Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-184

Page 184

ਜਨ ਕੀ ਟੇਕ ਏਕ ਗੋਪਾਲ ॥ એક ગોપાલ પ્રભુ જ સેવકનાના જીવનનો આશરો બની જાય છે.
ਏਕਾ ਲਿਵ ਏਕੋ ਮਨਿ ਭਾਉ ॥ ગુરુની શરણ આવેલ મનુષ્યને એક પરમાત્માની જ લગન લાગી જાય છે તેના મનમાં એક પરમાત્માનો જ પ્રેમ ટકી જાય છે.
ਸਰਬ ਨਿਧਾਨ ਜਨ ਕੈ ਹਰਿ ਨਾਉ ॥੩॥ સેવકના દિલમાં પરમાત્માનું નામ જ દુનિયાના બધા ખજાના બની જાય છે ॥૩॥
ਪਾਰਬ੍ਰਹਮ ਸਿਉ ਲਾਗੀ ਪ੍ਰੀਤਿ ॥ તેની પ્રીતિ પરમાત્માની સાથે પાક્કી બની જાય છે. તેનું જીવન પવિત્ર થઈ જાય છે,
ਨਿਰਮਲ ਕਰਣੀ ਸਾਚੀ ਰੀਤਿ ॥ તેની જીવન મર્યાદા વિકારોના આક્રમણથી અડોલ થઇ જાય છે.
ਗੁਰਿ ਪੂਰੈ ਮੇਟਿਆ ਅੰਧਿਆਰਾ ॥ પરમાત્માની કૃપાથી સંપૂર્ણ ગુરુએ જે મનુષ્યની અંદરથી માયાની મોહનો અંધકાર દૂર કરી દીધો,
ਨਾਨਕ ਕਾ ਪ੍ਰਭੁ ਅਪਰ ਅਪਾਰਾ ॥੪॥੨੪॥੯੩॥ હે ભાઈ! આ બધી કૃપા પરમાત્માની જ છે. નાનકનો પ્રભુ ઉપરથી ઉપર છે અને અનંત છે ॥૪॥૨૪॥૯૩॥
ਗਉੜੀ ਗੁਆਰੇਰੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ ગુઆરેરી મહેલ ૫॥
ਜਿਸੁ ਮਨਿ ਵਸੈ ਤਰੈ ਜਨੁ ਸੋਇ ॥ પરમાત્મા જે મનુષ્યના મનમાં વસી જાય છે તે દુઃખો રોગો વિકારોના સમુદ્રથી પાર થઈ જાય છે.
ਜਾ ਕੈ ਕਰਮਿ ਪਰਾਪਤਿ ਹੋਇ ॥ તે પરમાત્માની કૃપાથી તેના નામની પ્રાપ્તિ થાય છે.
ਦੂਖੁ ਰੋਗੁ ਕਛੁ ਭਉ ਨ ਬਿਆਪੈ ॥ સંસારનું કોઈ દુઃખ, કોઈ રોગ, કોઈ ડર તેના પર પોતાનો પ્રભાવ નથી મૂકી શકતા
ਅੰਮ੍ਰਿਤ ਨਾਮੁ ਰਿਦੈ ਹਰਿ ਜਾਪੈ ॥੧॥ કારણ કે તે મનુષ્ય આધ્યાત્મિક જીવન દેનાર હરિ નામ પોતાના હૃદયમાં જપતો રહે છે ॥૧॥
ਪਾਰਬ੍ਰਹਮੁ ਪਰਮੇਸੁਰੁ ਧਿਆਈਐ ॥ હે ભાઈ! અકળ પુરખ પરમેશ્વરનું સ્મરણ કરવું જોઈએ.
