Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-165

Page 165

ਗਉੜੀ ਗੁਆਰੇਰੀ ਮਹਲਾ ੪ ॥ ગૌરી રાગ ગુઆરેરી મહેલ ૪॥
ਸਤਿਗੁਰ ਸੇਵਾ ਸਫਲ ਹੈ ਬਣੀ ॥ સતગુરુની શરણ મનુષ્યના આધ્યાત્મિક જીવન માટે લાભદાયક બની જાય છે.
ਜਿਤੁ ਮਿਲਿ ਹਰਿ ਨਾਮੁ ਧਿਆਇਆ ਹਰਿ ਧਣੀ ॥ કારણ કે આ ગુરુ શરણ દ્વારા સાધુ-સંગતમાં મળીને માલિક પ્રભુનું નામ સ્મરણ કરી શકાય છે.
ਜਿਨ ਹਰਿ ਜਪਿਆ ਤਿਨ ਪੀਛੈ ਛੂਟੀ ਘਣੀ ॥੧॥ જે મનુષ્યોએ ગુરુની શરણ પડીને પરમાત્માનું નામ જપ્યું છે તેના રસ્તા પર ચાલીને ઘણી બધી દુનિયા વિકારોથી બચી જાય છે ॥૧॥
ਗੁਰਸਿਖ ਹਰਿ ਬੋਲਹੁ ਮੇਰੇ ਭਾਈ ॥ હે ભાઈ! ગુરુનો શીખ બનીને ગુરુની દેખાડેલ રાહ પર ચાલીને પરમાત્માનું સ્મરણ કરો.
ਹਰਿ ਬੋਲਤ ਸਭ ਪਾਪ ਲਹਿ ਜਾਈ ॥੧॥ ਰਹਾਉ ॥ ત્યારે જ પ્રભુનું નામ સ્મરણ કરવાથી દરેક પ્રકારના પાપ મનથી દૂર થઈ જાય છે ॥૧॥વિરામ॥
ਜਬ ਗੁਰੁ ਮਿਲਿਆ ਤਬ ਮਨੁ ਵਸਿ ਆਇਆ ॥ જ્યારે મનુષ્યને ગુરુ મળી જાય છે ત્યારે તેનું મન વશમાં આવી જાય છે.
ਧਾਵਤ ਪੰਚ ਰਹੇ ਹਰਿ ਧਿਆਇਆ ॥ ગુરુની શરણ પડીને પરમાત્માનું સ્મરણ કરતાં મનુષ્ય પાંચેય જ્ઞાનેન્દ્રિયો વિકારો તરફ દોડવાથી હટી જાય છે.
ਅਨਦਿਨੁ ਨਗਰੀ ਹਰਿ ਗੁਣ ਗਾਇਆ ॥੨॥ અને શરીરની માલિક જીવાત્મા દરરોજ પરમાત્માના ગુણ ગાય છે ॥૨॥
ਸਤਿਗੁਰ ਪਗ ਧੂਰਿ ਜਿਨਾ ਮੁਖਿ ਲਾਈ ॥ જે ભાગ્યશાળીઓએ ગુરુના ચરણોની ધૂળ પોતાના માથા પર લગાવી લીધી.
ਤਿਨ ਕੂੜ ਤਿਆਗੇ ਹਰਿ ਲਿਵ ਲਾਈ ॥ તેને ખોટા મોહ છોડી દીધા અને પરમાત્માના ચરણોમાં પોતાનું ધ્યાન જોડી લીધું.
ਤੇ ਹਰਿ ਦਰਗਹ ਮੁਖ ਊਜਲ ਭਾਈ ॥੩॥ પરમાત્માની હાજરીમાં તે મનુષ્ય સાચો સ્વીકાર થાય છે ॥૩॥
ਗੁਰ ਸੇਵਾ ਆਪਿ ਹਰਿ ਭਾਵੈ ॥ ગુરુની શરણ પડવું પરમાત્માને પણ સારું લાગે છે.
