Page 192
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥
ગૌરી રાગ મહેલ ૫॥
ਗੁਰ ਕਾ ਸਬਦੁ ਰਾਖੁ ਮਨ ਮਾਹਿ ॥
હે ભાઈ! જો તે પરમાત્માનો આસરો મનમાં દ્રઢ કરવો છે તો ગુરુના શબ્દ પોતાના મનમાં ટકાવી રાખ
ਨਾਮੁ ਸਿਮਰਿ ਚਿੰਤਾ ਸਭ ਜਾਹਿ ॥੧॥
ગુરુમાં શબ્દ ની મદદથી પરમાત્માનું નામ સ્મરણ કર, તારી બધી ચિંતા-ફિકર દૂર થઈ જશે ॥૧॥
ਬਿਨੁ ਭਗਵੰਤ ਨਾਹੀ ਅਨ ਕੋਇ ॥
હે ભાઈ! પરમાત્મા વગર જીવોનો બીજો કોઈ આસરો નથી
ਮਾਰੈ ਰਾਖੈ ਏਕੋ ਸੋਇ ॥੧॥ ਰਹਾਉ ॥
તે પરમાત્મા જ જીવોને મારે છે, તે પરમાત્મા જ જીવોને સંભાળે છે ॥૧॥ વિરામ॥
ਗੁਰ ਕੇ ਚਰਣ ਰਿਦੈ ਉਰਿ ਧਾਰਿ ॥
હે ભાઈ! જો પરમાત્મનો આસરો લેવો છે તો પોતાના હદયમાં ગુરુના ચરણમાં વસાવ
ਅਗਨਿ ਸਾਗਰੁ ਜਪਿ ਉਤਰਹਿ ਪਾਰਿ ॥੨॥
ગુરુના દેખાડેલા માર્ગ પર ચાલીને પરમાત્મનું નામ જપીને તું તૃષ્ણાની આગનો સમુદ્ર પાર કરી શકીશ ॥૨॥
ਗੁਰ ਮੂਰਤਿ ਸਿਉ ਲਾਇ ਧਿਆਨੁ ॥
હે ભાઈ! ગુરુના શબ્દ જ ગુરુની મૂર્તિ છે, ગુરુનું સ્વરૂપ છે. ગુરુના શબ્દમાં પોતાનું ધ્યાન જોડ
ਈਹਾ ਊਹਾ ਪਾਵਹਿ ਮਾਨੁ ॥੩॥
તું આ લોકમાં અને પરલોકમાં આદર પ્રાપ્ત કરીશ. ॥૩॥
ਸਗਲ ਤਿਆਗਿ ਗੁਰ ਸਰਣੀ ਆਇਆ ॥
જે મનુષ્ય બીજા બધા આશરા છોડીને ગુરુની શરણે આવે છે
ਮਿਟੇ ਅੰਦੇਸੇ ਨਾਨਕ ਸੁਖੁ ਪਾਇਆ ॥੪॥੬੧॥੧੩੦॥
તેની બધી ચિંતા-ફિકર સમાપ્ત થઈ જાય છે. તે આધ્યાત્મિક આનંદ ભોગવે છે. ॥૪॥૬૧॥૧૩૦॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥
ગૌરી રાગ મહેલ ૫॥
ਜਿਸੁ ਸਿਮਰਤ ਦੂਖੁ ਸਭੁ ਜਾਇ ॥
હે ભાઈ! તે ગોવિંદની વાણી જપ જેનું સ્મરણ કરવાથી દરેક પ્રકારના દુઃખ દૂર થઈ જાય છે
ਨਾਮੁ ਰਤਨੁ ਵਸੈ ਮਨਿ ਆਇ ॥੧॥
અને વાણીની કૃપાથી પરમાત્માનું અનમોલ નામ મનમાં આવી વસે છે ॥૧॥
ਜਪਿ ਮਨ ਮੇਰੇ ਗੋਵਿੰਦ ਕੀ ਬਾਣੀ ॥
હે મન! પરમાત્મની મહિમાની વાણીનું ઉચ્ચારણ કર.