ਗੁਰ ਪੂਰੇ ਤੇ ਇਹ ਮਤਿ ਪਾਈਐ ॥੧॥ ਰਹਾਉ ॥ સ્મરણની આ સમજ ગુરુ પાસેથી મળે છે ॥૧॥વિરામ॥
ਕਰਣ ਕਰਾਵਨਹਾਰ ਦਇਆਲ ॥ જે બધું જ કરવાનું સામર્થ્ય રાખે છે. જે જીવોથી બધું જ કરાવવાની તાકાત રાખે છે.જે દયાનું ઘર છે.
ਜੀਅ ਜੰਤ ਸਗਲੇ ਪ੍ਰਤਿਪਾਲ ॥ જે બધા જીવ-જંતુઓનું પાલન કરે છે,
ਅਗਮ ਅਗੋਚਰ ਸਦਾ ਬੇਅੰਤਾ ॥ જે અગમ્ય છે, જેના સુધી મનુષ્યની જ્ઞાનેન્દ્રિયોની પહોંચ નથી થઈ શકતી. જેના ગુણોનો ક્યારેય અંત નથી મેળવી શકાતો.
ਸਿਮਰਿ ਮਨਾ ਪੂਰੇ ਗੁਰ ਮੰਤਾ ॥੨॥ હે મન! સંપૂર્ણ ગુરુના ઉપદેશ પર ચાલીને તે પરમાત્માને સ્મરણ કર, ॥૨॥
ਜਾ ਕੀ ਸੇਵਾ ਸਰਬ ਨਿਧਾਨੁ ॥ હે ભાઈ! જેની સેવા-ભક્તિમાં જ જગતના બધા ખજાના છે.
ਪ੍ਰਭ ਕੀ ਪੂਜਾ ਪਾਈਐ ਮਾਨੁ ॥ જે હરીની પૂજા કરવાથી બધી જગ્યાએ આદર સત્કાર મળે છે,
ਜਾ ਕੀ ਟਹਲ ਨ ਬਿਰਥੀ ਜਾਇ ॥ અને જેની કરેલી સેવા નિષ્ફળ નથી જતી
ਸਦਾ ਸਦਾ ਹਰਿ ਕੇ ਗੁਣ ਗਾਇ ॥੩॥ હંમેશા જ હંમેશા તે હરિના ગુણ ગાતો રહે. ॥૩॥
ਕਰਿ ਕਿਰਪਾ ਪ੍ਰਭ ਅੰਤਰਜਾਮੀ ॥ પ્રભુ ઓટલે પ્રાર્થના કર અને કહે હે અંતર્યામી પ્રભુ! કૃપા કર
ਸੁਖ ਨਿਧਾਨ ਹਰਿ ਅਲਖ ਸੁਆਮੀ ॥ હે સુખનો ખજાનો પ્રભુ! હે અદ્રશ્ય સ્વામી!
ਜੀਅ ਜੰਤ ਤੇਰੀ ਸਰਣਾਈ ॥ બધા જીવ-જંતુ તારી શરણે છે, તારા જ આશરે છે, હું પણ તારી શરણે આવ્યો છું.
ਨਾਨਕ ਨਾਮੁ ਮਿਲੈ ਵਡਿਆਈ ॥੪॥੨੫॥੯੪॥ હે નાનક! મને તારું નામ મળી જાય. તારું નામ જ મારા માટે ઉદારતા છે. ॥૪॥૨૫॥૯૪॥
ਗਉੜੀ ਗੁਆਰੇਰੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ ગુઆરેરી મહેલ ૫॥
ਜੀਅ ਜੁਗਤਿ ਜਾ ਕੈ ਹੈ ਹਾਥ ॥ જેના હાથોમાં બધા જીવોની જીવન મર્યાદા છે.
ਸੋ ਸਿਮਰਹੁ ਅਨਾਥ ਕੋ ਨਾਥੁ ॥ હે ભાઈ! તે અનાથોના નાથ પરમાત્માનું સ્મરણ કર,
ਪ੍ਰਭ ਚਿਤਿ ਆਏ ਸਭੁ ਦੁਖੁ ਜਾਇ ॥ હે ભાઈ! જો પરમાત્મા મનુષ્યના મનમાં વસી જાય તો તેના દરેક દુઃખ દુર થઈ જાય છે.
