Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-176

Page 176

ਹਸਤੀ ਘੋੜੇ ਦੇਖਿ ਵਿਗਾਸਾ ॥ મનુષ્ય હાથી, ઘોડા જોઈને ખુશી અનુભવ કરે છે,
ਲਸਕਰ ਜੋੜੇ ਨੇਬ ਖਵਾਸਾ ॥ સૈનિકો એકત્રિત કરે છે મંત્રી અને શાહી નોકર રાખે છે,
ਗਲਿ ਜੇਵੜੀ ਹਉਮੈ ਕੇ ਫਾਸਾ ॥੨॥ પરંતુ તેના ગળામાં અહંકારની દોરી અહંકારની ફાંસી જ પડે છે ॥૨॥
ਰਾਜੁ ਕਮਾਵੈ ਦਹ ਦਿਸ ਸਾਰੀ ॥ રાજા બનીને મનુષ્ય દસેય દિશાઓમાં ધરતીનું રાજ કમાય છે,
ਮਾਣੈ ਰੰਗ ਭੋਗ ਬਹੁ ਨਾਰੀ ॥ મોજ કરે છે, સ્ત્રીઓ ભોગે છે
ਜਿਉ ਨਰਪਤਿ ਸੁਪਨੈ ਭੇਖਾਰੀ ॥੩॥ પરંતુ આ બધું આવું જ છે જેમ કોઈ રાજા ભિખારી બની જાય છે અને દુઃખી થાય છે. આધ્યાત્મિક સુખની જગ્યાએ રાજમાં તેમજ ભોગમાં પણ દુઃખ જ દુઃખ છે ॥૩॥
ਏਕੁ ਕੁਸਲੁ ਮੋ ਕਉ ਸਤਿਗੁਰੂ ਬਤਾਇਆ ॥ સદગુરુએ મને વાસ્તવિક આધ્યાત્મિક સુખનું મૂલ્ય કહ્યું છે તે છે પરમાત્માની રજામાં રાજી રહેવું.
ਹਰਿ ਜੋ ਕਿਛੁ ਕਰੇ ਸੁ ਹਰਿ ਕਿਆ ਭਗਤਾ ਭਾਇਆ ॥ જે કાંઈ પરમાત્મા કરે છે તેના ભક્તોને તે મીઠું લાગે છે અને તે આ રીતે આધ્યાત્મિક સુખ પ્રાપ્ત કરે છે.
ਜਨ ਨਾਨਕ ਹਉਮੈ ਮਾਰਿ ਸਮਾਇਆ ॥੪॥ હે દાસ નાનક! અહંકાર મારીને ભાગ્યશાળી મનુષ્ય પરમાત્મામાં જ લીન રહે છે ॥૪॥
ਇਨਿ ਬਿਧਿ ਕੁਸਲ ਹੋਤ ਮੇਰੇ ਭਾਈ ॥ હે ભાઈ! આ રીતથી આધ્યાત્મિક આનંદ ઉત્પન્ન થાય છે,
ਇਉ ਪਾਈਐ ਹਰਿ ਰਾਮ ਸਹਾਈ ॥੧॥ ਰਹਾਉ ਦੂਜਾ ॥ આ રીતે જ વાસ્તવિક મિત્ર હરિ-પરમાત્મા મળે છે ॥૧॥વિરામ બીજો ॥
ਗਉੜੀ ਗੁਆਰੇਰੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ ગુઆરેરી મહેલ ૫॥
ਕਿਉ ਭ੍ਰਮੀਐ ਭ੍ਰਮੁ ਕਿਸ ਕਾ ਹੋਈ ॥ જ્યારે મન ભટકવાથી હટી જાય છે કારણ કે કોઈ માયાવી પદાર્થ માટે ભટકણ રહેતી જ નથી
ਜਾ ਜਲਿ ਥਲਿ ਮਹੀਅਲਿ ਰਵਿਆ ਸੋਈ ॥ ત્યારે આ વિશ્વાસ બની જાય છે કે તે પ્રભુ જ જળમાં ધરતીમાં આકાશમાં વ્યાપક છે.
