Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-167

Page 167

ਜਿਤਨੀ ਭੂਖ ਅਨ ਰਸ ਸਾਦ ਹੈ ਤਿਤਨੀ ਭੂਖ ਫਿਰਿ ਲਾਗੈ ॥ બીજા-બીજા રસોની બીજા-બીજા સ્વાદોની જેટલી પણ તૃષ્ણા મનુષ્યને લાગે છે જેમ જેમ રસોનો સ્વાદ લેતા જાય છે તેટલી જ તૃષ્ણા વારંવાર લાગતી જાય છે.
ਜਿਸੁ ਹਰਿ ਆਪਿ ਕ੍ਰਿਪਾ ਕਰੇ ਸੋ ਵੇਚੇ ਸਿਰੁ ਗੁਰ ਆਗੈ ॥ માયાના રસોથી મનુષ્ય ક્યારેય પણ તૃપ્ત થતો નથી. જે મનુષ્ય પર પરમાત્મા પોતે કૃપા કરે છે, તે મનુષ્ય ગુરુની આગળ પોતાનું માથું વેચી દે છે તે પોતાની જાત ગુરુને હવાલે કરે છે.
ਜਨ ਨਾਨਕ ਹਰਿ ਰਸਿ ਤ੍ਰਿਪਤਿਆ ਫਿਰਿ ਭੂਖ ਨ ਲਾਗੈ ॥੪॥੪॥੧੦॥੪੮॥ હે દાસ નાનક! તે મનુષ્ય પરમાત્માના નામ-રસથી તૃપ્ત થઇ જાય છે, તેને માયાની તૃષ્ણા નથી વ્યાપ્તિ ॥૪॥૪॥૧૦॥૪૮॥
ਗਉੜੀ ਬੈਰਾਗਣਿ ਮਹਲਾ ੪ ॥ ગૌરી રાગ બૈરાગણ મહેલ ૪॥
ਹਮਰੈ ਮਨਿ ਚਿਤਿ ਹਰਿ ਆਸ ਨਿਤ ਕਿਉ ਦੇਖਾ ਹਰਿ ਦਰਸੁ ਤੁਮਾਰਾ ॥ હે હરિ! મારા મનમાં મારા ચિત્તમાં હંમેશા આ ઉમ્મીદ રહે છે કે હું કઈ પણ રીતે તારા દર્શન કરી શકું.
ਜਿਨਿ ਪ੍ਰੀਤਿ ਲਾਈ ਸੋ ਜਾਣਤਾ ਹਮਰੈ ਮਨਿ ਚਿਤਿ ਹਰਿ ਬਹੁਤੁ ਪਿਆਰਾ ॥ હે ભાઈ! જે હરિએ મારી અંદર પોતાનો પ્રેમ પેદા કરેલો છે તે જ જાણે છે. મને મારા મનમાં મારા ચિત્તમાં હરિ ખુબ જ સારો લાગી રહ્યો છે.
ਹਉ ਕੁਰਬਾਨੀ ਗੁਰ ਆਪਣੇ ਜਿਨਿ ਵਿਛੁੜਿਆ ਮੇਲਿਆ ਮੇਰਾ ਸਿਰਜਨਹਾਰਾ ॥੧॥ હું મારા ગુરૂથી કુરબાન જાવ છું જેને મને મારા અલગ થયેલા વિધાતા હરિ મિલાવી દીધા છે ॥૧॥
ਮੇਰੇ ਰਾਮ ਹਮ ਪਾਪੀ ਸਰਣਿ ਪਰੇ ਹਰਿ ਦੁਆਰਿ ॥ હે રામ! હું પાપી તારી શરણે આવ્યો છું, તારા ઓટલા પર આવી પડ્યો છું.
ਮਤੁ ਨਿਰਗੁਣ ਹਮ ਮੇਲੈ ਕਬਹੂੰ ਅਪੁਨੀ ਕਿਰਪਾ ਧਾਰਿ ॥੧॥ ਰਹਾਉ ॥ કે કદાચ આ રીતે તુ પોતાની કૃપા કરીને મને ગુણહીનને પોતાના ચરણોમાં જોડી લે ॥૧॥વિરામ॥
ਹਮਰੇ ਅਵਗੁਣ ਬਹੁਤੁ ਬਹੁਤੁ ਹੈ ਬਹੁ ਬਾਰ ਬਾਰ ਹਰਿ ਗਣਤ ਨ ਆਵੈ ॥ હે હરિ! મારી અંદર અનંત અવગુણ છે, ગણી શકાતા નથી. હું ફરીફરીથી અવગુણ કરું છું.
ਤੂੰ ਗੁਣਵੰਤਾ ਹਰਿ ਹਰਿ ਦਇਆਲੁ ਹਰਿ ਆਪੇ ਬਖਸਿ ਲੈਹਿ ਹਰਿ ਭਾਵੈ ॥ તું ગુણોનો માલિક છે, દયાનું ઘર છે. જયારે તારી રજા હોય છે તું પોતે બક્ષી દે છે.
