Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-164

Page 164

ਸੰਨਿਆਸੀ ਬਿਭੂਤ ਲਾਇ ਦੇਹ ਸਵਾਰੀ ॥ સન્યાસીએ રાખ ઘસીને પોતાના શરીરને શણગાર્યું છે.
ਪਰ ਤ੍ਰਿਅ ਤਿਆਗੁ ਕਰੀ ਬ੍ਰਹਮਚਾਰੀ ॥ તેને પારકી સ્ત્રીનો ત્યાગ કરીને બ્રહ્મચર્ય ધારણ કરેલું છે.
ਮੈ ਮੂਰਖ ਹਰਿ ਆਸ ਤੁਮਾਰੀ ॥੨॥ તેને બ્રહ્મચર્યને જ પોતાના આધ્યાત્મિક જીવનનો સહારો બનાવેલો છે. તેની નજરમાં મારા જેવો ગૃહસ્થી મૂર્ખ છે પરંતુ હે હરિ! મને મુર્ખને તો તારા નામનો જ આશરો છે ॥૨॥
ਖਤ੍ਰੀ ਕਰਮ ਕਰੇ ਸੂਰਤਣੁ ਪਾਵੈ ॥ સ્મૃતિઓના ધર્મ અનુસાર ક્ષત્રિય વિરતા ભરેલ કામ કરે છે અને શૂરવીરતાની પ્રસિદ્ધિ કમાય છે.
ਸੂਦੁ ਵੈਸੁ ਪਰ ਕਿਰਤਿ ਕਮਾਵੈ ॥ તે આને જ જીવન નિશાનો સમજે છે, શુદ્ર બીજાની સેવા કરે છે, વેશ્ય પણ વ્યાપાર વગેરે કર્મ કરે છે, શુદ્ર પણ અને વેશ્ય પણ પોતપોતાની કૃતમાં મગ્ન છે.
ਮੈ ਮੂਰਖ ਹਰਿ ਨਾਮੁ ਛਡਾਵੈ ॥੩॥ પરંતુ હું નીરે કર્મને જીવન ઉદેશ્ય માનતો નથી, આની નજરોમાં હું મૂર્ખ છું પરંતુ મને વિશ્વાસ છે કે પરમાત્માનું નામ જ સંસાર સમુદ્રના વિકારોથી બચાવે છે ॥૩॥
ਸਭ ਤੇਰੀ ਸ੍ਰਿਸਟਿ ਤੂੰ ਆਪਿ ਰਹਿਆ ਸਮਾਈ ॥ પરંતુ, હે પ્રભુ! આ આખી સૃષ્ટિ તારી જ રચેલી છે. બધા જીવોમાં તું સ્વયં જ વ્યાપક છે જે કાંઈ તું સૂચવે છે તેને તે જ વિચારે છે.
ਗੁਰਮੁਖਿ ਨਾਨਕ ਦੇ ਵਡਿਆਈ ॥ હે નાનક! જે કોઈ પર પ્રભુ કૃપા કરે છે તેને ગુરૂની શરણમાં નાખીને પોતાના નામનો આદર બક્ષે છે.
ਮੈ ਅੰਧੁਲੇ ਹਰਿ ਟੇਕ ਟਿਕਾਈ ॥੪॥੧॥੩੯॥ આ લોકો માટે હું અંધ છું, પરંતુ, મેં અંધે પરમાત્માના નામનો આશરો લીધેલ છે ॥૪॥૧॥૩૯॥
ਗਉੜੀ ਗੁਆਰੇਰੀ ਮਹਲਾ ੪ ॥ ગૌરી રાગ ગુઆરેરી મહેલ ૪॥
ਨਿਰਗੁਣ ਕਥਾ ਕਥਾ ਹੈ ਹਰਿ ਕੀ ॥ પરમાત્માની મહિમાની વાતો ત્રણેય ગુણોથી ઉપર છે. દુનિયાના લોકોની પ્રશંશાની વાર્તાઓથી ખુબ જ ઊંચી છે.
ਭਜੁ ਮਿਲਿ ਸਾਧੂ ਸੰਗਤਿ ਜਨ ਕੀ ॥ હે ભાઈ! સાધુઓની સંગતિમાં મળીને તે પરમાત્માનું ભજન કર્યા કર.
