥
ਕਰਿ ਕਿਰਪਾ ਪ੍ਰਭ ਦੀਨ ਦਇਆਲਾ ॥ હે ગરીબો પર દયા કરનાર પ્રભુ! કૃપા કર
ਨਾਨਕ ਦੀਜੈ ਸਾਧ ਰਵਾਲਾ ॥੪॥੭੫॥੧੪੪॥ અને નાનકને ગુરુના ચારણોની ધૂળ બક્ષ ॥૪॥૭૫॥૧૪૪॥


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top