ਸਾਧੂ ਜਨ ਰਾਮੁ ਰਸਨ ਵਖਾਣੀ ॥੧॥ ਰਹਾਉ ॥
આ વાણીથી જ સંતો પોતાની જીભથી પરમાત્માના ગુણ ગાય છે ॥૧॥ વિરામ॥
ਇਕਸੁ ਬਿਨੁ ਨਾਹੀ ਦੂਜਾ ਕੋਇ ॥
હે ભાઈ! તે ગોવિંદની મહિમા કરતો રહે અને જેની બરાબર બીજુ કોઈ નથી
ਜਾ ਕੀ ਦ੍ਰਿਸਟਿ ਸਦਾ ਸੁਖੁ ਹੋਇ ॥੨॥
જેની કૃપાની નજરથી હંમેશા આધ્યાત્મિક આનંદ મળે છે ॥૨॥
ਸਾਜਨੁ ਮੀਤੁ ਸਖਾ ਕਰਿ ਏਕੁ ॥
હે ભાઈ! તે એક ગોવિંદને પોતાનો સજ્જન-મિત્ર સાથી બનાવ
ਹਰਿ ਹਰਿ ਅਖਰ ਮਨ ਮਹਿ ਲੇਖੁ ॥੩॥
અને તે હરિની મહિમાના અક્ષર પોતાના મનમાં લખ ॥૩॥
ਰਵਿ ਰਹਿਆ ਸਰਬਤ ਸੁਆਮੀ ॥
હે ભાઈ! આખા જગતનો તે માલિક બધી જગ્યાએ વ્યાપક છે
ਗੁਣ ਗਾਵੈ ਨਾਨਕੁ ਅੰਤਰਜਾਮੀ ॥੪॥੬੨॥੧੩੧॥
અને દરેકના હૃદયની જાણવા વાળો છે નાનક પણ તે અંતર્યામી સ્વામી ના ગુણ ગાય છે ॥૪॥૬૨॥૧૩૧॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥
ગૌરી રાગ મહેલ ૫॥
ਭੈ ਮਹਿ ਰਚਿਓ ਸਭੁ ਸੰਸਾਰਾ ॥
હે ભાઈ! આખો સંસાર કોઈ ના કોઈ ડર-સંયમની નીચે દબાયેલો રહે છે.
ਤਿਸੁ ਭਉ ਨਾਹੀ ਜਿਸੁ ਨਾਮੁ ਅਧਾਰਾ ॥੧॥
માત્ર તે જ મનુષ્ય પર કોઈ ડર પોતાનું જોર નાખી શકતું નથી જેને પરમાત્માનું નામ જીવન માટે સહારો મળે છે ॥૧॥
ਭਉ ਨ ਵਿਆਪੈ ਤੇਰੀ ਸਰਣਾ ॥
હે પ્રભુ! તારી શરણે પડવાથી કોઈ ડર પોતનો જોર નાખી શકતો નથી
ਜੋ ਤੁਧੁ ਭਾਵੈ ਸੋਈ ਕਰਣਾ ॥੧॥ ਰਹਾਉ ॥
કારણ કે પછી આ નિશ્ચય બની જાય છે કે તે જ કામ કરી શકાય છે જે હે પ્રભુ! તને યોગ્ય લાગે છે ॥૧॥ વિરામ॥
ਸੋਗ ਹਰਖ ਮਹਿ ਆਵਣ ਜਾਣਾ ॥
દુઃખ માણવામાં કે ખુશી માણવામાં સંસારી જીવ માટે ડર-સંયમ નું આવવું-જવું બની રહે છે
ਤਿਨਿ ਸੁਖੁ ਪਾਇਆ ਜੋ ਪ੍ਰਭ ਭਾਣਾ ॥੨॥
