Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-168

Page 168

ਗਉੜੀ ਬੈਰਾਗਣਿ ਮਹਲਾ ੪ ॥ ગૌરી રાગ વૈરાગણ મહેલ ૪॥
ਜਿਉ ਜਨਨੀ ਸੁਤੁ ਜਣਿ ਪਾਲਤੀ ਰਾਖੈ ਨਦਰਿ ਮਝਾਰਿ ॥ જેમ માતા પુત્રને જન્મ દઈને તેને પોતાની નજરથી નીચે રાખે છે અને ઉછેરે છે.
ਅੰਤਰਿ ਬਾਹਰਿ ਮੁਖਿ ਦੇ ਗਿਰਾਸੁ ਖਿਨੁ ਖਿਨੁ ਪੋਚਾਰਿ ॥ ઘરમાં અંદર બહાર કામ કરતા હોવા છતાં ક્ષણ ક્ષણ પ્રેમ કરીને તે પુત્રને મુખમાં ઘાસ દેતી રહે છે.
ਤਿਉ ਸਤਿਗੁਰੁ ਗੁਰਸਿਖ ਰਾਖਤਾ ਹਰਿ ਪ੍ਰੀਤਿ ਪਿਆਰਿ ॥੧॥ આ રીતે ગુરુ સતગુરૂ શીખોને પરમાત્માની પ્રીતીનો આધ્યાત્મિક ખોરાક આપીને પ્રેમથી સંભાળે છે ॥૧॥
ਮੇਰੇ ਰਾਮ ਹਮ ਬਾਰਿਕ ਹਰਿ ਪ੍ਰਭ ਕੇ ਹੈ ਇਆਣੇ ॥ હે રામ! હે હરિ! હે પ્રભુ! અમે તારા અજાણ બાળકો છીએ.
ਧੰਨੁ ਧੰਨੁ ਗੁਰੂ ਗੁਰੁ ਸਤਿਗੁਰੁ ਪਾਧਾ ਜਿਨਿ ਹਰਿ ਉਪਦੇਸੁ ਦੇ ਕੀਏ ਸਿਆਣੇ ॥੧॥ ਰਹਾਉ ॥ સાબાશી છે ઉપદેશ દાતા ગુરુ સતગુરુને, જેને હરિ નામનો ઉપદેશ આપીને અમને સુજાણ બનાવી દીધા છે ॥૧॥વિરામ॥
ਜੈਸੀ ਗਗਨਿ ਫਿਰੰਤੀ ਊਡਤੀ ਕਪਰੇ ਬਾਗੇ ਵਾਲੀ ॥ જેમ સફેદ પાંખોવાળી કુંજ આકાશમાં ઉડતી ફરે છે,
ਓਹ ਰਾਖੈ ਚੀਤੁ ਪੀਛੈ ਬਿਚਿ ਬਚਰੇ ਨਿਤ ਹਿਰਦੈ ਸਾਰਿ ਸਮਾਲੀ ॥ પરંતુ તે પાછળ રહેલા નાના નાના બાળકોમાં પોતાનું ચિત્ત રાખે છે.હંમેશા તેને પોતાના હૃદયમાં સંભાળે છે.
ਤਿਉ ਸਤਿਗੁਰ ਸਿਖ ਪ੍ਰੀਤਿ ਹਰਿ ਹਰਿ ਕੀ ਗੁਰੁ ਸਿਖ ਰਖੈ ਜੀਅ ਨਾਲੀ ॥੨॥ આ રીતે ગુરુ અને સિખની પ્રીતિ છે, ગુરુ પોતાના શિખોને હરીની પ્રીતિ આપીને તેને પોતાની જીવની સાથે રાખે છે ॥૨॥
ਜੈਸੇ ਕਾਤੀ ਤੀਸ ਬਤੀਸ ਹੈ ਵਿਚਿ ਰਾਖੈ ਰਸਨਾ ਮਾਸ ਰਤੁ ਕੇਰੀ ॥ જેમ ત્રીસ-બત્રીસ દાંતવાળી કાતર છે. તે કાતરમાં પરમાત્મા માસ અને લોહીથી બનેલી જીભને બચાવીને રાખે છે.
ਕੋਈ ਜਾਣਹੁ ਮਾਸ ਕਾਤੀ ਕੈ ਕਿਛੁ ਹਾਥਿ ਹੈ ਸਭ ਵਸਗਤਿ ਹੈ ਹਰਿ ਕੇਰੀ ॥ કોઈ મનુષ્ય સમજતો રહે કે બચીને રહેવું કે બચાવીને રાખવું માસની જીભનાં હાથમાં છે અથવા દાંતોની કાતરના વશમાં છે, આ તો પરમાત્માના હાથમાં જ છે.