ਭੈ ਸਭ ਬਿਨਸਹਿ ਹਰਿ ਕੈ ਨਾਇ ॥੧॥ પરમાત્માના નામની કૃપાની સાથે બધા ડર નાશ થઇ જાય છે ॥૧॥
ਬਿਨੁ ਹਰਿ ਭਉ ਕਾਹੇ ਕਾ ਮਾਨਹਿ ॥ હે ભાઈ! તું પરમાત્મા વગર બીજા કોઈનો ડર કેમ માને છે?
ਹਰਿ ਬਿਸਰਤ ਕਾਹੇ ਸੁਖੁ ਜਾਨਹਿ ॥੧॥ ਰਹਾਉ ॥ પરમાત્માને ભૂલીને બીજું કયું સુખ સમજે છે? ॥૧॥ વિરામ॥
ਜਿਨਿ ਧਾਰੇ ਬਹੁ ਧਰਣਿ ਅਗਾਸ ॥ હે ભાઈ! તે પ્રભુને હંમેશા સ્મરણ કર, જેને અનેક ધરતીઓ, આકાશોને સહારો આપેલ છે.
ਜਾ ਕੀ ਜੋਤਿ ਜੀਅ ਪਰਗਾਸ ॥ જેની જ્યોતિ બધા જીવોમાં પ્રકાશ કરી રહી છે.
ਜਾ ਕੀ ਬਖਸ ਨ ਮੇਟੈ ਕੋਇ ॥ અને જેની કરેલી કૃપાને કોઈ ભૂંસી શકતું નથી. કોઈ રોકી શકતું નથી.
ਸਿਮਰਿ ਸਿਮਰਿ ਪ੍ਰਭੁ ਨਿਰਭਉ ਹੋਇ ॥੨॥ જે મનુષ્ય તે પ્રભુને સ્મરણ કરે છે તે દુનિયાના ડરથી નીડર થઈ જાય છે. ॥૨॥
ਆਠ ਪਹਰ ਸਿਮਰਹੁ ਪ੍ਰਭ ਨਾਮੁ ॥ હે ભાઈ! આઠેય પ્રહર દરેક વખતે પ્રભુનું નામ સ્મરણ કરતો રહે.
ਅਨਿਕ ਤੀਰਥ ਮਜਨੁ ਇਸਨਾਨੁ ॥ આ સ્મરણ જ અનેક તીર્થોનું સ્નાન છે.
ਪਾਰਬ੍ਰਹਮ ਕੀ ਸਰਣੀ ਪਾਹਿ ॥ જો તું પરમાત્માની શરણ પડી જાય.
ਕੋਟਿ ਕਲੰਕ ਖਿਨ ਮਹਿ ਮਿਟਿ ਜਾਹਿ ॥੩॥ તો તારા કરોડો પાપ એક પળમાં નાશ થઇ જાય ॥૩॥
ਬੇਮੁਹਤਾਜੁ ਪੂਰਾ ਪਾਤਿਸਾਹੁ ॥ હે નાનક! પરમાત્માને કોઇની આધીનતા નથી. કોઈના આશરે નથી.
ਪ੍ਰਭ ਸੇਵਕ ਸਾਚਾ ਵੇਸਾਹੁ ॥ પ્રભુના સેવકોને પ્રભુનો અટલ ભરોસો રહે છે.
ਗੁਰਿ ਪੂਰੈ ਰਾਖੇ ਦੇ ਹਾਥ ॥ તે બધા ગુણોનો માલિક છે, તે બધા ગુણોનો બાદશાહ છે.