ਕ੍ਰਿਸਨੁ ਬਲਭਦ੍ਰੁ ਗੁਰ ਪਗ ਲਗਿ ਧਿਆਵੈ ॥ કૃષ્ણ પણ ગુરૂના ચરણે લાગીને પરમાત્માને સ્મરણ કરતો રહ્યો. બલભદ્ર પણ ગુરુની ચરણ લાગીને હરિ-નામ ધરતો રહ્યો.
ਨਾਨਕ ਗੁਰਮੁਖਿ ਹਰਿ ਆਪਿ ਤਰਾਵੈ ॥੪॥੫॥੪੩॥ હે નાનક! જે મનુષ્ય ગુરુની શરણ પડે છે. તેને પરમાત્મા પોતે વિકારોના સંસાર સમુદ્રથી પાર પાડે છે ॥૪॥૫॥૪૩॥
ਗਉੜੀ ਗੁਆਰੇਰੀ ਮਹਲਾ ੪ ॥ ગૌરી રાગ ગુઆરેરી મહેલ ૪॥
ਹਰਿ ਆਪੇ ਜੋਗੀ ਡੰਡਾਧਾਰੀ ॥ હાથમાં ડંડો રાખનાર જોગી પણ પરમાત્મા પોતે જ છે
ਹਰਿ ਆਪੇ ਰਵਿ ਰਹਿਆ ਬਨਵਾਰੀ ॥ કારણ કે તે હરિ પરમાત્મા પોતે જ દરેક જગ્યાએ વ્યાપક છે,
ਹਰਿ ਆਪੇ ਤਪੁ ਤਾਪੈ ਲਾਇ ਤਾਰੀ ॥੧॥ તાપસમાં વ્યાપક થઈને હરિ પોતે જ તાડી લગાવીને તપ-સાધના કરી રહ્યો છે ॥૧॥
ਐਸਾ ਮੇਰਾ ਰਾਮੁ ਰਹਿਆ ਭਰਪੂਰਿ ॥ હે ભાઈ! મારો રામ એવો છે કે તે દરેક જગ્યાએ હાજર છે.
ਨਿਕਟਿ ਵਸੈ ਨਾਹੀ ਹਰਿ ਦੂਰਿ ॥੧॥ ਰਹਾਉ ॥ તે દરેક જીવની નજીક વસે છે કોઈ પણ જગ્યાથી તે હરિ દૂર નથી ॥૧॥વિરામ॥
ਹਰਿ ਆਪੇ ਸਬਦੁ ਸੁਰਤਿ ਧੁਨਿ ਆਪੇ ॥ પરમાત્મા પોતે જ શબ્દ છે પોતે જ ધ્યાન છે અને પોતે જ લગન છે.
ਹਰਿ ਆਪੇ ਵੇਖੈ ਵਿਗਸੈ ਆਪੇ ॥ પરમાત્મા પોતે જ બધા જીવોમાં બેસીને જગત-ભવ્યતા જોઇ રહ્યો છે અને પોતે જ આ ભવ્યતા જોઈને ખુશ થઈ રહ્યો છે.
ਹਰਿ ਆਪਿ ਜਪਾਇ ਆਪੇ ਹਰਿ ਜਾਪੇ ॥੨॥ પરમાત્મા પોતે જ બધામાં બેસીને પોતાનું નામ જપી રહ્યો છે ॥૨॥
ਹਰਿ ਆਪੇ ਸਾਰਿੰਗ ਅੰਮ੍ਰਿਤਧਾਰਾ ॥ પરમાત્મા પોતે જ બપૈયો છે અને પોતે જ તે બપૈયો માટે વરસાદની ધાર છે.
ਹਰਿ ਅੰਮ੍ਰਿਤੁ ਆਪਿ ਪੀਆਵਣਹਾਰਾ ॥ પરમાત્મા પોતે જ આધ્યાત્મિક જીવન દેનાર નામ-રસ છે અને પોતે જ તે જીવોને અમૃત પીવડાવનાર છે.