ਤਿਉ ਸੰਤ ਜਨਾ ਕੀ ਨਰ ਨਿੰਦਾ ਕਰਹਿ ਹਰਿ ਰਾਖੈ ਪੈਜ ਜਨ ਕੇਰੀ ॥੩॥ આ રીતે લોકો તો સંતોની નિંદા કરે છે, પરંતુ પરમાત્મા પોતાના સેવકોની લજ્જા જ રાખે છે ॥૩॥
ਭਾਈ ਮਤ ਕੋਈ ਜਾਣਹੁ ਕਿਸੀ ਕੈ ਕਿਛੁ ਹਾਥਿ ਹੈ ਸਭ ਕਰੇ ਕਰਾਇਆ ॥ હે ભાઈ! સંપૂર્ણપણે ના કોઈ સમજો કે કોઈ મનુષ્યના વશમાં કાંઈ છે. આ તો બધું પરમાત્મા પોતે જ કરે છે, પોતે જ કરાવે છે.
ਜਰਾ ਮਰਾ ਤਾਪੁ ਸਿਰਤਿ ਸਾਪੁ ਸਭੁ ਹਰਿ ਕੈ ਵਸਿ ਹੈ ਕੋਈ ਲਾਗਿ ਨ ਸਕੈ ਬਿਨੁ ਹਰਿ ਕਾ ਲਾਇਆ ॥ વૃદ્ધાવસ્થા, મૃત્યુ, માથાનો દુ:ખાવો, તાવ વગેરે દરેક દુ:ખ-કષ્ટ પરમાત્માના વશમાં છે, પરમાત્માના લગાવ્યા વગર કોઈ રોગ કોઈ જીવને લાગી શકતો નથી.
ਐਸਾ ਹਰਿ ਨਾਮੁ ਮਨਿ ਚਿਤਿ ਨਿਤਿ ਧਿਆਵਹੁ ਜਨ ਨਾਨਕ ਜੋ ਅੰਤੀ ਅਉਸਰਿ ਲਏ ਛਡਾਇਆ ॥੪॥੭॥੧੩॥੫੧॥ હે દાસ નાનક! જે હરિ-નામ અંત સમય યમ વગેરેથી છોડાવી લે છે તેને પોતાના મનમાં ચિત્તમાં હંમેશા સ્મરણ કરતા રહીએ ॥૪॥૭॥૧૩॥૫૧॥
ਗਉੜੀ ਬੈਰਾਗਣਿ ਮਹਲਾ ੪ ॥ ગૌરી રાગ બૈરાગણ મહેલ ૪॥
ਜਿਸੁ ਮਿਲਿਐ ਮਨਿ ਹੋਇ ਅਨੰਦੁ ਸੋ ਸਤਿਗੁਰੁ ਕਹੀਐ ॥ જેને મળીને મનમાં આનંદ પેદા થાય છે, મનની ઘૃણાસ્પદ સ્થિતિ સમાપ્ત થઇ જાય,
ਮਨ ਕੀ ਦੁਬਿਧਾ ਬਿਨਸਿ ਜਾਇ ਹਰਿ ਪਰਮ ਪਦੁ ਲਹੀਐ ॥੧॥ પરમાત્માના મેળાપની સૌથી શ્રેષ્ઠ આધ્યાત્મિક સ્થિતિ ઉત્પન્ન થાય તેને જ ગુરુ કહી શકાય છે ॥૧॥
ਮੇਰਾ ਸਤਿਗੁਰੁ ਪਿਆਰਾ ਕਿਤੁ ਬਿਧਿ ਮਿਲੈ ॥ હે ભાઈ! મારો પ્રેમાળ ગુરુ મને કઈ રીતથી મળી શકે છે?
ਹਉ ਖਿਨੁ ਖਿਨੁ ਕਰੀ ਨਮਸਕਾਰੁ ਮੇਰਾ ਗੁਰੁ ਪੂਰਾ ਕਿਉ ਮਿਲੈ ॥੧॥ ਰਹਾਉ ॥ જે મનુષ્ય મને આ કહે કે મારો ગુરુ મને કઈ રીતથી મળી શકે છે તેની આગળ હું દરેક પળ નતમસ્તક થાવ છું ॥૧॥વિરામ॥
ਕਰਿ ਕਿਰਪਾ ਹਰਿ ਮੇਲਿਆ ਮੇਰਾ ਸਤਿਗੁਰੁ ਪੂਰਾ ॥ પરમાત્માએ કૃપા કરીને જે મનુષ્યને મારો સંપૂર્ણ ગુરુ મળાવી દીધો.