ਨਾਨਕ ਪਾਰਬ੍ਰਹਮ ਸਮਰਾਥ ॥੪॥੨੬॥੯੫॥ હે ભાઈ! પરમાત્મા સંપૂર્ણ ગુરુ દ્વારા પોતાના સેવકોને બધા કલંકોથી હાથ આપીને બચાવે છે પરમાત્મા બધી તાકતોનો માલિક છે ॥૪॥૨૬॥૯૫॥
ਗਉੜੀ ਗੁਆਰੇਰੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ ગુઆરેરી મહેલ ૫॥
ਗੁਰ ਪਰਸਾਦਿ ਨਾਮਿ ਮਨੁ ਲਾਗਾ ॥ જે મનુષ્યનું મન ગુરુની કૃપાથી પરમાત્માના નામમાં જોડાય છે.
ਜਨਮ ਜਨਮ ਕਾ ਸੋਇਆ ਜਾਗਾ ॥ તે જ્ન્મોજન્માંતરોના માયાના મોહની ઊંઘમાં સૂતેલો પણ જાગી પડે છે.
ਅੰਮ੍ਰਿਤ ਗੁਣ ਉਚਰੈ ਪ੍ਰਭ ਬਾਣੀ ॥ જે પ્રાણીને સંપૂર્ણ ગુરુની શ્રેષ્ઠ બુદ્ધિ પ્રાપ્ત થાય છે. તે પ્રભુના આધ્યાત્મિક જીવન દેનાર ગુણ ઉચ્ચારે છે.
ਪੂਰੇ ਗੁਰ ਕੀ ਸੁਮਤਿ ਪਰਾਣੀ ॥੧॥ પ્રભુની મહિમા વાણી ઉચ્ચારે છે ॥૧॥
ਪ੍ਰਭ ਸਿਮਰਤ ਕੁਸਲ ਸਭਿ ਪਾਏ ॥ જે મનુષ્ય પરમાત્માનું સ્મરણ કરે છે. પ્રભુનું સ્મરણ કરતા કરતા તેને બધા સુખ પ્રાપ્ત કરી લીધા.
ਘਰਿ ਬਾਹਰਿ ਸੁਖ ਸਹਜ ਸਬਾਏ ॥੧॥ ਰਹਾਉ ॥ તેના હૃદયમાં પણ આધ્યાત્મિક સ્થિરતાના બધા આનંદ, જગતથી વર્તતા હોવા છતાં તેને આધ્યાત્મિક સ્થિરતાના બધા આનંદ પ્રાપ્ત થાય છે ॥૧॥ વિરામ॥
ਸੋਈ ਪਛਾਤਾ ਜਿਨਹਿ ਉਪਾਇਆ ॥ તે મનુષ્યએ તે પ્રભુથી ગાઢ સંધિ રાખી જે પ્રભુએ તેને ઉત્પન્ન કર્યો છે.
ਕਰਿ ਕਿਰਪਾ ਪ੍ਰਭਿ ਆਪਿ ਮਿਲਾਇਆ ॥ પ્રભુએ કૃપા કરીને જે મનુષ્યને સ્વયં પોતાના ચરણોમાં જોડી લીધા,
ਬਾਹ ਪਕਰਿ ਲੀਨੋ ਕਰਿ ਅਪਨਾ ॥ જે મનુષ્યને પ્રભુએ હાથ પકડીને પોતાનો બનાવી લીધો,
ਹਰਿ ਹਰਿ ਕਥਾ ਸਦਾ ਜਪੁ ਜਪਨਾ ॥੨॥ તે મનુષ્ય હંમેશા પ્રભુની મહિમાની વાતો કરે છે. પ્રભુના નામનું જાપ જપે છે ॥૨॥
ਮੰਤ੍ਰੁ ਤੰਤ੍ਰੁ ਅਉਖਧੁ ਪੁਨਹਚਾਰੁ ॥ જે મનુષ્ય ગુરુની સંગતિમાં રહે છે, તે આ મુશ્કેલીથી તરી જનાર સંસાર સમુદ્રથી પાર થઈ જાય છે, તે મનુષ્ય હરિના પ્રેમ રંગમાં મસ્ત થઈને હંમેશા સાથ નિભાવનાર નામ-ધન પ્રાપ્ત કરી લે છે


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top