ਗੁਰਮੁਖਿ ਉਬਰੇ ਮਨਮੁਖ ਪਤਿ ਖੋਈ ॥੧॥ પરંતુ તૃષ્ણાના પ્રભાવથી ગુરુની સન્મુખ રહેનાર મનુષ્ય જ બચે છે. પોતાના મનની પાછળ ચાલવાવાળા મનુષ્ય તૃષ્ણામાં ફસાઈને પોતાની ઇજ્જત ગુમાવી લે છે કારણ કે તે આધ્યાત્મિક જીવનના સ્તરથી નીચે થઈ જાય છે ॥૧॥
ਜਿਸੁ ਰਾਖੈ ਆਪਿ ਰਾਮੁ ਦਇਆਰਾ ॥ હે ભાઈ! જે મનુષ્યને દયાળુ પ્રભુ પોતે તૃષ્ણાથી બચાવે છે
ਤਿਸੁ ਨਹੀ ਦੂਜਾ ਕੋ ਪਹੁਚਨਹਾਰਾ ॥੧॥ ਰਹਾਉ ॥ તેનું જીવન એટલું ઊંચું થઈ જાય છે કે કોઈ બીજો મનુષ્ય તેની બરાબરી નથી કરી શકતો ॥૧॥વિરામ॥
ਸਭ ਮਹਿ ਵਰਤੈ ਏਕੁ ਅਨੰਤਾ ॥ જ્યારે તને એ નિશ્ચય થઈ જાય કે એક અનંત પ્રભુ જ બધામાં વ્યાપક છે
ਤਾ ਤੂੰ ਸੁਖਿ ਸੋਉ ਹੋਇ ਅਚਿੰਤਾ ॥ હે ભાઈ! તું ત્યારે જ ચિંતા-રહિત થઈને આધ્યાત્મિક આનંદમાં લીન રહી શકે છે,
ਓਹੁ ਸਭੁ ਕਿਛੁ ਜਾਣੈ ਜੋ ਵਰਤੰਤਾ ॥੨॥ અને, જે કાંઈ જગતમાં ઘટી રહ્યું છે તે પરમાત્મા બધું જાણે છે ॥૨॥
ਮਨਮੁਖ ਮੁਏ ਜਿਨ ਦੂਜੀ ਪਿਆਸਾ ॥ જે મનુષ્યોને માયાની તૃષ્ણા ચોંટેલી રહે છે. તે પોતાના મનના મુરીદ મનુષ્ય આધ્યાત્મિક મૃત્યુથી મરેલ રહે છે
ਬਹੁ ਜੋਨੀ ਭਵਹਿ ਧੁਰਿ ਕਿਰਤਿ ਲਿਖਿਆਸਾ ॥ તેના કરેલાં કર્મો અનુસાર ધૂરથી જ તેના માથા પર એવા લેખ લખેલ હોય છે કે તે અનેક યોનિઓમાં ભટકતા ફરે છે
ਜੈਸਾ ਬੀਜਹਿ ਤੈਸਾ ਖਾਸਾ ॥੩॥ કારણ કે તે જેવું કર્મ બીજ વાવે છે તેવું જ ફળ ખાય છે ॥૩॥
ਦੇਖਿ ਦਰਸੁ ਮਨਿ ਭਇਆ ਵਿਗਾਸਾ ॥ બધી જગ્યાએ પરમાત્માનાં દર્શન કરીને જે મનુષ્યના મનમાં પ્રસન્નતા ઉત્પન્ન થાય છે,
ਸਭੁ ਨਦਰੀ ਆਇਆ ਬ੍ਰਹਮੁ ਪਰਗਾਸਾ ॥ તેને દરેક જગ્યાએ પરમાત્માનો જ પ્રકાશ નજર આવે છે,
ਜਨ ਨਾਨਕ ਕੀ ਹਰਿ ਪੂਰਨ ਆਸਾ ॥੪॥੨॥੭੧॥ હે નાનક! તે દાસની પરમાત્મા દરેક આશા પુરી કરે છે ॥૪॥૨॥૭૧॥
ਗਉੜੀ ਗੁਆਰੇਰੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ ગુઆરેરી મહેલ ૪॥
ਕਈ ਜਨਮ ਭਏ ਕੀਟ ਪਤੰਗਾ ॥ હે ભાઈ! તું કેટલાય જન્મોમાં કીડા- ઉધાઈ બનેલો રહ્યો,
ਕਈ ਜਨਮ ਗਜ ਮੀਨ ਕੁਰੰਗਾ ॥ કેટલાય જન્મોમાં હાથી માછલી હરણ બનતો રહ્યો.
ਕਈ ਜਨਮ ਪੰਖੀ ਸਰਪ ਹੋਇਓ ॥ કેટલાય જન્મોમાં તું પક્ષી અને સાપ બન્યો,
ਕਈ ਜਨਮ ਹੈਵਰ ਬ੍ਰਿਖ ਜੋਇਓ ॥੧॥ કેટલાય જન્મોમાં તું ઘોડો બળદ બનીને હાંકવામાં આવ્યો ॥૧॥
ਮਿਲੁ ਜਗਦੀਸ ਮਿਲਨ ਕੀ ਬਰੀਆ ॥ જગતના માલિક પ્રભુને હવે મળ, આ જ મનુષ્ય જન્મ પ્રભુને મળવાનો સમય છે
ਚਿਰੰਕਾਲ ਇਹ ਦੇਹ ਸੰਜਰੀਆ ॥੧॥ ਰਹਾਉ ॥ હે ભાઈ! સદાકાળ પછી તને આ મનુષ્ય શરીર મળ્યું છે ॥૧॥વિરામ॥
ਕਈ ਜਨਮ ਸੈਲ ਗਿਰਿ ਕਰਿਆ ॥ હે ભાઈ! કેટલાય જન્મોમાં તને પથ્થરની ખડક બનાવી,
ਕਈ ਜਨਮ ਗਰਭ ਹਿਰਿ ਖਰਿਆ ॥ કેટલાય જન્મોમાં તારી માતાની ગર્ભાવસ્થા જ પડી ગઈ.