ਤਰੁ ਭਉਜਲੁ ਅਕਥ ਕਥਾ ਸੁਨਿ ਹਰਿ ਕੀ ॥੧॥ તે પરમાત્માની મહિમા સાંભળ્યા કર, જેના ગુણ વ્યક્ત કરી શકાતા નથી અને મહિમાની કૃપાથી સંસાર સમુદ્રથી પાર થા ॥૧॥
ਗੋਬਿੰਦ ਸਤਸੰਗਤਿ ਮੇਲਾਇ ॥ હે ગોવિંદ! મને સાધુ સંગતનો મેળાપ બક્ષ
ਹਰਿ ਰਸੁ ਰਸਨਾ ਰਾਮ ਗੁਨ ਗਾਇ ॥੧॥ ਰਹਾਉ ॥ જેથી મારી જીભ હરિ નામનો સ્વાદ લઈને હરિ ગુણ ગાતી રહે ॥૧॥વિરામ॥
ਜੋ ਜਨ ਧਿਆਵਹਿ ਹਰਿ ਹਰਿ ਨਾਮਾ ॥ હે હરિ! હે રામ! જે મનુષ્ય તારું નામ સ્મરણ કરે છે,
ਤਿਨ ਦਾਸਨਿ ਦਾਸ ਕਰਹੁ ਹਮ ਰਾਮਾ ॥ મને અનેક દાસના દાસ બનાવ.
ਜਨ ਕੀ ਸੇਵਾ ਊਤਮ ਕਾਮਾ ॥੨॥ તારા દાસોની સેવા મનુસ્ય જીવનમાં સૌથી શ્રેષ્ઠ કર્મ છે ॥૨॥
ਜੋ ਹਰਿ ਕੀ ਹਰਿ ਕਥਾ ਸੁਣਾਵੈ ॥ હે ભાઈ! જે મનુષ્ય મને પરમાત્માની મહિમાની વાતો સંભળાવે છે,
ਸੋ ਜਨੁ ਹਮਰੈ ਮਨਿ ਚਿਤਿ ਭਾਵੈ ॥ તે મને મારા મનમાં મારા ચિત્તમાં પ્રેમાળ લાગે છે.
ਜਨ ਪਗ ਰੇਣੁ ਵਡਭਾਗੀ ਪਾਵੈ ॥੩॥ પરમાત્માના ભક્તના પગોની રાખ કોઈ ભાગ્યશાળી મનુષ્ય જ પ્રાપ્ત કરે છે ॥૩॥
ਸੰਤ ਜਨਾ ਸਿਉ ਪ੍ਰੀਤਿ ਬਨਿ ਆਈ ॥ પ્રભુના સંતજનોથી તે મનુષ્યોની પ્રીતિ નભે છે,
ਜਿਨ ਕਉ ਲਿਖਤੁ ਲਿਖਿਆ ਧੁਰਿ ਪਾਈ ॥ જેના માથા પર પરમાત્માએ ધૂરથી જ પોતાના દરબારથી પોતાની બક્ષીશનો લેખ લખી દીધો હોય,
ਤੇ ਜਨ ਨਾਨਕ ਨਾਮਿ ਸਮਾਈ ॥੪॥੨॥੪੦॥ હે નાનક! તે મનુષ્ય પરમાત્માના નામમાં હંમેશ માટે લીનતા પ્રાપ્ત કરી લે છે ॥૪॥૨॥૪૦॥
ਗਉੜੀ ਗੁਆਰੇਰੀ ਮਹਲਾ ੪ ॥ ગૌરી રાગ ગુઆરેરી મહેલ ૪॥
ਮਾਤਾ ਪ੍ਰੀਤਿ ਕਰੇ ਪੁਤੁ ਖਾਇ ॥ દરેક માતા ખુશી મનાવે છે જ્યારે તેનો પુત્ર કોઈ સારી વસ્તુ ખાય છે.
ਮੀਨੇ ਪ੍ਰੀਤਿ ਭਈ ਜਲਿ ਨਾਇ ॥ પાણીમાં ન્હાઈને માછલીને પ્રસન્નતા થાય છે.