ਇਛ ਪੁੰਨੀ ਜਨ ਕੇਰੀਆ ਲੇ ਸਤਿਗੁਰ ਧੂਰਾ ॥੨॥ ગુરુના ચરણોની ધૂળ મેળવીને તે મનુષ્યની દરેક પ્રકારની ઇચ્છા પુરી થઇ જાય છે ॥૨॥
ਹਰਿ ਭਗਤਿ ਦ੍ਰਿੜਾਵੈ ਹਰਿ ਭਗਤਿ ਸੁਣੈ ਤਿਸੁ ਸਤਿਗੁਰ ਮਿਲੀਐ ॥ હે ભાઈ! તે ગુરુને મળવું જોઈએ જે મનુષ્યના હૃદયમાં પરમાત્માની ભક્તિ પાક્કી રીતે બેસાડી દે છે જેને મળીને મનુષ્ય પરમાત્માની મહિમા શોખથી સાંભળે છે.
ਤੋਟਾ ਮੂਲਿ ਨ ਆਵਈ ਹਰਿ ਲਾਭੁ ਨਿਤਿ ਦ੍ਰਿੜੀਐ ॥੩॥ જેને મળીને મનુષ્ય પરમાત્માના નામ ધનની કમાણી હંમેશા કમાય છે અને આ કમાણીમાં ક્યારેય ઘટ પડતી નથી ॥૩॥
ਜਿਸ ਕਉ ਰਿਦੈ ਵਿਗਾਸੁ ਹੈ ਭਾਉ ਦੂਜਾ ਨਾਹੀ ॥ જે ગુરુને ધૂરથી જ પ્રભુ દ્વારા હૃદયની પ્રસન્નતા ધબકતું હૃદય મળેલું છે, જેની અંદર પરમાત્મા વગર કોઈ બીજો મોહ નથી.
ਨਾਨਕ ਤਿਸੁ ਗੁਰ ਮਿਲਿ ਉਧਰੈ ਹਰਿ ਗੁਣ ਗਾਵਾਹੀ ॥੪॥੮॥੧੪॥੫੨॥ હે નાનક! તે ગુરુને મળીને મનુષ્ય ઈશ્વરના ગુણ ગાય છે તે ગુરુને મળીને મનુષ્ય વિકારોથી બચી નીકળે છે. ॥૪॥૮॥૧૪॥૫૨॥
ਮਹਲਾ ੪ ਗਉੜੀ ਪੂਰਬੀ ॥ મહેલ ૪ ગૌરી રાગ પૂર્વ ॥
ਹਰਿ ਦਇਆਲਿ ਦਇਆ ਪ੍ਰਭਿ ਕੀਨੀ ਮੇਰੈ ਮਨਿ ਤਨਿ ਮੁਖਿ ਹਰਿ ਬੋਲੀ ॥ દયાળુ હરિ પ્રભુએ મારી ઉપર કૃપા કરી અને તેને મારા મનમાં મારા તનમાં મારા મુખમાં પોતાની મહિમાની વાણી રાખી દીધી.
ਗੁਰਮੁਖਿ ਰੰਗੁ ਭਇਆ ਅਤਿ ਗੂੜਾ ਹਰਿ ਰੰਗਿ ਭੀਨੀ ਮੇਰੀ ਚੋਲੀ ॥੧॥ મારુ હદય પ્રભુ-નામ રંગમાં ભીંજાય ગયું. ગુરુની શરણ પડીને તે રંગ ખુબ જ ગાઢ થઈ ગયો ॥૧॥
ਅਪੁਨੇ ਹਰਿ ਪ੍ਰਭ ਕੀ ਹਉ ਗੋਲੀ ॥ હું પોતાના હરિ પ્રભુની દાસી બની ગઈ છું.
ਜਬ ਹਮ ਹਰਿ ਸੇਤੀ ਮਨੁ ਮਾਨਿਆ ਕਰਿ ਦੀਨੋ ਜਗਤੁ ਸਭੁ ਗੋਲ ਅਮੋਲੀ ॥੧॥ ਰਹਾਉ ॥ જયારે મારુ મન પરમાત્માની યાદમાં ભીંજાય ગયુ. પરમાત્માએ આખા જગતને મારો બે-મૂલ્ય દાસ બનાવી દીધો ॥૧॥વિરામ॥
ਕਰਹੁ ਬਿਬੇਕੁ ਸੰਤ ਜਨ ਭਾਈ ਖੋਜਿ ਹਿਰਦੈ ਦੇਖਿ ਢੰਢੋਲੀ ॥ હે સંત જન ભાઈઓ! તું પોતાના હૃદયને શોધીને જોઈને વિચાર કર તને એ વાત સ્પષ્ટ દેખાઇ દેશે કે આ આખું જગત પરમાત્માનું જ રૂપ છે.
ਹਰਿ ਹਰਿ ਰੂਪੁ ਸਭ ਜੋਤਿ ਸਬਾਈ ਹਰਿ ਨਿਕਟਿ ਵਸੈ ਹਰਿ ਕੋਲੀ ॥੨॥ આખી સૃષ્ટિમાં ઈશ્વરની જ જ્યોતિ વસી રહી છે, પરમાત્મા દરેક જીવની નજીક વસે છે, પાસે વસે છે ॥૨॥
error: Content is protected !!
Scroll to Top
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/