ਕਈ ਜਨਮ ਸਾਖ ਕਰਿ ਉਪਾਇਆ ॥ કેટલાય જન્મોમાં તને વિભિન્ન વૃક્ષ બનાવીને ઉત્પન્ન કરેલો,
ਲਖ ਚਉਰਾਸੀਹ ਜੋਨਿ ਭ੍ਰਮਾਇਆ ॥੨॥ અને આ રીતે ચોર્યાસી લાખ યોનિઓમાં તને ફેરવવામાં આવ્યો ॥૨॥
ਸਾਧਸੰਗਿ ਭਇਓ ਜਨਮੁ ਪਰਾਪਤਿ ॥ હે ભાઈ! હવે તને મનુષ્ય જન્મ મળ્યો છે, સાધુ-સંગતમાં આવ,
ਕਰਿ ਸੇਵਾ ਭਜੁ ਹਰਿ ਹਰਿ ਗੁਰਮਤਿ ॥ ગુરુની બુદ્ધિ લઈને લોકોની સેવા કર અને પરમાત્માનું ભજન કર.
ਤਿਆਗਿ ਮਾਨੁ ਝੂਠੁ ਅਭਿਮਾਨੁ ॥ અભિમાન, અસત્ય તેમજ અહંકાર ત્યાગી દે.
ਜੀਵਤ ਮਰਹਿ ਦਰਗਹ ਪਰਵਾਨੁ ॥੩॥ પરમાત્માના દરબારમાં ત્યારે જ સ્વીકાર થઇશ જો તું જીવન જીવતા જ સ્વયં ભાવને મારી લઈશ ॥૩॥
ਜੋ ਕਿਛੁ ਹੋਆ ਸੁ ਤੁਝ ਤੇ ਹੋਗੁ ॥ હે પ્રભુ તને સ્મરણ કરવાની જીવનું શું સમર્થ હોઈ શકે છે?જે કાંઈ જગતમાં હોય છે તે તારા હુકમથી જ થાય છે.
ਅਵਰੁ ਨ ਦੂਜਾ ਕਰਣੈ ਜੋਗੁ ॥ તારા વગર અન્ય કોઈ પણ કાંઈ કરવાનું સામર્થ્ય રાખનાર નથી.
ਤਾ ਮਿਲੀਐ ਜਾ ਲੈਹਿ ਮਿਲਾਇ ॥ હે પ્રભુ! તને ત્યારે જ મળી શકાય છે જો તું પોતે જીવને પોતાના ચરણોમાં મીલાવી લે,
ਕਹੁ ਨਾਨਕ ਹਰਿ ਹਰਿ ਗੁਣ ਗਾਇ ॥੪॥੩॥੭੨॥ હે નાનક! પ્રભુની આગળ પ્રાર્થના કરી અને કહે છે. ત્યારે જ જીવ હરિ ગુણ ગાઇ શકે છે ॥૪॥૩॥૭૨॥
ਗਉੜੀ ਗੁਆਰੇਰੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ ગુઆરેરી મહેલ ૪॥
ਕਰਮ ਭੂਮਿ ਮਹਿ ਬੋਅਹੁ ਨਾਮੁ ॥ હે ભાઈ! કર્મ વાવનાર ધરતીમાં પરમાત્માનું નામ વાવ
ਪੂਰਨ ਹੋਇ ਤੁਮਾਰਾ ਕਾਮੁ ॥ આ રીતે તારા મનુષ્ય જીવનનો હેતુ માથે ચડી ગયો.
ਫਲ ਪਾਵਹਿ ਮਿਟੈ ਜਮ ਤ੍ਰਾਸ ॥ તો આનું ફળ આ થશે કે તારી આધ્યાત્મિક મૃત્યુનો જોખમ દૂર થશે
ਨਿਤ ਗਾਵਹਿ ਹਰਿ ਹਰਿ ਗੁਣ ਜਾਸ ॥੧॥ હે ભાઈ! જો તું નિત્ય પરમાત્માના ગુણ ગા, ॥૧॥
ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਅੰਤਰਿ ਉਰਿ ਧਾਰਿ ॥ હે ભાઈ! પોતાની અંદર પોતાના હૃદયમાં પરમાત્માનું નામ સાંભળી રાખ અને
ਸੀਘਰ ਕਾਰਜੁ ਲੇਹੁ ਸਵਾਰਿ ॥੧॥ ਰਹਾਉ ॥ આ રીતે પોતાના મનુષ્ય જીવનનો હેતુ સંભાળી લે ॥૧॥વિરામ॥
ਅਪਨੇ ਪ੍ਰਭ ਸਿਉ ਹੋਹੁ ਸਾਵਧਾਨੁ ॥ પોતાના પરમાત્માની સાથે પરમાત્માની યાદમાં સાવધાન રહે,
ਤਾ ਤੂੰ ਦਰਗਹ ਪਾਵਹਿ ਮਾਨੁ ॥ જ્યારે તું આ મહેનત કરીશ ત્યારે તું પરમાત્માની હાજરીમાં આદર-માન પ્રાપ્ત કરીશ


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top