ਹਰਿ ਆਪਿ ਕਰੇ ਆਪੇ ਨਿਸਤਾਰਾ ॥੩॥ પ્રભુ પોતે જ જગતના જીવોને ઉત્પન્ન કરે છે અને પોતે જ જીવોને સંસાર સમુદ્રથી પાર પાડે છે ॥૩॥
ਹਰਿ ਆਪੇ ਬੇੜੀ ਤੁਲਹਾ ਤਾਰਾ ॥ પરમાત્મા પોતે જીવોને સંસાર સમુદ્રથી પાર પાડવા માટે નાવડી છે હલેસું છે અને પોતે પાર પાડનાર છે.
ਹਰਿ ਆਪੇ ਗੁਰਮਤੀ ਨਿਸਤਾਰਾ ॥ પ્રભુ પોતે જ ગુરુની બુધ્ધિ પર ચલાવીને વિકારોથી બચાવે છે.
ਹਰਿ ਆਪੇ ਨਾਨਕ ਪਾਵੈ ਪਾਰਾ ॥੪॥੬॥੪੪॥ હે નાનક! પરમાત્મા પોતે જ સંસાર સમુદ્રથી પાર પડાવે છે ॥૪॥૬॥૪૪॥
ਗਉੜੀ ਬੈਰਾਗਣਿ ਮਹਲਾ ੪ ॥ ગૌરી રાગ વૈરાગણ મહેલ ૪॥
ਸਾਹੁ ਹਮਾਰਾ ਤੂੰ ਧਣੀ ਜੈਸੀ ਤੂੰ ਰਾਸਿ ਦੇਹਿ ਤੈਸੀ ਹਮ ਲੇਹਿ ॥ હે પ્રભુ! તું અમારો શાહ છે તું અમારો માલિક છે. તું અમને જેવી રાશિ આપે છે તેવી સંપત્તિ અમે લઇએ છે.
ਹਰਿ ਨਾਮੁ ਵਣੰਜਹ ਰੰਗ ਸਿਉ ਜੇ ਆਪਿ ਦਇਆਲੁ ਹੋਇ ਦੇਹਿ ॥੧॥ જો તું સ્વયં મહેરબાન થઈને અમને પોતાના નામની સંપંત્તિ દે તો અમે પ્રેમથી તારા નામનો વ્યાપાર કરવા લાગીએ છીએ ॥૧॥
ਹਮ ਵਣਜਾਰੇ ਰਾਮ ਕੇ ॥ અમે જીવ પરમાત્મા શાહુકારના મોકલેલ વ્યાપારી છીએ.
ਹਰਿ ਵਣਜੁ ਕਰਾਵੈ ਦੇ ਰਾਸਿ ਰੇ ॥੧॥ ਰਹਾਉ ॥ હે ભાઈ! તે શાહ પોતાના નામની સંપત્તિ આપીને અમારા જીવોથી વ્યાપાર કરાવે છે ॥૧॥વિરામ॥
ਲਾਹਾ ਹਰਿ ਭਗਤਿ ਧਨੁ ਖਟਿਆ ਹਰਿ ਸਚੇ ਸਾਹ ਮਨਿ ਭਾਇਆ ॥ જે જીવ વણઝારાએ પરમાત્માની ભક્તિની કમાણી કમાઈ છે પરમાત્માનું નામ-ધન કમાવેલું છે તે પેલા હંમેશા કાયમ રહેનાર શાહ પ્રભુને પ્રેમાળ લાગે છે.
ਹਰਿ ਜਪਿ ਹਰਿ ਵਖਰੁ ਲਦਿਆ ਜਮੁ ਜਾਗਾਤੀ ਨੇੜਿ ਨ ਆਇਆ ॥੨॥ જે જીવ વ્યાપારીએ પરમાત્માનું નામ જપીને પરમાત્માના નામનો સૌદો ફેલાવ્યો છે, જમ-મસુલીયા તેની નજીક પણ નથી ભટકતા ॥૨॥
ਹੋਰੁ ਵਣਜੁ ਕਰਹਿ ਵਾਪਾਰੀਏ ਅਨੰਤ ਤਰੰਗੀ ਦੁਖੁ ਮਾਇਆ ॥ પરંતુ જે જીવ વણઝારા પ્રભુ નામ વગર બીજો જ વ્યાપાર કરે છે તે માયાની મોહની અનંત લહેરોમાં ફસાઈને દુઃખ સહે છે.