ਸਤਿਗੁਰ ਪ੍ਰੀਤਿ ਗੁਰਸਿਖ ਮੁਖਿ ਪਾਇ ॥੧॥ ગુરુને ખુશી મળે છે જ્યારે કોઈ મનુષ્ય કોઈ ગુરુશિખના મુખમાં ભોજન નાખે છે, જ્યારે કોઈ કોઈ ગુરુશિખની સેવા કરે છે ॥૧॥
ਤੇ ਹਰਿ ਜਨ ਹਰਿ ਮੇਲਹੁ ਹਮ ਪਿਆਰੇ ॥ હે હરિ! મને પોતાના તે સેવક મળાવ
ਜਿਨ ਮਿਲਿਆ ਦੁਖ ਜਾਹਿ ਹਮਾਰੇ ॥੧॥ ਰਹਾਉ ॥ જેના મળવાથી મારા બધા દુઃખ દુર થઈ જાય અને મારી અંદર આધ્યાત્મિક આનંદ પેદા થઈ જાય ॥૧॥વિરામ॥
ਜਿਉ ਮਿਲਿ ਬਛਰੇ ਗਊ ਪ੍ਰੀਤਿ ਲਗਾਵੈ ॥ જેમ પોતાના વાછરડાંને મળીને ગાય ખુશ થાય છે,
ਕਾਮਨਿ ਪ੍ਰੀਤਿ ਜਾ ਪਿਰੁ ਘਰਿ ਆਵੈ ॥ જેમ સ્ત્રીને ખુશી થાય છે જયારે તેનો પતિ ઘર આવે છે.
ਹਰਿ ਜਨ ਪ੍ਰੀਤਿ ਜਾ ਹਰਿ ਜਸੁ ਗਾਵੈ ॥੨॥ તેમ જ પરમાત્માનાં સેવકને ત્યારે જ ખુશી મળે છે જયારે તે પરમાત્માની મહિમા ગાય છે ॥૨॥
ਸਾਰਿੰਗ ਪ੍ਰੀਤਿ ਬਸੈ ਜਲ ਧਾਰਾ ॥ બપૈયાને ખુશી થાય છે જયારે સ્વાતિ નક્ષત્રમાં મુશળધાર વરસાદ થાય છે,
ਨਰਪਤਿ ਪ੍ਰੀਤਿ ਮਾਇਆ ਦੇਖਿ ਪਸਾਰਾ ॥ માયાનો ફેલાવ જોઈને કોઈ રાજા-પતિને ખુશી મળે છે.
ਹਰਿ ਜਨ ਪ੍ਰੀਤਿ ਜਪੈ ਨਿਰੰਕਾਰਾ ॥੩॥ તેમ જ પ્રભુના દાસને ખુશી થાય છે જ્યારે તે પ્રભુનું નામ જપે છે ॥૩॥
ਨਰ ਪ੍ਰਾਣੀ ਪ੍ਰੀਤਿ ਮਾਇਆ ਧਨੁ ਖਾਟੇ ॥ દરેક મનુષ્યને ખુશી થાય છે જ્યારે તે માયા કમાય છે ધન કમાય છે.
ਗੁਰਸਿਖ ਪ੍ਰੀਤਿ ਗੁਰੁ ਮਿਲੈ ਗਲਾਟੇ ॥ ગુરુની સીખને ખુશી મહેસુસ કરે છે જ્યારે તેને તેનો ગુરુ ગળે લગાવીને મળે છે.
ਜਨ ਨਾਨਕ ਪ੍ਰੀਤਿ ਸਾਧ ਪਗ ਚਾਟੇ ॥੪॥੩॥੪੧॥ હે નાનક! પરમાત્માના સેવકને ખુશી થાય છે જ્યારે તે કોઈ ગુરુમુખીના પગ ચૂમે છે ॥૪॥૩॥૪૧॥
ਗਉੜੀ ਗੁਆਰੇਰੀ ਮਹਲਾ ੪ ॥ ગૌરી રાગ ગુઆરેરી મહેલ ૪॥
ਭੀਖਕ ਪ੍ਰੀਤਿ ਭੀਖ ਪ੍ਰਭ ਪਾਇ ॥ ભિખારીને ત્યારે ખુશી થાય છે જ્યારે તેને કોઈ ઘરના માલિકથી ભિક્ષા મળે છે.