માત્ર તે મનુષ્યએ સ્થિર આધ્યાત્મિક આંનદ પ્રાપ્ત કર્યો છે જે પ્રભુને વ્હાલો લાગે છે. જે પ્રભુની રજામાં ચાલે છે. ॥૨॥
ਅਗਨਿ ਸਾਗਰੁ ਮਹਾ ਵਿਆਪੈ ਮਾਇਆ ॥
હે ભાઈ! આ સંસાર તૃષ્ણાની આગનો સમુદ્ર છે આમાં જીવો પર માયા પોતાનો જોર નાખી સકતી નથી
ਸੇ ਸੀਤਲ ਜਿਨ ਸਤਿਗੁਰੁ ਪਾਇਆ ॥੩॥
જે ભાગ્યશાળીઓને સદગુરુ મળી જાય છે, તે આ અગ્નિ સાગર માં ભટકતા પણ તેની અંતરાત્મા ઠંડકથી સંયમમાં ટકી રહે છે ॥૩॥
ਰਾਖਿ ਲੇਇ ਪ੍ਰਭੁ ਰਾਖਨਹਾਰਾ ॥
બચાવવાની શક્તિ રાખવાવાળો પરમાત્મા પોતે જ બચાવે છે આ માટે હે નાનક! તે પરમાત્માનો પાલવ પકડી રાખ.
ਕਹੁ ਨਾਨਕ ਕਿਆ ਜੰਤ ਵਿਚਾਰਾ ॥੪॥੬੩॥੧੩੨॥
પરંતુ, હે નાનક! ડર સંયમથી બચવા માટે અગ્નિ સાગરના વિકારોના શેકથી બચવા માટે જીવો વિચારોની શું હેસિયત? ॥૪॥૬૩॥૧૩૨
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥
ગૌરી રાગ મહેલ ૫॥
ਤੁਮਰੀ ਕ੍ਰਿਪਾ ਤੇ ਜਪੀਐ ਨਾਉ ॥
હે પરબ્રહ્મ પ્રભુ! તારી કૃપાથી જ તારું નામ જપી શકાય છે.
ਤੁਮਰੀ ਕ੍ਰਿਪਾ ਤੇ ਦਰਗਹ ਥਾਉ ॥੧॥
તારી કૃપાથી જ તારા દરબારમાં જીવને આદર મળી શકે છે. ॥૧॥
ਤੁਝ ਬਿਨੁ ਪਾਰਬ੍ਰਹਮ ਨਹੀ ਕੋਇ ॥
હે પરબ્રહ્મ પ્રભુ! તારા વગર જીવોનો બીજો કોઈ આસરો નથી
ਤੁਮਰੀ ਕ੍ਰਿਪਾ ਤੇ ਸਦਾ ਸੁਖੁ ਹੋਇ ॥੧॥ ਰਹਾਉ ॥
તારી કૃપાથી જ જીવ ને હંમેશા માટે આધ્યાત્મિક આનંદ મળી શકે છે ॥૧॥ વિરામ॥
ਤੁਮ ਮਨਿ ਵਸੇ ਤਉ ਦੂਖੁ ਨ ਲਾਗੈ ॥
હે પરબ્રહ્મ પ્રભુ! જો તું જીવના મનમાં આવી વસે તો જોવોને કોઈ દુઃખ સ્પર્શી શકતું નથી
ਤੁਮਰੀ ਕ੍ਰਿਪਾ ਤੇ ਭ੍ਰਮੁ ਭਉ ਭਾਗੈ ॥੨॥
તારી કૃપાથી જીવની ભટકણ દૂર થઈ જાય છે. જીવનો ડર સંયમ ભાગી જાય છે ॥૨॥
ਪਾਰਬ੍ਰਹਮ ਅਪਰੰਪਰ ਸੁਆਮੀ ॥
હે પરબ્રહ્મ પ્રભુ! હે અનંત પ્રભુ! હે જગતના માલિક પ્રભુ!