ਹਮ ਅਪਰਾਧੀ ਰਾਖੇ ਗੁਰ ਸੰਗਤੀ ਉਪਦੇਸੁ ਦੀਓ ਹਰਿ ਨਾਮੁ ਛਡਾਵੈ ॥੨॥ હે ભાઈ! આપણા જેવા પાપીઓને હરિ ગુરુની સંગતિમાં રાખે છે, ઉપદેશ આપે છે, અને તેનું નામ વિકારોથી છુટકારો કરી દે છે ॥૨॥
ਤੁਮਰੇ ਗੁਣ ਕਿਆ ਕਹਾ ਮੇਰੇ ਸਤਿਗੁਰਾ ਜਬ ਗੁਰੁ ਬੋਲਹ ਤਬ ਬਿਸਮੁ ਹੋਇ ਜਾਇ ॥ હે સતગુરુ! હું તારા ક્યાં ક્યાં ગુણ વ્યક્ત કરું? જયારે હું ‘ગુરુ ગુરુ’ જપું છું, મારી હાલત આશ્ચર્યજનક સ્થિતિવાળી બની જાય છે.
ਹਮ ਜੈਸੇ ਅਪਰਾਧੀ ਅਵਰੁ ਕੋਈ ਰਾਖੈ ਜੈਸੇ ਹਮ ਸਤਿਗੁਰਿ ਰਾਖਿ ਲੀਏ ਛਡਾਇ ॥ આપણા જેવા પાપીઓને જેમ સતગુરુએ રાખી લીધા છે, બચાવી લીધા છે, વિકારોના પંજાથી છોડાવી લીધા છે. બીજું કોણ આ રીતે બચાવી શકે છે?
ਤੂੰ ਗੁਰੁ ਪਿਤਾ ਤੂੰਹੈ ਗੁਰੁ ਮਾਤਾ ਤੂੰ ਗੁਰੁ ਬੰਧਪੁ ਮੇਰਾ ਸਖਾ ਸਖਾਇ ॥੩॥ હે હરિ! તું જ મારો ગુરુ છે, મારો પિતા છે, મારો સંબંધી છે, મારો મિત્ર છે ॥૩॥
ਜੋ ਹਮਰੀ ਬਿਧਿ ਹੋਤੀ ਮੇਰੇ ਸਤਿਗੁਰਾ ਸਾ ਬਿਧਿ ਤੁਮ ਹਰਿ ਜਾਣਹੁ ਆਪੇ ॥ હે સતગુરુ! હે હરિ! જે મારી હાલત થતી હતી, તે હાલતને તું પોતે જ જાણે છે.
ਹਮ ਰੁਲਤੇ ਫਿਰਤੇ ਕੋਈ ਬਾਤ ਨ ਪੂਛਤਾ ਗੁਰ ਸਤਿਗੁਰ ਸੰਗਿ ਕੀਰੇ ਹਮ ਥਾਪੇ ॥ હું અહી-ત્યાં ભટક્તો ફરતો હતો, મારી કોઈ વાત નહોતું પૂછતું, તે મને કિડાને ગુરુ સતગુરુના ચરણોમાં લાવીને આદર આપ્યું.
ਧੰਨੁ ਧੰਨੁ ਗੁਰੂ ਨਾਨਕ ਜਨ ਕੇਰਾ ਜਿਤੁ ਮਿਲਿਐ ਚੂਕੇ ਸਭਿ ਸੋਗ ਸੰਤਾਪੇ ॥੪॥੫॥੧੧॥੪੯॥ હે ભાઈ! દાસ નાનકનો ગુરુ ધન્ય છે. ધન્ય છે જે ગુરુને મળીને મારા બધા શોક સમાપ્ત થઇ ગયા મારા બધા કષ્ટ દૂર થઇ ગયા ॥૪॥૫॥૧૧॥૪૯॥
ਗਉੜੀ ਬੈਰਾਗਣਿ ਮਹਲਾ ੪ ॥ ગૌરી રાગ વૈરાગણ મહેલ ૪॥
ਕੰਚਨ ਨਾਰੀ ਮਹਿ ਜੀਉ ਲੁਭਤੁ ਹੈ ਮੋਹੁ ਮੀਠਾ ਮਾਇਆ ॥ મારી જીવાત્મા સોનાના મોહમાં, સ્ત્રીના મોહમાં ફસાયેલી છે. માયાનો મોહ મને મીઠો લાગી રહ્યો છે.
ਘਰ ਮੰਦਰ ਘੋੜੇ ਖੁਸੀ ਮਨੁ ਅਨ ਰਸਿ ਲਾਇਆ ॥ ઘર, પાકા મહેલ ઘોડા જોઈ-જોઈને મને ઉત્સાહ ચઢે છે, મારુ મન બીજા-બીજા પદાર્થોના રસમાં લાગેલું છે.