ਭੂਖੇ ਪ੍ਰੀਤਿ ਹੋਵੈ ਅੰਨੁ ਖਾਇ ॥ ભૂખ્યા મનુષ્યને ત્યારે ખુશી થાય છે જ્યારે તે અન્ન ખાય છે.
ਗੁਰਸਿਖ ਪ੍ਰੀਤਿ ਗੁਰ ਮਿਲਿ ਆਘਾਇ ॥੧॥ આ રીતે ગુરુની સીખને ખુશી થાય છે જ્યારે ગુરુને મળીને તે માયાની તૃષ્ણાથી સંતુષ્ટ થાય છે ॥૧॥
ਹਰਿ ਦਰਸਨੁ ਦੇਹੁ ਹਰਿ ਆਸ ਤੁਮਾਰੀ ॥ હે હરિ! મારી તમન્ના પુરી કર અને મને દર્શન દે.
ਕਰਿ ਕਿਰਪਾ ਲੋਚ ਪੂਰਿ ਹਮਾਰੀ ॥੧॥ ਰਹਾਉ ॥ કૃપા કર જીવનની કઠિન રાહમાં મને તારી જ સહાયતાની ઉમ્મીદ છે ॥૧॥વિરામ॥
ਚਕਵੀ ਪ੍ਰੀਤਿ ਸੂਰਜੁ ਮੁਖਿ ਲਾਗੈ ॥ ચકલીને ખુશી થાય છે જ્યારે તેને સુરજ દેખાય છે.
ਮਿਲੈ ਪਿਆਰੇ ਸਭ ਦੁਖ ਤਿਆਗੈ ॥ કારણ કે સૂરજના ચઢવા પર તે પોતાના પ્રેમાળ ચકલાને મળે છે અને અલગ થવાના બધા દુઃખ ભુલાવે છે.
ਗੁਰਸਿਖ ਪ੍ਰੀਤਿ ਗੁਰੂ ਮੁਖਿ ਲਾਗੈ ॥੨॥ ગુરુશિખને ખુશી થાય છે જ્યારે તેને ગુરુ દેખાય છે ॥૨॥
ਬਛਰੇ ਪ੍ਰੀਤਿ ਖੀਰੁ ਮੁਖਿ ਖਾਇ ॥ વાછરડાને પોતાની માતાનું દૂધ મુખથી પીને ખુશી થાય છે,
ਹਿਰਦੈ ਬਿਗਸੈ ਦੇਖੈ ਮਾਇ ॥ તે પોતાની માતાને જુએ છે અને દિલમાં પ્રસન્ન થાય છે.
ਗੁਰਸਿਖ ਪ੍ਰੀਤਿ ਗੁਰੂ ਮੁਖਿ ਲਾਇ ॥੩॥ આ રીતે ગુરુશિખને ગુરુના દર્શન કરીને ખુશી થાય છે ॥૩॥
ਹੋਰੁ ਸਭ ਪ੍ਰੀਤਿ ਮਾਇਆ ਮੋਹੁ ਕਾਚਾ ॥ ગુરુ પરમાત્મા વગર બીજા મોહ કાચા છે માયાની પ્રીતિ બધી નાશવાન છે.
ਬਿਨਸਿ ਜਾਇ ਕੂਰਾ ਕਚੁ ਪਾਚਾ ॥ અને મોહ નાશ થઈ જાય છે, અસત્ય છે, નીરા કાંચથી કાચો છે.
ਜਨ ਨਾਨਕ ਪ੍ਰੀਤਿ ਤ੍ਰਿਪਤਿ ਗੁਰੁ ਸਾਚਾ ॥੪॥੪॥੪੨॥ હે દાસ નાનક! જેને સાચો ગુરુ મળે છે તેને વાસ્તવિક ખુશી થાય છે કારણ કે તેને ગુરુ મળવાથી સંતોષ પ્રાપ્ત થાય છે ॥૪॥૪॥૪૨॥


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top