ਸਗਲ ਘਟਾ ਕੇ ਅੰਤਰਜਾਮੀ ॥੩॥
હે બધા જીવોની દિલની જાણવાવાળા પ્રભુ! ॥૩॥
ਕਰਉ ਅਰਦਾਸਿ ਅਪਨੇ ਸਤਿਗੁਰ ਪਾਸਿ ॥
જો તારી કૃપા હોય તો જ હું પોતાના ગુરુ આગળ આ પ્રાર્થના કરી શકું છું.
ਨਾਨਕ ਨਾਮੁ ਮਿਲੈ ਸਚੁ ਰਾਸਿ ॥੪॥੬੪॥੧੩੩॥
મને નાનકને પ્રભુનું નામ મળે નાનક માટે નામ જ હંમેશા કાયમ રહેવાવાળી સંપત્તિ છે. ॥૪॥૬૪॥૧૩૩॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥
ગૌરી રાગ મહેલ ૫॥
ਕਣ ਬਿਨਾ ਜੈਸੇ ਥੋਥਰ ਤੁਖਾ ॥
હે ભાઈ! જેમ દાણા વગર ખાલી ફોતરું કોઈ કામ નથી આવતું
ਨਾਮ ਬਿਹੂਨ ਸੂਨੇ ਸੇ ਮੁਖਾ ॥੧॥
એવી રીતે તે મોં ખાલી છે જે પરમાત્માનું નામ જપ્યા વગરના છે ॥૧॥
ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਜਪਹੁ ਨਿਤ ਪ੍ਰਾਣੀ ॥
હે પ્રાણી! હંમેશા પરમાત્માનું નામ સ્મરણ કરતો રહે.
ਨਾਮ ਬਿਹੂਨ ਧ੍ਰਿਗੁ ਦੇਹ ਬਿਗਾਨੀ ॥੧॥ ਰਹਾਉ ॥
પરમાત્માના નામ વગર આ શરીર અંતે પારકું થઈ જાય છે, જે અંતે મૃત્યુ અવવા પર છોડવું પડે છે ધિક્કારયોગ્ય કહેવામાં આવે છે ॥૧॥ વિરામ॥
ਨਾਮ ਬਿਨਾ ਨਾਹੀ ਮੁਖਿ ਭਾਗ ॥
હે ભાઈ! પરમાત્માનું નામ જપ્યા વગર કોઈના માથાના ભાગ્ય ખુલતા નથી
ਭਰਤ ਬਿਹੂਨ ਕਹਾ ਸੋਹਾਗੁ ॥੨॥
પતિ વગર સ્ત્રીનું સૌભાગ્ય થઈ શકતું નથી ॥૨॥
ਨਾਮੁ ਬਿਸਾਰਿ ਲਗੈ ਅਨ ਸੁਆਇ ॥
હે ભાઈ! જે મનુષ્ય પરમાત્માનું નામ ભુલાવીને બીજા જ સ્વાદોમાં અટવાયેલા રહે છે
ਤਾ ਕੀ ਆਸ ਨ ਪੂਜੈ ਕਾਇ ॥੩॥
તેની કોઈ ઉમ્મીદ માથે ચઢતી નથી ॥૩॥
ਕਰਿ ਕਿਰਪਾ ਪ੍ਰਭ ਅਪਨੀ ਦਾਤਿ ॥
હે પ્રભુ! તું જે મનુષ્યને પોતાના નામનું દાન બક્ષે છે
ਨਾਨਕ ਨਾਮੁ ਜਪੈ ਦਿਨ ਰਾਤਿ ॥੪॥੬੫॥੧੩੪॥
હે નાનક! તે દિવસ રાત તારું નામ જપે છે. ॥૪॥૬૫॥૧૩૪॥