ਹਰਿ ਪ੍ਰਭੁ ਚਿਤਿ ਨ ਆਵਈ ਕਿਉ ਛੂਟਾ ਮੇਰੇ ਹਰਿ ਰਾਇਆ ॥੧॥ હે હરિ! હે રાજન! તું પરમાત્મા ક્યારેય મારા ચિત્તમાં આવતો નથી. હું આ મોહમાંથી કેવી રીતે નીકળું? ॥૧॥
ਮੇਰੇ ਰਾਮ ਇਹ ਨੀਚ ਕਰਮ ਹਰਿ ਮੇਰੇ ॥ હે રામ! મારા હરિ! મારા આ નીચ કર્મ છે.
ਗੁਣਵੰਤਾ ਹਰਿ ਹਰਿ ਦਇਆਲੁ ਕਰਿ ਕਿਰਪਾ ਬਖਸਿ ਅਵਗਣ ਸਭਿ ਮੇਰੇ ॥੧॥ ਰਹਾਉ ॥ પરંતુ તું ગુણોનો માલિક છે. તું દયાનું ઘર છે. કૃપા કર અને મારા બધા અવગુણ બક્ષ ॥૧॥વિરામ॥
ਕਿਛੁ ਰੂਪੁ ਨਹੀ ਕਿਛੁ ਜਾਤਿ ਨਾਹੀ ਕਿਛੁ ਢੰਗੁ ਨ ਮੇਰਾ ॥ ના મારુ સુંદર રૂપ છે, ના મારી ઊંચી જાતિ છે, ના મારામાં કોઈ નિપુણતા છે.
ਕਿਆ ਮੁਹੁ ਲੈ ਬੋਲਹ ਗੁਣ ਬਿਹੂਨ ਨਾਮੁ ਜਪਿਆ ਨ ਤੇਰਾ ॥ હે પ્રભુ! હું ગુણોથી વિહીન છું. મેં તારું નામ નથી જપ્યું. હું ક્યુ મુખ લઈને તારી સામે વાત કરવા લાયક છું?
ਹਮ ਪਾਪੀ ਸੰਗਿ ਗੁਰ ਉਬਰੇ ਪੁੰਨੁ ਸਤਿਗੁਰ ਕੇਰਾ ॥੨॥ આ સતગુરુની કૃપા થઇ છે કે હું પાપી ગુરુની સંગતિમાં રહીને પાપોથી બચી ગયો છું ॥૨॥
ਸਭੁ ਜੀਉ ਪਿੰਡੁ ਮੁਖੁ ਨਕੁ ਦੀਆ ਵਰਤਣ ਕਉ ਪਾਣੀ ॥ આ જીવાત્મા, આ શરીર, આ મુખ આ નાક વગેરે અંગ આ બધું પરમાત્માએ મને આપ્યું છે પાણી, હવા, અગ્નિ વગેરે મને તેને રોપવા માટે આપેલું છે.
ਅੰਨੁ ਖਾਣਾ ਕਪੜੁ ਪੈਨਣੁ ਦੀਆ ਰਸ ਅਨਿ ਭੋਗਾਣੀ ॥ તેણે મને અન્ન ખાવા માટે આપ્યા છે, કપડાં પહેરવા આપ્યા છે, અને અનેક સ્વાદિષ્ટ પદાર્થ ભોગવા આપેલા છે.
ਜਿਨਿ ਦੀਏ ਸੁ ਚਿਤਿ ਨ ਆਵਈ ਪਸੂ ਹਉ ਕਰਿ ਜਾਣੀ ॥੩॥ પરંતુ જે પરમાત્માએ આ બધા પદાર્થ આપ્યા છે તે મને ક્યારેય યાદ પણ નથી આવતો. હું મૂર્ખ પશુ પોતાની જાતને મોટો સમજું છું ॥૩॥
ਸਭੁ ਕੀਤਾ ਤੇਰਾ ਵਰਤਦਾ ਤੂੰ ਅੰਤਰਜਾਮੀ ॥ હે પ્રભુ! અમારા જીવોના હાથમાં પણ શું છે? જગતમાં જે કાંઇ થઇ રહ્યું છે, બધું તારું જ કરેલું થઇ રહ્યું છે. તું દરેક દિલની જાણે છે.
ਹਮ ਜੰਤ ਵਿਚਾਰੇ ਕਿਆ ਕਰਹ ਸਭੁ ਖੇਲੁ ਤੁਮ ਸੁਆਮੀ ॥ અમે તુચ્છ જીવ તારાથી બળવાખોર થઈને શું કરી શકીએ છીએ? હે સ્વામી! આ બધી તારી જ રમત થઇ રહી છે.
ਜਨ ਨਾਨਕੁ ਹਾਟਿ ਵਿਹਾਝਿਆ ਹਰਿ ਗੁਲਮ ਗੁਲਾਮੀ ॥੪॥੬॥੧੨॥੫੦॥ જેમ કોઈ ગુલામ દુકાનથી ખરીદવામાં આવે છે તેમ જ આ તારો દાસ નાનક તારી સાધુ સંગતની દુકાનમાં તારા સુંદર નામથી વેચાયેલો છે. તારા ગુલામોનો ગુલામ છે ॥૪॥૬॥૧૨॥૫૦॥
error: Content is protected !!
Scroll to Top
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html