ਓਇ ਜੇਹੈ ਵਣਜਿ ਹਰਿ ਲਾਇਆ ਫਲੁ ਤੇਹਾ ਤਿਨ ਪਾਇਆ ॥੩॥ તેનું પણ શું વશ? જે પ્રકારના વ્યાપારમાં પરમાત્માએ તેને લગાવી દીધા છે તેવું જ ફળ તેણે મેળવી લીધું છે ॥૩॥
ਹਰਿ ਹਰਿ ਵਣਜੁ ਸੋ ਜਨੁ ਕਰੇ ਜਿਸੁ ਕ੍ਰਿਪਾਲੁ ਹੋਇ ਪ੍ਰਭੁ ਦੇਈ ॥ પરમાત્માના નામનો વ્યાપાર તે જ મનુષ્ય કરે છે જેને પરમાત્મા સ્વયં મહેરબાન થઈને આપે છે.
ਜਨ ਨਾਨਕ ਸਾਹੁ ਹਰਿ ਸੇਵਿਆ ਫਿਰਿ ਲੇਖਾ ਮੂਲਿ ਨ ਲੇਈ ॥੪॥੧॥੭॥੪੫॥ હે દાસ નાનક! જે મનુષ્યએ સૌનો પરમાત્માની સેવા-ભક્તિ કરી છે. તેનાથી તે શાહ-પ્રભુ ક્યારેય પણ તેના વાણિજ્ય-વ્યાપારનો લેખ નથી માંગતો ॥૪॥૧॥૭॥૪૫॥
ਗਉੜੀ ਬੈਰਾਗਣਿ ਮਹਲਾ ੪ ॥ ગૌરી રાગ વૈરાગણ મહેલ ૪॥
ਜਿਉ ਜਨਨੀ ਗਰਭੁ ਪਾਲਤੀ ਸੁਤ ਕੀ ਕਰਿ ਆਸਾ ॥ જેમ કોઈ માતા પુત્ર પેદા કરવાની આશા રાખીને નવ મહિના પોતાની ગર્ભાશયમાં ઉછેરે છે.
ਵਡਾ ਹੋਇ ਧਨੁ ਖਾਟਿ ਦੇਇ ਕਰਿ ਭੋਗ ਬਿਲਾਸਾ ॥ તે ઉમ્મીદ કરે છે કે મારો પુત્ર મોટો થઈને ધન કમાઈને અમારા સુખ-આનંદ માટે અમને લાવીને દેશે.
ਤਿਉ ਹਰਿ ਜਨ ਪ੍ਰੀਤਿ ਹਰਿ ਰਾਖਦਾ ਦੇ ਆਪਿ ਹਥਾਸਾ ॥੧॥ આ રીતે પરમાત્મા પોતાના સેવકોની પ્રીતિને સ્વયં પોતાનો હાથ આપીને કાયમ રાખે છે ॥૧॥
error: Content is protected !!
Scroll to Top
slot gacor slot demo https://ijwem.ulm.ac.id/pages/demo/ situs slot gacor https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://mesin-dev.ft.unesa.ac.id/mesin/demo-slot/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/ https://kemahasiswaan.unand.ac.id/plugins/actionlog/ https://bappelitbangda.bangkatengahkab.go.id/storage/images/x-demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
slot gacor slot demo https://ijwem.ulm.ac.id/pages/demo/ situs slot gacor https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://mesin-dev.ft.unesa.ac.id/mesin/demo-slot/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/ https://kemahasiswaan.unand.ac.id/plugins/actionlog/ https://bappelitbangda.bangkatengahkab.go.id/storage/images/x-demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/